36,820
edits
No edit summary |
|||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર વહેણો|સુસ્મિતા મ્હેડ}} | |||
સુસ્મિતા મ્હેડ | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ડ્રાયડને કલા માટે જે કહ્યું છે કે, “Art is a dynamic not a static force” એ સાહિત્યને માટે પણ સાચું જ છે. સાહિત્ય એ ચલનશીલ-પરિવર્તનશીલ બળ છે એટલું જ નહીં એ કોઈપણ પ્રજાના બૌધિક જીવનનો અર્ક પણ છે, (‘literature is the comprehensive essence of the intellectual life of a nation.' Frederick Schlegel) | ડ્રાયડને કલા માટે જે કહ્યું છે કે, “Art is a dynamic not a static force” એ સાહિત્યને માટે પણ સાચું જ છે. સાહિત્ય એ ચલનશીલ-પરિવર્તનશીલ બળ છે એટલું જ નહીં એ કોઈપણ પ્રજાના બૌધિક જીવનનો અર્ક પણ છે, (‘literature is the comprehensive essence of the intellectual life of a nation.' Frederick Schlegel) | ||
કોઈ પણ પ્રજાનું સાહિત્ય જોઈશું તો તેમાં સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક પરિબળોની અસર દેખાશે; પરંતુ ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એની ઉપર સામાજિક-રાજકીય પરિબળોની ઘેરી અસર છે, એમ લાગ્યા વિના રહેશે નહીં. અરે ગુજરાતી ભાષાસાહિત્યની ઉત્ક્રાન્તિ અને વિકાસ જ રાજકીય પરિબળોને કારણે શકય બન્યાં હતાં. લગભગ હજારેક વર્ષ પહેલાં અહીં મુસલમાન સામ્રાજ્ય ન સ્થાપાયું હોત અને સાહિત્યકારોને રાજ્યાશ્રય છોડી લોકાશ્રય સ્વીકારવો ન પડ્યો હોત તો આપણા સાહિત્યકારોએ નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો કે શામળ બનવાને બદલે આચાર્ય હેમચંદ્ર કે નાટ્યકાર રામચંદ્ર કે ગુણાઢ્ય બનવાનું પસંદ કર્યું હોત. આમ ગુજરાતી સાહિત્યની તો ઉત્પત્તિ અને વિકાસ જ આ પરિબળોને આભારી છે. લગભગ પાંચસો છસો વર્ષ સુધી પરદેશી સંસ્કૃતિ અને ધર્મના આક્રમણ સામે કૂર્મવત્ જીવનસંકેલીને એણે ધર્મની ઢાલ ધરી હિંદુધર્મના આત્માને તથા સંસ્કૃતિને ટકાવી રાખવાનો મરણિયો પ્રયાસ કર્યો. ત્યાં જ પશ્ચિમની પ્રજાનો સંપર્ક શરૂ થયો. પશ્ચિમની હવાએ આપણી જીવનહવેલીનાં સૈકાભીડ્યાં દ્વાર હચમચાવી એમાં પ્રવેશી ખળભળાટ મચાવી મૂક્યો. ખ્રિસ્તી પાદરીઓએ શરૂ કરેલા આધુનિક અંગ્રેજી શિક્ષણથી, પશ્ચિમની જીવનરીતિની જાણકારીથી, નવાં નવાં શરૂ થયેલાં છાપખાનાંઓથી, નવા યંત્રબળોથી આપણી પ્રજા ચકિત બની. આપણાં જીવનમાં કોઈ જબ્બર સુધારાની તેણે જરૂર જોઈ અને ૧૮૫૦થી નર્મદની નેતાગીરી નીચે જીવન અને સાહિત્યે સુધારા તરફ ડગ માંડ્યાં. સુધારાની આ ઝુંબેશ નીચે વિચારપરત્વે સામાજિકક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે પરિવર્તન આવ્યું. સામાજિક રીતરિવાજોમાં સુધારણા કરવાની તમન્ના જાગી, તેવી જ રીતે રૂઢ અને જડ થઈ ગયેલા ધાર્મિક કર્મકાંડની જગાએ થિયોસૉફી, આર્યસમાજ, પ્રાર્થનાસમાજની નવી ધાર્મિક વિચારસરણી પ્રચલિત બનવા લાગી. આ સંઘર્ષના અને તાર્કિક વિચારણા માગી લેતા જીવનમાંથી સાહિત્યના ક્ષેત્ર ગદ્યનો વિકાસ થયો. આજસુધી આપણું સાહિત્ય માત્ર પદ્યાત્મક જ હતું અને તેનો પ્રધાન સૂર ધર્મ હતો તેને બદલે તે વધારે જીવનાભિમુખ બન્યું. વાસ્તવિક જીવનનું નિરૂપણ કરવા વધારે તત્પર બન્યું. છાપવાની સવલતે એને વેગ આપ્યો. અંગ્રેજી ભાષાના શિક્ષણે એની સામે અંગ્રેજી સાહિત્યસ્વરૂપો અને શેક્સપિયર, મિલ્ટન, શેલી, કિટ્સ, બાયરન, વર્ડ્ઝવથ, ટેનીસન જેવાની એક તિલેસ્માતી દુનિયા ખડી કરી. | કોઈ પણ પ્રજાનું સાહિત્ય જોઈશું તો તેમાં સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક પરિબળોની અસર દેખાશે; પરંતુ ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એની ઉપર સામાજિક-રાજકીય પરિબળોની ઘેરી અસર છે, એમ લાગ્યા વિના રહેશે નહીં. અરે ગુજરાતી ભાષાસાહિત્યની ઉત્ક્રાન્તિ અને વિકાસ જ રાજકીય પરિબળોને કારણે શકય બન્યાં હતાં. લગભગ હજારેક વર્ષ પહેલાં અહીં મુસલમાન સામ્રાજ્ય ન સ્થાપાયું હોત અને સાહિત્યકારોને રાજ્યાશ્રય છોડી લોકાશ્રય સ્વીકારવો ન પડ્યો હોત તો આપણા સાહિત્યકારોએ નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો કે શામળ બનવાને બદલે આચાર્ય હેમચંદ્ર કે નાટ્યકાર રામચંદ્ર કે ગુણાઢ્ય બનવાનું પસંદ કર્યું હોત. આમ ગુજરાતી સાહિત્યની તો ઉત્પત્તિ અને વિકાસ જ આ પરિબળોને આભારી છે. લગભગ પાંચસો છસો વર્ષ સુધી પરદેશી સંસ્કૃતિ અને ધર્મના આક્રમણ સામે કૂર્મવત્ જીવનસંકેલીને એણે ધર્મની ઢાલ ધરી હિંદુધર્મના આત્માને તથા સંસ્કૃતિને ટકાવી રાખવાનો મરણિયો પ્રયાસ કર્યો. ત્યાં જ પશ્ચિમની પ્રજાનો સંપર્ક શરૂ થયો. પશ્ચિમની હવાએ આપણી જીવનહવેલીનાં સૈકાભીડ્યાં દ્વાર હચમચાવી એમાં પ્રવેશી ખળભળાટ મચાવી મૂક્યો. ખ્રિસ્તી પાદરીઓએ શરૂ કરેલા આધુનિક અંગ્રેજી શિક્ષણથી, પશ્ચિમની જીવનરીતિની જાણકારીથી, નવાં નવાં શરૂ થયેલાં છાપખાનાંઓથી, નવા યંત્રબળોથી આપણી પ્રજા ચકિત બની. આપણાં જીવનમાં કોઈ જબ્બર સુધારાની તેણે જરૂર જોઈ અને ૧૮૫૦થી નર્મદની નેતાગીરી નીચે જીવન અને સાહિત્યે સુધારા તરફ ડગ માંડ્યાં. સુધારાની આ ઝુંબેશ નીચે વિચારપરત્વે સામાજિકક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે પરિવર્તન આવ્યું. સામાજિક રીતરિવાજોમાં સુધારણા કરવાની તમન્ના જાગી, તેવી જ રીતે રૂઢ અને જડ થઈ ગયેલા ધાર્મિક કર્મકાંડની જગાએ થિયોસૉફી, આર્યસમાજ, પ્રાર્થનાસમાજની નવી ધાર્મિક વિચારસરણી પ્રચલિત બનવા લાગી. આ સંઘર્ષના અને તાર્કિક વિચારણા માગી લેતા જીવનમાંથી સાહિત્યના ક્ષેત્ર ગદ્યનો વિકાસ થયો. આજસુધી આપણું સાહિત્ય માત્ર પદ્યાત્મક જ હતું અને તેનો પ્રધાન સૂર ધર્મ હતો તેને બદલે તે વધારે જીવનાભિમુખ બન્યું. વાસ્તવિક જીવનનું નિરૂપણ કરવા વધારે તત્પર બન્યું. છાપવાની સવલતે એને વેગ આપ્યો. અંગ્રેજી ભાષાના શિક્ષણે એની સામે અંગ્રેજી સાહિત્યસ્વરૂપો અને શેક્સપિયર, મિલ્ટન, શેલી, કિટ્સ, બાયરન, વર્ડ્ઝવથ, ટેનીસન જેવાની એક તિલેસ્માતી દુનિયા ખડી કરી. | ||