કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 259: Line 259:
{{Poem2Open}}
{{Poem2Open}}
પદ્યલય અને શબ્દચિત્રણ બંનેમાં આઠમું દિલ્હીમાં શ્રીધરાણીને ગણનાપાત્ર સફળતા મળે છે. ભાવનામયતા નથી એમ નથિ, પન હવે એ ઝોક જીવન-વાસ્તવ તરફ વધે એ સ્વાભાવિક છે, ભાવનામયતાએ જીવનવાસ્તવના નિરૂપણ દ્વારા પ્રગટ થવાનું રહેશે. આઠમું દિલ્હી એ ‘નહિ જડશે શુદ્ધ વિવેક’ (ગુજરાતીમાં વિનયી રીતભાત માટે વપરાય છે તે વિવેક નહિ, અહીં વિવેક એટલે સારાસારબુદ્ધિ) અંગેની કૃતિ છે, પણ બળબળતા કટાક્ષ દ્વારા એ ભાવનામયતા પ્રગટ થઈ છે.{{Poem2Close}}

<Poem>
{{Space}}જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર;
{{Space}}વેપારીનાં આવે ઘોડાપૂર;
{{Space}}અને કાશ્મીરી નૂર;
{{Space}}મીર દેશના દૂર.
{{Space}}સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ;
{{Space}}જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ.</Poem>
{{Poem2Open}}
અભિવ્યક્તિ અંગેની નવીન જરૂરિયાતોને કર્તા ઉપરના જેવા ખંડકોમાં પેલી, પચીશી પહેલાંની, સુપરિચિત શક્તિથી જ જાણે પહોંચી વળે છે એવી પ્રતીતિ થાય છે. આત્મનિરીક્ષણપ્રિય વાસ્તવવૃત્તિથી શ્રીધરાણીએ, સ્વદેશ પાછા ફર્યા બાદ, ચૌદ વરસનું મૌન છોડતાં વેદનાભર્યા ઉદ્ગારો કાઢ્યા હતા: {{Poem2Close}}
<poem>
{{Space}}ઊખડેલા નવ આંબા ઊગે!
{{Space}}ઘરે ઊગેલા આભે પૂગે!
{{Space}}{{Space}}{{Space}}(ઘરજાત્રા)</Poem>
પણ આઠમું દિલ્હીમાં સર્જકશક્તિનાં જે સ્ફુરણો જોવા મળે છે તે શ્રીધરાણીની પ્રતિભા મૂલદૃઢ હોવાની ખાતરી કરાવે છે અને એ ફળીફૂલીને ગુર્જરીવાડીને સમૃદ્ધતર કરશે એવી આશા પ્રગટાવે છે, એટલું જ નહિ, આપણી ભાષાની અભિવ્યક્તિની ગુંજાયશો ખીલવવામાં શ્રીધરાણીની રચનાઓ તરફથી શો ફાળો મળે છે તેની ઉપર પણ અભ્યાસીઓની નજર રહેશે.
અમદાવાદ: ફેબ્રુઆરી 1, 1957
26,604

edits