છિન્નપત્ર/૧૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬| સુરેશ જોષી}} {{Poem2Open}} આપણા બધાંનું સંચિત થયેલું એક મરણ આજે...")
 
No edit summary
 
Line 11: Line 11:
લીલાનો પત્ર છે. અહીં ઉતારું છું: ‘ઘણે દિવસે કાલે અમે બધાં ભેગાં થઈ ગયાં. બધાં હતાં એટલે તું પણ હશે જ, અથવા નહીં હશે તો થોડી વારમાં આવવો જ જોઈએ એમ હું માનતી હતી. માલા તો પાછળથી આવી, મેં ‘ફોન કર્યો ત્યારે. કોણ જાણે કેમ, હું માલાને ને તને જુદા પાડી શકતી નથી. પણ માલા આવી ત્યારે એની સાથે કોઈ અજાણ્યો જુવાન હતો. સાચું કહું? મને તો એનું નામ પણ યાદ રહ્યું નથી. એ દેખાવડો તો હતો જ, પણ ક્યાંક કશુંક વિલક્ષણ હતું. શું તે શોધવાની મેં કાંઈ જહેમત લીધી નહીં. તું જાણે છે ને, માલા તો ઝાઝું બોલતી નથી, પણ કાલે તો એ જ બોલતી રહી; અમારે તો કશું બોલવાનું રહ્યું નહીં. પણ શબ્દોને આટલા ઠાલા બનાવી શકાતા હશે? અમારી આજુબાજુથી એના શબ્દો પરપોટાની જેમ ઊંચે જતા હતા. હા, એમાં સાતેય રંગો દેખાતા હતા ખરા પણ સહેજ વધારે હવા લાગતા જ એ ભાંગી પડતા હતા. કદાચ માલા પોતે પણ કણકણ થઈને વિખેરાતી જાય છે, પણ એને હંમેશાં કોઈ સાક્ષી જોઈએ છે. એ સાક્ષીનો પાઠ ભજવનારા સ્ત્રીના જીવનમાં તો ઘણા મળી રહે. તો તું એમ કર: તારા સ્વભાવ મુજબ સાક્ષી અને પ્રેમીની અવસ્થાનો ભેદ કરી બતાવ. ચીઢાઈશ નહીં. હું ગમ્મત કરું છું. પણ આ બધો ખેલ પૂરો થયા પછી માલાએ મને પાસે બોલાવીને પૂછ્યું: ‘તેં અજયને જોયો? હમણાં સુધી તો એ અહીં હતો…’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૧૫|૧૫]]
|next = [[છિન્નપત્ર/૧૭|૧૭]]
}}
18,450

edits