ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 654: Line 654:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકર જે યુગબળમાંથી પસાર થયા છે તેમાં ‘વહેવું જગે એકલ, સાથમાં વા’ – એવો ભાવદ્વિધામૂલક પ્રશ્ન સ્ફુરે તો સમજી શકાય એમ છે. આ પ્રશ્ને જગાવેલા મનોમંથનનો અંતે કોઈ હૃદયમાં માળો રચવાનું એમને મુનાસિબ લાગ્યું છે. કારણ ? એમની ઉત્કટ માનવીયતા.{{Poem2Close}}
ઉમાશંકર જે યુગબળમાંથી પસાર થયા છે તેમાં ‘વહેવું જગે એકલ, સાથમાં વા’ – એવો ભાવદ્વિધામૂલક પ્રશ્ન સ્ફુરે તો સમજી શકાય એમ છે. આ પ્રશ્ને જગાવેલા મનોમંથનનો અંતે કોઈ હૃદયમાં માળો રચવાનું એમને મુનાસિબ લાગ્યું છે. કારણ ? એમની ઉત્કટ માનવીયતા.{{Poem2Close}}
<Poem>
'''“સખિ, છે સુખ ઝૂરનારને'''
'''નથી તે સ્વપ્નની સિદ્ધિમાં કદી.'''
'''બહુ જાણું. છતાં હું માનવી'''
'''કહીં માળો રચિયો જ મેં ઉરે.”'''</Poem>
{{Right|(‘અપરાધી’, નિશીથ, પૃ. ૪૧)}}
{{Poem2Open}}
કવિ હતા ને પ્રણયી થયા, કવિતા ને પ્રિયતમા સાથેના હૃદયસંવાદ માટે પુરુષાર્થરત થયા. એમનું વિકાસોન્મુખ ચિત્ત સંસારમાંથી સૌહાર્દોનો મધુપુટ પામતું, કંટકોને કુસુમોમાં પલટાવતું, તિરસ્કારમાંથી ગૂઢ કરુણા પ્રગટાવવાની કલા અજમાવતું સતત ‘શિવોઽહમ્’ થવાની ભાવનાથી ગતિશીલ – ક્રિયાશીલ રહ્યું છે. સ્નેહ અને અભિજ્ઞા, સ્નેહ દ્વારા અભિજ્ઞા – અભિજ્ઞાન – આ લક્ષ્ય સાથે અનુસંધાન જાળવીને એમની કવનપ્રવૃત્તિ ચાલતી રહી છે. જે કંઈ મધુર હોય – સુંદર હોય તેની સાથે સખ્ય રચી આંતરિક રીતે સંપન્ન થવું અને એ રીતે જીવનના માંગલ્યધર્મનો સતત વિકાસ થતો અનુભવવો – આ એમની મથામણ છે. એ જ રીતે, સમજવું – સતત સમજવું એ માટેની પણ એમની મથામણ તીવ્ર છે; કેમ કે, સમજણને અને સ્નેહને સંબંધ છે
તેઓ કહે છે :
{{Poem2Close}}
<Poem>
'''‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.'''
'''અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’''' </Poem>
{{Right|(‘આત્માનાં ખંડેર’, નિશીથ, પૃ. ૧૫૭)}}
{{Poem2Open}}
આ સમજણથી રિબામણ હોય તો તે પણ તેમણે ઇષ્ટ માની છે. તેઓ ‘જ્ઞાનસિદ્ધિ’ નામના કાવ્યમાં કહે છે :  {{Poem2Close}}
<Poem>
'''“મેં જે ગણી સત્ય હતું જ સારવ્યું''',
'''તે છો ગયું ફોક, ન ખાલી હાથ હું.'''
'''ભૂલી, ભમી, આખર માર્ગ અંતે'''
'''થૈ ર્હેવું નિર્ભ્રમિત એય અમોઘ જ્ઞાન.”'''</Poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૨૪)}}
{{Poem2Open}}
આ અભિજ્ઞાનની પ્રક્રિયા કવિને મન અત્યંત મહત્ત્વની છે. સ્નેહ અને કલાજીવનની સાર્થકતા પણ આ અભિજ્ઞાનમાં નથી ? કવિની સ્નેહ યા સંવાદ દ્વારા અભિજ્ઞાનની મથામણ જો સાચી ન હોત તો ‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’ સુધીની {{Poem2Close}}
________________________________________________________
S<small>રઘુવીર ચૌધરી ઉમાશંકરની ‘આત્માનાં ખંડેર’ વિશેની સૉનેટમાળા વિશેના એમના એક ઉત્તમ આસ્વાદલેખ ‘વિસ્મયથી સમજ સુધી’માં ઉમાશંકરની મનોયાત્રા કાવ્યમાં વિસ્મયથી સમજ સુધી કઈ રીતે ગતિ કરે છે તેઓ આલેખ આંકી આપે છે. તેઓ લખે છે : “વિસ્મયથી જાગતું સંવેદન સમજમાં – અંડરસ્ટૅન્ડિંગમાં પરિણમે છે. કેટકેટલી કૃતિઓમાં ઉમાશંકર સમજના બિન્દુને આખરી બિન્દુ બનાવે છે ! ‘આત્માનાં ખંડેર’માં એ પ્રક્રિયાનો આલેખ દૃશ્ય બન્યો છે, અને આ એક કાવ્ય પણ ઉમાશંકરની કવિતાનો ઘણોબધો પરિચય કરાવી રહે છે. કવિઓ પૃથ્વી અને અપાર્થિવને સાંકળવા મથતા હોય છે. કોઈ સહજ વેગે, વિસ્મયના લયમાં એ સિદ્ધ કરતા હોય છે. ઉમાશંકર સમજ દ્વારા એ સિદ્ધ કરતા હોય છે. કવિતાને અંતે તારણ સુધી આવવાની પ્રવૃત્તિનું મૂળ પણ એમાં જ છે.” (‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૯–૧૦)</small>
{{Poem2Open}}
એમની કાવ્યયાત્રા આહ્લાદક અને વિકાસોન્મુખ થવાને બદલે બોજલ ને નિરુદ્ધ બની ગઈ હોત.
ઉમાશંકરે પ્રભુને યાદ કરતાં – સંબોધતાં કાવ્યો પણ રચ્યાં છે. એમનો પ્રભુ એમના માનવ્યના સાધના-ક્ષેત્રની બહાર નથી. પ્રભુનો મનુષ્ય રૂપે સાક્ષાત્કાર વાંછનાર અને મનુષ્યને ‘વામન-પ્રભુ’ તરીકે ઓળખનાર ઉમાશંકર પ્રભુનો પદધ્વનિ પ્રકૃતિના વિવિધ સત્ત્વોના ગતિસંચાર અને રૂપલીલામાં, શિશુના કલબોલમાં, પ્રણય–હિંડોળામાં, જગકોલાહલના કલ્લોલમાં ને સંતનયનના અમૂલ્ય મૌનમાં સાંભળે છે.૬૩ આ જ પ્રભુ સાગરમાં સંગીત પ્રેરનાર છે.૬૪ ઉમાશંકર શિશુ અને કવિની સાથે પ્રભુને વધારે સાંકળે છે. પ્રભુ અને કવિને તો તેમણે એક જ શબ્દમાં – ‘પ્રકભુવિ’ રૂપે એકાકાર કરી એક નવો જ પરિચય તે બંનેયનો યુગપત્ રીતે આપ્યો છે. ઉમાશંકરે પ્રભુપાર્થનામાં પ્રકૃતિમાંથી પ્રેરણા, માર્ગદર્શન ને બળ મેળવ્યાં છે. તેમના એકંદરે અસ્તિવાદી – આસ્તિક જીવન-અભિગમમાં પ્રભુનિષ્ઠા-પ્રકૃતિનિષ્ઠા-આત્મ-નિષ્ઠાની એકાકાર ભૂમિકાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે તેમની વિદ્યાપીઠ-વાસરીમાં એમની યુવાનવયે એક સૂચક નોંધ કરી છે :
“મારા પ્રાર્થના વિષેના ખ્યાલો વિચિત્ર રીતે વિકાસ પામતા આવ્યા છે. કુદરતની મૂંગી મૂંગી પ્રાર્થના મેં નાનપણથી સાંભળેલી, ને કવિતા-કલ્પનાની બેવડ પાંખ ન હોત તો આસ્તિકતાના કિનારે જઈ નાસ્તિકતાની ઊંડી ખીણમાં ડોકિયું કર્યા પછી પાછો ફર્યો તે ન ફર્યો હોત. પણ ખરી શ્રદ્ધા તો લડત પછી જ જન્મી, જાગી. તેમાંયે ખાસ કરીને ભજનની ખૂબી સમજ્યા પછી. ને... આ જિંદગી કે હવે પછીની કોઈકમાં પણ આખરે તો येन विज्ञातेन सर्वमिदं विज्ञातं भवति। – તેને જાણ્યા વિના આરો નથી એનું ભાન પણ શરીરને અને મનને બંનેને પ્રાર્થના તરફ હડસેલે છે.” {{Poem2Close}}
{{Right|(૧૮–૮–૧૯૩૧ : ’૩૧માં ડોકિયું, પૃ. ૮૬)}}
{{Poem2Open}}
ઉમાશંકરે નિજી શૈલીમાં તેમ પરંપરાગત રીતે કેટલાંક પ્રાર્થનાકાવ્યો – ભજનો આપ્યાં છે. તેમનાં પરંપરાગત શૈલીનાં કેટલાંક ભજનો-પદોમાં પ્રભુના મહિમાનું ગાન છે; દા. ત., ‘ઝંખના’, ‘રામમઢી’, ‘જગતપ્યાલો’ વગેરે. આવાં પદોમાં કવિતાના અંતરંગ તેમ બહિરંગ – ઉભય પરત્વે ભજનિકની શૈલીનો પરચો મળી રહે છે. ઉમાશંકરની પ્રભુપાર્થનામાં વિનમ્રતા સાથે આત્મનિષ્ઠાનું બળ પ્રગટ થાય છે. જીવનક્ષેત્રે – ધર્મક્ષેત્રે અણનમ રીતે પુરુષાર્થ સાધી શકાય એ હેતુથી એ પ્રાર્થના થાય છે.S ‘જરીક આત્મશ્રદ્ધા તું દે ! – એ કાવ્યમાં ઉમાશંકર ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે છે : {{Poem2Close}}
_____________________________________
<small>આ પ્રકારની પ્રાર્થનામાં આજના યુગબળનો પ્રભાવ પણ ન જોઈ શકાય ?</small>
<Poem>
'''“થરેથર, પ્રભો, પ્રમાદભર પ્રાણના કાપ તું !'''
'''અમારી હળની અણી ઉપર વજ્રને સ્થાપ તું !'''
'''પરાક્રમવિહીન પામર જયેષણા ભક્ષ તું !'''
'''અને કુટિલ પક્ષવાદ થકી સત્ય સંરક્ષ તું !'''
'''પ્રભો, કજળતાં ઉરે તણખ એક આશાની દે !'''
'''ભલે ન કંઈ દૈ શકે, જરીક આત્મશ્રદ્ધા તું દે !”'''</Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૯૬–૯૭)}}
{{Poem2Open}}
ઉમાશંકરની ઈશ્વર વિશેની વિભાવના કઈ એ પ્રશ્ન કરી શકાય, પરંતુ એનો ઉત્તર તો સચ્ચિદાનંદની વિભાવના એ જ એમની ઈશ્વરવિભાવના એવો આપવો પડે. જીવનની સાધનામાં – કવિની સાધનામાં જે આનંદતત્ત્વ છે તેમાં જ ઈશ્વરભાવ-નો અનુભવ અનુસ્યૂત છે એમ કહી શકાય. ઉમાશંકરનો ઈશ્વર કોઈ સાંપ્રદાયિક સંકુચિત વાડામાં કેદ રહી શકે એવો નથી. તે તો ‘આત્માધિદેવ’ છે. આ દેહ એનું મંદિર છે. કવિ મૂઠી જેવડા મંદિરમાં પ્રભુને નિમંત્રણ આપે છે તો હૈયાના હીણા રાગ, દ્વેષ-દાવાનળ તથા તૃષ્ણાના ડાઘ દબાવવા માટે. વાસનાની શૂળ ઊખડવાની હોય તો બલિ તરીકે ઈશ્વરના ચરણમાં પોતાનું સર્વસમર્પણ કરવા કવિ તૈયાર છે.૬૫ ઈશ્વર એમને મન જીવનના વિકાસનું, જીવનના આનંદનું મહાન પરિબળ છે, એનો પ્રભાવ આત્મચેતનાની મુક્તિના પુરુષાર્થ સાથે અનુભવાતો રહે છે. ‘આત્માનાં ખંડેર’ અને ‘શોધ’ પછી, તાજેતરમાં ‘સાહિત્ય ત્રૈમાસિક’ના જાન્યુઆરી-માર્ચ, ૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું ‘પીછો’ (પૃ. ૫-૯) કાવ્ય તેમની કવિતાનો એક નવો વળાંક રજૂ કરે છે અને એ વળાંક એમની પ્રભુનિષ્ઠાનો, એમની વિશિષ્ટ પ્રભુખોજનો દ્યોતક છે. એ કાવ્ય માનવો વચ્ચે, માનવ દ્વારા માનવમાં, માનવરૂપે પ્રભુસાક્ષાત્કાર કરવાની એમની જીવનસાધનાનો – કવિસાધનાનો રમ્યગંભીર સંકેત આપે છે.
ઉમાશંકરે ‘પ્રભુનો હાથ’ (ધારાવસ્ત્ર, ૧૯૮૧, પૃ. ૯૫) કાવ્યમાં જેની આંગળીઓ પર મનુષ્ય ખડો છે ને જેનો નચાવ્યો નાચે છે તે પ્રભુના હાથની વાત મિલેસની એક શિલ્પકૃતિના આધારે છેડી છે. આ કૃતિમાં મનુષ્ય ચેતનાની આધારભૂમિ ઈશ્વર-ચેતના હોવાનો સ્વીકાર તો છે જ, સાથે તેમાં મનુષ્યને સર્વથા સંરક્ષતી ચેતનાશક્તિ તરીકે તેનો પુરસ્કાર પણ છે.
ઉમાશંકરની જીવનભક્તિ, રવીન્દ્રનાથીય પરંપરાની છે. રવીન્દ્રનાથના ઇષ્ટદેવતા જીવનદેવતા રહેલા. ઉમાશંકરના ઇષ્ટદેવતા પણ એ જ છે. મૃત્યુ તો જીવન-દીક્ષા આપી શકે, ‘અમી ભિક્ષા’ આપી શકે એવું અમૃતસભર, જીવન-ચૈતન્યસભર કવિને જણાયું છે.+ કવિને મૃત્યુ બે ઘડી પાસે બેસાડી એની સાથે નિરાંતે વાત કરવા જેવું આત્મીય લાગ્યું છે૬૬ ! ‘સદ્ગત મોટાભાઈને’માં તેમણે મૃત્યુને એક ‘અફર સત્ય’ તરીકે સ્વીકાર્યું જ છે.૬૭ મૃત્યુ પ્રત્યેનો નચિકેતાનો અભિગમ ઉમાશંકરને પ્રિય – ઇષ્ટ રહ્યો છે. ક્યારેક ચક્રવર્તી ભરતની અદાથી મૃત્યુને મુખ ઉઘાડવાનો પડકાર પણ તેઓ ફેંકે છે ને તે પણ લીલારસે તેના દાંત ગણવા૬૮ !
ઉમાશંકરની સમગ્ર કવિતામાં પ્રકૃતિનો અસરકારક વિનિયોગ જોવા મળે છે. પ્રકૃતિનો મનભર અનુભવ નાનપણથી એમને મળતો રહ્યો છે. એ એમને કાવ્યદીક્ષા દેનાર ગુરુ છે તે તો આપણે જાણીએ જ છીએ. પ્રકૃતિ પ્રત્યેનું ઉમાશંકરનું વલણ સમભાવપૂર્ણ તથા વિનીત છે.S આ પ્રકૃતિ કવિની પ્રેરણા, કવિની માર્ગદર્શક, કવિનું સ્વજન, કવિની જીવન-સૌંદર્યની વિભાવનાની પરિપોષક બની રહે છે. પ્રકૃતિનો સંદર્ભ વળી વળીને તેમને મનુષ્ય સુધી ખેંચી જાય છે. ‘પારેવડા’ની વાત છેડે ને હૈયાનો ટોડલો પારેવડાંને બેસવા માટે હાજર થઈ જાય ! પૂર્ણિમાની વાત કરતાં કવિતા ને પ્રિયાનો સ્વાભાવિક યોગ રચાઈ રહે. ‘યુવેર કાંટા’ની જ વાત, પણ કવિને એ ક્યાં લઈ જાય છે તે જોવા જેવું છે : {{Poem2Close}}
<Poem>
'''“હૈયાં રહ્યાં સાચવી વ્યક્તિપ્રેમને'''
'''વાડો રચી દુર્ગમ, એમના તીણા'''
'''કાંટા હશે કોમળ આટલા ? કદી'''
'''ધ્રૂજી, રિબાઈ, દ્રવી થાય રાતા,'''
'''દ્રવંત આ જેમ થુવેરકાંટા ?”'''</Poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૧૬–૧૧૭)}}
_________________________________________________
+<small>ઉમાશંકર ‘અભિભાષણ’ (કવિની શ્રદ્ધા, પૃ. ૩૮)માં ‘આત્માનાં ખંડેર’ના સંદર્ભે વાત કરતાં લખે છે : “...એ જ ગાળામાં જીવનની બે મહાન અનુભૂતિઓ – પ્રેમ અને મૃત્યુ – એમનો ગાઢ સંસ્પર્શ મારી ચેતનાને થયો, – બલકે એમને એક જ અનુભૂતિ કહીએ, કેમ કે કાવ્યદર્શનમાં તો એ એક રૂપે જ ઉપસ્થિત થાય છે.” ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ (બી.આ. ૧૯૮૧)માં ‘સપ્તપદી’ના પ્રવેશકમાં પણ ‘અંતે તો પ્રેમ અને મૃત્યુ એક અનુભૂતિ બની રહે છે’ એમ દર્શાવ્યું છે. (પૃ. ૭૯૭)</small>
S<small>વિદ્યાપીઠ-વાસરીમાં અવારનવાર પ્રકૃતિ સાથેના તેમની આત્મીયતાના દ્યોતક ઉદ્ગારો આવે છે. “પ્રકૃતિના અંતરને તીરની માફક વીંધતી પસાર થતી મોટર” એમને પસંદ નથી. “સાંજે વાદળાંમાંથી સૂરજ ડોકિયાં કરતો હોય છે ત્યારે ચાલતાં આવવું એ એક મોટી ખાસ મહેરબાની ભોગવવા જેવું” એમને લાગે છે. (૪–૮–૧૯૩૧, ’૩૧માં ડોકિયું, પૃ. ૭૦) કાન્તિભાઈને ૨૬–૮–૧૯૩૧ના રોજ લખેલા પત્રમાં પ્રકૃતિ સ્વજન હોય તે રીતે તેનો ભાવપૂર્ણ રીતે નિર્દેશ કરી “જાઓ તો નદીઓને મારી સલામ ભરતા ભરતા જજો !” એમ લખે છે. (’૩૧માં ડોકિયું, પૃ. ૯૯–૧૦૪)</small>
{{Poem2Open}}
વસંત ને વર્ષા, હેમંત ને ગ્રીષ્મ, તારા ને ફૂલો, ડુંગરો ને ઝરણાં, ચાંદની ને અંધાર, મોર ને કોયલ – આ સૌની પ્રાકૃતિક સૌન્દર્યની સમૃદ્ધિ માનવોની ભાવસમૃદ્ધિ સાથે સંમિલિત થઈ એક પ્રસન્નચારુ કાવ્યસૃષ્ટિનું નિર્માણ કરે છે.S તિમિરનું રવમૂક નિમંત્રણ, તમ ચીરતી ફેનિલ વીચિઓનું વિશિષ્ટ દર્શન, પંપા સરોવરે કવિને થયેલું પોયણાંનું સંવેદન, રોતાં ઝરણાંની આંખ લોહવાની અભિલાષા, પુષ્પે પુષ્પે પ્રગટ પ્રેમલિપિનું વાચન, શુક્રકણિકાના દર્શને પોતાની પ્રિયતમાની દૃષ્ટિ સાથેના પોતાની દૃષ્ટિના મિલનની સૂક્ષ્મરસિક કલ્પના, ‘ઉષા’માં કરેલું વ્યોમના વિરાટ કમળનું અપૂર્વ દર્શન, ‘પીંછા’માંથી પંખીનું ગીત પામવાનો અનુભવ, ‘કરાલ-કવિ’માં પ્રગટ થતાં કલ્પનાવૈભવ ને સૌન્દર્યભાવના, ‘બીડમાં સોજવેળા’નું કવિને જ લાધી શકે એવું વૈશ્વિક સંદર્ભ ધરાવતું અનોખું ચિત્ર, ‘મુખર કંદરા’માં વ્યક્ત થતો પ્રાકૃતિક વાતાવરણનો રમણીય અનુભવ, ‘બળતાં પાણી’નું ચિંતનગર્ભ વેદના-નિરૂપણ — આ બધું ‘ગંગોત્રી’ની પ્રાકૃતિક કવિતાની વૈવિધ્યસભર રસસામગ્રી બની રહે છે. આ પ્રાકૃતિક રસસામગ્રીનો વધુ અર્થપૂર્ણ, સુઘડ, સૂક્ષ્મ ને સમુન્નત રીતે વિનિયોગ ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘ધારાવસ્ત્ર’ જેવા કાવ્યસંગ્રહોમાં મળે છે. ‘નિશીથ’માં ઘનકૌમુદીરસથી મહેકતા મોગરાનું, પ્રફુલ્લ ફેનરાશિનું, વૃક્ષની વલ્લરીમાં પોઢેલી શીળી મીઠી અનિલલહરી ઢળતી જલસેજે ધીમાં ગાત્ર મૂકે એનું, કેડે ગામ ઝુલાવતી સાબરનું, રમતીળી ગમતીલી વાદળીનું, દિગંતરેખથી દ્રવંત ભીના રંગને જેની જીભો તરંગટેરવે પીએ છે તે સમુદ્રનું કવિનું દર્શન એમની પ્રકૃતિરસિકતાનું – પ્રકૃતિ સાથેના એમના સજીવ સંબંધનું દ્યોતક છે. શ્વાસથી રંગ લહવાની ને આંખથી ગંધ નિહાળવાની કળા એમને જ્ઞાત છે.૬૯ ફૂલનો નિસાસ સાંભળવા જેટલો એમનો કાન સરવો છે. જલમાં તરતા ફૂલને જોઈને કવિ જે વિચારો કરે છે તે એમના પ્રકૃતિ-પ્રેમી – સંવેદનશીલ કવિમાનસના દ્યોતક છે. પાણીના વહેણમાં તરતા જતા ‘ફૂલને લઉં કે ના ?’ એવી દ્વિધામાં પડી જતા કવિને જ પાણીમાં તરતું ફૂલ લઈ લેવું એ ફૂલને જળથી ચૂંટવા બરોબરનું લાગે છે. જલમાં વહેતા ફૂલથી છેવટે તો મનુજ-પ્રકૃતિની શ્રીનો જ ઉત્કર્ષ થનાર છે.
ઉમાશંકરે ‘આતિથ્ય’ના નિવેદનમાં જે કહેલું, તે એમની ઊંડી પ્રકૃતિપ્રીતિ ઉપરાંત વિશુદ્ધ સૌન્દર્યરસિકતાનું પરિચાયક છે. એક સાચા કવિને જે થાય છે તે અહીં થયું છે. કવિ કહે છે :{{Poem2Close}}
_________________________________________
S<small>‘સંનિધિ’(ડિસેમ્બર, ૧૯૭૬)માં શ્રી ચંદ્રશંકર ભટ્ટ ઉમાશંકરના પ્રકૃતિ-આલેખનની સુન્દરમ્ને મુકાબલે જે વિશેષતા ને વિવિધતા છે તેની નોંધ લે છે. (પૃ. ૫૭)</small>
<Poem>
'''“વર્ષા-નીતરેલા કોઈ બપોર પછીના ટાણે'''
'''લીલાં પર્ણોમાં ગળાતા મૃદુહાસ તડકાને'''
'''હૃદય ભરીને કદી ગાઈ જો શકું તો ધન્ય !'''
'''હૈયે હૈયે પૂરું એને, જીવ્યાલ્હાવો શો અનન્ય !”'''</Poem>
{{Poem2Open}}
આવા કોઈ ઉત્કૃષ્ટ સ્વપ્નને બળે – આવી કોઈ ઉન્નત અભીપ્સાને બળે જ એમનું આ કવિતાના ઊર્ધ્વલોકમાંનું ઉડ્ડયન સતત વિકાસદ્યોતક રહ્યું છે. ઉપરની પંક્તિઓના સંદર્ભમાં જ કવિ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘અણગાયું જે કૈં તેની આશાએ, હે કવિમન,'''
'''પૃથ્વીતીર્થે ચંચૂ ભરી, કરો ઊંચે ઉડ્ડયન.'''</Poem>
{{Right|(‘નિવેદન’, આતિથ્ય)}}
{{Poem2Open}}
‘આતિથ્ય’માં ભાદ્રસુંદરીની કલ્પના, વસંત-નશાની અનુભૂતિ, જોગી ઉનાળાનું ને હૈયે ગ્રીષ્મગીતા હીંચોળી ઝૂલતા ‘અડીખમ’ લીમડાનું વર્ણન, મધ્યાહ્ને અવનીની મૂર્છા ટાળતું કોઈ ભોળિયા ખરનું હોંચી હોંચી, ઉઘાડ નીકળ્યા બાદના ગુલમહોરની ડાળ પરના બુલબુલના ટહુકાનો સ્મૃતિલોકમાં ટકી રહેલો મંજુલ ધ્વનિ, ‘સરવડા’માં પ્રણય ને પ્રકૃતિના રમણીય મેળ દ્વારા વ્યક્ત થતો પ્રકૃતિરસિક કવિનો રંગદર્શી મિજાજ – આ બધું આકર્ષક છે.
‘વસંતવર્ષા’માં વસંત અને વર્ષાનું અવલંબન ગ્રહીને ઉમાશંકરે દાંપત્યસ્નેહની જ નહિ, સમષ્ટિસ્નેહની વાત પણ કરી છે. આ સંગ્રહના આરંભે ‘પરોઢિયું’માં કવિનો ચેતનોલ્લાસ સુંદર અભિવ્યક્તિ સિદ્ધ કરે છે : {{Poem2Close}}
<Poem>
'''“મેં મુખ ભવિષ્ય ભણી કર્યું,'''
'''અનુભવ્યું સ્વર્ગીય હૃદય-પરોઢિયું,'''
'''ને ભૂત પ્રતિ મટકું ભર્યું,'''
'''જાગી ઊઠ્યાં સ્વપ્નાં પડ્યાં જે સુપ્ત વાળી સોડિયું. માળાભર્યાં પંખી તણા કલરવ મહીં'''
'''ગંધમત્ત વસુંધરાનું ગૂઢ સર્જનહાસ –'''
'''અમિયલ આભનો દ્યુતિભર વિશદ ઉલ્લાસ –'''
'''ગુંજ્યાં કરે, ઉરતંત્રીને છેડ્યા વગર છોડે નહીં.”'''</Poem>
{{Poem2Open}}
કવિનો પ્રકૃતિસૌન્દર્યનો અનુભવ છેવટે તો સૌન્દર્યનિષ્ઠ આધ્યાત્મિક અનુભવ જ બની રહે છે. કવિ જેમ પ્રકૃતિમાં ફેલાય છે તેમ પોતાની ચૈતન્યલીલાના સાક્ષાત્કારનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિસ્મયાનંદ પ્રાપ્ત કરે છે. ચૈત્ર ને ગ્રીષ્મની રમ્ય રાત્રિઓ, વંટોળિયા ને લૂના સપાટા, ચૈતરની ચાંદની ને ડાળી-ભરેલો શ્રાવણનો તડકો, રમતીભમતીની લીલા, ભાદ્રપદની સમૃદ્ધિ ને શરદનો સુહાગ, હૂંફાળી હેમંત ને પ્રભુના ઘરની પાનખર, શાલતરુની વીથિઓ ને મત્ત મરુતો, પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ રચતું બુલબુલ અને ટહુકે ડાળી ડાળી લચાવતી પંચમ બોલ બોલનારી કોકિલા — આ બધાં દ્વારા, પ્રકૃતિનાં રમ્યભવ્ય ને સૌમ્યરુદ્ર સ્વરૂપોના આસ્વાદમૂલક સંબંધ દ્વારા, કવિને સૌહાર્દોનો મધુપુટ રચવાની સર્જનાત્મક ભૂમિકા આ પૃથ્વી પર સતત મળતી રહી છે. મૃદુલ તડકો, દક્ષિણ હવા, દિશાઓનાં હાસ, ગિરિવર તણાં શૃંગ ગરવાં, શશિકિરણનો આસવ – આ બધાંએ તેમને આકંઠ પ્રણયરસ પિવરાવ્યો છે. ને તેથી તેમનો અવનીના અમૃતપાનનો અનુભવ શક્ય બન્યો છે ને સમૃદ્ધતર થતો રહ્યો છે.
કુદરતના કોમલ-કરાલ સૌન્દર્યને ચાહવા-માણવાનો ઉમાશંકરનો ખ્યાલ ‘ગંગોત્રી’માંય જાણીતો છે. ‘કરાલ-કવિ’માં એમણે કહેલું : {{Poem2Close}}
<Poem>
'''“કરાલ-કવિ ! માફ બાલિશ બધા તિરસ્કાર આ'''
'''કરો ! અબુધ હું શિશુ લલિતચાટુ ગીતે મચ્યો'''
'''રહ્યો ! કદી પિછાન્યું ના અવર પાસું સૌન્દર્યનું !'''
'''હવે દંગ કરાલની ખૂબી વધેથી ખોળી શકે'''
'''– અઘોર વન, અદ્રિ ભવ્ય, જળધોધ ચંડધ્વનિ,'''
'''અખંડ કરતાલ, ને, બજત સિન્ધુના નાદની,'''
'''અમાસરજની અને તમપ્રજાળતા ડુંગરે'''
'''દવાનલ, સ્મશાન, – જે ભય પમાડતાં’તાં મને,'''
'''હવેતવ સુણી મહા કવનમંત્ર ‘મા ભૈ:’ તણો,'''
'''ઘૂમીશ સઘળે પીતો શિવ કરાલ સૌન્દર્યને.'''
'''જલાવી મુજ માંદલાં કવિતડાં, મથું પાડવા'''
'''જીવંત પડઘા કરાલ-કવિ ! ગીત તારાં ઝીલી...”'''</Poem>
{{Right|(‘કરાલ-કવિ’, ગંગોત્રી, પૃ. ૭૬)}}
{{Poem2Open}}
અભયની ભૂમિકા (વિશુદ્ધ સૌન્દર્યસ્વાદ માટેની અનિવાર્ય ભૂમિકા) બળવાન હોય તો કરાલ સૌન્દર્યનો આસ્વાદ પણ શક્ય છે એ અહીં સ્પષ્ટ સૂચવાય છે. જોકે કરાલ સૌન્દર્યને નિરૂપતી કવિતા ઉમાશંકરે ખાસ લખી નથી. ‘કરાલ દર્શન’ એમણે કર્યું છે ખરું; પૂર, અંધારું, વંટોળ, લૂ, ઉનાળો, બપોર, પાનખર, અનાવૃષ્ટિ વગેરેની વાત એમણે કરી છે ખરી, રાજસ્થાનમાંથી પસાર થતાં થયેલા અનુભવને સબળ રીતે અભિવ્યક્ત પણ કર્યો છે – એ પણ ખરું; પરંતુ એકંદરે પ્રકૃતિનાં સૌમ્ય-રમ્ય રૂપો પ્રતિ તેઓ વધુ ઢળ્યા હોવાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. પ્રકૃતિ સાથે કેવું તાદાત્મ્ય તેઓ કેળવે છે એ જોવા જેવું છે : {{Poem2Close}}
<Poem>
'''“ઓહો ! પેલો દૂર ડોકાયો ડુંગર,'''
'''ચિત્ત અઢેલીને એને થયું જીવ-ભર.'''
'''ધારે ધારે ચઢી જઈ ઊંચેરા શિખર પર'''
'''મંદિર-ધ્વજાએ થરકી રહ્યું ફરફર'''
{{Space}} '''ફરકી રહ્યું થરથર.”'''</Poem>
{{Right|(‘રાજસ્થાનમાં પસાર થતાં’, અભિજ્ઞા, પૃ. ૨૦)}}
{{Poem2Open}}
કવિચિત્ત ડુંગર જોઈને ન અટકતાં, એને અઢેલીને ‘જીવ-ભર’ (કેવો સચોટ શબ્દપ્રયોગ !) થઈ, ડુંગરના મંદિરની ધજા સુધી પહોંચી ક્રિયાન્વિત થાય છે. (અહીં ‘થરકી રહ્યું ફરફર’ અને ‘ફરકી રહ્યું થરથર’માં ‘થ’ ને ‘ફ’ની હેરફેર મર્મજ્ઞોના ધ્યાન બહાર નહિ જાય.) કવિ જેટલો પટુકરણ એટલો એનો પ્રકૃતિનો અનુભવ સૂક્ષ્મ અને પ્રગાઢ થવાની સંભાવના રહે છે. આ કવિનાં આંખ-કાન આદિ ઇન્દ્રિયો પ્રકૃતિના સૌન્દર્યરૂપને – સૌન્દર્યબોલને જ્યાંથી મળે ત્યાંથી પામી લેવામાં સુગ્રહણશીલ છે; નહીંતર ‘ચાંદનીને રોમ રોમ પમરે સુગંધ પારિજાતની’ – એ અનુભવ – પ્રકૃતિ-સૌન્દર્યના સાક્ષાત્કારનો તાજગીસભર અનુભવ શક્ય બને ? હેમંતના રોડકઢા તડકાનું કાવ્ય પણ બને ? મોગરાને જોતાં મન જ મોગરો થઈ મહેકતું હોવાનો ને આભને કાંગરે કાંગરે ઊડતા ગાતા હૈયાનો અનુભવ; તારના થાંભલા પરના પંખીમાળાનું દર્શન, માટીની ધબક ને તેજની સગાઈનો અનુભવ કવિની તીવ્ર સંવેદનશક્તિનો – સૌન્દર્યાભિમુખ જીવનદૃષ્ટિનો સૂચક છે. પ્રકૃતિએ કવિને અને એમની કવિતાને અનેક રીતે સમૃદ્ધ કર્યાં છે એમાં શંકા નથી. પ્રકૃતિએ કવિને કવિતાની માત્ર પ્રેરણા જ નહિ, પ્રતીકાદિ-નિષ્ઠ અભિવ્યક્તિનાં અનેક નવાં રૂપોની નવાજેશ કરી છે. પ્રકૃતિસૌન્દર્યના ખ્યાલે એમની માનવસૌન્દર્યની ભાવનાને વિશોધિત કરી છે; એમની સંવાદિતાની ભાવનાને સંમાર્જિત કરી વિકસાવી છે. પ્રકૃતિએ કવિને પોતાના ‘स:’ સુધી પહોંચવામાં સારી એવી સહાય પણ કરી છે અને પરિણામે સૃષ્ટિ સાથેની તદાત્મતા કેળવવાની તથા જીવનની ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વચ્ચે તટસ્થતા જાળવવાની ભૂમિકા પણ તેઓ પામી શક્યા છે.
ઉમાશંકરની કવિચેતના પ્રકૃતિચેતના સાથે જ્યારે તાદાત્મ્યયોગ સાધે છે ત્યારે જે કેટલાક વિરલ ચમત્કારો સર્જાય છે તેમાંનો એક તે ‘માઈલોના માઈલો મારી અંદર —’ એ કાવ્ય. એમાં ‘માટીની શૃંખલાથી બદ્ધ’ મનુષ્યને થતા એક ભૂમામય પ્રાકૃતિક – વૈશ્વિક અનુભવની દ્યુતિલ અભિવ્યક્તિ છે. ધરતીની દ્યુતિ-અભીપ્સાના સંકેતરૂપે ઝબૂકતો આગિયો અહીં આવે છે. ભેડાઘાટનું પ્રાકૃતિક આરસમય સૌન્દર્ય પીતાં તેમને અગોચર કલાદ્રુમની ઊગું ઊગું થતી પ્રક્રિયા પ્રત્યક્ષ થાય છે. (‘ધારાવસ્ત્ર’, પૃ. ૧૨) એક સુકાયેલા ઝાડમાં શાખાબાહુઓ વચ્ચે છાતીસરસું ઝલાયેલું મૃત્યુફળ તો અમરફળની જાણતલ કવિદૃષ્ટિને જ નજરે ચઢે ! (ધારાવસ્ત્ર, પૃ. ૧૪) તેમણે ઇડરિયા પથ્થરોનુંયે ‘પ્રેમની દેખતી આંખ’થી દર્શન કરાવ્યું છે. ‘ચિલિકા’નું દર્શન કવિચિત્તમાં શાંતિની રગને વેગથી ધબકાવી શકે છે. (‘ધારાવસ્ત્ર’, પૃ. ૧૮) આ ઉમાશંકર જેવા મોટા ગજાના કવિ જ ‘કાળની પીઠે સ્થળની પોઠ’ લઈને ઘૂમતી ગોકળગાયને બતાવી શકે ને તેઓ જ સ્થળને ખભે લહેરાયાં કરતા નવા-નવતેરા અનેરા કાળ-ઉત્તરીયનો ફરફરાટ શબ્દોમાં ઉતારી શકે ! (‘ધારાવસ્ત્ર’, પૃ. ૨૧ અને ૨૨)
ઉમાશંકરની સૂક્ષ્મ કવિદૃષ્ટિ જ ઝાડનો ટેકો જવા સાથે ડુંગર પણ ફસડાઈ પડતો અનુભવી શકે. (‘ધારાવસ્ત્ર’, પૃ. ૩૦) આકાશમાં ફરફરતા ધારાવસ્ત્રને પૃથ્વી-રોપ્યાં વૃક્ષ જે રીતે ઝાલવા મથે છે તે તો ઉમાશંકરની આંખે જ પામી શકાય. પૃથ્વીથી પૃથ્વી સુધીનો સ્વર્ગસ્પર્શી રંગીન સેતુ રચનાર મેઘધનુ, સાક્ષાત ગૃહદેવતા થતા ઇક્ઝોરાનો, બૃહદના વારસ બ્રહ્મપુત્રનો, લચકેલચકા લીલપનો પરચો તો આ ઉમાશંકરની કલમે જ શક્ય !
જેમની ઋતુ વર્ષા છે એવા વસંતપ્રેમી આ કવિને પંખીલોક દ્વારા પ્રકૃતિનું જ નહીં, પરમ તત્ત્વનુંયે ગહન-મધુર કાવ્ય પ્રાપ્ત થયાનું જણાય છે. કવિના અસ્તિત્વનો કુંભ છલોછલ કરવામાં આ પંખીગાનનો મોટો ફાળો રહ્યો જણાય છે. પંખીગાનથી શ્રુતિગાન વેગળું રહેતું નથી. જેમ શબ્દથી મૌનમાં તેમ કવિચેતના પંખીગાનથી આંતરસંગીત ને વિશ્વસંગીત સુધી વ્યાપે છે. તેજનું આચમન ને તાળાબંધ સત્યનું ઉદ્ઘાટન સાથે ચાલે છે. પ્રકૃતિદત્ત હૃદયના સત્યથી સંસ્કૃતિદત્ત સત્યના હૃદય સુધીનો સહજસેતુ રચતી ઉમાશંકરની કવિતાનું ઉત્ક્રમણ ‘સપ્તપદી’માં લહાય છે. ત્યાં પ્રકૃતિ અંતર્દર્શન ને આંતરદર્શનના, જીવનદર્શન ને વિશ્વદર્શનના અનિવાર્ય માધ્યમરૂપે આવે છે. ઉમાશંકરની કવિતામાં આત્મસંવેદનની ભૂમિકાએ પ્રકૃતિ ને પુરુષની સપ્તપદી સર્જનાત્મક રીતે સંસિદ્ધ થઈને રહે છે.
ઉમાશંકરની કવિતાનું વિશ્વ આમ વ્યાપક છે. એમની કવિતાએ સત-આનંદની પરબ થવાનું સ્વીકારેલું છે. આ વિશ્વમાં જે ઉકરડાનું દર્શન, તેય માંગલ્યની કોઈ ભાવનાને ઉપકારક હોય છે. ઉકરડામાં ઉકરડાને ખાતર એમને રસ નથી. તેઓ તો આ સમસ્ત વિશ્વને સત્, ચિત્ અને આનંદના આવિષ્કારરૂપ માને છે. છિન્ન-ભિન્નતાના પ્રશ્નો આવે, કાળમીંઢ અંધનિયતિનો અવરોધ અકળાવે, ક્યારેક આ મનુષ્યની નિરર્થક, દંભી, ખોટી પ્રવૃત્તિથી વ્યગ્ર થવાય અને કહેવાય પણ ખરું કે – {{Poem2Close}}
<Poem>
'''“અહો ! અસુરહાથ ક્રૂર પકડેલ વેઠે સમાં'''
'''મનુષ્ય દિન નિર્ગમે; ગરક કાર્ય મિથ્યા મહીં,'''
'''અનર્ગળ રચી રચી મૃગજળો દિયે દોટ શી !'''
'''ઠરે ઉર નિરાંતવું, ન કરવું જ બસ એ કદી.'''
'''નિરર્થક મચી રહી મજલ દંભ-કર્તવ્યની.'''
'''ભ્રમે અદય દુષ્ટચક્ર દિનરાત !...”''' </Poem>
{{Right|(‘આત્મદેવને નિવેદન’, અભિજ્ઞા, પૃ. ૯૩)}}
{{Poem2Open}}
ક્યારેક પોતે એમ પણ કહે કે –{{Poem2Close}}
<Poem>
'''‘ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ'''
'''પૃથ્વી પરે દેશવટે ગયા સમો.’'''</Poem>
{{Right|(‘દેશવટે’, નિશીથ, પૃ. ૧૫૮)}}
{{Poem2Open}}
પરંતુ છેવટની – સરવાળે જે અનુભવ-પ્રતીતિ છે તે તો સાર્થકતાની ને આત્મસભરતાની છે. ઉમાશંકરની આત્મનિષ્ઠા – સત્-નિષ્ઠા વિપરીત પરિસ્થિતિ-માંયે તેમને હતાશ યા નિરાશ થતાં રોકે છે. વિસંવાદ સંવાદ માટે છે, વિશ્વનો પોષાક તથા આત્મ-ઉદ્ધારક આંતર દિવ્ય અગ્નિ જે કંઈ અસત છે તેને ખાક કરીને જ રહેશે. ક્યારેક તો આ વિશ્વમાં માધુર્યનો એવો ઉલ્લાસભર્યો અનુભવ કવિ કરે છે કે — {{Poem2Close}}
<Poem>
'''‘મધુરતા ન સમાય અંતરે,'''
'''વિશ્વને કરી જ લ્હાણ હું શકું.’'''</Poem>
{{Right|(‘આજ મારું સહુને નિમંત્રણ’, અભિજ્ઞા, પૃ. ૯૧)}}
{{Poem2Open}}
– એમ પણ તેઓ કહી રહે છે.
એક વાત અહીં સ્પષ્ટ છે કે ઉમાશંકરની જીવનવિભાવનામાં આત્મા-પરમાત્મા, જીવન અને જગત વિશેના ભારતીય માનસના જે મૂળભૂત ખ્યાલો છે તે પ્રગટ થયા વિના રહેતા નથી. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ ને રવીન્દ્રનાથ આદિની કવિપરંપરા; બીજી બાજુ કૃષ્ણ અને યુધિષ્ઠિર, બુદ્ધ અને ગાંધી જેવી મહા-વિભૂતિઓની પરંપરા – તેના પ્રકાશમાં ઉમાશંકરના જીવનકાર્યને – કવનકાર્યને અવલોકવું જોઈએ. એ રીતે અવલોકતાં જણાશે કે ઉમાશંકરની ‘ગુજરાતીતા’નો અર્થ થાય છે ‘ભારતીયતા’ અને તેમની ‘ભારતીયતા’નો અર્થ થાય છે ‘માનવીયતા’ – ‘વૈશ્વિકતા’. ઉમાશંકરને માટે ‘માનવ એટલે ફક્ત માણસ જ નહીં, એની ધરતી, એનું આકાશ, એ આકાશ ઉપરનો અને માણસના હૃદયમાં પ્રવેશી જતો અવકાશ, એ અવકાશને પૂરતા ઉદ્યત સૂર્ય અને સૂર્ય છે ત્યાં સુધી માણસ છે એવી શ્રદ્ધા — આ બધું ઉમાશંકરમાં નિરંતર અનુભવાય છે, પેલા કેન્દ્રસ્થિત માનવને લીધે !’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, હેવાલ, પૃ. ૪૨૧)
ઉમાશંકર ‘વિશ્વમાનવ’ ખરા ? એમની કવિતા ‘વિશ્વકવિતા’ ખરી ? અથવા એમની કવિતાનું ‘વિશ્વકવિતા’માં સ્થાન ખરું ? – આવા પ્રશ્નો ઊગે ખરા, પણ તેની ચર્ચા ઉમાશંકરની કવિતાને સમજવામાં કેટલી ઉપકારક થાય તે તો અનુભવે જ સમજાય. કવિ કવિતા દ્વારા શું હાંસલ કરવા માંગે છે એ અગત્યનું ખરું, પણ એથી વધારે અગત્યનું કવિએ શું હાંસલ કર્યું છે તે છે. ઉમાશંકરની સંસ્કૃતિનિષ્ઠા જડ પિરામિડપૂજા માટે નથી; એમની સંસ્કૃતિનિષ્ઠા માનવીય નિષ્ઠાનું – માનવપ્રીતિનું અવાંતર રૂપ છે. માનવીની અંતરતમ શક્તિઓના સુભગ આવિષ્કારરૂપે સંસ્કૃતિને જોવી ઘટે. શબ્દ અને કવિતા એ સંસ્કૃતિની નીપજ છે ને તેથી જ શબ્દપ્રેમી – શબ્દ-ઉપાસક કવિ સંસ્કૃતિનો અહીં નિર્દિષ્ટ સંદર્ભને કારણે ઉપાસક – સમર્થક બની રહે તો તેમાં આશ્ચર્ય નથી. સંસ્કૃત મનુષ્ય થવા માટેનો સાધનાપથ છે ‘મનુષ્ય’ થવું તે. મનુષ્યે પોતાની વન્યતાને નિવારવા ઊંડું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ, આત્મવિકાસ, મનુષ્યવિકાસ, સંસ્કૃતિવિકાસ – એ વિકાસની સોપાનમાળા એમની કવિતામાં શોધવાનો પ્રયત્ન નિ:શંક રસપ્રદ બને એવો છે. ‘ગુલામ’, ‘નમ્રતા’, ‘આત્માનાં ખંડેર’, ‘કવિ’, ‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’, ‘જીર્ણ જગત’, ‘ગયાં વર્ષો’, ‘રહ્યાં વર્ષો તેમાં –’, ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’, ‘વંચક’, ‘શું શું સાથે લઈ જઈશ હું ?’, ‘પંખીલોક’ જેવાં કાવ્યોમાં વિકાસવાંછુ ઉમાશંકરના આંતર-જગતનાં તીવ્ર મનોમંથન, ઉત્કટ ભાવસંવેદન, સત્-નિષ્ઠા આદિ જોવા મળે છે. વિક્ષુબ્ધતા વચ્ચેય ‘स्व’ની ખબર રાખવી ને ‘स्व-સ્થ’ રહેવા ને એ રીતે વિકસવા સતત મથવું – આ એમની કવિ તરીકેની સાધનાનું ‘ધ્રુવપદ’ છે. વિશ્વ સુધી – ‘सर्व' સુધી વ્યાપવા ઇચ્છનારને ‘सर्व’ સુધી પહોંચ્યા વિના તો ચાલે જ નહિ તે ઉમાશંકર બરોબર જાણે છે. કવિતાનું મૂળ – ગંગોત્રી ખોજવા નીકળેલા ઉમાશંકરે તાત્ત્વિક અર્થમાં પોતાની ખોજ પૂરી કરી નથી એ તો આત્મ-અભિજ્ઞાની ભૂમિકાએ ‘શોધ’માંથી પામી શકાય છે અને ઉમાશંકરની કવિતાની ખોજ ચાલુ છે એ જ સૌથી રસપ્રદ – આશ્વાસક તથા આનંદજનક ઘટના છે આપણે માટે તો. વિશ્વશાંતિની વાત કરનાર ઉમાશંકરને સ્પષ્ટ રીતે જણાયું છે કે મહાન ભાવનાસિદ્ધિ માટેની જે વાસ્તવિક ભૂમિકા તે આત્મસિદ્ધિ – ને એમને માટે તો કવિત્વસિદ્ધિ – વિના શક્ય જ નથી ને એથી તો ‘વિશ્વશાંતિ’ના નારા ગજાવનાર ‘અભિજ્ઞા’માં સ્વગત-આત્મગત કથનના અભિગમ તરફ ઝૂકે છે. ‘વિશ્વશાંતિ’-ગાયકને આત્મ-અભિજ્ઞાની પ્રસ્થાનરેખા પર છેવટે ભાવિ દોડ માટે આવીને ઊભા રહેવું જરૂરી લાગ્યું છે. આ એમના કવિજીવનની – એમના કવનપ્રવાહની એક ખૂબ મહત્ત્વની ઘટના છે. ગાંધીયુગના કવિએ ‘અભિજ્ઞા’ની – ‘સપ્તપદી’ની કવિતા આપી એ ઘટના એમની સતતવિકાસશીલ કવનગતિની દ્યોતક છે. કવિને ગાંધી બાંધી શક્યા નથી. કવિ વિશ્વશાંતિના મહાલય સામે ઇતિહાસગાથાઓ વાંચતા, વિસ્ફારિત નેત્રે, મુખ વકાસીને ખડા રહ્યા નથી. વિશ્વશાંતિ–વિશ્વપ્રેમની બહાર ચાલતી ખોજ અંતરમાં ચાલતી આત્મશાંતિની ખોજ સાથે સંવાદ રચે તો જ એ ખોજનું કોઈ વાસ્તવિક – શ્રદ્ધેય પરિણામ આવી શકે. ઉમાશંકરની આંતરખોજેS ‘આત્માનાં ખંડેર’નું દર્શન કરાવ્યું. આ ખંડેરનું દર્શન – આ ખંડદર્શન વિશ્વદર્શનની – અખંડ આત્મદર્શનની બુનિયાદ બની રહે છે. યથાર્થના નિર્ભ્રાન્ત આકલન વિના અસ્તિત્વના વૈશ્વિક સત્યનો અર્થ સમજવો અશક્ય છે. વળી યથાર્થની આ નિર્ભ્રાન્ત પ્રતીતિને જીરવવાની શક્તિ વિના કઠિન સત્યને ધારી રહેવું પણ અશક્ય જ બની જાય. મૃત્યુની પાસેથી પણ જીવનદીક્ષા માગનાર આ કવિ અહંમુક્તિ દ્વારા વિશ્વાત્માની એકતા અનુભવતાં અનંત જીવનનું અમૃતપાન કરવાની અને એમ કરતાં `शिवोऽहम््'ની સ્થિતિ માણવાની મનીષા સેવે છે. શબ્દનો આવા મહત્ત્વના આધ્યાત્મિક – વૈશ્વિક સંદર્ભમાં સાર્થક રીતે વિનિયોગ કરવાનો એમનો પુરુષાર્થ જીવનભર સતત એકાગ્રપણે ચાલ્યો. એક નવવિવેચકે એક તબક્કે એમના વિશે સાચું જ કહેલું કે – ‘ઉમાશંકરમાં શબ્દ અને શબ્દ વચ્ચે, શબ્દ અને જીવન વચ્ચે સંગતિ છે. આ સંગતિને પરિણામે છેલ્લા સાડાત્રણ દશકના એમના કાવ્યસર્જનમાં સૂક્ષ્મ સાતત્ય અનુભવાય છે.’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, પૃ. ૪૨૧) આ પુરુષાર્થની નિષ્ફળતાઓનાં પાનાં પણ એમના કાવ્યસંગ્રહમાં બંધાયેલાં છે, પરંતુ એ પુરુષાર્થની સફળતાઓનાં – અલબત્ત, ઓછાં, પણ મહત્ત્વનાં – પાનાં જે એમાં જોવા મળ્યાં છે તે ઉમાશંકરની ઊંચી પ્રતિની સર્જકતાનાં દ્યોતક છે. ઉમાશંકરની કવિતા ‘શિવોઽહમ્’ થવાની વૃત્તિથી આલેખાયેલી રસિક શબ્દ-કથા છે. એ કથામાં ‘આત્માની અમૃત કલા’ પ્રગટાવવાનો {{Poem2Close}}
26,604

edits