સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/રાઈનો પર્વત એક સમાલોચના: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 106: Line 106:
(ઊભો થઈને)
(ઊભો થઈને)
હવે મને ભીતિ નથી, શંકા નથી. મારા કર્તવ્યનો માર્ગ સ્પષ્ટ અને સીધો દેખાય છે. આજે હું ઘણે મહિને નિરાંતે ઊંઘીશ.

{{right|(જાય છે)}}
{{right|(જાય છે)}}<br>
{{right|[અંક ૪, પ્રવેશ ૫]}}
{{right|[અંક ૪, પ્રવેશ ૫]}}<br>
આત્માની સાચી શાન્તિ અને સહાયતા તે અહીં મેળવે છે. આટલું આટલું ત્યાગ કરતાં તેનું મન જરા પણ ડરતું કંપતું સંકોચાતું કે પાછું ફરતું નથી. તેની વાણીમાં જ આપણે તેની સ્વસ્થતા અને અડગતા જોઈ શકીએ છીએ. એ સ્વસ્થતા નૈતિક વિજયથી થાય છે અને એ વિજય, રમણભાઈ માને છે કે, ઈશ્વરની પ્રાર્થનાથી મળતી સહાયથી મળે છે. એ પ્રાર્થનાથી અને નૈતિક નિર્ણયથી મેળવેલ બળથી તે લીલાવતી સાથેના એકાંત મિલનમાં અડગ રહે છે અને એ જ બળથી તે આખા કાવતરાનો ખુલાસો કરે છે અને પોતાના દોષ માટે સર્વની ક્ષમા માગે છે. આટલો તીવ્ર મંથનનો પ્રસંગ, પછી તેને જીવનમાં ફરી નથી આવતો, પણ એ પ્રસંગે મેળવેલી ઉન્નતિ અને સ્વસ્થતા પછીથી તેની જ થઈને રહે છે એટલું આપણે જોઈ શકીએ છીએ.

આ નીતિ અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા નીચે રહેલું દર્શન પણ આપણે આ નાટકમાં જોઈ શકીએ છીએ. હરકોઈ કવિની કૃતિમાંથી એક સુસંગત દર્શન આપણે હંમેશાં તારવી શકીએ એવું બનતું નથી, કવિ પોતે તે સ્પષ્ટ બુદ્ધિથી જાણતો હોય જ એમ પણ હોતું નથી. પણ સર રમણભાઈને મન પોતાનું દર્શન સ્પષ્ટ હતું. તે પોતે પ્રાર્થનાસમાજી હતા, પ્રાર્થનાસમાજની સ્થાપનામાં તેમના પિતાનો નિકટ હાથ હતો, તેમણે પોતે આખું આયુષ્ય પ્રાર્થનાસમાજની એકસરખી એકનિષ્ઠાથી સેવા કરી છે અને તેમનાં મંતવ્યો પ્રાર્થનાસમાજનાં હતાં એમ કહેવામાં કશો વાંધો જણાતો નથી. પ્રાર્થનાસમાજનાં ત્રણ મુખ્ય મંતવ્યો ગણી શકાય. ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા, માનવજીવનમાં પ્રાર્થનાની આવશ્કયતા, અને નીતિમય જીવન. આ માન્યતાઓ સદ્‌ગત રમણભાઈની હતી. પણ માત્ર માન્યતા જ નહિ, એના સુસંગત દાર્શનિક સ્વરૂપની, એ માન્યતાઓની નીચે રહેલી ફિલસૂફીનો પણ એમને સ્પષ્ટ ખ્યાલ હતો. એ ફિલસૂફી પણ આપણને તેમના આ નાટકમાં જોવા મળે છે.

Line 115: Line 115:
માર્ટિનોએ આ સર્વ વિવેચન એક ખરા ભક્તહૃદયથી બહુ પ્રૌઢ ગંભીર અને અસરકારક શૈલીમાં કરેલું છે. ગુજરાતમાં તેમ હિંદના બીજા પ્રાંતોમાં પણ તેની અસર હતી. આપણા ત્રણ લેખકો ઉપર એની અસર હું જોઉં છું. સદ્‌ગત રમણભાઈ, શ્રી ન્હાનાલાલ કવિ, અને સદ્‌ગત નરસિંહરાવ. શ્રી ન્હાનાલાલે પ્રસંગશઃ એ અસરનો જાહેરમાં સ્વીકાર પણ કરેલો છે.

ઉપર કહેલી માન્યતાઓ ‘રાઈનો પર્વત’માં આપણે જોઈએ છીએ. આગળ રાઈના નૈતિક નિર્ણયની ઉક્તિમાંથી મેં લાંબું અવતરણ આપેલું છે. એ અવતરણની પહેલાંની ઉક્તિમાં બે માર્ગમાંથી એકની પસંદગીનું મંથન છે. તેમાં માણસની સ્વતંત્ર ઇચ્છા અને નૈતિક જવાબદારીની માન્યતા સ્પષ્ટપણે જણાઈ આવે છે.

</poem>}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં;  

તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.</poem>'''}}

Line 122: Line 122:
અહીં જ પછી તે માર્ગ નક્કી કરે છે જેનું અવતરણ આગળ આપેલું છે. એ અવતરણમાં આપણે સર રમણભાઈની પ્રાર્થના સંબંધી માન્યતા પણ જોઈએ છીએ. અહીં રાઈએ પ્રાર્થનામાં ‘આપજો બળ તેહવું’ કહેલું તેનું પુનઃસ્મરણ તેને લીલાવતીના શયનગૃહમાં એકાન્ત મિલન વખતે થાય છે અને તેને સૌંદર્યપ્રલોભન સામે ટકી રહેવાનું બળ તેમાંથી મળે છે. આ સ્વતંત્ર ઇચ્છા અને પુરુષાર્થ, પ્રલોભનના પ્રાબલ્યની અસર થવી અને છતાં તેની સામે થઈ પુરુષાર્થ કરવાની માનવમાં રહેલી શક્તિ, એ બેનો વિરોધ તેઓ સુંદર રીતે કાવ્યમાં નિરૂપે છે :

{{Block center|<poem> આત્મા શોણિત માંસ અસ્થિની ગુફા અંધારી તેમાં પૂર્યો,  
{{Block center|'''<poem> આત્મા શોણિત માંસ અસ્થિની ગુફા અંધારી તેમાં પૂર્યો,  
ઉત્સાહી અભિલાષ દુર્લભ ઘણા સંસાર તેથી ભર્યો;  

રોકાયો પુરુષાર્થ કારણ અને કાર્યો તણી બેડીથી,  

ઘેરાઈ સઘળે અગમ્ય ઘટના સંકલ્પ થંભાવતી. </poem>}}
ઘેરાઈ સઘળે અગમ્ય ઘટના સંકલ્પ થંભાવતી. </poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં માણસની સ્વતંત્ર ઇચ્છા અને કારણકાર્યનો નિયમ, એ બે વચ્ચેના વિરોધનું સ્પષ્ટ સૂચન છે, એ વિરોધનો કંઈક ખુલાસો પણ અહીં દેખાય છે. માણસનું ચૈતન્ય, જે સૂક્ષ્મ છે, દિક્‌કાલથી અપરિચ્છિન્ન છે, તે સ્થૂલ લોહીમાંસના દેહમાં પુરાયું છે તેમાં જ બધા વિરોધનું બીજ રહેલું છે! અને માનવજીવનમાંથી એ કદી ખસવાનું નથી. છતાં માનવમાં દિવ્ય અંશ રહેલો છે. મેં ઉપર કહ્યું તેમ નીતિપ્રતીતિમાં તેની દિવ્યતા પ્રગટ થાય છે. અને એ સત્ય પણ તેમણે એક સુંદર કાવ્યમાં સૂચવ્યું છે. પહેલા અંકના પાંચમા પ્રવેશમાં રાઈને જાલકા નદીમાં સ્નાન કરી આવવા મોકલે છે ત્યાં તે ઘેરા ચિંતનમાં પડે છે. તે ચિંતન દરમિયાન કહે છે :

{{Block center|<poem>{{gap|4em}}(હરિગીત)
{{Block center|'''<poem>{{gap|4em}}(હરિગીત)
આ તારકો પ્રતિબિંબ દ્વારા જલ વિશે ઊતરી ગયા!  

ખેંચે નદીનો વેગ તોયે સ્વસ્થલે તે દૃઢ રહ્યા!

મુજ અંતરે પ્રતિબિંબમાં કંઈ જ્યોતિઓ જે ઝગઝગે,  

શું જાલકામતિવેગમાં જાશે તણાઈ સર્વ તે?</poem>}}
શું જાલકામતિવેગમાં જાશે તણાઈ સર્વ તે?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નદીમાં જેમ જાતજાતનાં પાણીનું વેગથી વહન થયા કરે છે તેમ માણસના મનમાં અનેક વૃત્તિઓનો ઓઘ વહ્યા જ કરે છે. પણ જેમ વહેતા પાણીમાં પણ તારાનાં પ્રતિબિંબો સ્થિર રહે છે તેમ માનસના આ વહેતા ઓઘમાં પણ સદ્‌-અસદ્‌-વિવેકવૃત્તિ સ્થિર રહે છે. દરેક વૃત્તિની ઉચ્ચાવચતાની આંકણી કરી આપવા તે છે જ! નદીમાં જે સ્થિર તેજ દેખાય છે તે ઊંચા આકાશથી ઊતરી આવ્યાં છે તેમજ એ સદ્‌-અસદ્‌-વિવેકવૃત્તિ પણ ઈશ્વરના અનુસંધાનથી આવેલી છે. તે માનવહૃદયમાં હોવા છતાં દિવ્ય છે.