26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિચય|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ભોળાભાઈ પટેલ (જ. ૭-૭-૧૯૩૪ – અવ. ૨૦-૫...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Bholabhai-Patel-239x300.jpg|frameless|center]] | |||
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨) | |||
સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં. | |||
સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. | |||
< | ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.{{Poem2Close}} | ||
<Center>* | |||
{{Poem2Close}} | |||
'''કૃતિ-પરિચય'''</Center> | |||
{{Poem2Open}}લેખકના ભારતભ્રમણના નિબંધો પછી વિદેશભ્રમણના આ નિબંધોમાં યુરોપનાં બ્રિટન સમેત બ્રસેલ્સ, બેલ્જિયમ, જર્મની, વિયેના, રોમ, વેટિકન, પેરિસ જેવાં સ્થળોના પ્રાકૃતિક સૌંદર્ય, કલાકૃતિસૌંદર્ય, મનુષ્યસૌંદર્ય ઉપરાંત માનવસંબંધોનું સહજ સર્જનાત્મક ગદ્યમાં આલેખન થયું છે. ભોળાભાઈએ જે અખૂટ રસથી આ બધું જોયું-માણ્યું છે એનું એવી તાદૃશતાથી નિરૂપણ કર્યું છે કે એ વાચકને પણ એ અનુભવોની નિકટ લઈ જાય છે. | |||
યુરોપમાં પ્રવાસ તો આપણાંમાંથી કેટલાંકે કર્યો પણ હોય પરંતુ અહીં લેખકના આગવા રસાનુભવો વધુ રસપ્રદ બને એવા છે : જર્મનીના નદી-પર્વતમાળા-વનપ્રદેશમાંથી પસાર થતા સુંદર લાંબા મોટરમાર્ગ ‘રોમાંટિશે સ્ટ્રાસે’(રોમાન્ટિક રોડ)ની વાત હોય કે સુંદર થુનર સરોવર-કાંઠેના સ્પિએઝની વાત હોય કે વેટિકન સિટીનાં વિશિષ્ટ મ્યુઝિયમોમાં વિચરણની વાત હોય – ભોળાભાઈના પ્રતિભાવો હૃદ્ય છે. જગપ્રસિદ્ધ શિલ્પ ‘વિનસનો જન્મ’નો એમનો પ્રતિભાવ જુઓ: | |||
‘સદ્યજાતા, નગ્નકાન્તિ, પૂર્ણસ્ફુટિતા વિનસ છે અને હું છું. જોઉં છું, જોઉં છું, જોઉં છું…’ રોમમાં કવિ કિટ્સના સ્મૃતિ-નિવાસની મુલાકાત કવિના જીવન અને કવિતાનાં જે અનેક સ્મરણો જગાડે છે એ લેખકની રસિક વિદ્વત્તાનો પરિચય કરાવે છે. રોંદોનાં શિલ્પોથી સોહતી પેરિસનું એક અપ્રતિમ કલા-સૌંદર્યની નગરી તરીકેનું આલેખન તો છે જ, પણ માનવસૌંદર્ય? ભોળાભાઈ મુક્ત નિખાલસતાથી કહે છે : પેરિસના રસ્તાઓ પર ‘હજારો સુંદર ચહેરા એકસાથે જોયા.’ | |||
એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –{{Poem2Close}} | |||
– રમણ સોની |
edits