સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/કથકલી નૃત્ય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૨. કથકલી નૃત્ય}}
{{Heading|૨. કથકલી નૃત્ય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મુંબઈમાં બેત્રણ જગ્યાએ જુદી જુદી પરિસ્થિતિમાં કથકલી નૃત્ય જોવાનો પ્રસંગ મળ્યો. થિયેટરમાં તેમના પ્રયોગો જોતાં એટલું તરત સમજાય એવું છે કે તેના પ્રયોક્તાઓ તખ્તાને ટેવાયેલા નથી. કદાચ એ નૃત્ય જ તખ્તાને માટે યોજાયેલું નથી. એ મૂળ તો ખુલ્લી શેરીમાં મેદની સમક્ષ કરવાનું છે. એક ખાનગી હૉલમાં જોવાનો પ્રસંગ મળતાં જણાય છે કે નજીકથી જોતાં તે વધારે સમજાય છે. તેના પ્રયોગની પરંપરાગત પદ્ધતિ આપણી ભવાઈને મળતી છે. ભવાઈની પેઠે જ તેમાં પાત્ર પ્રથમ આવે છે ત્યારે તેના આડો લૂગડાનો પડદો બે માણસોએ ધરી રાખેલો હોય છે. ભવાઈમાં લાંબા ખેસ જેવું જુદા જુદા ચળકતા રંગનું રેશમી ચોરસ લૂગડું હતું. થોડી વાર પછી તેને ખસેડે છે. કોઈ પાત્ર લૂગડા પછવાડે રહ્યું રહ્યું પણ પોતાનો સ્વભાવ પ્રગટ કરવા માંડે છે. દાખલા તરીકે કિરાતાર્જુનિયમ્‌માં પારધીવેશે આવતા શંકર પડદા પછવાડે પણ અવાજો કરે છે, અને પડદો ખસેડ્યા પહેલાં પડદાને હલમલાવે છે. દરેક દૃશ્યની શરૂઆત આવા પડદાથી થાય છે. પણ દૃશ્ય ચાલતાં પાત્ર આવા પડદા વિના પણ આવે છે. પણ ચાલુ દૃશ્યમાં પણ કોઈ પાત્ર પડદાને ઓથે આવે છે, જેમ કે એકાદશી માહાત્મ્યના રુક્‌માંગદના પ્રયોગમાં રાજા પોતાના પુત્રને મારવા જાય છે તે સમયે વિષ્ણુ પોતે તેના હથિયારને ઓચિંતા ઝાલી લે છે, ત્યાં વિષ્ણુ આવા પડદાને ઓથે આવે છે. પ્રસંગનો ચમત્કાર વધારવાને જ આ પડદો આવે છે કે તેમાં બીજો કોઈ સિદ્ધાંત કે પ્રયોજન છે તે વિચારવું ઘટે છે. આ પડદાને માટે મલયાલમ શબ્દનો અર્થ સમુદ્ર થાય છે. મૂળ આ નાટ્યપ્રકારની ઉત્પત્તિ સમુદ્રમાંથી નીકળતા દેવોએ કરી એવી દંતકથા સાથે એનો સંબંધ છે, એમ સાંભળ્યું. અહીં જે સ્ત્રીપાત્રો જોયાં તેમાં મોં ઉપર સાધારણ રંગ હતો અને તેમનાં વસ્ત્રોમાં ઉપર એક રંગીન ચોરસા જેવું ઓઢેલું હતું. તેમનો અંબોડો ડાબી તરફ ત્રાંસો જટાની પેઠે રાખેલો જણાતો હતો, જે તપાસ કરતાં અત્યારે પણ પ્રચલિત જણાયો છે. સ્ત્રીઓ ગુજરાતના જૂના રિવાજ પ્રમાણેના કસવાળા કાપડા જેવું પહેરે છે. આ પહેરવેશ મલબારમાં પ્રચલિત નથી એમ એક એ પ્રાંતના મિત્રની પાસેથી સાંભળેલું છે. એ સાચું હોય તો કસવાળું લૂગડું ક્યાંથી આવ્યું? ગુજરાત કે ઉત્તર હિંદ તરફથી? કે એ મલબારની સ્વતંત્ર પરંપરા? કે કૃષ્ણજીવન ઉત્તર તરફ પસાર થયું છે માટે એટલી સ્થાનિકતા પહેરવેશમાં આણી એમ સમજવું? સ્ત્રીઓ ધોતિયા જેવું પહેરે છે અને નૃત્યમાં તેની પાટલીના સળો ઘણા સુંદર દેખાય છે.

પુરુષપાત્રોનો પહેરવેશ સામાન્ય રીતે ઘણો વધારે કપડાંવાળો અને વિલક્ષણ છે. કપડાં એટલાં બધાં પહેરે છે અને એવી રીતે પહેરે છે કે માણસ હોય તે કરતાં વધારે જાડો દેખાય, અનેક ફૂમતાંવાળા ખેસો જેવું બંને બાજુ લટકતું હોય છે, પુષ્કળ ઘરેણાં જેવું હોય છે. અને કેડથી નીચે એક વસ્ત્ર મોટું, ગોળ, ઘેરદાર નીચે પગ સુધી ટટળતું હોય છે. કદાચ આ વસ્ત્રને શરીરથી અલગ રાખવા કેડ ઉપર કાંઈ પહેરાતું પણ હશે એમ જણાય છે. આ નૃત્ય સમજનાર એક વ્યક્તિએ કહેલું કે કથકલી નૃત્યમાં પુરુષના એ ખુલ્લા પગોની આકૃતિની અસર આ ફરતા ગોળ કપડાથી નાબૂદ થાય છે. હવે એ ખરું છે કે કથકલીમાં પુરુષના નૃત્યની આ એક વિશિષ્ટ વિકટ સુંદરતા છે. પણ બધાં પાત્રો આવો જ વેશ રાખે છે એમ નથી. દાખલા તરીકે બ્રાહ્મણ સુદામો (એ લોકો કુચેલો કહે છે. ઉત્તર હિંદનાં સુદામાનાં ચિત્રોમાં પણ એ જ નામ હોય છે.) અને તપ કરતો અર્જુન સાદા ધોતિયાના વેશમાં આવે છે. એમના નૃત્યમાં – ખાસ કરીને અર્જુનના નૃત્યમાં – એ છૂટા પગની અસર જોઈ શકાય છે. પણ આ ઘેરદાર વસ્રોની પણ અમુક જુદા જ પ્રકારની અસર થાય છે એની ના પડાય તેમ નથી, જાણે એ છુટ્ટાં કપડાં પણ અમુક રીતે ફરીને ભાવને વ્યક્ત કરે છે. કૃષ્ણ, હનુમાન, ભીમ, દુઃશાસન, શંકર, એ બધાં પાત્રો મોં પર કંઈ ચોખાની બનાવટથી સફેદ પટ્ટા જેવું કરે છે. આખું મોં બહુ જ ચીવટથી રંગવામાં આવે છે, અને તે ઉપરાંત આ સફેદ પટ્ટા જેવું હોય છે. પાત્રો વાતચીત કરતાં જ નથી. પણ ઘણે ભાગે બધાં અમાનુષ સ્વભાવનાં પાત્રો ચીસો નાંખે છે. હનુમાન, દુઃશાસન, વ્યાઘ રૂપે શંકર, બધા ચીસો પાડે છે. એક વાર ભીમે પણ ચીસ પાડેલી. ચિચિયારી જેવી એ ચીસ હોય છે, અને વિલક્ષણ રીતે ભયંકર લાગે છે. એ ચીસ પાડતાં મોંના હલનચલનમાં પેલા ઊપસેલા પટ્ટાને હરકત ન થાય એ રીતે તેનો આકાર રાખેલો હોય છે. એટલે ચીસો પાડનાર અને નહિ પાડનાર પાત્રના પટ્ટાનો આકાર જુદો હોય છે. એ ભયંકર પાત્રો જુદી જુદી મુખાકૃતિ સાથે, ઘેરદાર ફરતાં કપડાંથી પોતાની ભાવની બહુ ઉત્કટ અસર કરી શકે છે.

Line 13: Line 12:
છેવટે એક પ્રશ્ન થાય છે. આ તો દક્ષિણનું નૃત્ય! ગુજરાતે બધું બહારથી જ લેવું? આપણું પોતાનું કંઈ ખરું કે નહિ? આપણી ભવાઈ કંઈક આને મળતી હતી એમ હું માનું છું. ભવાઈ પણ કથકલીની પેઠે દેવીના પૂજનાર્થે થતી. તેમાં દેવકથાઓ કરતાં લોકવાર્તા વિશેષ આવતી. પણ તેનું પણ એક પ્રકારનું વિશિષ્ટ સંગીત, તાલ અને નૃત્ય છે. આપણામાંથી કોઈ વલ્લતોલ્લ પાકે તો હજી તેનું પુનરુત્થાન થઈ શકે. એમાંથી કથકલી જેટલી સમૃદ્ધ પરંપરા નીકળશે કે કેમ એ તો અત્યારે કોણ કહી શકે? પણ એમાંનું કશું જ કર્યા વિના, માત્ર પ્રાંતાભિમાનથી, અમારે બંગાળની કવિતા, કે મણિપુરનું નૃત્ય, કે કથકલીનો અભિનય ને નૃત્ય નથી લેવું એમ કહેવું મને અનુપપન્ન લાગે છે. ખરું તો કલામાં આપણા હિંદમાં એવું પ્રાંતીયત્વ હતું જ નહિ. આખા ઉત્તરહિંદમાં એક જ સંગીતપરંપરા છે. અને હવે તો હિંદ અનેક નવા અખતરા કરતું કલાના નવીન રૂપો સિદ્ધ કરવા પ્રયત્ન કરશે, અત્યારે જ કરે છે. તેમાં એક બાજુ સર્વદેશીયતા અને બીજી બાજુ વૈવિધ્ય આવશે. આપણી સ્ત્રીઓ જેમ એક જ રીતે પહેરવેશ નથી પહેરતી, આપણાં દીવાનખાનાં આપણે આખા હિંદની ચીજોથી શણગારીએ છીએ, તેમ આપણી કલા પણ અનેક પ્રાંતોમાંથી જુદાં જુદાં સ્વરૂપો લેશે. આપણા ગરબા બીજા પ્રાંતો લેશે, તેમ આપણે પણ બીજા પ્રાંતોમાંથી લઈશું. અને તે સાથે આપણે આપણાનો અભ્યાસ નહિ કરીએ તો એટલે અંશે બીજા પ્રાંતોની સરખામણીમાં દરિદ્ર દેખાઈશું, બીજું શું!

{{Poem2Close}}
{{Poem2Close}}
મહા ૧૯૯૨ (‘કાવ્યની શક્તિ’)
મહા ૧૯૯૨ (‘કાવ્યની શક્તિ’)<br>
'''પાદટીપ'''  
'''પાદટીપ'''  
{{reflist}}
{{reflist}}