સાહિત્ય પલ્લવ – ભાગ ૧/એક સાંજ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
સાંજે ઓફિસથી આવીને મારી પાલિતપુત્રી શાંતિના આવવાની રાહ જોતો હું બારી પાસે આંટા મારતો હતો. શાંતિને નિશાળેથી આવતાં મોડું થયું એટલે મારો જીવ જરા ઊંચો થતો હતો. થોડી વારે એને ઉતાવળી ઉતાવળી બે હાથમાં કાંઈ સંભાળીને લઈ આવતી મેં દૂરથી જોઈ. દાદર ચઢીને ઉપર આવી ત્યારે મેં જોયું કે એના ગાલ લાલ લાલ થઈ ગયા હતા, અને ઝડપથી શ્વાસ લેતી શાંતિ ઘણા જ ઉત્સાહમાં હતી. એના વાળ જરા અનિયમિત થઈ કપાળ પર આડા-અવળા વીખરાયા હતા. એથી એની સુંદરતામાં વધારો થતો હતો.

તેણે વાદળી રંગના લૂગડામાં બે હાથ સંતાડી દઈને સ્મિત કરીને મને લહેંકાતે અવાજે પૂછ્યું : ‘બોલો જોઈએ, મોટાભાઈ, મારી પાસે શું છે?’ ‘કેમ આજે કાંઈ નવું ઇનામ તારા માસ્તરે નિશાળમાં આપ્યું છે કે શું?’ મેં એને જ મોઢે જવાબ કઢાવવા માટે યુક્તિપૂર્વક પૂછ્યું.

‘જે હોય તે, તમે કહી આપો ત્યારે ખરા!’ તેણે ઉત્તર દેવો ઉડાવ્યો. પછી તોફાની આંખો ઝીણી કરીને હસતી હસતી બોલી : ‘આજે તો તમને ખબર પડે જ નહિ ને! કહેતા હો તો આપણે શરત બકીએ.’

મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ શાંતિ શું લાવી હશે તેની કલ્પના હું કરી શક્યો નહિ. એટલે જે મનમાં આવે તે મેં બોલવા માંડ્યું.

મેં કહ્યું : ‘જો ઇનામ ન હોય તો રસ્તા ઉપરનો સરસ પથરો હશે’—