સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/વિવેચનની સંજ્ઞા વિશે: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નવલકથાની કળા :<br>એની રૂપરચનાના પ્રશ્નો}}
{{Heading|‘વિવેચન’ની સંજ્ઞા વિશે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આધુનિક સમયમાં અવનવાં રૂપો અને શૈલીઓ વિકસાવતું રહેલું નવલકથાનું કળારૂપ, આમ જુઓ તો, કથાસાહિત્યનો જ એક વિશિષ્ટ પ્રકાર છે. પણ એનાં પરસ્પરભિન્ન રૂપોને કારણે એની વ્યાખ્યા કરવાનું અત્યંત મુશ્કેલ બની ગયું છે. વાસ્તવિકતાનું યથાર્થ અને સમગ્રતયા ગ્રહણ કરવાના પ્રયત્નમાં નવી નવી રચનારીતિઓ અને શૈલીઓ તે નિપજાવતું રહ્યું છે. યુરોપ અમેરિકા અને વિશ્વના બીજા દેશોમાં, આ કળાસ્વરૂપે, એના દોઢસો-બસો વરસના (કે તેથી કંઈક વધારે) ટૂંકા ઇતિહાસમાં જે રચનાવૈવિધ્ય દાખવ્યું છે, તેથી તેને એક સ્વતંત્ર સાહિત્યપ્રકાર લેખે આગવી મુદ્રા (identity) જેવું છે કે કેમ, એવો સંશય પણ જાગે છે. ગઈ સદીમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદના પ્રભાવ નીચે યુરોપમાં જે પ્રકારની નવલકથાઓ લખાઈ તેમાં પરિચિત વાસ્તવિકતા વિશે એક સ્થિર નિશ્ચિત વિભાવના સ્વીકારાઈ હતી. અને એવી વાસ્તવિકતાનું ‘અનુકરણ’ કરવા ચાહતી નવલકથાઓનું રચનાતંત્ર પણ એટલું સ્થિર અને સુગ્રથિત હતું. પણ આ સદીમાં જોય્યસ, પ્રુસ્ત, વર્જિનિયા વુલ્ફ, રોબ્બ ગ્રિયે, બેકેટ આદિની નવલકથાઓ રૂપરચના અને શૈલીની બાબતમાં એવી તો મૂળગત ભિન્નતાઓ બતાવે છે કે, ગઈ સદીની નવલકથા અને આ સદીની નવલકથા, ખરેખર, એક કળાપ્રકાર છે, એમ સહેલાઈથી માની શકાતું નથી. અને, વિસ્મય તો વાતનું છે કે, હજી તે કોઈ સ્થિર નિશ્ચિત ઢાંચામાં બંધાઈ જવા ચાહતી નથી! પોતાના ‘સ્વ-રૂપ’ની આંતરિક ક્ષમતા તાગી જોવાને જાણે કે તે સભાનપણે પ્રયત્નશીલ રહી છે. બલકે, પોતાના ‘સ્વ-રૂપ’ વિશે પોતે જ પોતાની ‘ક્રિટિક’ બની રહી હોય, એમ પણ જોવા મળશે.  
આમ જુઓ તો, ‘વિવેચન’ (criticism)ની સંજ્ઞા આપણને કેટલી તો સુપરિચિત રહી છે, અને કેટલી તો હાથવગી બની રહી છે! સાહિત્યવિષયક લગભગ બધા જ પ્રકારનાં લખાણોને જાણ્યે-અજાણ્યે આપણે ‘વિવેચન’ની સંજ્ઞા લાગુ પાડી દઈએ છીએ. પણ એના ઉપયોગના ઔચિત્ય વિશે આપણે હંમેશાં સભાન હોતા નથી. જુઓ, ‘વિવેચન’ સંજ્ઞા હેઠળ કેટકેટલાં લખાણો આપણે મૂકી દઈએ છીએ – સાહિત્યવિષયક સિદ્ધાંતચર્ચા, કૃતિનો રસાસ્વાદ, અર્થઘટન અને મૂલ્યાંકન, કોઈ એક સાહિત્યપ્રકારનો ઉદ્‌ભવ-વિકાસ, અમુક યુગની સાહિત્યપ્રવૃત્તિઓનું અવલોકન, કૃતિ કે કર્તાને પ્રેરક વિચારસરણીઓ અને વાદોનું સ્પષ્ટીકરણ, અન્ય જ્ઞાનવિજ્ઞાન જોડેના સાહિત્યના સંબંધો, પ્રાચીન-અર્વાચીન કૃતિઓના પાઠોની સંશુદ્ધિ, અને તેને લગતી ટીકાટિપ્પણીઓ સુધ્ધાં! જોકે, આ પ્રકારનાં લખાણોમાં સાહિત્યસિદ્ધાંત (Theory of Literature) અને સાહિત્યવિવેચન (Literary Criticism) એવા ભેદો પાડવાના વચ્ચે વચ્ચે પ્રયત્નો થતા રહ્યા છે, તો પણ વ્યવહારમાં એવા ભેદો જળવાતા રહ્યા નથી. એનું કારણ પણ સ્પષ્ટ છે. સાહિત્યને લગતી સિદ્ધાંતચર્ચા કરવા જાઓ તો સર્જાયેલા સાહિત્યની એક યા બીજી કૃતિનો આધાર લેવાના પ્રસંગો આવે છે; તો બીજી બાજુ, કૃતિ કે કર્તાને લગતી વિચારણામાં ક્યાંક સિદ્ધાંતચર્ચાને અવકાશ મળ્યો હોય એમ બને. આમ સાહિત્યસિદ્ધાંત અને કૃતિવિવેચન મૂળભૂત રીતે જ પરસ્પરાવલંબી છે, અને ગહન સ્તરે એ બંને વચ્ચે આદાનપ્રદાન ચાલતું રહે છે. પણ ચર્ચાની સ્પષ્ટતા ખાતર અહીં આપણે બંનેને અલગ પ્રવૃત્તિ લેખે સ્વીકારીશું.
નવલકથા બીજરૂપ વાર્તાને કેન્દ્રમાં રાખે છે એમ સ્વીકારીએ તોપણ, વાર્તાકથન એ તેની મુખ્ય નિસ્બત રહી નથી. અથવા, એમ કહીએ કે, વાર્તાવસ્તુના વ્યાપમાં તે માનવઅસ્તિત્વનાં રહસ્યોની ખોજ કરવા પ્રવૃત્ત થાય છે. બાહ્ય પદાર્થો અને ઘટનાઓનું અત્યંત અસરકારક નિરૂપણ કરવાનું ચલચિત્રની કળાએ સિદ્ધ કર્યું, તે પછી નવલકથા વધુ ને વધુ અંતર્મુખી બનતી રહી દેખાય છે. અસ્તિત્વનાં અતિ સંકુલ અને સૂક્ષ્મ સંચલનો ઝીલવાની દિશામાં, બલકે ભાષાના નવ્યવિધાન દ્વારા નવી વાસ્તવિકતા ઉપલબ્ધ કરવાની દિશામાં, આજના નવલકથાકારો પ્રવૃત્ત થયા છે. માનવીના ચહેરા જે મ્હોરાંથી ઢંકાયેલા છે તેની નીચે એક અતાગ વિશ્વ ડૂબ્યું છે. છે અંદરની બાજુએ વિસ્તરેલો ‘માનવીય અવકાશ’. નવલકથાકાર એવા ‘અવકાશ’નો તાગ લેવા આતુર બન્યો છે.
પશ્ચિમમાં ‘વિવેચન’ (Criticism)ના ક્ષેત્રમાં જે વિશાળ પ્રવૃત્તિઓ થઈ રહી છે, તે જેટલી બોધપ્રદ છે તેટલી જ રસપ્રદ પણ છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (Philosophy of Criticism) નામે જ્ઞાનની વિશેષ શાખા ત્યાં વિકસી રહેલી દેખાય છે. કૃતિવિવેચનથી કંઈક અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત વિષય લેખે તેની પ્રાણપ્રતિષ્ઠા કરવાના સમર્થ પ્રયાસો પણ ત્યાં થતા રહ્યા છે. ત્યાંની સૌંદર્યમીમાંસા (Aesthetics) જોડે ગાઢ અનુસંધાન જાળવીને, કે એ મીમાંસાના વિસ્તરણ રૂપે, આ વિષય ત્યાં ચર્ચાવા લાગ્યો છે. વિદ્વાનોનો એક વર્ગ તો ભાષાકીય સ્તરેથી વિવેચનના પ્રશ્નોનો – અને ખાસ તો તેની પાયાની સંજ્ઞાઓનો - વિચાર કરવા પ્રવૃત્ત થયો છે. સ્તોલ્નિત્ઝ જેવા વિદ્વાને પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘Aesthetics and Philosophy of Art Criticism’માં પ્રથમ સૌંદર્યમીમાંસાના પાયાના પ્રશ્નો ચર્ચી, તેના અનુસંધાનમાં પછી, વિવેચનના પ્રશ્નોની તપાસ હાથ ધરી છે. મોન્રો બિઅડ્‌ર્સલીએ પોતાના ‘Aesthetics : Problems in the Philosophy of Criticism’માં સૌંદર્યમીમાંસાની સંજ્ઞા હેઠળ, ખરેખર તો, વિવેચનના તત્ત્વજ્ઞાનની જ તપાસ કરી છે. સ્પારશોટે ‘The Concept of Criticismમાં’ જ્હોન એલિસે ‘The Theory of Literary Criticism’માં, અને હિર્શે ‘Validity in Interpretation’માં, વિવેચનપ્રવૃત્તિ વિશે (કે તેની સાથે સંકળાયેલી અર્થઘટનની પ્રવૃત્તિ વિશે) તાર્કિક વિશ્લેષણની ભૂમિકાએથી સંગીન ચર્ચાવિચારણા કરી છે. પશ્ચિમમાં ‘વિવેચન’ની વ્યાખ્યા કરવાના અને સર્જનની પ્રવૃત્તિથી તેને અલગ રેખાંકિત કરી આપવાના જે મહાન પ્રયત્નો આરંભાયા છે, તેની કંઈક ઝાંખી આ ગ્રંથોમાંથી મળી શકે, હકીકતમાં, ત્યાંનું ‘વિવેચન’ હવે ઉત્કટ આત્મસભાનતા ધરાવે છે. પોતાનું ખરું સ્વરૂપ, આશયો, પદ્ધતિઓ, ઓજારો અને એવી પાયાની બાબતો વિશે તેણે કઠોર આત્મનિરીક્ષણ શરૂ કર્યું દેખાય છે.  
દેખીતું છે કે, નવલકથાનો સ્વરૂપગત વિકાસ, આધુનિક સમાજ અને સંસ્કૃતિની ગતિવિધિ સાથે ઊંડે ઊંડે સજીવ રીતે સંકળાયેલો છે. જ્ઞાનવિજ્ઞાન, ટેક્‌નોલોજી, શહેરીકરણ અને નવીન અર્થકારણે જૂની જીવનવ્યવસ્થાને ખોરવી નાખી છે. આધુનિક માનવી તેણે પોતે જ રચેલી વિરાટ યંત્રસંસ્કૃતિ અને તેના આધાર સમાં વહીવટી તંત્રોના દબાણ નીચે રૂંધામણ અનુભવી રહ્યો છે. વિશ્વયુદ્ધો, શ્રમછાવણીઓ, સરમુખત્યારશાહી, ફાસીવાદી આંદોલનો, સામૂહિક કત્લેઆમ જેવાં વ્યાપક અમાનુષી પરિબળોએ આજના સર્જકને નિર્ભ્રાન્ત બનાવી મૂક્યો છે. પ્રગતિ અને કલ્યાણના કોઈ ખ્યાલમાં તે હવે રાચી શકે તેમ રહ્યું નથી. માનવજાતિના ઇતિહાસમાં આ યુગ છેલ્લું પ્રકરણ તો નહિ બને ને, એવો સંશય તેના અંતરને કોરી રહ્યો છે. ઇતિહાસમાં આ અગાઉ કોઈ તબક્કે અનુભવવા મળ્યો ન હોય તેવો આધ્યાત્મિક જ્વર એના હાડેહાડમાં ઊતરી ગયો છે. જીવનની યોજનામાં કોઈ ‘અર્થ’ ભળાતો નથી, તો ભાવિનો કોઈ આધાર મળતો નથી. માનવી માનવી વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, માનવી અને સત્તાનાં કેન્દ્રો વચ્ચે, બલકે માનવીના પોતાના સભાન બૌદ્ધિક વ્યક્તિત્વ અને અવચેતન વચ્ચે, કોઈક પાયાની વિચ્છિન્નતા ઊભી થઈ ગઈ છે. આવી વિષમતાઓ અને વિચ્છિન્નતાઓ વચ્ચે નવલકથાકાર પોતાનું કેન્દ્ર શોધી રહ્યો છે. જે વિષમ વાસ્તવિકતાની વચ્ચે પોતે ઊભો છે, અને જેમાંથી પોતે છટકી શકતો નથી, તેને અખિલાઈમાં જોવાની પ્રબળ કામના તે સેવી રહ્યો છે. આ પ્રકારની ઐતિહાસિક અભિજ્ઞતાને કારણે તે જે કથાવિશ્વ રચવા મથે છે, તેમાં એક પ્રકારનો critical voice રણકી ઊઠતો સંભળાય છે. આજની નવલકથા, આ રીતે, આપણા યુગની ચેતનાથી સતત ઝંકૃત થતી રહી છે. આધુનિકતા એના હાર્દમાં ઊતરી ગઈ છે. મધ્યકાલીન આખ્યાયિકાઓ, પદ્યકથાઓ અને લોકકથાઓ પણ વાર્તાવસ્તુ ધરાવે છે. પણ નવલકથાનું હાર્દ આધુનિક સંવેદનશીલતાથી રચાયું છે, બલકે, ભિન્ન ભિન્ન ઉન્મેષો પ્રગટાવતી સંવેદનશીલતાએ એનું રૂપવૈવિધ્ય સર્જ્યું છે.
પણ રસપ્રદ બાબત એ છે કે, ‘વિવેચન’ની સંજ્ઞા વિશે ત્યાં જે રીતની વ્યાખ્યાવિચારણાઓ ચાલતી રહી છે, તેમાં સૂક્ષ્મ મતમતાંતરોય ઓછાં નથી. ખાસ તો, વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત કૃતિના અર્થઘટન અને મૂલ્યાંકનના પ્રશ્નો પરત્વે ઘણા મતભેદો ત્યાં દેખાય છે. કેટલીક વાર તો ‘વિવેચન’ (Criticism), ‘અર્થઘટન’ (Interpretation), ‘મૂલ્યાંકન’ (Evaluation) – જેવી સંજ્ઞાના અર્થસંકેતો પરત્વે પણ દૃષ્ટિભેદ દેખાય છે. જુઓ, સુસાન સોન્ટાગ જેવી વિદુષી સાહિત્યકૃતિના ‘અર્થઘટન’ની વિરુદ્ધ પોતાનો મત મૂકે છે, ત્યારે ‘અર્થઘટન’ વિશે તેના મનમાં અમુક ખ્યાલ છે. વિલ્સન નાઇટ શેક્સપિયરનાં નાટકોને અનુલક્ષીને એમ સૂચવે છે કે, એ નાટકોનું ગૂઢ રહસ્ય પામવાને ‘વિવેચન’ કે ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ કરતાંયે ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ જ વિશેષ ફળદાયી નીવડે એમ છે તો ત્યાં દેખીતી રીતે જ, તેઓ ‘અર્થઘટન’નો આગવો ખ્યાલ લઈને ચાલ્યા દેખાય છે. અને ‘અર્થઘટન’ની પ્રવૃત્તિમાં નિયામક એવા સિદ્ધાંતોની તેમણે વાત કરી છે. હિર્શ વળી સાહિત્યકૃતિના ‘અર્થઘટન’ની પ્રમાણભૂતતા (Validity)ના મૂળભૂત પ્રશ્નોની સંગીન ચર્ચા કરે છે. આથી ભિન્ન, નોથ્રોર્પ ફ્રાય જેવો વિદ્વાન ‘વિવેચન’ને એક વ્યાપક સંસ્કૃતિવિચારણા રૂપે ઘટાવે છે; વિવેચનની સંજ્ઞા હેઠળ, સાહિત્ય જેના કેન્દ્રમાં રહ્યું છે તે માનવવિદ્યાઓ (Humanities) અને સંસ્કારિતા (Culture)નું અવલોકન તેમને ઇષ્ટ છે; જ્યારે એલન ટેઈટ જેવો વિચક્ષણ સર્જકચિંતક વળી, આજની પરિસ્થિતિમાં, સાહિત્યનું ‘વિવેચન’ કે ‘મૂલ્યાંકન’ થઈ શકે જ નહીં, એવો સૂર કાઢે છે! આમ, પાશ્ચાત્ય વિવેચનવિચારણાઓમાં પરસ્પરભિન્ન દૃષ્ટિબિંદુઓ જોવા મળશે. પણ, મહત્ત્વની વાત એ છે કે, એ દરેક ચિંતક પોતાનો આગવો સિદ્ધાંત રજૂ કરે છે, ત્યારે ‘વિવેચન’ કે ‘અર્થઘટન’ જેવી પાયાની સંજ્ઞાઓ વિશે તે પોતાની આગવી સમજ લઈને ચાલે છે. એ રીતે કેટલાક વિદ્વાનો ‘અર્થઘટન’ને વ્યાપક વિવેચનપ્રવૃત્તિના એક ભાગ લેખે જુએ છે, તો બીજાઓ વળી ‘વિવેચન’ એ સંજ્ઞાથી કેવળ ‘મૂલ્યાંકન’નો ખ્યાલ સમજે છે, અને ‘અર્થઘટન’થી તેને અલગ રેખાંકિત કરવા ચાહે છે. હકીકતમાં, કૃતિને લગતી ચર્ચાવિચારણામાં તેનું વર્ણન-વિશ્લેષણ, અર્થઘટન, અને મૂલ્યાંકન જેવી પ્રવૃત્તિઓનું સ્થાન ક્યાં છે, તે વિશે ત્યાં તીવ્ર મતભેદ છે. ત્યાંની અત્યારની વિવેચનવિચારણામાં તાત્ત્વિક પ્રશ્નોની માંડણી આમ આ જાતની વિવિધ પ્રવૃત્તિઓને અનુલક્ષે છે.
વાસ્તવિકતા અને નવલકથાના સંબંધો અત્યંત સંકુલ તેમ તરલચંચલ રહ્યા છે. એટલું તો સ્પષ્ટ છે કે સમાજજીવનની પરિચિત રોજિંદી વાસ્તવિકતાનું યથાતથ ચિત્ર આપવામાં, નર્યું દસ્તાવેજી વર્ણન કરવામાં તેને કૃતકૃત્યતા લાગતી નથી. અને ધ્યાનાર્હ બાબત એ છે કે, છેલ્લાં પોણોસો-સો વર્ષના ગાળામાં જ્ઞાનવિજ્ઞાનના વિસ્ફોટને કારણે વાસ્તવિકતાનો સૈકાઓ જૂનો સ્થિર નિશ્ચિત ખ્યાલ હચમચી ઊઠ્યો છે. એટલે અપારવિધ રૂપોમાં વાસ્તવિકતાનું ગ્રહણ કરતા જવું, ભાષાના નવ્ય વિધાન દ્વારા તેની ખોજ કરતા જવું, અને એ રીતે ભાષાનિર્માણના સ્તરે એક નવી જ વાસ્તવિકતા નિર્માણ કરવી એ આજના નવલકથાકારની મુખ્ય પ્રવૃત્તિ રહી છે. તે જો નવી રચનારીતિ કે નવી શૈલી પ્રયોજવા ચાહે છે, તો તે એટલા માટે કે, વાસ્તવિકતાનું કોઈક અપરિચિત રૂપ તે ઝીલવા માગે છે. દરેક શૈલી કે રીતિ, આમ, એક નવી અભિજ્ઞા લઈને આવી હોય છે.
આ સંદર્ભમાં અહીં આપણે નોંધવું જોઈએ કે, આપણું આજનું વિવેચન એટલું આત્મસભાન બન્યું દેખાતું નથી. અલબત્ત, ક્યાંક સેમિનારમાં તો કયાંક નાનકડાં વર્તુળોમાં આ જાતના વિવેચનના પ્રશ્નો વિશે ચર્ચાવિચારણાઓ આરંભાઈ છે ખરી, પણ આપણા પરંપરાગત વિવેચનને સર્વથા નવું પરિમાણુ અર્પે એટલી નિર્ણાયક તે કદાચ બની શકી નથી. જો કે કૃતિનો આસ્વાદ કરાવવાની એક વિશિષ્ટ પ્રવૃત્તિ હવે સારી રીતે પાંગરી છે : એ નિમિત્તે કૃતિની રચનાપ્રક્રિયા, અભિવ્યક્તિ, અને ભાષાકીય રૂપો પર આપણી વિવેચનાનું સારું ધ્યાન ખેંચાયું છે : પણ આસ્વાદ અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની ફેરતપાસ હજી બાકી જ છે, એમ કહીએ તો તેમાં ઝાઝી અતિશયોક્તિ નહિ કહેવાય. વિવેચનનું સ્વરૂપ, તેના હેતુઓ, તેનાં કાર્યો, પદ્ધતિઓ, અને તેની શક્તિસીમાઓ – વગેરેના પ્રશ્નો હવે તાત્ત્વિક ભૂમિકાએ ચર્ચાવા જેઈએ. સુરેશ જોશીએ ‘વિવેચનનો અંત?’ વ્યાખ્યાનમાં આપણા વિવેચનની સાંપ્રત પરિસ્થિતિની ચિકિત્સા કરતાં આ જાતનો પડકાર મૂક્યો હતો, પણ તેમાંથી જોઈએ એવો ઊહાપોહ જાગ્યો નથી.  
નવલકથાનું રૂપવિધાન કે શૈલીવિધાન, ખરેખર તો, આપણા યુગની ઐતિહાસિક પ્રક્રિયા સાથે સંકળાયું છે, એમ પણ જોઈ શકાશે. આજે આપણે વૈજ્ઞાનિક સંપ્રજ્ઞતાના યુગમાં જીવીએ છીએ. પૌરાણિક સૃષ્ટિના સમયની જાણે કે બહાર આપણે નીકળી આવ્યા છીએ. પુરાણકથા કે મહાકાવ્યના વિશ્વમાં લોકોત્તર ઘટનાઓ અને પાત્રોનું સહજ સ્થાન હતું. નવલકથા એવી લોકોત્તર ઘટનાઓ કે પાત્રોને યથાતથ નિભાવી શકે નહિ. નવલકથાના વિશ્વમાં કેવળ કપોલકલ્પિત કે ચમત્કારિક ઘટનાઓને સ્થાન ન હોય. અને જો એવાં તત્ત્વોનું સંયોજન હોય તો, તેને ‘માનવીય રહસ્ય’ની નક્કર ભૂમિકા મળી હશે, આધુનિક માનવપરિસ્થિતિનું ચોક્કસ અનુસંધાન મળ્યું હશે. લાજરક્વિસ્ટની કૃતિ ‘ધ બારાબ્બસ’માં પૌરાણિક પ્રસંગો અને પાત્રોનું, આધુનિક માનવપરિસ્થિતિના સંદર્ભે, અર્થઘટન થયેલું હોય એમ જોવા મળશે. તાત્પર્ય કે, નવલકથાને એની એક આગવી માનવીય ભૂમિકા મળી છે. એમાં સંભવાસંભવનાં ધોરણો અનુભવના વિશ્વમાંથી પ્રક્ષિપ્ત થતાં જણાય છે. પૌરાણિક કપોલકલ્પિત કે એબ્સર્ડ ઘટનાઓ પણ ગહન ચૈતસિક સંવેદનોની સંકુલતાને પ્રતીકાત્મક રૂપ આપવા યોજાય છે. લોકોત્તર ઘટનાઓ હવે એના સર્જકની ગહનતમ સ્તરની અનુભૂતિને વ્યક્ત કરવાના ‘સાધન’ લેખે આવતી જણાશે.
‘વિવેચન’ની પ્રવૃત્તિને યથાર્થ રૂપમાં પામવા તેને સાહિત્યસિદ્ધાંત (Theory of Literature)થી અલગ રેખાંકિત કરીએ, ત્યાર પછી પણ ‘વિવેચન’ની વાત કરવાનું સરળ બનતું નથી. એમાં પણ કૃતિવિષયક ટૂંકાં અવલોકનો, ટીકાટિપ્પણીઓ, સમજૂતી, વિવરણ, અર્થઘટન, આસ્વાદ, સમીક્ષા, તુલનાત્મક અધ્યયન, અને બીજાં અનેક તરેહનાં લખાણો સમાઈ જાય છે. આ પ્રકારનાં વિવેચનાત્મક લખાણોમાં વિભિન્ન અભિગમો અને વિભિન્ન આશયો પ્રર્વતતા જોઈ શકાય. કોઈ એક વિવેચક નવી શૈલીની સાહિત્યકૃતિનો સ્વીકાર-પુરસ્કાર કરતાં તેના નવ્ય સર્જકતત્ત્વો પર ધ્યાન કેન્દ્રિત કરે; બીજો વિવેચક એની પશ્ચાદ્‌ભૂમિકામાં રહેલી સાહિત્યિક પરંપરાઓનો વિશેષ ખ્યાલ કરે, અને તેના સંદર્ભમાં તેનું મૂલ્ય નક્કી કરે; તો ત્રીજો વળી અદ્યતન વિચારવલણોની પ્રેરણા અને પ્રભાવનો વિશેષ વિચાર કરે. વિવેચનના ક્ષેત્રમાં આમ સતત પરિપ્રેક્ષ્યો બદલાતા રહ્યા છે. કૃતિવિષયક વર્ણનવિશ્લેષણની વિગતો કે અર્થઘટનના અભિગમો પણ એ રીતે બદલાતા રહ્યા છે. અને, તેથીયે વિશેષ તો કૃતિની ગુણવત્તા (worth) નક્કી કરવાનાં ધોરણો, કે તેના સિદ્ધાંતોય બદલાતા રહ્યા છે. ઘડીક એમ લાગે કે, વિવેચનમાં ક્યાંય કશું જ સ્થિર અને સધ્ધર નથી. જુદા જુદા યુગની કૃતિઓનો વિચાર કરતાં એકનો એક વિવેચક જાણ્યેઅજાણ્યેય ધોરણો બદલે (કે અભિગમ બદલે) એમ પણ બન્યું છે. તો એ વિવેચક એકની એક કૃતિને અમુક સમયગાળા પછી ફરીથી અવલોકે ત્યારે એ પરત્વે તેનું વલણ ઓછુંવત્તુંય બદલાયું હોય, એ પણ અસંભવિત નથી જ. અને, હકીકતમાં, પ્રશ્ન કેવળ રુચિ કે સજ્જતાનો નથી, જુદા જુદા પ્રસંગે વિવેચકે સ્વીકારેલા અભિગમ કે આશયનો પણ છે. આમ છતાં, હરેક પ્રતિષ્ઠિત વિવેચકમાં (અને વિવેચનના અમુક યુગમાં કે વિવેચનની અમુક શાળામાં) અમુક ચોક્કસ અભિગમ અને આશયો શોધવાનું મુશ્કેલ નથી. બલ્કે, પ્રજાની ચેતના જાગૃત હોય, અને સાહિત્યના ક્ષેત્રમાં સર્જન-વિવેચનની પ્રવૃત્તિ પ્રાણસભર ચાલતી હોય, તો આગલા યુગની કૃતિઓનું નવેસરથી અર્થઘટન અને મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે.
પુરાણ અને મહાકાવ્યોમાં રજૂ થતી કથાસૃષ્ટિ એને જન્મ આપનાર આખીય પ્રજામાં નાભિનાળથી જોડાયેલી હોય છે. એ પ્રજાની ‘સામૂહિક અચેતના’માં મૂળ નાખીને તે વિસ્તરી હોય છે. આવી કથાસૃષ્ટિમાં બીજાણુરૂપ ઘટનાઓ અને પાત્રો બધું જ ચમત્કાર અને દિવ્યતાના પરિવેશમાં વીંટાયેલું હોય છે. આ સૃષ્ટિનાં પાત્રો ઘણું-ખરું દિવ્ય શક્તિના અવતાર જેવાં હોય કે તેનો અંશ લઈને આવ્યાં હોય. બીજાં અર્ધદેવતાઈ કે માનુષી પાત્રો પણ અસાધારણ ક્ષમતાવાળાં હોય, એમ જોવા મળશે. શક્તિ સાહસ પરાક્રમ જેવા ગુણો તેમાં આરોપાયા હોય અને દુરિત કે આસુરી શક્તિ સામે લડવાને તે અહીં અવતર્યાં હોય એમ સમજાશે. એટલે, તેમની જીવનભરની પ્રવૃત્તિ આવા કોઈ અવતારકાર્ય અર્થે હોય છે. વિરાટ સ્તંભ-(monolith)માં આ પાત્રો નક્કર દુર્ઘર્ષ અને દુર્જેય પુરવાર થતાં હોય છે. તેમના આયુષ્યકાળ દરમ્યાન આસુરી બળો સામે સતત સંઘર્ષ ખેલવાના પ્રસંગો તેમને આવે છે. પણ આવા સંઘર્ષ પછીયે એ પાત્રો ઘણું ખરું પોતાની અખંડ સત્તા ટકાવી રાખે છે. આપત્તિઓ પર વિજય મેળવવામાં, તેમ વિરોધી બળો પર પ્રભુતા સ્થાપવામાં તેમનું જીવન સાર્થક બને છે. આવી અનેક કટોકટીઓ વચ્ચે તેમની અસાધારણ સત્તાનો અન્યને પરિચય થાય છે. આ પ્રકારની પાત્રસૃષ્ટિ ઐતિહાસિક સમયથી અસ્પૃષ્ટ હોય છે. ઇતિહાસની ગતિવિધિ, ઇતિહાસમાં બનતી માનવીય ઘટનાઓ કે સમયની પ્રક્રિયા, તેમાં ભાગ્યે કશું પરિવર્તન આણે છે. હકીકતમાં, પુરાણકથાઓ – અને તેમાંથી આકાર લેતાં મહાકાવ્યો – વૈશ્વિક સત્ત્વો અને પરિબળોની અનોખી ઘટના રજૂ કરે છે. સૃષ્ટિનો ઉદ્‌ભવવિલય, જન્મમૃત્યુ, નીતિનો વિસ્તાર-વિકાસ, ઋતુઓ-પર્વોનાં ઘટનાચક્રો, કર્મકાંડો આદિને અનુલક્ષે છે. ‘મિથ’ રૂપે એની અલૌકિક સૃષ્ટિ આખીય પ્રજાના આંતર-ચૈતન્યમાં ઉદ્‌ભવી હોય છે, અને ત્યાં જ તે સંચિત થઈ હોય છે.
૫ણ, સાહિત્યકારોનો એક વર્ગ ‘વિવેચન’ની પ્રવૃત્તિને વંધ્ય અને નિરર્થક ગણે છે. તે એમ માને છે કે, સાહિત્યકૃતિ તો આસ્વાદની વસ્તુ છે, તેનું ‘વિવેચન’ કરવાની કોઈ આવશ્યક્તા જ નથી. તેમની સૈદ્ધાન્તિક ભૂમિકામાં એમ પણ સૂચિત છે કે, દરેક કળા-કૃતિ સાચા અર્થમાં સજીવ એકતા (organic unity) ધરાવતી, અખિલાઈવાળી, અનન્ય સંરચના છે; અને, એમાંથી પ્રગટ થતું રહસ્ય પણ, એ કારણે, અનન્ય જ સંભવે છે. એટલે, સહૃદય ભાવકે તો એ કૃતિને એની અનન્યતા સાથે અવગત કરવાની છે. બીજી કૃતિઓમાંથી તારવેલાં ધોરણો અને તેની વિભાવનાઓ દ્વારા એ કૃતિનો વિશેષ ન પામી શકાય. દરેક કૃતિનું રસકીય તંત્ર જો સ્વસંચાલિત અને સ્વપર્યાપ્ત છે, તો તેને તેનાથી પર એવી terms દ્વારા પામી શકાય જ નહિ. આ જાતની દલીલમાં તથ્ય પણુ ઘણું છે. કેમકે, વિવેચન જે રીતે કૃતિના હાર્દને ઓળખવા-ઓળખાવવા પ્રવૃત્ત થાય છે, તેમાં ખરી મુશ્કેલી એ હાર્દના તાત્ત્વિક સ્વરૂપની છે. કૃતિનો ‘અર્થવિશેષ’, આમ તો, વ્યંજનાની અપાર સમૃદ્ધિ ધરાવે છે, કૃતિમાં અનેક સ્તરે તે સંયુક્ત રહીને વિસ્તરે છે, અને એ રીતે અત્યંત સંકુલ અર્થ-ભાવની એક રચના થાય છે; પણ એને કોઈ રૂપરેખા જ નથી એવુંયે નથી. કેટલાક વિદ્વાનો કહે છે તેમ, કૃતિમાંથી વ્યંજિત થતો ‘અર્થ’, ‘ભાવ’ કે ‘રસ’ determinant રૂપની વસ્તુ છે; પણ મુશ્કેલી એ છે કે તે determinant હોવા છતાંય, અન્ય ભાષાકીય સંદર્ભોમાં, તેની રજૂઆત કરવાનું શક્ય નથી. વિવેચનપ્રવૃત્તિ માટે આ ખરેખર crucial problem જ છે. અર્થઘટન અને મૂલ્યાંકનના પ્રશ્નો એની સાથે સીધા જ સંકળાયેલા છે. પણ આ વિવાદમાં આપણે આગળ જતા નથી. આ બાબતે અહીં આપણે એટલું જ નોંધીશું કે, વિવેચનપ્રવૃત્તિ સામે આ જાતના આક્ષેપો હોવા છતાં, તે થંભી શકી નથી. એને એની રીતે fulfilment મળતું જ રહ્યું છે. ઘણીયે વાર ઉત્કૃષ્ટ કૃતિનું સૌંદર્ય જ તેને વિશેના પ્રતિભાવોને શબ્દસ્થ કરવા પ્રેરે છે, કેટલીક વાર અન્ય સહૃદયો જોડે ભાવસંક્રમણના આશયથી વિવેચન લખાયું છે, કેટલીક વાર સમાજ અને સંસ્કૃતિ પરત્વેના ઉત્તરદાયિત્વના ખરાખોટા ખ્યાલે સાહિત્યનું વિવેચન આરંભાયું છે. અને, ‘વિવેચન’ને એની ઉપયોગિતા પણ છે. પણ બધા પ્રશ્નોને અહીં સ્પર્શીશું નહિ.
નવલકથાનું કળાસ્વરૂપ, આથી, વસ્તુતઃ ભિન્ન છે. એમાં રજૂ થતાં પાત્રો અને પ્રસંગો ઐતિહાસિક સંપ્રજ્ઞતાની નક્કર ભોંયમાં રોપાયાં હોય છે. નવલકથાકાર પોતાની સામે ક્ષણે ક્ષણે જે ઇતિહાસ આકાર લઈ રહ્યો છે, માનવવ્યક્તિ આજની ક્ષણે જે જે વિચારો લાગણીઓ સંઘર્ષો આશાનિરાશાઓ વગેરેમાંથી પસાર થઈ રહી છે તેની ઉત્કટતમ છાપ તે ઝીલવા ચાહે છે. અંદર અને બહાર, તેને જે વિરાટ અવ્યવસ્થા અને અરાજકતા દેખાય છે, તેનો તે તાગ લેવા મથી રહ્યો છે. અને, બહારની અવ્યવસ્થા અને અરાજકતાનાં પ્રતિરૂપો અંદરના અબૌદ્ધિક વિશ્વમાં જોવા મળ્યાં હશે, તેથી તે અંદરના વિશ્વને વધુ ને વધુ તાગવા ચાહે છે. સભાનતાની પ્રખર સપાટીએથી તે સંકુલતાને તાગવા માગે છે. અને, એમ કરતા, તે સ્વયં becomingની પ્રક્રિયામાં મુકાય છે. આ રીતે, નવલકથાકારની ભૂમિકા વિરોધાભાસી લાગશે. એક બાજુ, બહારના જગતમાં પ્રચંડ વેગથી જે ઘટનાચક્ર ચિત્તભ્રમ થાય છે તેથી ત્વરાથી ઘૂમી રહ્યું છે, તેને તે ભેદવા ચાહે છે, પણ એની ગતિમયતાથી પરાભૂત થઈને જ તે પોતાના અંતઃકેન્દ્ર તરફ હઠતો જાય છે. છેક અચેતનના સ્તરેથી તે આખીય પ્રજાના આંતરસંવિત્‌ને પામવા મથે છે. પણ, એમાંયે ચેતન-અચેતન વચ્ચેની જે વિસંવાદિતા અને વિચ્છિન્નતા રચાય છે, તેમાં યુગની અભિજ્ઞતા પ્રગટ થયા વિના રહેતી નથી. હકીકતમાં, માનવી માનવી વચ્ચેના આંતરસંબંધો, ઘટનાઓ વિશેની ક્રિયા-પ્રતિક્રિયાઓ – એ સર્વ સ્તરે આપણા યુગની સંકુલતા અને પ્રચુરતા છતી થઈ જાય છે. અને, નોંધપાત્ર મુદ્દો એ છે કે, નિરંતર પલટાતી રહેતી આ ઘટનાઓને તે હવે પૂર્ણ સમાપ્ત ઘટના રૂપે સ્વીકારી શકતો નથી. એટલે, નવલકથામાં પ્રવેશ પામતી ઘટનાને પણ એક નિરંતર પ્રક્રિયા જેવી વર્ણવવાનો આગ્રહ સેવાય છે. પુરાણકથા, મહાકાવ્ય, દંતકથા કે લોકકથાના વ્યાપમાં આવતું ઘટનાતંત્ર અમુક પરિબદ્ધ રૂપનું હતું; નવલકથા આવા કોઈ પરિબદ્ધ ઘટનાતંત્રમાં બંધાઈ જવા ચાહતી નથી,
કૃતિવિષયક વિવેચનની અંતર્ગત ભિન્ન કોટિની એવી સૂક્ષ્મ પ્રવૃત્તિઓ સમાઈ જતી જોવા મળે છે. તાર્કિક વિશ્લેષણની દૃષ્ટિએ જોઈએ તો, એમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં વિધાનો સંભવે છે :
નવલકથાનું કળાત્મક રૂપ બદલાતું રહ્યું છે, તેની પાછળ બે-ત્રણ વસ્તુઓ પડેલી છે. નવલકથાએ કયું પ્રયોજન સિદ્ધ કરવાનું છે તે વિશેની સમજ, એ એક વસ્તુ થઈ. કેટલાક લેખકોએ બદલાતા સમાજ અને સંસ્થાઓનાં દસ્તાવેજી ચિત્રો આલેખવાનું સ્વીકાર્યું, કેટલાકે સમાજ અને રાજ્ય વિશે ચર્ચાવિચારણાઓ દ્વારા સમીક્ષાનું કામ સ્વીકાર્યું, કેટલાકે માનવચિત્તનાં રહસ્યોની ખોજ કરવા ધારી, તો વળી કેટલાકે ‘વાસ્તવિકતા’નું મૂર્ત નક્કર સત્તારૂપ ગ્રહણ કરવાનું નક્કી કર્યું, વળી, નવલકથામાં સૌંદર્યબોધ વિરુદ્ધ સત્યનું ગ્રહણનો પ્રશ્ન પણ નિર્ણાયક બન્યો. બદલાતી કળાવિભાવના પણ એમાં વિધાયક બળ બની રહી. એ રીતે દરેક મહાન નવલકથાકારનું વિશ્વ નિરનિરાળું જ રહ્યું છે. દરેક પ્રતિભાશાળી સર્જક એની પૂર્વે રજૂ થયેલી વાસ્તવિકતાથી કંઈક અણજાણપણે કંઈ સભાનપણે અનોખું પાસું સ્પર્શવા ચાહે છે. અને, એ માટે તે આકાર અને શૈલી પરત્વે એક નવો જ અભિગમ કેળવે છે. એ રીતે દરેક સમર્થ નવલકથા, જાણે કે, એની પુરોગામી નવલકથાઓની ‘સમીક્ષા’ (critique) બની રહે છે; અથવા, એક અર્થમાં તે ‘પ્રતિનવલ’ બની રહે છે.
(અ) સાહિત્યકૃતિનું ‘વર્ણન’ (Description)
આ રીતે નવલકથાના રૂપસંવિધાનમાં એકસાથે અનેક બાબતો નિર્ણાયક બની જાય છે. સર્જક પોતાની આસપાસના જગતને કેવી રીતે નિહાળે છે કે ઘટાવે છે, માનવીને વિશ્વજીવનની ઘટનામાં કયા સ્થાને ગોઠવીને જુએ છે, માનવની નિયતિ વિશે તે શું વિચારે છે, એવા પ્રશ્નો તો ખરા જ, પણ નવલકથાના રૂપમાં તે સત્યની વધુ પ્રતિષ્ઠા કરવા ચાહે છે કે સૌંદર્યની, એ પ્રશ્નો પણ તેમાં ભાગ ભજવે છે. ઉપરાંત, ભાષાના સ્વરૂપ વિશે તે શો ખ્યાલ ધરાવે છે તે પણ નિર્ણાયક વસ્તુ ઠરે છે. અને દરેક પેઢીએ, બલકે વ્યક્તિગત રીતે દરેક નવલકથાકારે, પોતાની પૂર્વે રચાયેલા નવલકથાસાહિત્યની સામે ક્રિયાપ્રતિક્રિયા પાડી છે. પુરોગામી નવલકથાકારોએ ઝીલેલી વાસ્તવિકતા કરતાં પોતે જરા જુદા કોણથી એને નિહાળી રહ્યો છે, માટે એ પુરોગામી નવલકથાઓની સંસિદ્ધ રચનારીતિ તેને પર્યાપ્ત નીવડશે નહિ, એવી કંઈ સભાનતાથી તે આગવી રીતિની ખોજ કરવા પ્રવૃત્ત થાય છે. જોકે, આવી પ્રતિક્રિયા છતાં રૂઢ રચનારીતિ કે શૈલીનાં અમુક તત્ત્વો તેની રીતિમાં ઊતરી આવ્યાં હોય છે. આ રીતે નવલકથાનું કલાત્મક રૂપ (કે રૂપો) ક્રમશઃ વિકસતું રહ્યું (વિકસતાં રહ્યાં) છે. નવલકથાના સ્વરૂપવિકાસની ચર્ચા કરતાં બ્યૂકેને એક સરસ વિધાન કર્યું છે : “The novel records the form of history and the history of form.(નવલકથામાં ઇતિહાસનું રૂપ અને રૂપનો ઇતિહાસ સંચિત થાય છે.)
(બ) સાહિત્યકૃતિનું ‘અર્થઘટન’ (Interpretation)
પુરાણકથામાં એક આખીય પ્રજાના ‘સામૂહિક અચેતન’નો પ્રક્ષેપ થયો હોય, એમ જોવા મળશે. આસુરી અને દૈવી, પ્રાકૃત અને અતિપ્રાકૃત સત્ત્વો અહીં પ્રતીકાત્મક રૂપમાં રજૂ થાય છે. સમસ્ત જાતિને અભિમત એવાં વૈશ્વિક જીવનનાં અંતઃપ્રેરિત સત્યો એમાં મૂર્ત બન્યાં હોય છે, એટલે મિથની ઘટનાનું આગવું રહસ્ય સંભવે છે. ઇતિહાસ અને સમયની પ્રક્રિયા જોડે એને એવું ગાઢ અનુસંધાન હોય એમ પણ જણાતું નથી. એના પોતીકા સંદર્ભમાં જે કંઈ ઘટનાઓ બને છે, તેને કાર્યકારણના વૈજ્ઞાનિક ખ્યાલોથી સમજાવી શકાય નહિ. એક અણુવિશ્વ (microcosm) રૂપે એ એક સજીવ અખંડ સૃષ્ટિ છે. એમાંની દરેક ઘટના હંમેશ માટે બની ચૂકેલી ઘટના છે. એમાંનાં પાત્રો અને પ્રસંગો ઐતિહાસિક પ્રક્રિયાની સાથે બદલાતાં નથી. મહાકાવ્યમાં પણ પુરાણકથા જેવી લોકોત્તર સૃષ્ટિ રજૂ થાય છે. પણ એની રચના પાછળ જે તે પ્રજાની અમુક ચોક્કસ સાંસ્કૃતિક અને સાહિત્યિક પરંપરાઓ રહી હોય છે. એમાં પ્રખ્યાત કથાવસ્તુનો સ્વીકાર અને વિશિષ્ટ સંવિધાન, સમસ્ત પ્રજાની જીવનભાવનાઓ આદર્શો અને મૂલ્યોનો સ્વીકાર, નિશ્ચિત રચનાપ્રણાલિઓ અને શૈલી – બધી વસ્તુઓ એની પરંપરાના સંદર્ભે જ સમજાવી શકાય. મહાકાવ્યની કથાસૃષ્ટિ પણ પુરાણકથાની જેમ બની ચૂકેલી ઘટનાઓ પર આધારિત હોય છે. એમાં પણ ઐતિહાસિક સમયની ગતિવિધિઓ એટલી નિર્ણાયક રૂપમાં જોવા મળતી નથી. અલબત્ત, મહાકાવ્યના સર્જકે વિશ્વજીવનનું કોઈક ક્રાન્તદર્શન એમાં રજૂ કર્યું હોય છે. અને કથનશૈલીની એક વિશિષ્ટ પદ્ધતિનું એમાં અનુસંધાન હોય છે.
(ક) સાહિત્યકૃતિનું ‘મૂલ્યાંકન’ (Evaluation)
નવલકથાની ઘટનાસૃષ્ટિ પુરાણકથા અને મહાકાવ્યથી સર્વથા ભિન્ન સ્તરની છે. વિશ્વવાસ્તવ વિશે કોઈ સ્થિર નિશ્ચિત ખ્યાલમાં બંધાઈ રહેવાનું નવલકથાકારને સ્વીકાર્ય રહ્યું નથી. વાસ્તવિકતાનું અનોખી રીતે ગ્રહણ કરવાની તેની પ્રબળ વૃત્તિ રહી છે. દરેક સમર્થ કથનશૈલી, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, વાસ્તવિકતાનું કોઈ અનોખું રૂપ ગ્રહણ કરવા નિર્માણ થઈ હોય છે. તેથી દરેક સમર્થ કૃતિના સંદર્ભે આગવી આગવી કથનશૈલી ઉપયોગી નીવડી છે. મહાકાવ્યને જે રીતે એક સ્થિર નિશ્ચિત એકાત્મરૂપ કથનશૈલી મળી હોય છે, તેવું નવલકથામાં રહ્યું નથી. નવલકથાકાર બની ચૂકેલી –હંમેશ માટે સમાપ્ત થઈ ચૂકેલી ઘટનાનું પુનઃકથન કરવા ચાહતો નથી. તેની કથ્યસામગ્રી પોતાના અનુભવજગતમાંથી આવે છે. જે ઐતિહાસિક સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓની વચ્ચે તે ઊભો છે, તે વર્તમાન પ્રક્રિયાને એની સર્વ સંકુલતા અને સંદિગ્ધતા સમેત તે આલેખવા ચાહે છે. તે જે ‘વિશ્વ’નો તાગ લેવા મથી રહ્યો છે, તેનું પૂરેપૂરું અખિલાઈમાં ગ્રહણ થઈ શક્યું નથી. દરેક નવલકથાની સૃષ્ટિ એક ઊઘડતા વિશ્વની પ્રક્રિયા માત્ર છે. સર્જક સામે આરંભમાં કશાક રહસ્યમય લાગતા પાત્ર પ્રસંગ કે પરિસ્થિતિનો ધૂંધળો અણસાર હોય, કે આછોપાતળો નકશોય હોય, પણ એ તો એક પ્રસ્થાનબિંદુ માત્ર છે. રચનાપ્રક્રિયા દરમ્યાન, જાણે કે, એની પડછે ઢંકાયેલું એક અણજાણ વિશ્વ ઊઘડવા લાગે છે. અને આખીય રચના દરમ્યાન સર્જકની સામે એકથી વધુ દિશામાં વિકાસની શક્યતા પણ ખુલ્લી થાય છે. અને, દરેક નિર્ણાયક તબક્કે તેનો નિર્ણય તેની કૃતિની સફળતા કે નિષ્ફળતાનું કારણ બની શકે છે. રચાતી જતી પરિસ્થિતિ અને પાત્રોની વિશિષ્ટ મનોભૂમિકાઓ તેને ‘માનવીય અવકાશ’નો તાગ લેવા આહ્‌વાન કરે છે. વિશેષ કરીને મુખ્ય પાત્ર (protagonist) દ્વારા સર્જક પરિસ્થિતિનું હાર્દ તાગવા મથે છે. ભવિષ્યના ગર્ભમાં જન્મ લઈ રહેલી દરેક સંભવિત ઘટનાને તાગવાની આ પ્રવૃત્તિ છે. મુખ્ય પાત્ર પોતાની સ્વતંત્રતાને નાણી જોવા મથે છે, અને એ રીતે પોતાપણું સિદ્ધ કરવા ચાહે છે. આત્મસભાન બનીને તે પોતાની becomingની પ્રક્રિયાને ઉત્કટતાથી પામવા અભિમુખ બને છે. એકીસાથે તે સ્રષ્ટા અને દૃષ્ટા બનીને પ્રવર્તે છે. આમ, કૃતિનો સાચો અર્થ સમગ્ર રચનાપ્રક્રિયાને અંતે ઉત્ક્રાન્ત થઈ આવે છે.
સાહિત્યકૃતિને લગતી ચર્ચાવિચારણાઓમાં, ઘણું ખરું, આ ત્રણ પ્રવૃત્તિઓ કે ત્રણ વ્યાપારો, સાથે પ્રવર્તતા હોય છે. પરસ્પરમાં ભળીને, પરસ્પર જોડે સંકળાઈને, પરસ્પરને અવલંબીને, એ પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. ‘વિવેચનના તત્ત્વજ્ઞાન’માં, મુખ્યત્વે, આ ત્રણ પ્રવૃત્તિઓનો અલગ અલગ વિચાર કરી, તેના આગવા એવા પ્રશ્નોનો વિચાર કરવામાં આવે છે. આગળ જેનો નિર્દેશ કર્યો છે તે, મોન્રો બિઅડ્‌ર્સલીએ પોતાના ‘Aesthetics : Problems in the Philosophy of Criticism’માં આ ભૂમિકાએથી જ બધો વિચાર કરેલો છે.
અન્ય કથામૂલક સ્વરૂપો કરતાં નવલકથામાં પ્રસંગસંકલનનો પ્રશ્ન કંઈક વધુ અટપટો બની રહે છે. સર્જકની ‘સમય’ની સંપ્ર-જ્ઞતા એમાં વત્તેઓછે અંશે નિર્ણાયક બની રહે છે. એમ કહી શકાય કે, ‘સમય’ વિશેની અભિજ્ઞતા એ તેના વાસ્તવગ્રહણનો એક વિશિષ્ટ મરોડ છે. અલબત્ત, પ્રશ્ન ઊભો જ છે : સમય ખરેખર શી વસ્તુ છે? એ કોઈ પરમ તત્ત્વનો લીલામય વિસ્તાર માત્ર છે? કે સમસ્ત માનવજાતિની અનંતવિધ ઘટનાઓને પ્રેરતું અને તેમાં પ્રવર્તતું લોકોત્તર છતાં સ્પર્શક્ષમ તત્ત્વ છે? કે એ કોઈ અંધ નિયતિ છે? કે સમગ્ર વિશ્વજીવનને ચોક્કસ આશય અને અર્થ પ્રમાણે દોરતું તત્ત્વ છે? આ પ્રશ્ન, અલબત્ત, કૂટ છે. પણ નવલકથાની ઘટનાસૃષ્ટિમાં આવી કશીક પણ સંપ્રજ્ઞતા વિશેષ મરોડ રચી શકે છે અને સમય પણ ભિન્ન ભિન્ન સ્તરે ગતિ કરે છે. સામાન્ય રીતે ઘડિયાળના ચંદા પર નોંધાતા નિયમિત અને ચોક્કસ ગતિશીલતા ધરાવતા સમયથી આપણે પરિચિત છીએ. પરંપરાગત શૈલીની ઘણી નવલકથાઓ આવા ‘સમય’ને ગૃહીત કરી લે છે. પણ એથી ભિન્ન માનવચિત્તના અજ્ઞાત સ્તરે આદિમ સંવેદનાઓમાં પૌરાણિક સમય સંચિત થયેલો અનુભવી શકાશે. અને સંઘર્ષશીલ ચિત્તમાં વળી વારંવાર ભૂત અને વર્તમાન પરસ્પરમાં સંલગ્ન થઈ ચૂક્યા હોય છે. કપોલકલ્પિત, સ્વપ્ન, દંતકથા, પરીકથા જેવી વિલક્ષણ સૃષ્ટિમાં સમયનો સંચાર ભાગ્યે જ વરતાય છે.
સાહિત્યકળાને અનુલક્ષીને વિચારતાં તરત જણાશે કે, ‘વર્ણન’ - વ્યાપારની બાબતમાં ચિત્ર, શિલ્પ આદિ કળાઓથી એના કેટલાક વિશેષ પ્રશ્નો છે. ચિત્ર કે શિલ્પની કૃતિ તો ત્યાં સાચે જ વસ્તુલક્ષી સત્તા રૂપે સંભવે છે. એટલે, એના રંગ, રેખા, કે પોતનું વર્ણન સારી રીતે થઈ શકે. પણ સાહિત્યની વાસ્તવિકતા જુદા સ્તરની છે. એને ચિત્ર કે શિલ્પ જેવાં ભૌતિક પાસાંઓ જ નથી, પણ એનાં ભાષા, છંદ, અલંકાર, વસ્તુસંવિધાન કે રચનાપ્રયુક્તિ (device)ને વિશે વર્ણનાત્મક વિધાનો થઈ શકે ખરાં. જેમ કે, કાન્તનાં ખંડકાવ્યોમાં અમુક સ્થાને અનુષ્ટુપનો પ્રયોગ છે; અથવા, બળવંતરાયનું ‘ભણકારા’ એ પેટ્રાર્કશાઈ સોનેટ છે; અથવા, ઉમાશંકરનું ‘મંથરા’ પદ્ય-નાટકની દિશામાં (સમર્થ) પ્રયોગ છે, વગેરે. અલબત્ત, આવાં વર્ણનાત્મક વિધાનોમાં કૃતિની ગુણવત્તાને સ્પર્શે એવા શબ્દો કે શબ્દપ્રયોગો (જેમ કે, ‘મંથરા’ના પ્રયોગ માટે સમર્થ) અંદર પ્રવેશી જતા હોય છે. સાહિત્યવિવેચનમાં નિર્ભેળ ‘વર્ણન’ તો જવલ્લે જ મળે. ઘણું ખરું અર્થઘટન કે મૂલ્યાંકન જોડે તે સંધાઈ ગયું હોય છે. વળી વર્ણન-વ્યાપારમાં, કૃતિનાં ઘટક તત્ત્વોનું વિશ્લેષણ (analysis) પણ ઘણું ઉપકારક બનતું હોય છે. જેમકે, ભૃગુરાય અંજારિયાએ કરેલું કાન્તનાં ખંડકાવ્યોના છંદોનું વિશ્લેષણ. પણ વિશ્લેષણવ્યાપારમાં સતત એક સાવધાની રાખવાની છે. કૃતિનો વિશ્લિષ્ટ ઘટક – પછી તે છંદ, કલ્પન કે પ્રતીક ગમે તે હો - તેનું નિરપેક્ષ મહત્ત્વ કરવા જઈએ તો, કૃતિનું સમગ્ર રચનાતંત્ર અને તેના રહસ્યનો ખ્યાલ ચૂકી જવાય એમ બને. અને, વિવેચનમાં ખરી અપેક્ષા તો દરેક ઘટક સમગ્રના ‘અર્થ’માં કેવું અર્પણ કરે છે તે તપાસવાની છે. વળી, ‘વર્ણન’ની પ્રવૃત્તિ સહજ વિસ્તરણ રૂપે જ, કૃતિના અમુક અંશને લગતું કે સમગ્રને લગતું વિવરણ (exposition), સ્પષ્ટીકરણ (explication) કે સમજૂતી (explanation) પણ તેમાં પ્રવેશી જાય છે. અથવા, એમ કહો કે, ‘વર્ણન’ ઘણી વાર કેવળ ‘વર્ણન’ ન રહેતાં, કૃતિ વિશેનું તે ‘સ્પષ્ટીકરણ’ બને છે; અને એવે પ્રસંગે કૃતિના રચનાતંત્રનો કંઈક વધુ અખિલાઈમાં વિચાર કરવાનું શક્ય બને છે, કે તેની સંકુલતાનાં વિભિન્ન પાસાંઓ તેમાં સ્પર્શાતાં હોય છે. ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં બળવંતરાયે પોતે સંપાદિત કરેલી કૃતિઓ વિશે ઘણે સ્થાને રજૂ કરેલી ટીકાટિપ્પણીઓ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. જોકે ‘વર્ણન’ નિમિત્તે કૃતિ, કર્તા, કે સાહિત્યપદાર્થ વિશે બીજી ઘણી પ્રાસંગિક વાતો તેમાં ભળી જાય છે. બીજી વાત છે કે, વર્ણનાત્મક જણાતી સંજ્ઞાઓ કે વર્ણનાત્મક પદાવલિઓ પણ અનેક વાર જાણ્યેઅજાણ્યે મૂલ્ય-નિર્દેશક બની જતી હોય છે. જેમ કે, કાન્તનાં ખંડકાવ્યોનું સંવિધાન પાશ્ચાત્ય ‘ટ્રેજેડી’ને મળતું આવે છે. એ પ્રકારના વિધાનમાં, સહજ જ ખંડકાવ્યોમાં પાશ્ચાત્ય ‘ટ્રેજેડી’ની ગહનતા (profoundness)નો ખ્યાલ સૂચવાઈ જાય છે. મલયાનિલની કૃતિ ‘ગોવાલણી’ એ આપણી પ્રથમ નવલિકા છે : એ વિધાનમાં ‘નવલિકા’ સંજ્ઞા કેવળ વર્ણનાત્મક નથી, મૂલ્યવાચક પણ તે બની રહે છે.  
આમ, આંતરજીવનને એની સંકુલતાઓ અને સંદિગ્ધતાઓ સમેત રજૂ કરવાના પ્રયત્નમાં આધુનિક સર્જકે સમયનાં ભૌમિતિક પરિમાણથી અળગા થઈ આગવાં રૂપો નિર્માણ કરવાં પડે છે. ચૈતસિક વાસ્તવિકતાનાં જે વિલક્ષણ પરિમાણો ઊપસે છે, તેને યથાર્થ રૂપમાં ઝીલવાનો આ ઉપક્રમ છે. એ માટે તેને છેક ભાષા અને શૈલીના સ્તરેથી નવું સંવિધાન સિદ્ધ કરવાની આવશ્યકતા ઊભી થાય છે. અચેતનના અંધારિયા ખંડને – આદિમ સંવેદનાઓ, આવેગો, સાહચર્યો આદિના એક પ્રચ્છન્ન વિશ્વને – એની સમગ્રતામાં મૂર્ત કરવાને કલ્પન પ્રતીક અને મિથનાં ઉપકરણો જરૂરી બને છે. અને પ્રકારની સૃષ્ટિમાં ‘સમય’નું પરિમાણ આગવી રીતે ઊપસે છે. વાસ્તવવાદી નવલકથાઓ, આ સદીની પ્રયોગશીલ નવલકથાઓ આ બાબતમાં કેવી તો જુદી પડે છે, તે એક અભ્યાસનો વિષય છે.
‘વર્ણન’ અને ‘અર્થઘટન’ બન્નેય (પ્ર)વૃત્તિઓ કૃતિના હાર્દને જ અનુલક્ષે છે. બંને પરસ્પરમાં ભળી પણ જાય છે, છતાં એ બે વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા આંકી શકાય. સાહિત્યકૃતિનું વર્ણન પણ જોકે કેટલેક અંશે selective જ હોય છે, પણ તે છતાં તેમાં વસ્તુલક્ષી હોવાની છાપ રહે છે, અને કૃતિનાં પ્રમાણમાં બાહ્ય એવાં લક્ષણોને તે વધુ સ્પર્શે છે. આથી વર્ણનની વિગતોમાં તફાવત હોય તોયે તેનું નિરાકરણ સરળતાથી થઈ શકે. આથી ભિન્ન, ‘અર્થઘટન’ એ કૃતિના વધુ ગહન અંશને અનુલક્ષે છે, અને વિવેચકની વૈયક્તિકતાનો પ્રવેશ - તેની જોડેનો સંબંધ તેમાં સૂચવાઈ જાય છે. જોકે, ‘અર્થઘટન’ને બે ભિન્ન ભૂમિકાએથી જોવાનું સરળ બનશે. એક ભૂમિકા તે વ્યાપક અર્થઘટનની છે : પ્રમાણે કોઈ પણ સંકુલ ભાવ – અર્થ પ્રગટ કરતી રચનાનું હાર્દ તાગવા જતાં સહજ અર્થઘટનની (પ્ર)વૃત્તિ આરંભાઈ જાય છે, સભાન કે અભાનસ્તરે ‘અર્થઘટન’ની આવી પ્રક્રિયા જન્મે જ છે, અને એને એની દિશા મળી જતાં તે વિસ્તરે છે. પણ ‘અર્થઘટન’ની બીજી વિશેષ ભૂમિકા પણ છે : ફ્રોઇડ, માર્ક્સ કે અન્ય વાદોના ઉપલક્ષ્યમાં કૃતિના સમગ્ર રચનાતંત્રને ઘટાવી આપવાનું એક બળવાન વલણ પશ્ચિમમાં જાગ્યું છે, અને વિવેચન રૂપે વિસ્તર્યું છે. ‘અર્થઘટન’ની આ બંને ભૂમિકાઓ પરસ્પરથી ઘણી વેગળી નથી, પણ બંનેના પ્રગટઅપ્રગટ આશયો અને અભિગમમાં ફેર સ્પષ્ટ છે. ખરી વાત એ છે કે કૃતિની સંકુલ સંરચના આવા ‘અર્થઘટન’ને પ્રેરક બનતી હોય છે. શેઇક્‌સ્પિઅરની મહાન નાટ્યકૃતિ ‘હેમ્લેટ’નાં અનેકવિધ અર્થઘટનો ધ્યાનપાત્ર છે. તેની બીજી પ્રસિદ્ધ કૃતિ ‘ટેમ્પેસ્ટ’નું આધ્યાત્મિક અર્થઘટન પણ જાણીતું છે. કાફકાની કૃતિ ‘ધ ટ્રાયલ’નાં પણ વિવિધ દૃષ્ટિબિંદુઓથી અર્થઘટનો થયાં છે, અને તે પણ એટલાં જ અભ્યાસપ્રદ છે.
પણ, નવલકથાની રૂપરચના અને કથનરીતિ પરત્વે બે પરસ્પરવિરોધી દૃષ્ટિબિંદુઓ જોવા મળે છે. સર્જકો-વિવેચકોનો એક વર્ગ નવલકથાની સીધી કથનરીતિનો આગ્રહી રહ્યો છે. બીજો વર્ગ પ્રતીકવાદી પદ્ધતિનું ગૌરવ કરે છે. પણ આ પૈકી એક પક્ષ સાચો છે – કે એક કથનરીતિ ચઢિયાતી છે – એવા સરલીકૃત વિચારમાં આપણે નહિ પડીએ. ખરો પ્રશ્ન, સર્જક માનવપરિસ્થિતિ (કે માનવવાસ્તવિકતા)ના કયા ખંડને કયા સ્તરેથી સ્પર્શે છે, અને એ પ્રવૃત્તિમાં તેની કથનરીતિ કેટલી કાર્યક્ષમ નીવડી છે, તેની ઓળખ કરવાનો છે.
‘અર્થઘટન’ની પ્રવૃત્તિના સ્વરૂપ વિશે પરસ્પર ભિન્ન એવા ખ્યાલો પ્રવર્તે છે. વિદ્વાનોનો એક વર્ગ એમ માને છે કે, ‘અર્થઘટન’ એ કૃતિના રહસ્યને તાગવાની જ વિશિષ્ટ પ્રવૃત્તિ છે. કૃતિની સમગ્રતા અને સંકુલતા એક સાથે આંબી લેવાનું, ગ્રહવાનું, કે તાગવાનું મુશ્કેલ હોય છે, એટલે વિવેચક સહજ રીતે કૃતિમાંના મુખ્યમુખ્ય vantage points પરથી તેની સંકુલ ભાતોને પકડવાનો પ્રયત્ન કરે છે. અતિ સંકુલ આંતરસંબંધો જે સીધેસીધા પ્રત્યક્ષ થતા નહોતા, તે હવે અમુક અમુક બિંદુએથી ભાતો ઉકેલતાં પામી શકાય છે. ‘અર્થઘટન’ દ્વારા, આમ, કૃતિની પ્રચ્છન્નતા ભેદવાનું શકય બને છે. વિવેચક માટે આવું ‘અર્થઘટન’ તેના વૈયક્તિક અભિગમનો વિષય છે, અને સમૃદ્ધ કૃતિઓમાં આવાં એકથી વધુ અર્થઘટનો શક્ય હોય છે, જે પરસ્પરને પોષક કે સમર્થક પણ હોય છે, અથવા ઓછાંવત્તાં વિરોધી હોય એમ પણ બને. આવાં ‘અર્થઘટનો’ પૈકી એક જ ‘અર્થઘટન’ સાચું અને બીજાં ખોટાં એમ પણ માની લેવાનુું નથી. આવાં ‘અર્થઘટનો’ની તાર્કિક પ્રમાણભૂતતાના, અલબત્ત, આગવા પ્રશ્નો છે.  
આજનો નવલકથાકાર ભાષાની ક્ષમતા પરત્વે સભાન બની ચૂક્યો છે. પોતે, અંદર અને બહાર, જે વિચ્છિન્નતા અને અરાજકતાનો અનુભવ કરી રહ્યો છે, તેને યથાર્થ રૂપમાં ઝીલવા કે તેનું સદૃશ રૂપ નિર્માણ કરવા, રૂઢ ભાષાના અન્વયોને તે તોડતો જાય છે. તેની નવીન ભાષાકીય રચના એ વાસ્તવબોધને રજૂ કરવાની અપેક્ષામાંથી જન્મે છે.
વિદ્વાનોનો એક બીજો વર્ગ ‘અર્થઘટનની પ્રવૃત્તિનું ઝાઝું મહત્ત્વ કરતો નથી, અથવા તો તેનો અસ્વીકાર કરે છે. સુસાન સોન્ટાગે કૃતિના ‘અર્થઘટન’ની વિરુદ્ધમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે, તે હવે જાણીતી વાત છે. તેના મતે ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ કળામાં content જેવી વસ્તુનો પૂર્વસ્વીકાર કરીને ચાલતી હોય છે, અને તેથી કળાદૃષ્ટિએ તે ઉચિત નથી. માર્ક્સવાદ અને ફ્રોઇડવાદના સમર્થકોએ જ્યાં ત્યાંથી એવા સિદ્ધાંતોના પ્રકાશમાં ‘અર્થઘટન’ના પ્રયત્નો કર્યા તેની સામે તેને મોટો વાંધો છે. તે એમ કહે છે કે, ‘અર્થઘટન’ની પ્રવૃત્તિથી કૃતિની સમૃદ્ધિનો તાગ મળતો નથી. મૂર્ત નક્કર કળાકૃતિને યથાર્થ પરિમાણમાં પ્રત્યક્ષ કરવાને બદલે – તેનાં સર્વ ઐન્દ્રિયિક રૂપોને અવગત કરવાને બદલે – ‘અર્થઘટન’ કરનારા વિદ્વાનો તેને અન્ય કશાકના token રૂપે જોતા હોય છે : ખરેખરો પાઠ (text) છોડી તેની પાછળ કોઈ ગૌણપાઠ (sub-text)ને તેઓ શોધતા હોય છે. ‘અર્થઘટન’માં, આમ, પ્રત્યક્ષગોચર કળાકૃતિની અવગણના થાય છે. સેન્ટાગની ફરિયાદમાં ઘણું તથ્ય છે. કૃતિના appearanceને અવગણી તેની પાછળ ક્યાંક reality પડી છે એવી જાતની, એ શોધ વ્યર્થ છે. હકીકતમાં, કૃતિ સ્વયં reality છે : જે રૂપે તે પ્રત્યક્ષ થાય છે, તે રૂપે જ તેને પામવાની છે. પણ, તો પછી કૃતિને અખિલાઈમાં આંબી લેવાના પ્રયત્નમાં જ ક્યાંક ને ક્યાંક vantage point પસંદ કરવાની આવશ્યકતા ઊભી થાય જ છે. માર્કસ કે ફ્રોઇડના સિદ્ધાંતોના માળખામાં રહીને જ ‘અર્થઘટન’ થાય તેવું નથી. તેના સંવિધાનમાં મૂર્ત થતા ભાવને સંજ્ઞા આપવામાંયે ‘અર્થઘટન’ સંભવે છે. એન્દ્રયેવની પ્રસિદ્ધ કૃતિ ‘લેઝેરસ’માં લેઝેરસના પાત્ર પરત્વે ભિન્ન અર્થઘટનો સંભવે, તેમ તેમાંની પરિસ્થિતિઓ પણ એટલી જ પ્રતીકાત્મક હોઈ, તેનું પણ આગવું ‘ઘટન’ સંભવી શકે. રૂપકગ્રંથિ (Allegory)માં જે પ્રકારે અર્થબોધ માટે પાત્રોનું, અમુક વિચાર કે ગુણો સાથે સમીકરણ થઈ શકે છે, તે વસ્તુને આપણે ઝાઝું મહત્ત્વ ન આપીએ, પણ દરેક સમૃદ્ધ કૃતિ જે રીતે આગવી મુદ્રા ધારણ કરે છે, તેની વસ્તુરેખાઓ વિશે અર્થભેદને અવકાશ રહે જ છે. ‘સાગર અને શશી’ (કાન્ત), ‘ભણકારા’ (બ. ક. ઠા.) ‘શરદપૂનમ’ (ન્હાનાલાલ), ‘તે રમ્ય રાત્રે’ (સુંદરમ્‌) કે ‘કંકુના સૂરજ’ (રાવજી પટેલ) – એવી કોઈ પણ ગહન ભાવની કૃતિના મર્મસ્પન્દ સુધી પહોંચતાં ક્યાંક કૃતિને interpret કરવાનો પ્રસંગ આવે જ છે.
પણ વાસ્તવિકતાને અખિલાઈમાં ગ્રહણ કરવાની પ્રબળ કામના અને સાથે જ કૃતિનું રૂપનિર્માણ કરવાની જરૂરિયાત એ બે વચ્ચે સતત વિરોધ ઊભો થતો હોય છે. કળા કૃતિનું મૂલ્ય પ્રાપ્ત કરે તે માટે તેમાં ચોક્કસ આકૃતિ (design) કે તરેહ (pattern) ઊપસવી જોઈએ. પણ આકૃતિ કે તરેહની રચના વાસ્તવિકતાની વિગતોમાં પસંદગીનો પ્રશ્ન ઊભો કરે છે. હેન્રી જેમ્સના મતે નવલકથાકાર વાસ્તવિકતાને એની સમગ્રતામાં કદી નિહાળી શકે નહિ. આ વાત એક વિલક્ષણ રૂપકથી તેઓ સમજાવવા ચાહે છે. સર્જકનું ચિત્ત ‘અસંખ્ય બારીઓ’વાળા મકાનની એકમાત્ર ‘બારી’ જેવું છે. એના આકારને અનુરૂપ બાહ્ય જગતના એક અતિ સીમિત ખંડને તે પ્રત્યક્ષ કરી શકે છે. તાત્પર્ય કે, નવલકથાકારનો વિશિષ્ટ મનોભાવ બાહ્ય વાસ્તવના અમુક એક પાસાની ઝાંખી કરવા સમર્થ બને છે, સમગ્ર વાસ્તવિકતા તેની પકડમાં આવી શકે નહિ. સર્જકની કોઈ બીજભૂત સંવેદનશીલતા (prime sensibility) તેની વિશિષ્ટ સૃષ્ટિમાં નિર્ણાયક બની રહે છે.
કૃતિના ‘મૂલ્યાંકન’ (evaluation)નો પ્રશ્ન લઈએ, એટલે ચર્ચાની આખી ભૂમિકા જ બદલાઈ જાય છે. કૃતિનું મૂલ્યાંકન કરવું એટલે તે સારી (good) છે કે નરસી (bad) એ વિશે નિર્ણય કરવો, વિવેક કરવો, ચુકાદો આપવો, કૃતિની મહત્તા (significance) નક્કી કરવી, તેનું મૂલ્ય (worth) બતાવવું, વગેરે એવો ખ્યાલ સૂચવાય છે. દેખીતી રીતે જ, ‘વર્ણન’ અને ‘અર્થઘટન’ કરતાં ભિન્ન પ્રવૃત્તિ છે. ‘વર્ણન’ અને ‘અર્થઘટન’ દ્વારા આપણે કૃતિની અંતર્ગત રહેલા ભાવો – અર્થો – રહસ્યને સ્પષ્ટ કરવા ચાહીએ છીએ; કેવળ કૃતિની પોતાની પરિભાષામાં કૃતિને પામવાની એ વાત છે; કૃતિ પર જ દૃષ્ટિ ઠેરવીને, તેનું જ આકલન કરવાની એ પ્રવૃત્તિ છે. એમાં ‘વર્ણન’ કે ‘અર્થઘટન’ની વિગતોથી કેટલીક વાર કૃતિનું મહત્ત્વ આપોઆપ છતું થઈ જાય એમ બને; પણ એ બંનેય (પ્ર)વૃત્તિઓ કૃતિમાં સમાપ્ત થાય છે. મૂલ્યાંકન, આથી, જુદી જ વસ્તુ છે. વસ્તુનું મૂલ્ય નિર્ણીત કરવાને તો તેની બહારના સંયોગો અને સંબંધો લક્ષમાં લેવાના રહે, કૃતિ જે કંઈ છે તે રીતે નહિ, પણ વ્યાપક જીવનના સંદર્ભમાં તેને કોઈ મહત્ત્વ છે કે નહિ, તે જાતનો કૂટ પ્રશ્ન અહીં પડેલો છે. એટલે કે, કૃતિની તેના કર્તાના જીવનસંદર્ભમાં, તેના યુગના પ્રવાહના સંદર્ભમાં, તેના સમાજ કે રાષ્ટ્રની સાંસ્કૃતિક પરિસ્થિતિના સંદર્ભમાં, કે અત્યંત વ્યાપકપણે વિશ્વજીવનના સંદર્ભમાં – કેટલી મહત્તા છે, તેને અંગે વિવેક (to judge) કરવાનો એ પ્રશ્ન બને છે. પણ અમુક એક કૃતિ ‘સારી’ છે, એવા નિર્ણય આપનારા વિદ્વાનોમાં દરેક એ કૃતિને જુદાં જુદાં ધોરણોથી માપતો હોય એમ બને, અથવા એકની એક કૃતિ વિશે જુદા જુદા વિદ્વાનો જુદાં જુદાં ધોરણો લઈને ચાલ્યા હોવાને કારણે, જુદુ જુદું મૂલ્ય નક્કી કરે એમ પણ બને. ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ રીતે ખરેખર એક અત્યંત અટપટી મનોઘટના રહી છે. કોઈ એક કૃતિને સૌંદર્યપરક વલણથી જોતાં તે નકામી લાગે પણ આસપાસના સાંસ્કૃતિક સંયોગોનું યથાર્થ પ્રતિબિંબ ઝીલતી હોવાને કારણે તે આકર્ષક બની રહી હોય એમ પણ બને. ‘મૂલ્યાંકન’માં કૃતિની ખરેખર aesthetic valueની સાથોસાથ બીજી ઘણી વસ્તુઓ ભળી જતી હોય છે. મેઘાણીએ મહાત્માજી પરત્વેની આદરભક્તિથી પ્રેરાઈને ‘છેલ્લો કટોરો’ જેવી રચના લખી, ત્યારે એ સમયગાળામાં એ સમકાલીન પ્રસંગ પર આધારિત રચના ઘણાંને સ્પર્શી ગઈ હશે; પણ એવે પ્રસંગે, દેખીતી રીતે જ, કૃતિની intrinsic worth કરતાંયે બીજી જ વસ્તુ સ્પર્શી ગઈ છે એ હકીકત છે. રીતે, જ્યારે ત્રીસીચાળીસીના ગાળામાં પ્રગતિવાદનો રંગ આપણા સાહિત્યમાં બેઠો, ત્યારે સુંદરમ્‌ની કૃતિ ‘માજા વેલાનું મૃત્યુ’નું આગવું મહત્ત્વ થયું, આજે એની એ પરિસ્થિતિ રહી નથી, ત્યારે એવા બાહ્ય ‘રંગ’નો ઓપ નકામો બની જાય છે.
કૃતિની રૂપરચનાની ક્ષણમાં સર્જક, આ રીતે, એક મોટા dilemma સામે આવી ઊભો હોય છે. જે વાસ્તવનો ‘અર્થ’ પામવા તે ઝંખે છે, તે સ્થળકાળમાં અનંત સુધી વિસ્તરતું સત્ત્વ (કે સત્તા) છે. અને અનંતમાં વિસ્તરતી આ સત્તા અપારવિધ સંકુલતાઓ અરાજકતા અને અપારદર્શી અંશોને કારણે લગભગ અર્થશૂન્ય પ્રતીત થાય છે. એની વિરાટ પ્રચુરતા જ તેને માટે અગ્રાહ્ય બની રહે છે. એટલે આવી સર્વથા વેરવિખેર અને અરાજક લાગતી સામગ્રીને ‘અર્થ’ રૂપે પામવા, તે જ્યાં કશીક આકૃતિ કે તરેહનું ‘આરોપણ’ કરવા જાય છે ત્યાં, અસંખ્ય વિગતો એ આકૃતિ કે તરેહની બહાર રહી જાય છે; આકૃતિ (કે તરેહ)ની રચનાના પ્રયત્નમાં અપારવિધ આંતરવિરોધો અને વિસંગતિઓ ગળાઈ જવા પામે છે.
કૃતિના ‘મૂલ્યાંકન’માં આમ કૃતિના ‘અર્થ’ને વ્યાપક જીવનના સંદર્ભમાં સરખાવી જોવાનું મુખ્ય વલણ પ્રવર્તે છે. બીજી રીતે કહીએ તો, માનવસમાજ જે રીતે મૂલ્યો અને સત્યોની પ્રતીતિ કરે છે, જે રીતે જીવનમૂલ્યોનો ક્રમ નક્કી કરે છે, તેની સામે કૃતિને ગોઠવવાનો પ્રયત્ન એમાં થાય છે. આપણી પ્રસિદ્ધ મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ વિશે વિષ્ણુપ્રસાદની નીચેની ભૂમિકા જુઓઃ “કાળસ્વરૂપ સમજાવનાર રાજ્યતંત્રોની આસપાસ ધર્મતત્ત્વ અને મોક્ષતત્ત્વનાં પ્રાચીન વારિ સિંચતો સુંદરગિરિનો વિષ્ણુદાસનો મઠ છે. એ મઠ ને એ પર્વતો ને એ સમાધિ-ગુફાઓ ઋષિમુનિઓના તપનાં પ્રતીક છે. એમણે જે યમનિયમ અને ચિંતનથી સત્ય શોધ્યું અને શાસ્ત્ર રચ્યું તેનો એ અચળગઢ છે, ગોવર્ધનરામની આખી અક્ષરસૃષ્ટિની પીઠમાં રહેલું – જૂનાગઢ. પાછળ ગિરનાર છે તેમ – એ સનાતન દર્શન છે. આમ, ‘સરસ્વતીચંદ્ર’ એ નાના ઘરની બારીમાંથી નજરે ચઢતું જીવનનું કોઈ ઝબકી જતું તરલ દૃશ્ય નથી; સુંદરગિરિ ઉપરથી નિહાળતી જીવનમહાનદની અદ્‌ભુત અને જાણે અનન્ત લીલા છે.” (ગોવર્ધનરામ : ચિંતક ને સર્જક, પૃ. ૯૯–૧૦૦). ‘સરસ્વતીચંદ્ર’માં જીવનનું કોઈ સ્થિર અને શાશ્વત ‘દર્શન’ રજૂ થયું છે, તે કારણે તે મહાન કૃતિ છે એમ વિષ્ણુભાઈ બતાવે છે. અને, પરંપરાવાદી વિવેચકોની સાહિત્યકળાવિષયક વિચારણાઓમાં ઓછોવત્તો ભેદ હોવા છતાં, કૃતિમૂલ્યાંકનની બાબતમાં તેઓ આ પ્રકારનો લગભગ સમાન અભિગમ જ દાખવે છે. કૃતિમાં જીવનને પ્રેરક અને પોષક વિચારો રજૂ થયા હોય તો તે કૃતિ ઉત્તમ, એ પ્રકારનાં બળવાન નીતિવાદી વલણો એમાં પ્રગટતાં હોય છે, અને સ્વાભાવિક રીતે જ, આવાં નીતિવાદી વલણો કૃતિની સ્વકીય એવી aesthetic worthની ઉપેક્ષા કરે છે. વિવેચનના ઇતિહાસમાં આવો નીતિવાદી અભિગમ પેઢીઓથી ચાલતો રહ્યો છે.
અને, આપણે જેને ‘વાસ્તવિકતા’ કહીએ છીએ, તે કોઈ સ્થિર નિશ્ચિત કે સ્થગિત બનેલી વસ્તુ નથી. કાળના દ્રાવણમાં નિરંતર બદલાતી રહે છે. નવલકથાના સર્જક સામે પ્રત્યક્ષ વિષય તરીકે જે ‘વાસ્તવિકતા’ ઊભી છે, તેમાં અપારવિધ ઉઘાડની શક્યતા પડી છે એમ પણ જોઈ શકાશે. એટલે જ, કૃતિની રૂપ-નિર્મિતિમાં વિશિષ્ટ ‘અર્થ’નું આકલન કરવાની અપેક્ષા રહે જ છે. અને આ અર્થબોધને સર્જકે સ્વીકારેલા વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય – frame of reference – સાથે સીધો સંબંધ છે. કૃતિમાં પ્રવેશતી બધી જ વિગતો-પાત્રો પ્રસંગો પરિસ્થિતિઓ અને સંવેદનાઓ – જે અમુક આકૃતિ કે તરેહમાં યોજાય, તેમાં કશુંક કેન્દ્રીય સંયોજન જોઈએ. દરેક વિશિષ્ટ આકૃતિ કે રચનાતંત્રને એનું આગવું ઋત અને આગવો નિયમ હોય છે . અને આ કારણે નવલકથાકાર સામે સામગ્રીની પસંદગી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. હેન્રી જેમ્સ કહે છે : “Form alone takes and holds and preserves substance, saves it from the welter of helpless verbiage that we swim in as in a sea of tasteless tepid pudding and that makes one ashamed of an art capable of such degradation.”
વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત ‘વર્ણન’, ‘અર્થઘટન’ અને ‘મૂલ્યાંકન’ની ત્રિવિધ ગતિઓ પૈકી ‘મૂલ્યાંકન’ના પ્રશ્નો સૌથી ગૂંચવાડાભર્યા દેખાય છે. કૃતિને તેનાથી ઇતર વસ્તુઓ જોડે સાંકળવાનો કે તેને અનુષંગે જોવાનો એ પ્રયત્ન છે. પણ બહારના પદાર્થો જોડેના તેના સંબંધો તો સતત fluctuate થતા હોય છે. ઇતિહાસ, સંસ્કારિતા અને સમાજજીવનના પ્રવાહો સતત પલટાતા રહે છે. દરેક યુગે નવી નવી વિચારસરણીઓ અને વાદો જન્મી જન્મીને શમી જાય છે; ધર્મ, નીતિ, કેળવણી, સાહિત્ય અને સંસ્કારિતાના ખ્યાલો પણ બદલાતા હોય છે. વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં સતત નવાનવા વિચારો ફૂટતા હોય છે. આવા સંયોગોમાં કોઈ એક કૃતિ વિશે સ્થિર અને છેવટનો અભિપ્રાય આપવાનું સરળ નથી. સાહિત્યકૃતિના સ્વીકાર–અસ્વીકારમાં રુચિ (taste) જેવી વસ્તુ કામ કરતી હોય, તો એ રુચિ પણ કંઈ સહજવૃત્તિ માત્ર ન હોઈ શકે. કળા, નીતિ, ધર્મ, સમાજ કે સમષ્ટિ પરત્વે કેળવેલાં અમુક વિચારવલણોનો સંપ્રજ્ઞાત કે અર્ધસંપ્રજ્ઞાત એવો પ્રતિભાવ એ સંભવે છે. મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં વિવેચકના preferencesને એનું તર્કસૂત્ર હોય છે, હોવું જોઈએ. કયાં કયાં ગૃહીતો લઈને તે ચાલે છે, કેવા અભિગમથી તે કૃતિને તપાસે છે, તે વિવેચનને પોતાને માટે આત્મખોજનો વિષય પણ છે.
નવલકથાની સૃષ્ટિ, તે જે માનવીય સંદર્ભ પ્રસ્તુત કરવા ધારે છે, તેનું રહસ્ય પૂરેપૂરું ઉદ્‌ઘાટિત થાય તે માટે, આમ, અમુક ચોક્કક્સ પરિપ્રેક્ષ્ય સ્વીકારે છે. એને આ રીતે પણ ઘટાવી શકાય કે, વાસ્તવિકતાની વિગતોની પસંદગી અને ગોઠવણીનો પ્રશ્ન, છેક અભિવ્યક્તિ અને શૈલીનાં રૂપો સાથે સીધો સંકળાઈ જાય છે. તે જે પ્રકારની કથનવર્ણનની રીતિ નિપજાવે છે, તે વાસ્તવિકતાની અમુક વિગતોનું અમુક રીતનું સંયોજન સિદ્ધ કરી શકે. અથવા, તે જે રીતે વાસ્તવિકતાના અમુક ખંડને પ્રગટ કરવા ચાહે છે, તે તેના કથન-વર્ણનનું વિશિષ્ટ તંત્ર રચી આપે છે. ફ્લૉબેર, કાફકા અને વુલ્ફની કથનરીતિની ભિન્નતા આ રીતે આગવા વાસ્તવબોધનું પરિણામ છે.
તો, મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં કેવળ સાહિત્યિક મૂલ્યો કે ધોરણોનો જ પ્રશ્ન આવતો નથી : સાહિત્યની કૃતિને તેનાથી ઇતર એવાં મૂલ્યો અને ધેારણો વચ્ચે સ્થાપીને માપવાનો પ્રયત્ન છે. એટલે વિવેચક બીજા બધા પ્રશ્નો વિશે શું વિચારે છે, ખરેખર તો કયા કયા મૂળભૂત પ્રશ્નોનો તે સામનો કરવા માગે છે એવી બધી વસ્તુને સાહિત્યના ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ જોડે સીધો સંબંધ છે. વિવેચન-સાહિત્યમાં ખરી કટોકટી, આમ, મૂલ્યાંકનના પ્રશ્ન પરત્વે જ છે. કૃતિમાં aesthetic values સાથે non-aesthetic values યુગપદ્‌ સંભવી શકે કે કેમ, કૃતિનો મહિમા કેવળ aesthetic valuesને આધારે થઈ શકે કે કેમ, કૃતિમાં બીજાં non-aesthetic values પ્રવેશતાં હોય તો તેને કેવી રીતે પ્રમાણી શકાય, વગેરે બિલકુલ પાયાના કૂટ પ્રશ્નો છે. પણ મૂલ્યાંકનની હિમાયત કરનારા વિદ્વાનોએ એનો સામનો કરવો રહ્યો.
નવલકથામાં, અલબત્ત, વાસ્તવબોધ વિશેની સંપ્રજ્ઞતા સાથે કળાત્મક રૂપનો પ્રશ્ન ગાઢ રીતે સંકળાયેલો છે. સર્જકોનો એક વર્ગ નવલકથાના ઘટનાતંત્રને વધુ દૃઢ અને ચુસ્ત રૂપ અર્પવા ચાહે છે. પ્લૉટ જેવું સુગ્રથિત અને સુદૃઢ રચનાતંત્ર એમાં રચાઈ આવે એમ તેઓ ચાહે છે. પાત્રોનાં કાર્યો પરિસ્થિતિ આદિની ગૂંથણી અમુક તર્કચુસ્ત દૃઢ સંકલનારૂપ બને એવી અપેક્ષા તેમાં હોય છે. ખરેખર તો પાત્રોનાં કાર્યો, પાત્રો વચ્ચેના પરસ્પરસંબંધો, પરિસ્થિતિઓના પલટા અને અંત, બધું અમુક ચુસ્ત વ્યવસ્થા રૂપે રજૂ કરવાનો એમાં આગ્રહ રહ્યો હોય છે. પણ, પ્લૉટના દૃઢ બંધની અપેક્ષા પાત્રના ચરિત્રવિકાસમાં વત્તેઓછે અંશે અંતરાય રચે, એવો ભય રહે જ છે. આથી, સર્જકોનો એક વર્ગ પ્લૉટના ચુસ્ત માળખાથી શક્ય તેટલો વેગળો જવા ચાહે છે. પાત્રોના સંવિત્‌-વિસ્તાર અર્થે પૂરતો અવકાશ મળે તે રીતે, તે અનુનેય અને આંતરવિકાસક્ષમ વસ્તુ સ્વીકારે છે, કે રૂઢ પ્લૉટના માળખાને શક્ય તેટલું શિથિલ કરવા ચાહે છે. પ્લૉટના સુગ્રથિત તંત્રની, દૃઢ અને વ્યવસ્થિત રૂપબંધની અપેક્ષા વ્યક્તિજીવનની (અને વ્યાપકપણે સમાજજીવનની) unmanageable સંકુલતાઓને ગાળી નાખવા કે તેનું સરલીકરણ કરવા પ્રેરે છે. ‘પાર્ટિસન રિવ્યૂ’ વતી ફ્રાન્ક કર્મોડે કેટલાક નવી પેઢીના નવલકથાકારો જોડે જે ચર્ચાવિચારણા કરી, તેમાં વાસ્તવિકતાનું અખિલાઈમાં ગ્રહણ, વિરુદ્ધ રૂપનિર્માણની સીમિતતાના પ્રશ્નો ફરી ફરીને સ્પર્શાયા હતા. આવા એક પ્રશ્નના સંદર્ભે જાણીતી લેખિકા આઈરીસ મૂર્ડોકનો ઉત્તર ઉલ્લેખનીય છે : “It is absurd to say that form in art is in any sense a menace, because form is the absolute essence of art. But there can be a tendency too readily to pull a form or a structure out of something one’s thinking about, and to rest upon that. The satisfaction of the form is such that it can stop one fromgoing more deeply into the contradictions or paradoxes or more painful aspects of the subject matter.” મૂર્ડોકે અહીં નવલકથાના રૂપનિર્માણની અનિવાર્યતા પર જે ભાર મૂક્યો છે, તેની આપણે નોંધ લઈએ જ. પણ રૂપનિર્માણની પ્રવૃત્તિમાં જે ભયસ્થાનો આવે છે તેના તરફનો તેનો સંકેત વિશેષ નોંધનીય છે. તેનું એમ કહેવું છે કે, રૂપનિર્માણમાં વાસ્તવિકતાનો કેાઈ સરળ ખ્યાલ ગૃહીત બની રહે ત્યારે, એ વાસ્તવિકતામાં નિહિત રહેલા આંતરવિરોધો, વિસંગતિઓ કે એવા દુર્ગ્રાહ્ય અંશોને ગાળી કાઢવાનું વલણ જન્મે, અને એમ બને ત્યારે નવલકથાની કળાને હાનિ પહોંચે જ છે.
મૂળ વાત એ છે કે, મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિશે આપણે ત્યાં ઝાઝો ઊહાપોહ થયો નથી. પશ્ચિમમાં, આગળ ઉલ્લેખ કર્યો છે તેમ, આ વિશે સારી છણાવટ થતી રહી છે. ત્યાંના વિદ્વાનોનો એક વર્ગ ભારપૂર્વક કહે છે કે, સાહિત્યકૃતિ વિશે મૂલ્યાંકન કરવું – મૂલ્યનિર્ણય રજૂ કરવો – એ જ, એટલું જ વિવેચનનું મુખ્ય કાર્ય છે. કેટલાક તો ‘મૂલ્યાંકન’ અને ‘વિવેચન’ બંનેને પર્યાય લેખવતા જણાય છે. તેઓ કૃતિના ‘વર્ણન’ અને ‘અર્થઘટન’થી ‘વિવેચન’ને અલગ પાડીને વિચારે છે. જોકે ‘વિવેચન’ માટે ‘વર્ણન’ કે ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ આવશ્યક છે જ, પણ ‘વિવેચન’ એ બેથી ભિન્ન પ્રવૃત્તિ છે એમ તેઓ માને છે. કેમ કે, ‘વર્ણન’ અને ‘અર્થઘટન’ તો કૃતિમાં નિહિત રહેલા ભાવ કે અર્થનું સ્પષ્ટીકરણ કરીને વિરમી જાય છે; કૃતિની અંતર્ગત જે વસ્તુ ઢંકાઈને પડી હતી, તેની પ્રગટ રૂપે વાત કરે છે. પણ કૃતિ વિશે તેથી કોઈ નવી વાત થઈ હોય એમ બનતું નથી. ‘મૂલ્યાંકન’ દ્વારા કૃતિને વિશે કંઈક નવો વિચાર રજૂ થઈ શકે છે. વ્યાપક જીવનના સંદર્ભમાં કૃતિને યોગ્ય સ્થાને ગોઠવી આપવાનો પ્રયત્ન જ કૃતિ વિશે ખરી ભૂમિકા પૂરી પાડે છે, અને છેવટે કૃતિમાં જે કંઈ રહસ્યભૂત વસ્તુ છે, તેને તાગવાના, ભેદવાના કે પામવાના પ્રયત્નમાં મૂલ્યબોધની ભૂમિકા સંકળાઈ જતી હોય છે. અને કોઈ એક કૃતિનો આસ્વાદ કરતાં જે કોઈ અંશો પ્રભાવક લાગ્યા હોય છે, તેનું જ વિવેચક સહજપણે સમર્થન કરવા પ્રેરાતો હોય છે. કૃતિનો ભાવ, ભાષા, સંરચના, કલ્પન કે પ્રતીક – કોઈ પણ તત્ત્વ તેની વિવેચનામાં વિષય બને, તે સાથે કે તે પૂર્વે, તે આસ્વાદમાં આવ્યું હોય છે. પણ મૂલ્યાંકનમાં કેવળ aesthetic values ભાગ ભજવે એવું નથી. કોઈ કૃતિમાં અધ્યાત્મવિષયક સંવેદન સ્પર્શે, કોઈ કૃતિમાં સમાજ અને સંસ્કૃતિવિષયક વિચારસંઘર્ષ સ્પર્શે, કોઈમાં અસ્તિત્વની ખોજ પણ સ્પર્શે. જો કે form અને contentનું દ્વૈત સ્વીકારીને વિચારવામાં જોખમ જ છે. પણ કૃતિમાં એવું કોઈક - વિચાર, ભાવ કે ભાવનાનું તત્ત્વ – પ્રભાવશાળી બનતું હોય છે. એ અનુભવનો વિષય છે, એટલે મૂલ્યાંકનની વાત આવતાં જ વિવેચકના સમાજ, સંસ્કૃતિ, કળા આદિ ખ્યાલોનો પ્રશ્ન crucial બની રહે છે. નોથ્રોર્પ ફ્રાય તો ‘વિવેચન’ને ‘મૂલ્યાંકન’ લેખે ઘટાવી, તેને વિશાળ સાંસ્કૃતિક વિચારવિમર્શની એક પ્રવૃત્તિ લેખે ઘટાવવા ચાહે છે, તે વસ્તુ આ સંદર્ભમાં ખાસ ધ્યાનપાત્ર છે : “By criticism, I mean the whole work of scholarship and taste concerned with literature, which is a part of what is variously called liberal education, culture or the study of humanities.
પ્રસ્તુત મુદ્દો અહીં આ છે : નવલકથાની સૃષ્ટિમાં જે વિશિષ્ટ રહસ્ય ઉપલબ્ધ થાય છે, તે તેની બહાર રહેલી પૂર્વ-સિદ્ધ વાસ્તવિકતામાં નિહિત રહ્યું હતું કે લેખકે પોતાના ચિત્તમાં સ્ફુરેલા ‘રહસ્ય’ને પ્રગટ કરવા કથ્યવૃત્તાંતનો આશ્રય માત્ર લીધો છે? પ્રશ્નો વિકટ છે. કદાચ, નવલકથાકારે પ્રથમ જે કથ્યસામગ્રી સ્વીકારી, તેમાં રહસ્યની આછી આછી ઝાંખી તેને થઈ હતી, અને સમગ્ર રૂપરચનાને અંતે એ રહસ્યનું પૂર્ણ ઉદ્‌ઘાટન થયું હતું, એમ નિરાકરણ કરી શકાય. કેમ કે, આવી કોઈ રહસ્યમય સામગ્રીમાં રચનાનું કશુંક ધૂંધળું રૂપ પણ આરંભે બંધાયું ન હોય, તો તો સંવિધાન શૈલી અને સંયોજનની કોઈ ભૂમિકા જ હાથમાં ન આવે. અલબત્ત, રચનાપ્રક્રિયા દરમ્યાન આરંભમાં ઝાંખી રૂપે પ્રત્યક્ષ થયેલી વસ્તુનો અણધારી રીતે અણધારી દિશામાં વિકાસ સંભવિત છે. પણ એક વાર કૃતિના રૂપવિધાનની અમુક શૈલી બંધાયા પછી એ જાણે કે અમુક અંશે પ્રેરક અને સંવિધાયક બળ બની રહે છે.
પણ, વિદ્વાનોનો બીજો એક વર્ગ, આની સામે, ‘મૂલ્યાંકન’ – પ્રવૃત્તિની અશક્યતા જુએ છે, કે તેની વિફલતાનો નિર્દેશ કરે છે. આજના સમાજમાં અપાર વિચારસરણીઓ, જ્ઞાનવિજ્ઞાનના વાદો, અને સંસ્કારિતાના ખ્યાલોનો સંચય થવા પામ્યો છે ત્યારે, અને સતત નવાનવા વિચારો જન્મતા રહે છે ત્યારે, સાહિત્યની કોઈ કૃતિને અમુક સ્થાને સ્થાપવાનું અશક્ય નહિ તોય લગભગ અશક્ય છે : ખાસ તો, આજે વિચાર જગતમાં મોટી ઊથલપાથલો થઈ રહી છે અને વાસ્તવિકતા વિશેના પરંપરાગત ખ્યાલો જ હચમચી ઊઠયા છે ત્યારે, સાહિત્યકૃતિને સ્થિર ભૂમિકાએ સ્થાપીને જોવાનું જ મુશ્કેલ છે. એલન ટેઇટ જેવો વિદ્વાન આથી એમ કહે છે કે, આજની પરિસ્થિતિમાં ‘મૂલ્યાંકન’ – અને એ અર્થમાં ‘વિવેચન’ — શક્ય જ નથી. એલન ટેઈટની આ માન્યતા પણ ધ્યાન માગે તેવી છે. મૂલ્યાંકનની પ્રવૃત્તિનો, ખરેખર તો, ફેરવિચાર થવો જ જોઈએ. મૂલ્યાંકનના પ્રશ્નો વાસ્તવમાં તો વિવેચકના સાહિત્ય, સમાજ, અને વિશ્વજીવન જોડેના સંબંધના પ્રશ્નો બની રહે છે. અને, એમ જ હોય તો તો આપણી વિવેચનાએ પણ એ પ્રશ્નો ઉકેલવાને પ્રવૃત્ત થવું જોઈએ.
સાહિત્યસર્જનની પ્રક્રિયા ઠીક ઠીક અંશે અચેતનના સ્તરે ઢંકાયેલી રહે છે. ભાષાની જે કોઈ તરેહ બંધાય કે શૈલીનું જે એક સંવાદી એકાત્મક રૂપ રચાય, તે કંઈ નરી ભાષાકીય સંપ્રજ્ઞતાનું પરિણામ ન હોઈ શકે. શૈલી અને રૂપવિધાન ભાષાકીય સંપ્રજ્ઞતાથી અલગ એવી કોઈ ચૈતસિક સંચલના જોડે માર્મિક રીતે સંકળાય છે. એની પૂરી ઓળખ કે વ્યાખ્યા ભાષાથી નિરપેક્ષ રીતે ન થઈ શકે, પણ એની ચૈતસિક ગતિશીલતા વિના શૈલી અને રૂપના નિયામક તંત્રનો બીજો ખુલાસો મળવો મુશ્કેલ છે.
ચુસ્તમાં ચુસ્ત વાસ્તવવાદી લેખક પણ પોતાના કથાવિશ્વમાં સ્થૂળસૂક્ષ્મ બધી વિગતો મૂકી દેતો નથી. વાસ્તવિકતાની અમુક સપાટીએથી તે વિગતો પકડે છે. તેમાં વાસ્તવબોધના અમુક ચોક્કસ ખ્યાલ કે ચોક્કસ પરિપ્રેક્ષ્ય નિયામક બન્યા હોય છે. કૃતિમાં વ્યાખ્યા પામતો ‘અર્થ’ – ઉત્ક્રાન્ત થતો આવતો ‘અર્થ’ – તેને અમુક ચોક્કસ પોત અને બંધારણની ભૂમિકા રચી આપે છે.
અને રૂપનિર્માણમાં આવા કોઈ એક નિયામક તત્ત્વની અપેક્ષા રહે જ છે. રૂઢ પ્લૉટની રચનામાં તે લેખકને અભીષ્ટ ભાવના કે નૈતિક ખ્યાલ પણ નિયામક બની રહે છે. કથ્યસામગ્રીને જ્યાં અમુક આકૃતિ કે તરેહમાં જોવાની વૃત્તિ શરૂ થઈ, ત્યાંથી પ્રમાતાના ચોક્કસ દૃષ્ટિકોણની ભૂમિકા રચાવા લાગે છે. અનંત પ્રવાહ (flux) રૂપે વહેતી વિગતોને તરેહમાં બાંધવાના પ્રયત્ન સાથે , જાણે કે, એક સ્થિર આકારમાં યોજવી પડે છે. ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં રચાતી લોહકણોની ભાતની જેમ એમાં એક કેન્દ્રીય બળની અપેક્ષા રહે છે. આ કેન્દ્રીય બળ તે કોઈ રૂઢ વિચાર કે વિચારસરણી નહિ, પણ સર્જકની વિશિષ્ટ સંકલ્પના હોવાનો વધુ સંભવ છે.
નવલકથાની કાચી સામગ્રીરૂપ કથાવૃત્તાંત, અને તેમાંથી સિદ્ધ થયેલી વ્યંજનાસભર આકૃતિ, એ બે વચ્ચેનો ભેદ તે ટેક્‌નિક, એમ શૉરર કહે છે, આ ટેક્‌નિક તે કથ્યવૃત્તાંતથી અલગ નિરપેક્ષ રૂપે તૈયાર થયેલું કોઈ ઓજાર નથી, કે નથી એ કોઈ નિશ્ચિત રચનાપ્રણાલિ. શૉરર તો દરેક વિશિષ્ટ સામગ્રીને અનુરૂપ વિશિષ્ટ ટેક્‌નિકની અનિવાર્યતા બતાવે છે : “Technique alone objectifies the materials of art; hence technique alone evaluates those materials.” અર્થાત્‌, લેખકની અંગત અનુભૂતિમાં પડેલી અને વૈયક્તિક વલણોથી સીમિત સામગ્રીને સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વ રૂપે પ્રતિષ્ઠિત કરવાનો રચનાત્મક ઉપક્રમ એમાં અભિપ્રેત છે. જે કંઈ સામગ્રી છે, તેમાં વ્યંજનાના વિસ્તારની જે કોઈ શક્યતાઓ પડી હોય તેને તાગવાની આ વાત છે.
ટેક્‌નિકનો આ ખ્યાલ નવલકથાની સંકુલ સૃષ્ટિને એનાં બધાં સ્તરોએ એકીસાથે સ્પર્શે છે. મુખ્ય-ગૌણ પ્રસંગોની સમુચિત ગોઠવણી એ ટેકનિકનો ભાગ ખરો, પણ એટલામાં ટેક્‌નિક સમાઈ જતી નથી. એ જ રીતે, વસ્તુકથન લેખક સીધેસીધું કરે કે પાત્રની આત્મકથા રૂપે રજૂ કરે એ જાતનો પરિપ્રેક્ષ્ય પણ ટેક્‌નિકનો ભાગ ખરો, પણ એટલામાં ટેક્‌નિક સમાઈ જતી નથી. ટેક્‌નિક, ખરેખર તો, પાત્રોની સંવેદનાઓ, અર્થો અને મૂલ્યબોધના પ્રદેશ સુધી ઊતરે છે. જે કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ વચ્ચે પાત્ર ક્રિયા-પ્રતિ-ક્રિયા પાડે છે કે લાગણી વ્યક્ત કરે છે, તેના મૂલ્યબોધનો સર્જક સામે પ્રશ્ન ઊભો થાય છે. બીજી રીતે કહીએ તો, સર્જનાત્મક ભાષાના વિનિયોગ અને શૈલીના પોતનો પ્રશ્ન પણ ટેક્‌નિકમાં સમાઈ જાય છે. સર્જક પોતાની કથ્ય વસ્તુના વિકાસ અર્થે જે જાતની સ્ટ્રેટેજી વિચારે છે, તે સર્વ ટેક્‌નિક છે. મૂળ મુદ્દો કથ્ય વૃત્તાંતમાં, વ્યંજનાને ઘનીભૂત રૂપમાં રજૂ થઈ શકે, તેવી સર્વ આંતરક્ષમતા તાગી જોવાનો છે. પ્રસંગકથન નર્યું સપાટ વર્ણન બની ન રહે, પણ એક પ્રતીકાત્મક સંદર્ભ સિદ્ધ કરે, એ ઉપક્રમ એમાં અભિપ્રેત છે.
આ આખી પરિસ્થિતિને બીજી બાજુથી જોઈએ તો, પ્રશ્ન માનવવ્યક્તિ અને તેના આસપાસના વિશ્વ જોડેના આંતરસંબંધોની ઓળખનો છે, તેની વ્યાખ્યાનો છે. ડી. એચ. લોરેન્સ કહે છે : “The novel is the highest example of subtle interrelatedness that man has discovered. Everything is true in its own time, place, circumstance, and untrue out of its own place, time, circumstance. If you try to nail anything down in the novel, either it kills the novel or the novel gets up and walks away with the nail.” કોઈ પણ કૃતિ ત્યારે જ સાચુકલી લાગે, જ્યારે એમાં દરેક પાત્રની ક્રિયા-પ્રતિક્રિયા સતત પ્રમાણભૂત લાગે. અને એ માટે દરેક વિશિષ્ટ સ્થળકાળ વચ્ચે એના આઘાત-પ્રત્યાઘાતો પૂરી સૂક્ષ્મતાથી, સંકુલ રૂપમાં અને એની સર્વ ambivalences સાથે રજૂ કરવા જોઈએ. નવલકથાની સૃષ્ટિમાં પાત્ર (કે પાત્રો) જે કંઈ ‘ક્રિયા’ કરે, તેનું મૂર્ત પરિણામ આવે કે ન આવે, અન્ય પાત્રો અને પદાર્થજગત જોડેના તેના સંબંધો સતત કંપતા રહે છે, કંપતા રહેવા જોઈએ. માનવી માનવી વચ્ચે, માનવી અને પ્રકૃતિ વચ્ચે કે માનવી અને ઈતર સત્તા વચ્ચે, આમ જુઓ તો, સતત ક્રિયા-પ્રતિક્રિયાઓ ચાલતી જ રહે છે. સંબંધોના ઉઘાડ અને વિસ્તારમાં જ પાત્રને ‘અર્થ’ અને ‘મૂલ્ય’ ઉપલબ્ધ થાય.
એટલે જ, નવલકથાકારે પોતે રચેલાં પાત્રો સાથે કામ પાડવાનું સહેલું નથી. મુખ્ય-ગૌણ દરેક પાત્રની વિશિષ્ટ ભૂમિકા તેણે નિભાવવાની રહે જ છે. અને જ્યાં તે પોતાની ઇચ્છાને વશ થઈ પાત્રના જીવનને અમુક દિશામાં વાળવા ચાહે કે તેના વાણીવર્તનને ચાહીને મરોડ અર્પે કે પૂર્વબોધિત વિભાવનાના ચોકઠામાં તેના વ્યક્તિત્વને ઢાળી દે, ત્યારે ત્યાં કળાને હાનિ જ થાય છે. કળાની સૃષ્ટિમાં તે સર્વજ્ઞાતા અને સર્વસ્રષ્ટા હોવા છતાં પોતાની સંડોવણી જરીકે વરતાવા ન દે, એમાં જ તેનું મોટું કૌશલ રહ્યું છે. પાત્રના ચરિત્ર-વિકાસનો આ એક અત્યંત અગત્યનો પ્રશ્ન છે. દરેક અપૂર્વ પરિસ્થિતિ પાત્રના સત્ત્વને તાવી રહે છે ત્યારે, તે જે કંઈ ‘સ્વતંત્ર રીતે’ વિચારે, અનુભવે કે ક્રિયા કરે, તેનું મૂલ્ય છે. દરેક પરિસ્થિતિમાં તે ‘આંતરિક સ્રોત’નો કેટલો ઊંડો તાગ મેળવે છે, કેટલું સ્વાતંત્ર્ય તે પોતાની ક્રિયામાં અનુભવે છે અને કેટલો અવકાશ તે પોતાના વ્યવહાર અર્થે પામે છે, તે જ ખરો મુદ્દો છે.
બીજી રીતે કહીએ તો, સર્જક પોતે રચેલાં (કે રચાતાં આવતાં) પાત્રોને કેટલું અંતર પાડીને જુએ છે, તેનાં કાર્યો તેના વ્યવહાર અને વર્તનને કેવી રીતે ઘટાવી આપે છે, બલકે પોતાનાં પાત્રો પ્રત્યે કેવું વલણ ધારણ કરે છે, તે પણ રચનારીતિનો એક મહત્ત્વનો મુદ્દો બની રહે છે. આજે અનેક નવલકથાઓમાં મુખ્ય પાત્ર લેખકના જ second self જેવું જણાશે. એવા સંયોગોમાં અંગત સંવેદનને વસ્તુલક્ષી ઘટના સુધી પહોંચાડવાનું સરળ નથી. આવા પાત્રમાં અલગ વ્યક્તિત્વ રચાવા પામે, અને એ પાત્રને એનાં પોતીકાં સંવેદનો, નિસ્બતો અને મૂલ્યબોધો, સંભવે તે રીતે તેનું પૂરું જતન થાય, એ જરૂરી છે. જ્યાં લેખકને ઇષ્ટ એવાં વૃત્તિ-વલણો પાત્રમાં ભળવા માંડે છે, કે પાત્ર લેખકની ભાવનાઓ કે વિચારણાઓનું નર્યું વાહન બની રહે છે, ત્યાં પાત્રસૃષ્ટિને હાનિ પહોંચે જ છે. વિષમતાઓ અને આંતરવિરોધોનો સામનો કરવાની જે ક્ષણ પાત્ર સામે આવે છે, ત્યાં પાત્રનું પોતાપણું સિદ્ધ થાય છે. એવે પ્રસંગે લેખક પોતે સૂચવેલા સરળ ઉકેલને માર્ગે પાત્રને દોરી જાય ત્યારે કળા રૂંધાવા પામે છે.
આપણા સમયમાં માનવીનો self જાણે કે વિઘટન પામી રહ્યો છે. અસ્તિત્વના પાયામાં કોઈ દૃઢ નિશ્ચિત ‘સત્ત્વ’ જેવું ઉપલબ્ધ થતું નથી. સામાજિક વ્યક્તિત્વના મૂળમાં રહેલા egoની ભૂમિકા હચમચી ઊઠી છે. કેવળ સંવિતના પ્રત્યક્ષીકરણ દ્વારા જે આત્મબોધ સંભવે છે, તે જ એકમાત્ર શ્રદ્ધેય ભૂમિકા બચી છે, એમ પણ કેટલાક ચિંતકોને લાગ્યું છે. આવી પરિસ્થિતિમાં અલગ અને દૃઢ બાંધાના વ્યક્તિત્વવાળાં પાત્રો રચવાનું મુશ્કેલ બની રહ્યું છે. એટલે, સર્જકની સંવેદનશીલતાનો જ એક ખંડ લઈને અવતરતા પાત્રને આશ્રયે સર્જક જે સૃષ્ટિ નિર્માણ કરે, તેને સર્જકતાના એક ચોક્કસ સ્તરે નિભાવવાનું મુશ્કેલ બની રહે છે. દેખીતું છે કે, આ પ્રકારની સૃષ્ટિમાં સર્જકની સર્જકચેતનાનાં ગૂઢાતિગૂઢ સંચલનો જ મુખ્ય સામગ્રી બની રહે છે. માનવઅસ્તિત્વોના ગહનતમ ખંડને તાગવા આ પ્રયુક્તિ વધુ કારગત નીવડી શકે છે. આત્મકથા કહેનાર પાત્ર પોતાના અનુભવની કથા કહેતું હોવાથી એ વધુ સચ્ચાઈભરી લાગવા સંભવ છે.
‘ચેતનપ્રવાહ’, ‘આંતરિક એકોક્તિ’ કે ‘સ્વવિશ્લેષણ’ જેવી રચનારીતિઓ તો નવલકથાનિર્માણની વિશિષ્ટ રીતિઓ છે. એ રીતિઓનું પોતાનું વિશેષ મૂલ્ય ન હોય. જે તે કૃતિમાં વિશિષ્ટ રહસ્યને ઉપસાવવામાં એ કેટલી સમર્થ રીતે વિનિયોજાઈ છે તે જ મહત્ત્વનું છે.
ફ્લૉબેરે ઈ. સ. ૧૮૫૨માં લૂઈ કૉલેટને લખેલા એક અંગત પત્રમાં પોતાનો નવલકથા વિશેનો આદર્શ સ્પષ્ટ કરતાં લખ્યું હતું : “What strikes me as beautiful, what I should like to do, is a book about nothing, a book without external attachments, which would hold together by itself through the internal force of its style....a book which would have practically no subject or at least one in which the subject would be almost invisible, if that is possible.” શૈલી દ્વારા, રૂપનિર્માણ દ્વારા, ‘વિષયવસ્તુ’નું ‘નિગરણ કરવાની આ વાત છે. આવા ‘નિગરણવ્યાપાર’માં નવલકથાની કળા રહી છે. પરિચિત વાસ્તવિકતામાંથી નવલકથાકાર પોતાની સામગ્રી લે છે એ ખરું, પણ તેની કળા, પોતાની કૃતિની પરિચિત વાસ્તવિકતાના સંદર્ભથી અલગ અને સ્વતંત્ર વિશ્વ તરીકે, સ્થાપના કરવામાં રહી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>