એકદા નૈમિષારણ્યે/મહાનગર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મહાનગર| સુરેશ જોષી}} {{Poem2Open}} અનેક વિટમ્બણાઓ વેઠીને આખરે ચિન્...")
 
No edit summary
 
Line 22: Line 22:
ત્યાં એકાએક ક્યાંક લાંબા સમયથી પુરાઈ રહેલો પવન નાસી છૂટ્યો. એ પવનના સ્પર્શે માનવીઓનાં વજન કોણ જાણે ક્યાં ને ક્યાં ઊડી ગયાં અને મારી ચારે બાજુના માનવીઓ દીવાલો પરના પોસ્ટરોની જેમ ચારે બાજુ ઊડવા લાગ્યા. મોટાં ગગનચુમ્બી મકાનો આકાશમાં ડોલવાં લાગ્યાં. ઘડિયાળના ચન્દાનાં બે કાણાંમાંથી ગભરાયેલા પતંગિયાના જેવો સમય ફરરર દઈને ઊડી જવા લાગ્યો. મેં ચારે બાજુ જોયું તો પોસ્ટરમાંની અભિનેત્રીઓ, જાહેરખબરની સુંદરીઓ, નિયોન લાઇટના ઝબૂકતા અક્ષરો – વંટોળમાં ચક્રાકારે ઘૂમી રહ્યાં હતાં. સ્પન્દિત થઈ ઊઠેલી શેરીઓમાં ફુગ્ગાની જેમ ઊંચે ઊડતા માણસોની જેમ હું માંડ મારું વજન સંભાળતો ઊભો રહી ગયો. કરુણા, પ્રણતિ, અર્જુન, અનુરાધા – આ બધાંય એમનાં વજન ગુમાવીને પોસ્ટરમાંનાં ચિત્રો જેવા બની ગયેલાં મેં જોયાં. મારું હૃદય કશીક અકથ્ય ગ્લાનિથી ભરાઈ ગયું. પહેલાં વરસાદ પછી ઊગી નીકળેલા તૃણાંકુરને મારા પગ ઝંખી રહ્યા. વૃક્ષોની ઘટા નીચે ઘડીક ઊભા રહીને હું મારા શ્વાસને ગોઠવી લેવા અધીરો બન્યો. ટહુકો વેરીને ઊડી જતાં પંખીના આશ્વાસન માટે મેં આકાશમાં નજર નાખી. મને કશું દેખાયું નહિ. એકાએક પવન થંભી ગયો. જે બધું હતું તે ભોંય પર પટકાઈને પડ્યું. એના ઢગલા વચ્ચેથી રસ્તો કાઢતો કાઢતો હું આગળ ચાલ્યો – જે બે આંખોને છોડીને આ મહાનગરમાં આવી ચઢ્યો હતો તેની દિશામાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[એકદા નૈમિષારણ્યે/વ્યાધિ|વ્યાધિ]]
|next = [[એકદા નૈમિષારણ્યે/અગતિગમન|અગતિગમન]]
}}
18,450

edits