કાવ્યચર્ચા/દિલ્હી : સ્નૅપશૉટ્સ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 36: Line 36:
દિલ્હીથી નીકળવાને દિવસે જોવા મળેલ લલિતકલા અકાદમીએ આયોજિત કરેલ રાષ્ટ્રીય ચિત્રશિલ્પના પ્રદર્શનથી પ્રભાવિત થવાયું. આજની ભારતીય ચિત્રકલા અને શિલ્પકલા કઈ દિશામાં છે, તેનો અનુભવ થયો. ત્રણેક કલાક જાણે ભૂલી જવાયું કે દિલ્હી નામના નગરમાં છું. પછી જ્યારે ત્યાંથી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના પ્રાંગણમાં ગયો, તો જુદાં જ ‘તેવર’. હમણાંહમણાંથી હિન્દીમાં ‘તેવર’ શબ્દ બહુ વપરાય છે. ‘નયે તેવર’ વગેરે. તેવર એટલે તો ભવાં. પણ હિન્દીમાં વપરાય છે નવી દૃષ્ટિભંગી માટે. સ્કૂલના પ્રાંગણમાં છત્રછાત્રાઓ હડતાળ ઉપર ઊતરેલાં. અનેક સૂત્રોનાં પાટિયાં ચીતરેલાં : ‘તોડ દો જુલ્મી ઝંઝીર’ વગેરે. બધી વાત જાણવા મળી. ગુજરાતી વિદ્યાર્થિની રૂપલ પટેલ મળી. એણે કહ્યું કે અમારી હડતાળ સારું ભણવા માટે છે. અમારા અધ્યાપકો વર્ગ લેતા નથી. અભ્યાસ પૂરો કરાવતા નથી. આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે, પણ અંગ્રેજીમાં ભણાવવાને લીધે ઘણા નાટકકથામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ન્યાય થતો નથી. અભ્યાસક્રમ આપતા નથી. એમને રામગોપાલ બજાજ નામના અધ્યાપક સામે બહુ રોષ હતો. ત્યાં હડતાળ પર ઊતરેલા છાત્રોની સહાનુભૂતિમાં અનેક કલાકારો આવતા. પેલા ‘હમલોગ’ પ્રસિદ્ધ બસેશ્વર આવેલા. એ છોકરીઓને ગવડાવવા લાગ્યા :{{Poem2Close}}

<poem>
<poem>
''''''લડત ભી ચલો'''
'''લડત ભી ચલો'''
કહતે ભી ચલો…'''</poem>
'''કહતે ભી ચલો…'''</poem>

{{Poem2Open}}રાત્રે દશ વાગે ઊપડતી અમદાવાદ મેલ પકડવા જૂના દિલ્હી સ્ટેશને આવતાં જોયો દિલ્હીનો જૂનો અસલી ચહેરો. પગરિક્ષાઓ, સ્કૂટરો, ઘોડાગાડીઓની વચ્ચે મુસાફરોની ભીડ. સેલ્ફ સર્વિસ રેસ્તોરાંમાં થોડું જમી પહેલે માળે આવેલા વેઇટિંગરૂમની બાલ્કનીમાં ઊભા રહી જૂના દિલ્હીને જોતાં લાગે કે આ દિલ્હી નિર્લેપ કે નિષ્ઠુર નથી. એ ઘણું આપણી સાથે લાગે, ભલે ત્યાંથી થોડે દૂરનું નવી દિલ્હી તો આપણી સાથે સેર ન સાંધે અને એનો સરકારી વિસ્તાર આખા દેશના ભવિષ્ય સાથે રમત કરતા રાજકારણની ઊંડી રમતોમાં વ્યાપ્ત હોય.

26,604

edits