36,734
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|માના એ અભાન રૂપને સલામ}} | {{Heading|માના એ અભાન રૂપને સલામ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“આપણે એ વિશિષ્ટ વ્યક્તિ જેને મા કહેવામાં આવે છે એને શું કહીશું?... જે કંઈ કહીશું વધુ પડતું, ખોટું, અપૂરતું અને ગેરમાર્ગ દોરનારું પણ હશે....પણ જે કોઈ સમજે છે એ અર્થ વત્તા કે જવાબદારી અને ફરજનો આટલો રાક્ષસી બોજો, આખા સ્વર્ગ અને નરકનું આટલું ભારે વજન એક કમજોર, ભૂલ કરતી વ્યક્તિ ઉપર જેને સ્વયં પ્રેમ, સંભાળ, સમજ અને ક્ષમાની જરૂર છે—એવી જે આપણી મા છે એ ઉપર ન નાખી શકે.” આ વેધક શબ્દો વિખ્યાત યુરોપી મનોવિજ્ઞાની કાર્લ યુંગના છે. | |||
અને છતાં ‘માડી મને સાંભરે રે’ માંથી પસાર થતાં લાગ્યું કે આ લેખકોની કમજોર દેખાતી મા જાણે સમાજના તમામ અત્યાચારો અન્યાયો, સંસારની તમામ વિટંબણાઓ સામે કશી અપેક્ષા વિના પોતાનાં સંતાનોને રક્ષણ આપતી બાખડતી – પણ અડીખમ ઊભી છે. બાળક મોટું થઈને જગતમાં કેટલા આત્મવિશ્વાસપૂર્વક અને સ્વસ્થાપૂર્વક પ્રસંગોનો મુકાબલો કરી શકે છે એનો આધાર શિશુવયમાં માબાપની સાથે પ્રેમભર્યો–તાણ વગરનો રહ્યો તો એટલા પ્રમાણમાં એના ભાવિ જીવનમાં એ આવી પડતી પરિસ્થિતિઓનો મુકાબલો સ્વસ્થતાપૂર્વક અને તાણમુક્ત મનથી કરી શકશે. આ પુસ્તકના લેખકો વિકટ–અંધકારભરી પરિસ્થિતિમાંથી ઉપર આવી શક્યા છે; બધા જ કંઈ ને કંઈ શિક્ષણ પામી શક્યા છે, સર્જન તરફ પણ વળી શક્યા છે એ આ વાતની દ્યોતક છે. નવાઈની વાત તો એ છે કે કેટલા બધા કિસ્સામાં અભણ માએ જ પોતનું બાળક શિક્ષણ વગરનું ન રહે એવી ઝંખના કરી છે. અને એ રસ્તે એને વાળવનો પરિશ્રમ કર્યો છે. અભણ એવી આ મા જાણતી કે દલિતવર્ગ માટે કપરી અવસ્થામાંથી ઊંચે આવવાનો આ જ એક માર્ગ છે. પથિક પરમાર જણાવે છે કે મા દીકરાઓને ટકોર કર્યા કરે, ‘અલ્યા, રખડ્યા કરો મા. ભણો ભણો, નૈં તો દિ નૈ વળે ને ખાળિયા ખોદવાનો વારો આવસે.’ તો બબલદાસ ચાવડા લખે છે, "‘ભઈ, વૉંચવા ઊઠ; ટેંમ થઈ જ્યોં સઅ’ – સને ૧૯૩૭ થી ૧૯૪૪ સતત સાત વર્ષ સુધી મારી માણેકમાનો આ અવાજ પરોઢિયે ચાર વાગે સંભળાય જ." | અને છતાં ‘માડી મને સાંભરે રે’ માંથી પસાર થતાં લાગ્યું કે આ લેખકોની કમજોર દેખાતી મા જાણે સમાજના તમામ અત્યાચારો અન્યાયો, સંસારની તમામ વિટંબણાઓ સામે કશી અપેક્ષા વિના પોતાનાં સંતાનોને રક્ષણ આપતી બાખડતી – પણ અડીખમ ઊભી છે. બાળક મોટું થઈને જગતમાં કેટલા આત્મવિશ્વાસપૂર્વક અને સ્વસ્થાપૂર્વક પ્રસંગોનો મુકાબલો કરી શકે છે એનો આધાર શિશુવયમાં માબાપની સાથે પ્રેમભર્યો–તાણ વગરનો રહ્યો તો એટલા પ્રમાણમાં એના ભાવિ જીવનમાં એ આવી પડતી પરિસ્થિતિઓનો મુકાબલો સ્વસ્થતાપૂર્વક અને તાણમુક્ત મનથી કરી શકશે. આ પુસ્તકના લેખકો વિકટ–અંધકારભરી પરિસ્થિતિમાંથી ઉપર આવી શક્યા છે; બધા જ કંઈ ને કંઈ શિક્ષણ પામી શક્યા છે, સર્જન તરફ પણ વળી શક્યા છે એ આ વાતની દ્યોતક છે. નવાઈની વાત તો એ છે કે કેટલા બધા કિસ્સામાં અભણ માએ જ પોતનું બાળક શિક્ષણ વગરનું ન રહે એવી ઝંખના કરી છે. અને એ રસ્તે એને વાળવનો પરિશ્રમ કર્યો છે. અભણ એવી આ મા જાણતી કે દલિતવર્ગ માટે કપરી અવસ્થામાંથી ઊંચે આવવાનો આ જ એક માર્ગ છે. પથિક પરમાર જણાવે છે કે મા દીકરાઓને ટકોર કર્યા કરે, ‘અલ્યા, રખડ્યા કરો મા. ભણો ભણો, નૈં તો દિ નૈ વળે ને ખાળિયા ખોદવાનો વારો આવસે.’ તો બબલદાસ ચાવડા લખે છે, "‘ભઈ, વૉંચવા ઊઠ; ટેંમ થઈ જ્યોં સઅ’ – સને ૧૯૩૭ થી ૧૯૪૪ સતત સાત વર્ષ સુધી મારી માણેકમાનો આ અવાજ પરોઢિયે ચાર વાગે સંભળાય જ." | ||
આ માના ભાગે શું આવ્યું છે? અથાક પરિશ્રમ. પણ પરિશ્રમ કહેવા કરતાં તનતોડ વૈતરું કહેવું વધુ ઉચિત ઠરે. મધુકાન્ત કલ્પિતની મા કહે છે એ અહીં બધી જ માને વધતેઓછે અંશે કહેવાનું આવે. એ કહે, "ભૈ કૂકડો તો શું ઊઠે, એ પહેલાં મારે ઊઠવાનું ને સઘળા ઘરનું દૈણું દળવાનું, સાંજનું આથેલું દૂધ હોય એનું વલોણું કરવાનું. બાજરી, ચોખા અને દાળને છડવાનાં. ચોખા ખલાસ હોય તો ડાંગર છડવાની. દાળ ખલાસ હોય તો તુવર ભરડવાની, સાથે દિવેલમાં મોંવાની તો અલગ. તારા બાપાને નિત નવી દાળ ખાવાના ઓરતા, એટલે મગની દાળ સાથે અડદની દાળ પણ ભરડવાની અને તૈયાર રાખવાની. ભેંસો અને બળદ માટે ચૂલા ઉપર દાણ તૈયાર કરવાનું, એ તૈયાર થાય કે ઢોરોને મૂકવાનું. એ પતે કે ન પતે કે તરત ભેંસોને દોહવાની. પાછું હીરાને લઈને આમતેમ ફરવાનું. ઘરમાં બધાની ચા બનાવવાની, કપ–રકાબી ધોવાનાં. એ બધું પતે ન પતે ત્યાં બપોરની રસોઈમાં ખૂંપી જવાનું. ખાધું ન ખાધું કરીને તારા બાપુનું ભાથું લઈને ખેતરે જવાનું. રાતની મોંકાણ તો પાછી ઊભી ને ઊભી જ." | આ માના ભાગે શું આવ્યું છે? અથાક પરિશ્રમ. પણ પરિશ્રમ કહેવા કરતાં તનતોડ વૈતરું કહેવું વધુ ઉચિત ઠરે. મધુકાન્ત કલ્પિતની મા કહે છે એ અહીં બધી જ માને વધતેઓછે અંશે કહેવાનું આવે. એ કહે, "ભૈ કૂકડો તો શું ઊઠે, એ પહેલાં મારે ઊઠવાનું ને સઘળા ઘરનું દૈણું દળવાનું, સાંજનું આથેલું દૂધ હોય એનું વલોણું કરવાનું. બાજરી, ચોખા અને દાળને છડવાનાં. ચોખા ખલાસ હોય તો ડાંગર છડવાની. દાળ ખલાસ હોય તો તુવર ભરડવાની, સાથે દિવેલમાં મોંવાની તો અલગ. તારા બાપાને નિત નવી દાળ ખાવાના ઓરતા, એટલે મગની દાળ સાથે અડદની દાળ પણ ભરડવાની અને તૈયાર રાખવાની. ભેંસો અને બળદ માટે ચૂલા ઉપર દાણ તૈયાર કરવાનું, એ તૈયાર થાય કે ઢોરોને મૂકવાનું. એ પતે કે ન પતે કે તરત ભેંસોને દોહવાની. પાછું હીરાને લઈને આમતેમ ફરવાનું. ઘરમાં બધાની ચા બનાવવાની, કપ–રકાબી ધોવાનાં. એ બધું પતે ન પતે ત્યાં બપોરની રસોઈમાં ખૂંપી જવાનું. ખાધું ન ખાધું કરીને તારા બાપુનું ભાથું લઈને ખેતરે જવાનું. રાતની મોંકાણ તો પાછી ઊભી ને ઊભી જ." | ||