છિન્નપત્ર/૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭| સુરેશ જોષી}} {{Poem2Open}} રેલવે સ્ટેશન – અળસિયાંની જેમ સળવળતા પ...")
 
No edit summary
 
Line 8: Line 8:
એકાએક મારી ગાડી પ્લેટફોર્મ પર ધસી આવે છે. ગાડીની અંદરના માણસોના ચહેરાપડછાયાઓ પ્લેટફોર્મ પરના માણસોના ચહેરાપડછાયાઓને છેદે છે. અમે બધાં પણ કણ કણ થઈને વિખેરાઈ જઈએ છીએ. વળી બધું ઠરી ઠામ થાય છે. અમે બધાં એકબીજાને જોઈએ છીએ, ઓળખીએ છીએ. હું ગાડીમાં છું, બારી આગળ બેઠો છું. ઘરની બારી આંધળી હોય છે, ગાડીની બારી આપણને નર્યા બહાર ઠાલવી દે છે. ગતિનો દડો ઉખેળાતો જાય છે તેમ તેમ આપણે પણ ઉખેળાતા જઈએ છીએ. કદાચ આથી જ હું બહાર નીકળી પડું છું. જેનો સંચય કરીએ તે સંચિત થવાથી જ કાંઈ થોડું ધન બની જાય છે! તો પછી એને વિખેરી દઈએ તે જ ઠીક. મારું આ કારણ તું માનતી નથી. પણ એમ તો તું મને જ ક્યાં માને છે? મને ન માન્યાનું શૂળ જ કદાચ મને જંપવા દેતું નથી. ગાડી સ્ટેશન છોડે છે. થોડી વાર લીલાના શબ્દો મારી આજુબાજુ પતંગિયાની જેમ ઊડ્યા કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૬|૬]]
|next = [[છિન્નપત્ર/૮|૮]]
}}
18,450

edits