એકદા નૈમિષારણ્યે/મેં બારણું ખોલ્યું –: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મેં બારણું ખોલ્યું –| સુરેશ જોષી}} {{Poem2Open}} મેં બારણું ખોલ્યુ...")
 
No edit summary
 
Line 30: Line 30:
મારી પાછળના આ સૂનકારને જોઈને એ તરફ પાછાં વળી જઈને ફરી મારું ઘર શોધી એમાં ભરાઈ જવાનો વિચાર મારે જતો કરવો પડ્યો. આ દરમિયાન આગળનું દૃશ્ય પણ બદલાઈ ગયું હતું. હવે માણસોનો પ્રવાહ પાતળો પડી ગયો હતો. હવે મારી આજુબાજુના માણસો પર હું નજર માંડી શકતો હતો. મારી બાજુમાં જ જે માણસ ચાલી રહ્યો હતો તેની ઉમ્મર વિશે કશું કહેવું મુશ્કેલ હતું. એના શરીરની ચામડી પર ભૂરાશ પડતા જાંબુડી રંગની છાયા હતી. એના હાથ પરની બધી નસો ફૂલી ગયેલી હતી. એની આંખો ડોળાની બહાર ઊપસી આવેલી હતી. એના દાંત કંઈક લાંબા અને તીણા હતા. એના નાકમાંથી ગંધકના ધુમાડા જેવો શ્વાસ નીકળતો હતો. મારી બીજી બાજુએ એક વૃદ્ધા હતી. એનું શરીર રાખોડી રંગનું હતું. એના મોઢા પર કરચલીઓનું જાળું હતું. એની આંખો બખોલમાં એટલી ઊંડી ઊતરી ગઈ હતી કે એના હોવા વિષે પણ શંકા ઉદ્ભવતી હતી. એ થોડી થોડી વારે ટીનનું પતરું ખખડે તેના જેવો અવાજ કરતી હતી. મારાથી થોડે આગળ ચાલનાર હશે તો બાળક, પણ એ ધરતી પરથી ઊંચકાઈ ગયો હોવાને કારણે એની ઊંચાઈ વધારે લાગતી હતી. એનો ચહેરો કૂણો હતો. પણ એની ચામડીમાં અપાથિર્વ એવી કશીક લીલાશ પડતી ઝાંય દેખાતી હતી. એનું શરીર ફૂલી ગયું હોય એવું લાગતું હતું. મારાથી થોડે દૂર એક યુવતી દેખાતી હતી. હું માત્ર એની ડોક અને એનું મોઢું જ જોઈ શકતો હતો. કદાચ એ સિવાયનાં એનાં અંગો હતાં જ નહિ. એનું મોઢું સહેજસરખા પવનની લહેરમાં પણ ગોળગોળ ફરી જતું હતું, એની આંખોમાં, ઢીંગલીઓના મોઢા પર હોય છે તેવો, સનાતન વિસ્મયનો ભાવ હતો. હું આ બધું જોતો હતો ત્યાં રસ્તાએ એકાએક વળાંક લીધો, આખો પ્રવાહ એ તરફ વળ્યો. અમે જેવો વળાંક લીધો કે તરત જ અમારી પાછળ નાળ જડેલા જોડાનો અવાજ સંભળાવા લાગ્યો. કોણ જાણે શાથી અમે સહુ દોડવા લાગ્યાં. પેલો જોડાનો અવાજ કાનમાં ગાજવા લાગ્યો. દોડવાની ઝડપ વધારતાં અમે જાણે હલકાં થઈને ઊંચકાઈ ગયાં. પછી ધીમે ધીમે અશરીરી બનીને, કેવળ અવાજ બનીને દોડ્યે ગયાં, દોડ્યે જ ગયાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[એકદા નૈમિષારણ્યે/સંકેત –|સંકેત –]]
|next = [[એકદા નૈમિષારણ્યે/વ્યાધિ|વ્યાધિ]]
}}
18,450

edits