13
edits
Khushimistry (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 23: | Line 23: | ||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના | પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, સ્ત્રીઓના તીણા સ્વર સાથે, શહેરની એકાંત રાત્રિમાં, ડોસાને મદદગાર હોય તેમ, સાથે ને સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતુ. લોકો મીઠી નિદ્રામાં ઘેરાતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ને વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી, કાતિલ હથિયારની માફક, પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગુડગુ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમેધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. | ||
સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી | સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો, ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ, પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, ને તેની બંધ બારી તથા બારણાંમાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. | ||
ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : ‘પોસ્ટ ઑફિસ’. | |||
ડોસો ઑફિસની બહાર પડથાળ પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ઘુસપુસ’ થતી હતી. | |||
ડોસો | ‘પોલીસ સુપરિન્ટેન્ડન્ટ!’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં. | ||
અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલીબોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. | |||
કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાન સાહેબ, લાયબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો. | |||
એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : | એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમીન અલી ડોસા!’ | ||
વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો | વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો : શ્રદ્ધાથી આકાશ સામે જોયું : આગળ વધ્યો ને બારણા પર હાથ મુક્યો. | ||
‘ગોકળભાઈ!’ | ‘ગોકળભાઈ!’ | ||
| Line 45: | Line 45: | ||
‘કોણ?’ | ‘કોણ?’ | ||
‘કોચમીન અલી ડોસાનો કાગળ કીધો ના ?... હું આવ્યો છું'! | |||
જવાબમાં નિષ્ઠુર મજાકભરેલું હાસ્ય આવ્યું. | |||
‘સાહેબ! આ એક ગાંડો ડોસો છે. એ હમેશાં પોતાનો કાગળ લેવા પોસ્ટ ઑફિસે ધક્કો ખાય છે.’ | |||
કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર પાછો બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો એને અભ્યાસ હતો. | |||
આસપાસના | અલી મુળ હોશિયાર શિકારી હતો. પછી ધીમેધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હમેશાં જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધુળની સાથે ધુળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દૃષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડયું હોય! એની તીક્ષ્ણ દૃષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સુકા ભુરા પીળા ‘કાગડા’ના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભુરા પીળા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતાં આગળ વધી જતા ને સસલું બચી જતું; પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દૃષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી : ને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો. | ||
પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી | પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી; અને જેને માટે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતા નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. આ એનો — શિકારનો આનંદ હતો. | ||
શિકારનો રસ એની નસનસમાં ઉતરી ગયો હતો; પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જીંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભુલી સ્થિર દૃષ્ટિથી અનાજનાં ભરચક્ક લીલાં ખેતર જોઈ રહેતો! એને જીંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે.પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હમેશાં સવારમાં ચાર બજ્યે ઉઠીને એ પોસ્ટ ઑફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહિ; પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હમેશાં સૌથી પહેલો પોસ્ટ ઑફિસે આવી બેસતો. | |||
પોસ્ટ ઑફિસ — કદાચ જગતમાં સૌથી રસહીન મકાન — એનું ધર્મક્ષેત્ર-તીર્થસ્થાન બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખુણે તે હમેશાં બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા : ને ક્યારેક મજાકમાં એનું નામ લઈ, એને એ જગ્યા પરથી પોસ્ટ ઑફિસના બારણા સુધી, કાગળ ન હોય છતાં, ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા ને અનંત ધૈર્ય હોય તેમ એ હમેશાં આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો. | |||
અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસોના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે. એટલે આખા શહેરના દરેકેદરેક ઑફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો ! | |||
કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવાં બૂટ : એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં, સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજ સ્કુલમાસ્તર,' આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે! | |||
અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહિ. | |||
‘પોલીસ કમિશનર!’ કારકુને બૂમ પાડી ને એક થનથનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો. | |||
‘સુપરિન્ટેન્ડન્ટ.’ | |||
બીજો એક પટાવાળો આગળ આવ્યો;—અને આમ ને આમ એ સહસ્રનામાવલિ વિષ્ણુભક્તની જેમ કારકુન હમેશાં પઢી જતો. | |||
અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠયો. પોસ્ટ ઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો! અરે! સૈકાઓ પહેલાંનો ગામડિયો! | |||
‘આ માણસ ગાંડો છે?’ પોસ્ટ માસ્તરે પૂછયું. | |||
‘હા,-કોણ? અલી ના ? હા સાહેબ; પાંચ વરસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે! એનો કાગળ ભાગ્યે જ હોય છે!’ કારકુને જવાબ આપ્યો. | |||
‘કોણ નવરું બેઠું છે? હમેશ તે કાગળ ક્યાંથી હોય?’ | |||
‘અરે! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે ! તે પહેલાં બહુ પાપ કરતો. એમાં કોઈક સ્થાનકમાં દોષ કર્યો! ભાઈ, કર્યાં ભોગવવાં છે!’ પોસ્ટમેને ટેકો આપ્યો. | |||
‘અરે! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે! તે પહેલાં બહુ પાપ કરતો | |||
‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’ | ‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’ | ||
‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો | ‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો, તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો : બસ, બીજું કાંઈ નહિ. એક ગાંડાને હમેશાં નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી!’ | ||
‘અરે, એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે! બીજો એક કવિતા ગાયા કરતો! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો | ‘અરે, એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે! બીજો એક કવિતા ગાયા કરતો! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો, ને પછી કોઈક મારે છે એમ જાણી રોયા કરતો!’ | ||
આજે | આજે પોસ્ટ ઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બેચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવ જેમ પેસી ગઈ છે. પોસ્ટ માસ્તર છેવટે ઉઠયા ને જતાંજતાં કહ્યું : | ||
‘સાળું, ગાંડાની પણ દુનિયા લાગે છે ! ગાંડા આપણને ગાંડા માનતા હશે;- અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે!’ | |||
છેલ્લો શબ્દ બોલતાં પોસ્ટ માસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળ્યે જરા ગાંડાઘેલાં જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્તરે પણ છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાંહસતાં એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઑફિસ હતી તેવી શાંત બની રહી. | |||
એક | એક વખત અલી બેત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટ ઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દૃષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો, એવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો. પણ તે દિવસે એ હાંફતો હતો, ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં. | ||
આજે તો અલીએ અધીરા બનીને | આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્તરને પૂછ્યું, ‘માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે?’ | ||
પોસ્ટ માસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા, ને તેનું મગજ આ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું. | |||
‘ભાઈ, તમે કેવા છો?’ | ‘ભાઈ, તમે કેવા છો?’ | ||
| Line 111: | Line 105: | ||
‘મારું નામ અલી!’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો. | ‘મારું નામ અલી!’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો. | ||
‘હા | ‘હા; પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે?’ | ||
‘નોંધી રાખોને | ‘નોંધી રાખોને ભાઈ; વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે!’ પોણી જીંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે ! | ||
પોસ્ટ માસ્તર તપી ગયા. ‘ગાંડો છે કે શું? જા જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય!’ પોસ્ટ માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા, ને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટ ઑફિસ તરફ જોઈ લીધું! આજે એની આંખમાં અનાથતાનાં આંસુની છાલક હતી : અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો! અરે! હવે મરિયમને કાગળ ક્યાંથી પહોંચે? | |||
નીકળતાં નીકળતાં એક વખત ફરીને | |||
એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો : ‘ભાઈ!’ | એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો : ‘ભાઈ!’ | ||
કારકુન ચમક્યો | કારકુન ચમક્યો. પણ તે સારો હતો. | ||
‘કેમ?’ | ‘કેમ?’ | ||
‘જુઓ | ‘જુઓ; આ મારી પાસે છે.’ એમ કહી પોતાની પાસે એક જૂની પતરાની ડાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. કારકુન ભડક્યો. | ||
‘ભડકો નહિ. તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો?’ | |||
‘શું?’ | ‘શું?’ | ||
| Line 139: | Line 127: | ||
‘આકાશ.’ | ‘આકાશ.’ | ||
‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો.’ | ‘ઉપર અલ્લા છે. તેની સાક્ષીમાં તમને આ પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો.’ | ||
કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો : | કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો : ‘ક્યાં ? ક્યાં પહોંચાડવો?’ | ||
‘મારી કબર ઉપર!’ | ‘મારી કબર ઉપર!’ | ||
| Line 147: | Line 135: | ||
‘હેં?’ | ‘હેં?’ | ||
‘સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે! અરેરે છેલ્લો! મરિયમ ન મળી — કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી | ‘સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે!-અરેરે છેલ્લો! મરિયમ ન મળી — કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છુટો પડી ચાલ્યો ગયો. તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડયું હતું ! | ||
<center>*</center> | <center>*</center> | ||
પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ | પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ. અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહિ. એક દિવસ પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂરદેશાવર માંદી હતી, ને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. | ||
ટપાલ આવી ને | ટપાલ આવી ને કાગળોનો થોકડો પડયો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ એક કવર ઉચકી લીધું. પણ એના પર સરનામું હતું : ‘કોચમીન અલી ડોસા!’ | ||
વીજળીનો આંચકો | વીજળીનો આંચકો આવ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું! દિલગીરી અને ચિંતાની થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પેલા ડોસાનું કવર; — અને કદાચ એની દીકરી મરિયમનું. | ||
‘લક્ષ્મીદાસ!’ એમણે એકદમ બૂમ પાડી. | ‘લક્ષ્મીદાસ!’ એમણે એકદમ બૂમ પાડી. | ||
| Line 162: | Line 150: | ||
‘કેમ સાહેબ?’ | ‘કેમ સાહેબ?’ | ||
‘આ તમારા | ‘આ તમારા કોચમીન અલી ડોસા !… આજે હવે ક્યાં છે એ?’ | ||
‘તપાસ કરશું.’ | ‘તપાસ કરશું.’ | ||
તે દિવસે | તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વીતાવી, બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઇચ્છા હતી. | ||
વૃદ્ધ ડોસાની સ્થિતિ | વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલવહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડયો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા; પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્તર ઉઠયા. પિતાનું હૃદય પિતાના હૃદયને પિછાને તેમ આજે તે દોડયા : બારણું ખોલ્યું. | ||
‘આવો અલીભાઈ! આ તમારો કાગળ!’ બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી | ‘આવો અલીભાઈ! આ તમારો કાગળ!’ બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગએલો ઉભો હતો છેલ્લાં આંસુની ધાર હજી એના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીછી ફરેલી હતી. | ||
તેણે | તેણે પોસ્ટ માસ્તર સામે જોયું ને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું! | ||
‘કોણ સાહેબ? અલી ડોસા…!’ લક્ષ્મીદાસ એક બાજુ સરીને | ‘કોણ સાહેબ? અલી ડોસા…!’ લક્ષ્મીદાસ એક બાજુ તરફથી સરીને બારણા પાસે આવ્યો. | ||
પોસ્ટ માસ્તરે તે તરફ લક્ષ ન આપતાં બારણા તરફ જ જોયા કર્યું. પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ! બારણામાં કોઈ જ હતું નહિ એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા. | |||
‘હા, અલી ડોસા ! કોણ? તમે છો ના?’ | |||
‘જી, અલી ડોસો મરી ગએલ છે ! પણ એનો કાગળ લાવો મારી પાસે!’ | |||
‘હેં? કે દિ'? સાચું-લક્ષ્મીદાસ?’ | |||
‘જી હા, એને તો ત્રણેક મહિના થઈ ગયા!’ સામેથી એક પોસ્ટમેન આવતો હતો તેણે બીજો અરધો જવાબ વાળ્યો. | |||
પોસ્ટ માસ્તર દિઙમૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ બારણામાં પડયો હતો! અલીની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, છેલ્લે અલી કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડાં થયાં! એમનું મન ભ્રમમાં પડયું : મેં અલીને જોયો, કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો? | |||
અલીની મૂર્તિ | |||
<center>*</center> | <center>*</center> | ||
પાછી રોજનીશી ચાલી : | પાછી રોજનીશી ચાલી : ‘પોલીસકમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાયબ્રેરીઅન’- કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો. | ||
પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ | પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે! કવર એટલે એક આનો ને પોસ્ટ કાર્ડ એટલે બે પૈસા એ દૃષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઉંડા ઉતરે છે. | ||
મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય. | મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય. | ||
<center>*</center> | <center>*</center> | ||
તે સાંજે લક્ષ્મીદાસ ને | તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. | ||
મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મુકી પોસ્ટ માસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા. | |||
મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ | |||
‘લક્ષ્મીદાસ! આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કાં?’ | ‘લક્ષ્મીદાસ! આજે સવારે તમે જ સૌથી વહેલા આવ્યા કાં?’ | ||
| Line 208: | Line 191: | ||
‘જી. હા.’ | ‘જી. હા.’ | ||
‘ અને તમે કીધું અલી ડોસા…’ | |||
‘જી હા.’ | ‘જી હા.’ | ||
‘પણ — ત્યારે…ત્યારે | ‘પણ — ત્યારે…ત્યારે સમજાયું નહિ કે…’ | ||
‘શું?’ | ‘શું?’ | ||
‘હા ઠીક.. કાંઈ નહિ!’ પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઑફિસનું આંગણું આવતાં પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું, ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાત્તાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસે કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits