યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૩ : બ્રિટનમાં ગિરા ગુજરાતી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ-૩ : બ્રિટનમાં ગિરા ગુજરાતી}} {{Poem2Open}} એક અહેવાલ બ્રિટ...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
એક અહેવાલ
 
<center>'''એક અહેવાલ'''</center>
 
બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સંસ્કૃતિનું વિદેશોમાં જતન કરવા લગભગ દોઢેક દાયકાથી પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષાના વર્ગો લેવા, એ વર્ગો લેવા શિક્ષકો તૈયાર કરવા, શિક્ષકો માટે શિક્ષણની સામગ્રી તૈયાર કરાવવી, ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવી અને એને માન્યતા અપાવવી, વિદેશમાં વસતા ગુજરાતી રચનાકારોની રચનાઓને પ્રોત્સાહન આપવું, ‘અસ્મિતા’ જેવા વાર્ષિકમાં સર્જનાત્મક રચનાઓ સાથે વિદેશમાં ગુજરાતી ભાષાસાહિત્યના પ્રશ્નોની ચર્ચા કરવી, આંતરરાષ્ટ્રીય ગુજરાતીદિનની ઉજવણી કરવી, બ્રિટનમાં જુદે જુદે સ્થળે ભાષાસાહિત્ય પરિષદ યોજવી જેવી અનેક પ્રવૃત્તિઓ આપણા સૌની પ્રશંસા માગી લે છે.

Line 36: Line 38:
બપોર પછી છેલ્લી બેઠક મળી. શરૂમાં તરતમાં પ્રગટ થયેલ લંડનવાસી જગદીશ દવેના મહાનિબંધ ‘ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકો’ પુસ્તકનું પણ મેં વિમોચન કર્યું. જગદીશ દવેએ એ પ્રત મેઘનાદ દેસાઈને અર્પણ કરી. એ પછી અકાદમીના પ્રમુખ પોપટલાલ જરીવાલાએ ગુજરાતી સાહિત્ય અકાદમીની સમગ્ર પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો અને પરિષદને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો. બેડફર્ડ મિત્રમંડળ વતી બિપિન શાહ અને મહેન્દ્ર મિસ્ત્રીએ આભાર માન્યો. એ પછી, આ પ્રસંગે ખાસ નિમંત્રિત ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા, જયંત પંડ્યાએ સંક્ષેપમાં પોતાના પ્રતિભાવો આપ્યા. ઇલાબહેને વાલિયામાંથી વાલ્મીકિ બનેલા આદિકવિના દૃષ્ટાંતથી લેખક લખતાં પહેલાં કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે તેનો નિર્દેશ કર્યો. વર્ષાબહેને પોતાને નાટ્યપ્રવૃત્તિમાંથી લેખનની પ્રવૃત્તિ તરફ કેવી રીતે વળવાનું થયું તેની વાત કરી. જયંત પંડ્યાએ ‘ડાયસ્પોરા’ને બદલે ‘અસ્મિતા’ શબ્દ માટે પક્ષપાત બતાવ્યો. ગુજરાતી અકાદમીના મકાનફંડનો નિર્દેશ કરીને તેમણે કહ્યું કે, ગુજરાતની અસ્મિતા ટકાવવા ગુજરાતીઓએ પોતાની કમાણીમાંથી કંઈક ફાળો સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આપવો જોઈએ.

મેં શરૂઆતમાં સુરેશ જોષીની કવિતા ‘કવિનું વસિયતનામું’ રજૂ કરી સાહિત્યસર્જનની ભૂમિકા સમજાવી હતી. છેલ્લે પરિષદના અધ્યક્ષ મેઘનાદ દેસાઈએ ગુણવંતરાય આચાર્ય અને તેમના પરિવાર સાથેના સંબંધોની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે યુવામિત્રોનાં વક્તવ્યોની પ્રશંસા કરી. એક પણ અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા વિના મેઘનાદ દેસાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, હું બહુ સારો ગુજરાતી નથી. ૩૬૧ દિવસ અહીંની બ્રિટિશ પ્રજા જોડે રહું છું. તેમણે સ્ત્રીપુરુષની સમાનતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતી ભાષાને માન ન આપો તો કંઈ નહીં. પણ અપમાન ન કરો. ઉપેક્ષા એટલે જ અપમાન. જોડો મારીએ તો તેમાં પ૦ પાઉન્ડની નોટ મૂકીને. છેવટે વિપુલ કલ્યાણીએ ‘ગુજરાતી ઉત્તમ, માધ્યમ અંગ્રેજી’ સૂત્ર યાદ કરી સૌનો આભાર માન્યો હતો. છેલ્લે ગુજરાતી ભાષાસાહિત્ય પરિષદને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર બેડફર્ડ મિત્રમંડળ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સૌ કાર્યકરોને મંચ પર બોલાવી એમનું અભિવાદન કરવામાં આવ્યું, જે સૌ શ્રોતાજનોએ ઊભા થઈ તાળીઓથી વધાવી લીધું.
મેં શરૂઆતમાં સુરેશ જોષીની કવિતા ‘કવિનું વસિયતનામું’ રજૂ કરી સાહિત્યસર્જનની ભૂમિકા સમજાવી હતી. છેલ્લે પરિષદના અધ્યક્ષ મેઘનાદ દેસાઈએ ગુણવંતરાય આચાર્ય અને તેમના પરિવાર સાથેના સંબંધોની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે યુવામિત્રોનાં વક્તવ્યોની પ્રશંસા કરી. એક પણ અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા વિના મેઘનાદ દેસાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, હું બહુ સારો ગુજરાતી નથી. ૩૬૧ દિવસ અહીંની બ્રિટિશ પ્રજા જોડે રહું છું. તેમણે સ્ત્રીપુરુષની સમાનતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતી ભાષાને માન ન આપો તો કંઈ નહીં. પણ અપમાન ન કરો. ઉપેક્ષા એટલે જ અપમાન. જોડો મારીએ તો તેમાં પ૦ પાઉન્ડની નોટ મૂકીને. છેવટે વિપુલ કલ્યાણીએ ‘ગુજરાતી ઉત્તમ, માધ્યમ અંગ્રેજી’ સૂત્ર યાદ કરી સૌનો આભાર માન્યો હતો. છેલ્લે ગુજરાતી ભાષાસાહિત્ય પરિષદને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર બેડફર્ડ મિત્રમંડળ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સૌ કાર્યકરોને મંચ પર બોલાવી એમનું અભિવાદન કરવામાં આવ્યું, જે સૌ શ્રોતાજનોએ ઊભા થઈ તાળીઓથી વધાવી લીધું.{{Poem2Close}}

બેડફર્ડ (યુ. કે.)
{{Right|બેડફર્ડ (યુ. કે.)}}
{{Poem2Close}}
26,604

edits