34,174
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વિભાગ : ૫ અન્ય<br>૧ સંગીત<br>એક શુદ્ધ | {{Heading|વિભાગ : ૫ અન્ય<br>૧ સંગીત<br>એક શુદ્ધ લલિતકલા<ref>તા. ૫-૯-૨૬ના રોજ રાષ્ટ્રીય સંગીત મંડળના ઉપક્રમથી આપેલું વ્યાખ્યાન.</ref>}} | ||
માન્ય પ્રમુખસાહેબ અને ભાઈઓ, | માન્ય પ્રમુખસાહેબ અને ભાઈઓ, | ||
| Line 13: | Line 13: | ||
અને ગણિતશાસ્ત્રી જેમ શૂન્યથી આનન્ત્ય ઉપજાવે છે તેમ જ સંગીતકાર પોતાના શૂન્યથી આનત્ય પણ ઉપજાવે છે. શૂન્યની સામાન્ય કિંમત શૂન્ય છે પણ કોઈ પણ ગમે તેવડી નાની સંખ્યામાં છંદમાં આવતાં તેની કિંમત અનંત થાય છે. ૧/૦=અનંત. ગણિતશાસ્ત્રી અનન્તતા સાબિત કરે છે ખરો પણ તેની અનન્તતા માત્ર એક બુદ્ધિગત વ્યાપાર જ રહે છે. પણ સંગીતકાર તો આપણા હૃદય પર અનન્તના સંસ્કારો પાડે છે. | અને ગણિતશાસ્ત્રી જેમ શૂન્યથી આનન્ત્ય ઉપજાવે છે તેમ જ સંગીતકાર પોતાના શૂન્યથી આનત્ય પણ ઉપજાવે છે. શૂન્યની સામાન્ય કિંમત શૂન્ય છે પણ કોઈ પણ ગમે તેવડી નાની સંખ્યામાં છંદમાં આવતાં તેની કિંમત અનંત થાય છે. ૧/૦=અનંત. ગણિતશાસ્ત્રી અનન્તતા સાબિત કરે છે ખરો પણ તેની અનન્તતા માત્ર એક બુદ્ધિગત વ્યાપાર જ રહે છે. પણ સંગીતકાર તો આપણા હૃદય પર અનન્તના સંસ્કારો પાડે છે. | ||
અને આ બાબત મારે કેવી રીતે રજૂ કરવી? હું ગાઈ તો શકતો નથી. પણ મારા ચિત્તના સંસ્કારો બને તેટલા વાણીમાં મૂકવા પ્રયત્ન કરીશ. સંગીત શરૂ થાય તે પહેલાંની ક્ષણે નીરવતા હોય છે. અલબત્ત વાતો કે અવાજ ન કરતો હોય એવો શ્રોતાવર્ગ હું માની લઉં છું અને મકાન બહાર મોટરોના કદરૂપા ભોંકારો હું ગણતો નથી. એ નીરવતા એ શૂન્ય છે. એ શૂન્યથી સંગીત શરૂ થાય છે. કોઈ અદ્ભુત દૈવી લીલાથી સ્વરો ગૂંથાવા માંડે છે, દ્રુત કે મંદ ગતિથી ચાલે છે, આરોહ કે અવરોહથી ઊંચા-નીચા જાય છે. તેમાં કોઈ સ્વર કે એક પછી એક સ્વરો ઊંચા ચડવા જાય છે. આપણને લાગે છે કે આ ક્યાં જશે? વિજ્ઞાન કહે છે કે અમુક આંદોલનોથી વધારે આંદોલનોવાળા અવાજો શ્રવણાતીત છે. ત્યારે ઊંચા ચઢવા માંડેલા ધ્વનિનું શું થશે? વિજ્ઞાનની મૂઢ મર્યાદાથી હારીને એ પાછો આવશે? ના. એ ચઢતો ધ્વનિ ચઢતો ચઢતો પછી બંધ પડે છે. અને ત્યારે શું એ નાશ પામે છે? – ના. એ અનન્તમાં લીન થાય છે. એ ગીત ત્યાં બંધ પડ્યું નથી લાગતું, તાલ ચાલ્યા કરતો હોય છે, માત્ર એ સ્વર ત્યાં અનન્તમાં વિહરતો હોય છે. અને પછી, જેમ ગણિતના પેરેબોલાની એક વક્રલેખા અનન્તમાં જઈ બીજી દિશાથી પાછી ફરે છે તેમ સ્વર પણ બીજી દિશાથી પ્રવેશ કરે છે. આ વખતે ગાનારના હાથનો અભિનય પણ સ્વરની આ જ ગતિ ઘણી વાર બતાવે છે. સ્વર ઊંચો ચડતાં હાથ પણ ઊંચો ચડે છે અને પછી જાણે મંદ ધક્કાથી સ્વરને અનન્તમાં ઠેલી તેને બીજી દિશાથી પાછો લઈ આવે છે. આ રીતે શૂન્ય જે પ્રથમ શૂન્ય જ હતું, તે સંગીતસૃષ્ટિમાં યોગમાં આવી અનન્ત બને છે. સંગીતમાં આ રીતે પણ આપણે અનન્તનો અનુભવ કરીએ છીએ. કલા એ અનન્તનો આવિર્ભાવ છે, અને આવિર્ભાવ વિના અનન્ત ગ્રહણ પણ ન કરી શકાય. એ આવિર્ભાવ હંમેશાં સમર્યાદ હોય છે. આવિર્ભાવ વિના અનન્ત એ શૂન્ય બરાબર છે – શું કલામાં, શું જીવનમાં કે શું વિશ્વમાં! | અને આ બાબત મારે કેવી રીતે રજૂ કરવી? હું ગાઈ તો શકતો નથી. પણ મારા ચિત્તના સંસ્કારો બને તેટલા વાણીમાં મૂકવા પ્રયત્ન કરીશ. સંગીત શરૂ થાય તે પહેલાંની ક્ષણે નીરવતા હોય છે. અલબત્ત વાતો કે અવાજ ન કરતો હોય એવો શ્રોતાવર્ગ હું માની લઉં છું અને મકાન બહાર મોટરોના કદરૂપા ભોંકારો હું ગણતો નથી. એ નીરવતા એ શૂન્ય છે. એ શૂન્યથી સંગીત શરૂ થાય છે. કોઈ અદ્ભુત દૈવી લીલાથી સ્વરો ગૂંથાવા માંડે છે, દ્રુત કે મંદ ગતિથી ચાલે છે, આરોહ કે અવરોહથી ઊંચા-નીચા જાય છે. તેમાં કોઈ સ્વર કે એક પછી એક સ્વરો ઊંચા ચડવા જાય છે. આપણને લાગે છે કે આ ક્યાં જશે? વિજ્ઞાન કહે છે કે અમુક આંદોલનોથી વધારે આંદોલનોવાળા અવાજો શ્રવણાતીત છે. ત્યારે ઊંચા ચઢવા માંડેલા ધ્વનિનું શું થશે? વિજ્ઞાનની મૂઢ મર્યાદાથી હારીને એ પાછો આવશે? ના. એ ચઢતો ધ્વનિ ચઢતો ચઢતો પછી બંધ પડે છે. અને ત્યારે શું એ નાશ પામે છે? – ના. એ અનન્તમાં લીન થાય છે. એ ગીત ત્યાં બંધ પડ્યું નથી લાગતું, તાલ ચાલ્યા કરતો હોય છે, માત્ર એ સ્વર ત્યાં અનન્તમાં વિહરતો હોય છે. અને પછી, જેમ ગણિતના પેરેબોલાની એક વક્રલેખા અનન્તમાં જઈ બીજી દિશાથી પાછી ફરે છે તેમ સ્વર પણ બીજી દિશાથી પ્રવેશ કરે છે. આ વખતે ગાનારના હાથનો અભિનય પણ સ્વરની આ જ ગતિ ઘણી વાર બતાવે છે. સ્વર ઊંચો ચડતાં હાથ પણ ઊંચો ચડે છે અને પછી જાણે મંદ ધક્કાથી સ્વરને અનન્તમાં ઠેલી તેને બીજી દિશાથી પાછો લઈ આવે છે. આ રીતે શૂન્ય જે પ્રથમ શૂન્ય જ હતું, તે સંગીતસૃષ્ટિમાં યોગમાં આવી અનન્ત બને છે. સંગીતમાં આ રીતે પણ આપણે અનન્તનો અનુભવ કરીએ છીએ. કલા એ અનન્તનો આવિર્ભાવ છે, અને આવિર્ભાવ વિના અનન્ત ગ્રહણ પણ ન કરી શકાય. એ આવિર્ભાવ હંમેશાં સમર્યાદ હોય છે. આવિર્ભાવ વિના અનન્ત એ શૂન્ય બરાબર છે – શું કલામાં, શું જીવનમાં કે શું વિશ્વમાં! | ||
શાસ્ત્રો કહે છે કે જગતની ઉત્પત્તિમાં, આદિમાં શબ્દબ્રહ્મ હતું. તે તો ગમે તેમ હોય. પણ સંગીતકારની સંગીતસૃષ્ટિની ઉત્પત્તિ જગતની ઉત્પત્તિના વર્ણનને બહુ જ મળતી આવે છે. જગતના આદિમાં ‘આ સર્વ તમોભૂત અપ્રજ્ઞાત અલક્ષણ જાણે સર્વતઃ પ્રસુપ્ત જેવું’ હતું. | શાસ્ત્રો કહે છે કે જગતની ઉત્પત્તિમાં, આદિમાં શબ્દબ્રહ્મ હતું. તે તો ગમે તેમ હોય. પણ સંગીતકારની સંગીતસૃષ્ટિની ઉત્પત્તિ જગતની ઉત્પત્તિના વર્ણનને બહુ જ મળતી આવે છે. જગતના આદિમાં ‘આ સર્વ તમોભૂત અપ્રજ્ઞાત અલક્ષણ જાણે સર્વતઃ પ્રસુપ્ત જેવું’ હતું.<ref>મનુસ્મૃતિ.</ref> એ જ સંગીતકારનું શૂન્ય. જાણે સ્વરો પણ બધા સૂતેલા પડ્યા છે. ધીમે ધીમે એ સૂતેલા સ્વરોને કલાકાર જગાડે છે અને પછી સ્વરો પોતે જ જાણે પોતાનું કામ, પોતાની શક્તિ, પોતાની વૃત્તિ સમજતા હોય તેમ, કલાકારની આંગળીના હુકમે –આંગળીના અણસારે પોતાનું કામ બજાવવા માંડે છે અને તેમાંથી સ્વરસૃષ્ટિ ઉત્પન્ન થાય છે. | ||
સૃષ્ટિ જેમ પરમાત્માના સંકલ્પથી રચાય છે તેમ સ્વરસૃષ્ટિ પણ કલાકારના સંકલ્પથી જ રચાય છે. કલાકાર માત્ર અમુક ભાવ વ્યક્ત કરવાનો સંકલ્પ કરે છે એટલે એની આંગળીઓ પણ સહજ લીલાથી પોતાની મેળે જ એ ભાવને અનુકૂલ ફરવા માંડે છે. જેમ મારે કે તમારે બોલતાં કે લખતાં વિચાર (deliberation) કરવો પડતો નથી કે આ અક્ષર આમ બોલાય કે લખાય, માત્ર બોલવા કે લખવાનો સંકલ્પ થતાં એ વ્યાપાર ચાલવા માંડે છે, તેમ કલાધરને આ ભાવ આ સૂરથી વ્યક્ત થાય કે આ સૂર કંઠને કે આંગળીને આમ કરવાથી નીકળે એવો લેશ પણ વિચાર કરવો પડતો નથી. જેમ કોઈ કુશલ યંત્રકાર – કલામાં આવો જડ દાખલો આપવા માટે ક્ષમા માંગું છું –એક ચક્રની ગતિ બીજા ચક્રને આપતાં લેશ પણ ગતિબલ ઘર્ષણમાં વ્યર્થ જવા દેતો નથી, તેમ કુશલ કલાકાર પોતાના હૃદ્ગત ભાવને આવિષ્કરણવ્યાપારમાં લેશ પણ ખરચાઈ જવા દેતો નથી. તેના સંકલ્પ-માત્રથી તેનું ચિત્તંત્ર, તેનું દેહતંત્ર, તેનું તંત્રીતંત્ર અને તેનું સ્વરતંત્ર સર્વ પોતપોતાનું કામ પોતાના સંપૂર્ણ સામર્થ્યથી કરવા મંડી જાય છે – જેમ જગતના આદિમાં પરમાત્માએ માત્ર સંકલ્પ કર્યો અને એ સંકલ્પથી પ્રલયમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેમ. આ જગત એ પરમાત્માનું સંગીત છે, પરમાત્માનું કાવ્ય છે. देवस्य पश्य काव्यम् न ममार न | સૃષ્ટિ જેમ પરમાત્માના સંકલ્પથી રચાય છે તેમ સ્વરસૃષ્ટિ પણ કલાકારના સંકલ્પથી જ રચાય છે. કલાકાર માત્ર અમુક ભાવ વ્યક્ત કરવાનો સંકલ્પ કરે છે એટલે એની આંગળીઓ પણ સહજ લીલાથી પોતાની મેળે જ એ ભાવને અનુકૂલ ફરવા માંડે છે. જેમ મારે કે તમારે બોલતાં કે લખતાં વિચાર (deliberation) કરવો પડતો નથી કે આ અક્ષર આમ બોલાય કે લખાય, માત્ર બોલવા કે લખવાનો સંકલ્પ થતાં એ વ્યાપાર ચાલવા માંડે છે, તેમ કલાધરને આ ભાવ આ સૂરથી વ્યક્ત થાય કે આ સૂર કંઠને કે આંગળીને આમ કરવાથી નીકળે એવો લેશ પણ વિચાર કરવો પડતો નથી. જેમ કોઈ કુશલ યંત્રકાર – કલામાં આવો જડ દાખલો આપવા માટે ક્ષમા માંગું છું –એક ચક્રની ગતિ બીજા ચક્રને આપતાં લેશ પણ ગતિબલ ઘર્ષણમાં વ્યર્થ જવા દેતો નથી, તેમ કુશલ કલાકાર પોતાના હૃદ્ગત ભાવને આવિષ્કરણવ્યાપારમાં લેશ પણ ખરચાઈ જવા દેતો નથી. તેના સંકલ્પ-માત્રથી તેનું ચિત્તંત્ર, તેનું દેહતંત્ર, તેનું તંત્રીતંત્ર અને તેનું સ્વરતંત્ર સર્વ પોતપોતાનું કામ પોતાના સંપૂર્ણ સામર્થ્યથી કરવા મંડી જાય છે – જેમ જગતના આદિમાં પરમાત્માએ માત્ર સંકલ્પ કર્યો અને એ સંકલ્પથી પ્રલયમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેમ. આ જગત એ પરમાત્માનું સંગીત છે, પરમાત્માનું કાવ્ય છે. देवस्य पश्य काव्यम् न ममार न जीर्यते<ref>અથર્વવેદ</ref> ‘દેવનું કાવ્ય જુઓ એ મર્યું નહિ, એ જીર્ણ થયું નહિ’ પરમાત્મા પોતાનો ભાવ જરા પણ વ્યય થયા વિના સંપૂર્ણ પ્રગટ કરે છે માટે તે સર્વશક્તિમાન છે. | ||
એક બીજી બાબત અહીં સહજ ધ્યાનમાં આવે છે. જેમ કલાધરનું ચિત્તંત્ર તેના સંકલ્પને અધીન છે, તેમ તેનું દેહતંત્ર—અંગુલિતંત્ર તેના ચિત્તને અધીન છે, તેમ જ તેનું તંત્રીતંત્ર પણ તેના ચિત્ત અને અંગુલિને અધીન છે. કલાધરને જેટલું ચિત્ત ઉપર પ્રભુત્વ છે તેટલું જ અંગુલિ ઉપર અને તેટલું જ તેના વાદ્યતંત્ર ઉપર પ્રભુત્વ છે. જેમ ગાનારને પોતાનો કંઠ અધીન છે, નર્તકને પોતાનો દેહ અધીન છે તેટલું જ બજાવનારને પોતાનું વાદ્ય અધીન છે. જેટલો દેહમાં આત્મા ઓતપ્રોત હોય છે, તેટલો જ કલાવિધાન સમયે કલાધરનો આત્મા એ વાદ્યમાં ઓતપ્રોત થાય છે. કલાની દૃષ્ટિએ દેહ અને વાદ્યમાં કશો તફાવત નથી. અને આ સત્ય તત્ત્વતઃ બધી કલાઓને લાગુ પડે છે. આ જ રીતે કવિ કવન સમયે વાઙ્મય દેહ ધારણ કરીને પોતાના ભાવનો આવિષ્કાર કરે છે, શિલ્પી એ જ રીતે સંગેમરમર, માટી કે લાકડું જે કે હોય તેમાં પ્રવેશ કરે છે, અને પૂરેપૂરો ઓતપ્રોત થઈ ઉપાદાનમાં પોતાનો ભાવ પ્રગટ કરે છે. ત્યારે જ તે તે કલામાં સર્જન કરી શકે છે. ઉપાદાન અને આત્માનો સંપૂર્ણ દેહ-દેહીનો સંબંધ થાય તો જ કલા સર્જાય. ઉપાદાન અર્થાત્ બાહ્યવસ્તુ ઉપરનું ચૈતન્યનું પ્રભુત્વ એમાં કલાવિધાનનો આનંદ છે. આ દેહ-દેહી સંબંધ ભોગ કે આસક્તિનો નથી, પણ શક્તિના આવિષ્કારનો છે. એ ચૈતન્યના આવિષ્કારનો જ, પ્રાકટ્યનો જ, ચૈતન્યના જડ ઉપરના એ વિજયનો જ એ આનંદ છે. જગતને પરમાત્માની લીલા કહી છે તેની ઘણે નિકટ આપણે આ વિચારમાં આવી જઈએ છીએ. | એક બીજી બાબત અહીં સહજ ધ્યાનમાં આવે છે. જેમ કલાધરનું ચિત્તંત્ર તેના સંકલ્પને અધીન છે, તેમ તેનું દેહતંત્ર—અંગુલિતંત્ર તેના ચિત્તને અધીન છે, તેમ જ તેનું તંત્રીતંત્ર પણ તેના ચિત્ત અને અંગુલિને અધીન છે. કલાધરને જેટલું ચિત્ત ઉપર પ્રભુત્વ છે તેટલું જ અંગુલિ ઉપર અને તેટલું જ તેના વાદ્યતંત્ર ઉપર પ્રભુત્વ છે. જેમ ગાનારને પોતાનો કંઠ અધીન છે, નર્તકને પોતાનો દેહ અધીન છે તેટલું જ બજાવનારને પોતાનું વાદ્ય અધીન છે. જેટલો દેહમાં આત્મા ઓતપ્રોત હોય છે, તેટલો જ કલાવિધાન સમયે કલાધરનો આત્મા એ વાદ્યમાં ઓતપ્રોત થાય છે. કલાની દૃષ્ટિએ દેહ અને વાદ્યમાં કશો તફાવત નથી. અને આ સત્ય તત્ત્વતઃ બધી કલાઓને લાગુ પડે છે. આ જ રીતે કવિ કવન સમયે વાઙ્મય દેહ ધારણ કરીને પોતાના ભાવનો આવિષ્કાર કરે છે, શિલ્પી એ જ રીતે સંગેમરમર, માટી કે લાકડું જે કે હોય તેમાં પ્રવેશ કરે છે, અને પૂરેપૂરો ઓતપ્રોત થઈ ઉપાદાનમાં પોતાનો ભાવ પ્રગટ કરે છે. ત્યારે જ તે તે કલામાં સર્જન કરી શકે છે. ઉપાદાન અને આત્માનો સંપૂર્ણ દેહ-દેહીનો સંબંધ થાય તો જ કલા સર્જાય. ઉપાદાન અર્થાત્ બાહ્યવસ્તુ ઉપરનું ચૈતન્યનું પ્રભુત્વ એમાં કલાવિધાનનો આનંદ છે. આ દેહ-દેહી સંબંધ ભોગ કે આસક્તિનો નથી, પણ શક્તિના આવિષ્કારનો છે. એ ચૈતન્યના આવિષ્કારનો જ, પ્રાકટ્યનો જ, ચૈતન્યના જડ ઉપરના એ વિજયનો જ એ આનંદ છે. જગતને પરમાત્માની લીલા કહી છે તેની ઘણે નિકટ આપણે આ વિચારમાં આવી જઈએ છીએ. | ||
કલાકારના સર્જનને પણ આપણે લીલા કહી શકીએ. પોતાના ઉપાદાન ઉપર એકમાત્ર સંકલ્પથી થતા વિજયમાં તે અદ્ભુત સ્વાતંત્ર્ય, અદ્ભુત સ્વભાવ-લીલા, પરમ આનંદ અનુભવતો દેખાય છે. પણ આ લીલાની પછવાડે એ કલાધરે અથાગ પ્રયત્ન કરેલો હોય છે એ ભૂલવું ન જોઈએ. સંગીતના અભ્યાસીએ – છોકરો પાટીમાં એકડો ઘૂંટે, કે એકડાનો આકાર હાથમાં લઈ તેનું અનેક વાર મનન કરે, તેનો સ્પર્શ કરે અને તે બધી ક્રિયાઓથી તેનો આકાર મનમાં સિદ્ધ કરી તેને હસ્તગત કરે તેમ – સંગીતના અભ્યાસીએ પણ નિર્ણીત કરેલા સ્વરક્રમોના પાઠો કરવાના હોય છે, ગણતરી કરીએ તો લાખોના હિસાબે જાય એટલાં સ્વરોનાં પુનરાવર્તનો કરવાનાં હોય છે. એ સ્વર પર પ્રભુત્વ મેળવવા પહેલાં એ સ્વરોના દાસ થઈને રહેવું પડ્યું હોય છે, ત્યારે એ સ્વરલીલા સિદ્ધ થાય છે, ત્યારે જાણે એ સ્વર તરફ જરા પણ ધ્યાન આપ્યા વિના કેવલ ભાવનિષ્ઠ રહી, કેવલ ભાવનિમગ્ન રહી લીલા કરતો હોય તેમ તે આપણને પ્રતીત થાય છે. કોઈ પણ કલાના અભ્યાસીએ આટલી જ મહેનત, ઉપાસના, સમાધિ કરવી પડે છે. કવિએ એ જ રીતે શબ્દો અને શબ્દોની અસરો, તેના અર્થો અને અર્થોની છાયા, પદ્યરચનાઓ આટલા જ અભ્યાસ અને શ્રમથી સિદ્ધ કરવાં જોઈએ અને પછી પ્રસરે તે કલા. પછી કવિની નિરંકુશતા પણ ખરી, કાવ્યની સાહજિકતા પણ ખરી, તેનું સ્વાતંત્ર્ય, તેની સ્વૈરતા બધું ખરું, પણ એ બધું તો શક્તિઓના પાકથી આવે. તે સિવાય કરેલો સ્વચ્છંદ કે નિરંકુશતા તે તો સ્વાતંત્ર્યની વિડંબના – કલાની વિડંબના : અને કલાકાર થવાને રઘવાયા થયેલા કેટલાય એવી વિડંબનાઓ કરે છે. | કલાકારના સર્જનને પણ આપણે લીલા કહી શકીએ. પોતાના ઉપાદાન ઉપર એકમાત્ર સંકલ્પથી થતા વિજયમાં તે અદ્ભુત સ્વાતંત્ર્ય, અદ્ભુત સ્વભાવ-લીલા, પરમ આનંદ અનુભવતો દેખાય છે. પણ આ લીલાની પછવાડે એ કલાધરે અથાગ પ્રયત્ન કરેલો હોય છે એ ભૂલવું ન જોઈએ. સંગીતના અભ્યાસીએ – છોકરો પાટીમાં એકડો ઘૂંટે, કે એકડાનો આકાર હાથમાં લઈ તેનું અનેક વાર મનન કરે, તેનો સ્પર્શ કરે અને તે બધી ક્રિયાઓથી તેનો આકાર મનમાં સિદ્ધ કરી તેને હસ્તગત કરે તેમ – સંગીતના અભ્યાસીએ પણ નિર્ણીત કરેલા સ્વરક્રમોના પાઠો કરવાના હોય છે, ગણતરી કરીએ તો લાખોના હિસાબે જાય એટલાં સ્વરોનાં પુનરાવર્તનો કરવાનાં હોય છે. એ સ્વર પર પ્રભુત્વ મેળવવા પહેલાં એ સ્વરોના દાસ થઈને રહેવું પડ્યું હોય છે, ત્યારે એ સ્વરલીલા સિદ્ધ થાય છે, ત્યારે જાણે એ સ્વર તરફ જરા પણ ધ્યાન આપ્યા વિના કેવલ ભાવનિષ્ઠ રહી, કેવલ ભાવનિમગ્ન રહી લીલા કરતો હોય તેમ તે આપણને પ્રતીત થાય છે. કોઈ પણ કલાના અભ્યાસીએ આટલી જ મહેનત, ઉપાસના, સમાધિ કરવી પડે છે. કવિએ એ જ રીતે શબ્દો અને શબ્દોની અસરો, તેના અર્થો અને અર્થોની છાયા, પદ્યરચનાઓ આટલા જ અભ્યાસ અને શ્રમથી સિદ્ધ કરવાં જોઈએ અને પછી પ્રસરે તે કલા. પછી કવિની નિરંકુશતા પણ ખરી, કાવ્યની સાહજિકતા પણ ખરી, તેનું સ્વાતંત્ર્ય, તેની સ્વૈરતા બધું ખરું, પણ એ બધું તો શક્તિઓના પાકથી આવે. તે સિવાય કરેલો સ્વચ્છંદ કે નિરંકુશતા તે તો સ્વાતંત્ર્યની વિડંબના – કલાની વિડંબના : અને કલાકાર થવાને રઘવાયા થયેલા કેટલાય એવી વિડંબનાઓ કરે છે. | ||