18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉપેક્ષિતા| સુરેશ જોષી}} {{Poem2Open}} રવિવારે ‘ઓવર ટાઇમ’ કામ કર્યા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
એ પોતાના ઓરડામાં ગયો. કોટ ઉતારતાં ખિસ્સામાંથી પેલી પાંચ રૂપિયાની નોટ કાઢીને એણે એક ચોપડી નીચે દબાવીને મૂકી. એની પત્ની બેચાર વાર ઓરડામાં આવી ગઈ, પણ કશું બોલી નહિ. ખાવાને હજુ ઘણી વાર હતી. એ બાજુમાંની પેટીને અઢેલીને સહેજ બેઠો. એની આંખો ઘેરાવા લાગી; એ એક જુદી જ દુનિયામાં પ્રવેશ્યો: રોશનીથી ઝાકઝમાળ રાજમહેલ છે, ચારે બાજુ દર્પણોથી મઢેલી ભીંત છે, સુગંધી જળના ફુવારા ઊડે છે. પણ આજુબાજુ કોઈ નથી. સિંહાસન ખાલી છે, દરબારીઓનાં આસનો ખાલી છે. એ બધાના આવવાની રાહ જોતો ઊભો છે. સામે મોટો લીલા કિનખાબનો પડદો છે. એની ઉપર મોટે અક્ષરે પાંચનો આંકડો લખ્યો છે. એ આંકડા તરફ એની નજર મંડાય છે ને તરત જ એ આંકડો તોફાની દરિયામાં ડોલતી નાવડી બની જાય છે. પિતા, ભાઈ, બહેન, પત્ની, મા, દીકરો – બધાં એને બાઝી રહ્યાં છે, પણ પાણી – કાળાંભમ્મર પાણી ખૂબ ઊછળે છે. હોડી ડૂબું ડૂબું થાય છે. ત્યાં એ એકદમ ‘બચાવો, બચાવો’ની ચીસ પાડીને સફાળો જાગી ઊઠે છે. જુએ છે તો એની બાજુમાં એના દીકરાએ ચોપડીનાં ચારેક પાનાં તો ફાડી નાખ્યાં છે, ને એની નીચે દબાવેલી પાંચ રૂપિયાની નોટને હાથમાં લઈને ફાડી રહ્યો છે. એ નોટના ફાટવાના ચર્ર્ અવાજને સાંભળી રહ્યો. | એ પોતાના ઓરડામાં ગયો. કોટ ઉતારતાં ખિસ્સામાંથી પેલી પાંચ રૂપિયાની નોટ કાઢીને એણે એક ચોપડી નીચે દબાવીને મૂકી. એની પત્ની બેચાર વાર ઓરડામાં આવી ગઈ, પણ કશું બોલી નહિ. ખાવાને હજુ ઘણી વાર હતી. એ બાજુમાંની પેટીને અઢેલીને સહેજ બેઠો. એની આંખો ઘેરાવા લાગી; એ એક જુદી જ દુનિયામાં પ્રવેશ્યો: રોશનીથી ઝાકઝમાળ રાજમહેલ છે, ચારે બાજુ દર્પણોથી મઢેલી ભીંત છે, સુગંધી જળના ફુવારા ઊડે છે. પણ આજુબાજુ કોઈ નથી. સિંહાસન ખાલી છે, દરબારીઓનાં આસનો ખાલી છે. એ બધાના આવવાની રાહ જોતો ઊભો છે. સામે મોટો લીલા કિનખાબનો પડદો છે. એની ઉપર મોટે અક્ષરે પાંચનો આંકડો લખ્યો છે. એ આંકડા તરફ એની નજર મંડાય છે ને તરત જ એ આંકડો તોફાની દરિયામાં ડોલતી નાવડી બની જાય છે. પિતા, ભાઈ, બહેન, પત્ની, મા, દીકરો – બધાં એને બાઝી રહ્યાં છે, પણ પાણી – કાળાંભમ્મર પાણી ખૂબ ઊછળે છે. હોડી ડૂબું ડૂબું થાય છે. ત્યાં એ એકદમ ‘બચાવો, બચાવો’ની ચીસ પાડીને સફાળો જાગી ઊઠે છે. જુએ છે તો એની બાજુમાં એના દીકરાએ ચોપડીનાં ચારેક પાનાં તો ફાડી નાખ્યાં છે, ને એની નીચે દબાવેલી પાંચ રૂપિયાની નોટને હાથમાં લઈને ફાડી રહ્યો છે. એ નોટના ફાટવાના ચર્ર્ અવાજને સાંભળી રહ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[બીજી થોડીક/રૌરવ|રૌરવ]] | |||
|next = [[બીજી થોડીક/વસ્ત્રાહરણ|વસ્ત્રાહરણ]] | |||
}} |
edits