ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,095: Line 1,095:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિને પ્રણયીજનોની સ્વપ્નલીલાનો ને સૃષ્ટિલીલા સાથેના એમના સંબંધનો પણ અંદાજ છે. ‘પ્રણયરસનાં પ્યાસી તેની જગે બસ આ દશા ?’ – આવી વેધક ઉક્તિમાં પ્રણયભાવનું પ્રાબલ્ય અનુભવાય છે. ‘ગહન નયનો’ની દ્યુતિ રક્ત-સ્રોતે સદાને માટે ભળી ગયાનો કવિનો અનુભવ પણ ઊંડો ને સાચો છે. એ નયનના પ્રભાવે તો ‘જડ, જગત, જીવો સાથેની જુદાઈ ગળી ગયા’નો ભાવ તેઓ અનુભવે છે. ઉમાશંકરની નિજી અનુભવગતિ જેમ ‘પ્રણયસપ્તક’માં તેમ ‘શિશુબોલ’માં પણ વ્યક્ત થાય છે. એ પાંચ કાવ્યનો સંપુટ વસ્તુ, સ્વરૂપ, છંદ અને ભાષા — આ બધી દૃષ્ટિએ વિલક્ષણ લાગશે, બાળકી – ‘બચુડી’ના પ્રવેશે બે પ્રણયથી જીવો – પતિ-પત્ની વચ્ચેના સંબંધને કોઈ નવું જ અને આસ્વાદ્ય પરિમાણ સાંપડે છે. નજીવી લાગતી ઘટનામાંથી જીવનના મર્મસ્પર્શી રૂપને તેઓ ઉપસાવે છે. પતિ-પત્ની વચ્ચે કંઈક વાતચીત ચાલી છે, ને પરિણામે પતિની આંખે ઝાંય વળી છે, જે પત્નીની જાણબહાર છે, પણ નાનકડી બચુ આવીને છળી ઊઠી ધીરે બોલી રહે છે : ‘પિતાજી, ક્યમ આંખમાં નથી હું આજ દેખાતી રે ?’ કોઈ નિશ્ચિત બીબામાં ન ઝીલી શકાય એવો જીવનનો કોઈ સંકુલ સરકતો અર્થ આ પ્રશ્ને ભાવકચિત્તને સ્પર્શી જાય છે. ‘થઈશ તુજ જેવડી’માં પણ અંતે એક સરલ લાગતી રોજિંદી ઘટનામાંથી જવાબ ન સૂઝે એવો બચુડીનો માર્મિક પ્રશ્ન આવે છે. ડૂસકાં ભરતી બચુડી પૂછે છે : {{Poem2Close}}
કવિને પ્રણયીજનોની સ્વપ્નલીલાનો ને સૃષ્ટિલીલા સાથેના એમના સંબંધનો પણ અંદાજ છે. ‘પ્રણયરસનાં પ્યાસી તેની જગે બસ આ દશા ?’ – આવી વેધક ઉક્તિમાં પ્રણયભાવનું પ્રાબલ્ય અનુભવાય છે. ‘ગહન નયનો’ની દ્યુતિ રક્ત-સ્રોતે સદાને માટે ભળી ગયાનો કવિનો અનુભવ પણ ઊંડો ને સાચો છે. એ નયનના પ્રભાવે તો ‘જડ, જગત, જીવો સાથેની જુદાઈ ગળી ગયા’નો ભાવ તેઓ અનુભવે છે. ઉમાશંકરની નિજી અનુભવગતિ જેમ ‘પ્રણયસપ્તક’માં તેમ ‘શિશુબોલ’માં પણ વ્યક્ત થાય છે. એ પાંચ કાવ્યનો સંપુટ વસ્તુ, સ્વરૂપ, છંદ અને ભાષા — આ બધી દૃષ્ટિએ વિલક્ષણ લાગશે, બાળકી – ‘બચુડી’ના પ્રવેશે બે પ્રણયથી જીવો – પતિ-પત્ની વચ્ચેના સંબંધને કોઈ નવું જ અને આસ્વાદ્ય પરિમાણ સાંપડે છે. નજીવી લાગતી ઘટનામાંથી જીવનના મર્મસ્પર્શી રૂપને તેઓ ઉપસાવે છે. પતિ-પત્ની વચ્ચે કંઈક વાતચીત ચાલી છે, ને પરિણામે પતિની આંખે ઝાંય વળી છે, જે પત્નીની જાણબહાર છે, પણ નાનકડી બચુ આવીને છળી ઊઠી ધીરે બોલી રહે છે : ‘પિતાજી, ક્યમ આંખમાં નથી હું આજ દેખાતી રે ?’ કોઈ નિશ્ચિત બીબામાં ન ઝીલી શકાય એવો જીવનનો કોઈ સંકુલ સરકતો અર્થ આ પ્રશ્ને ભાવકચિત્તને સ્પર્શી જાય છે. ‘થઈશ તુજ જેવડી’માં પણ અંતે એક સરલ લાગતી રોજિંદી ઘટનામાંથી જવાબ ન સૂઝે એવો બચુડીનો માર્મિક પ્રશ્ન આવે છે. ડૂસકાં ભરતી બચુડી પૂછે છે : {{Poem2Close}}
<Poem>
{{Space}} '''‘રડીશ બા ! હુંયે જ્યાહરે'''
'''થઈશ તુજ જેવડી ?’'''</Poem>
{{Right|(‘શિશુબોલ’, આતિથ્ય, પૃ. ૨૧)}}
{{Poem2Open}}
‘એકલી’, ‘ચિંતવન’, ‘ભણતર’ વગેરેમાં બાલમાનસની સરલ-સ્વાભાવિક ઉક્તિઓ – ચેષ્ટાઓનો લાભ લઈ કવિએ દાંપત્યજીવનના – વાસ્તવિક જીવનના મર્મદ્વારને ટકોરવાની તક ઝડપી છે. માતા, પિતા અને પુત્રીના મંગલત્રિકોણ દ્વારા ગૃહસ્થ જીવનનાં જે ચિત્રો ઉપસાવ્યાં છે તે આમ તો સ્વાભાવોક્તિરૂપ અને તેથી જ ‘વક્રવ્યાપારશાલી’ છે ! જીવનનો સ્વાદ લેવાની ઉદારસૂક્ષ્મ વૃત્તિ અને શક્તિ વિના આવાં ચિત્રો કવિના કૅમેરામાં ઝડપાવાં મુશ્કેલ છે. આર્દ્ર માધુર્યની વિશિષ્ટ સ્વચ્છ તાજી હવા આ શિશુબોલની સૃષ્ટિમાં અનુભવવા મળે છે અને તેમાં જ કવિની કળાનો વિજય છે. કવિ લીલામયતાથી રોજિંદા જીવનની સાધારણ દેખાતી ઘટનામાંથી અસાધારણતા ઉપસાવીને ‘ભેદના પ્રશ્નો’ રજૂ કરે છે તે અહીં બરોબર જોવા મળે છે. ‘કવિ’માં કવિના વ્યક્તિત્વનાં બે અંગો `स:' અને ‘अहम्’ વચ્ચે સંવાદ યોજવાની કલ્પનામાં ચારુતા છે તે આપણે જોયું છે. આ સંવાદથી જ કવિના પૂર્ણ વ્યક્તિત્વને અભિવ્યક્ત થવાની જે રીતે તક મળે છે તે નોંધપાત્ર છે. ‘એમાં મને મફત ગર્દન શીદ મારે ?’ જેવી બોલચાલની રીતને પદ્યમાં અજમાવાતી પંક્તિઓ પણ આવી જાય છે ! વસંતતિલકાને આ રીતે સંવાદક્ષમ બનાવવામાં – અર્થાનુસારી, નમનીય (‘ઇલેસ્ટિક’) કરવામાં ઉમાશંકરે ઠીક કૌશલ બતાવ્યું છે. ‘જવાનલાલ’ દયારામના ‘ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ’ના ઢાળ-ઢાંચામાં રચાયેલું કાવ્ય છે. આ કાવ્ય ‘શેષ’ના ‘નટવરલાલનો ગરબો’, રમણીક અરાલવાળાનો ‘પસવો પાનવાળો’ જેવાં કાવ્યોનું સગોત્ર છે. કાવ્ય લખાયું છે હળવે કલમે – પણ કાવ્યના ઊંડાણમાં દાંપત્યજીવનના વૈષમ્યનું ઊંડું દર્દ છુપાયેલું છે. ‘જવાનલાલ’ નામમાં જ સર્જકતા ચમકે છે. ‘વહુ’નું ચિત્ર સહેલાઈથી વીસરી શકાય એવું નથી. ‘મળી છે કેવી એક આ તે’ – ની શનિવારની રાતે જવાનલાલને જે પિછાણ મળી છે તે ભાવકના મનમાંથી ખસે એમ નથી. આ કાવ્યમાં ઘટના છે, તેનો રસળતી રીતનો નિર્વાહ છે ને એનો યથાકાલ અંત પણ છે. કાવ્યની ઇબારત ‘રાસડા’ની યાદ અપાવે તેવી છે. આ જવાનલાલની પેઢીમાં જ વેણીભાઈના ‘નવાઈલાલ’ વગેરેને ગણાવી શકાય ‘ત્રિશૂળ’ની ત્રણ રચનાઓ ‘ઝભ્ભો’, ‘તું જો ધારે થવા માતા’ અને ‘ખુરશી’ એમની વિશિષ્ટ સર્જનરચનાઓ છે. ‘ઝભ્ભા’નું આલેખન વસ્તુ-અભિગમ, લયતત્ત્વ આદિમાં દલપતશૈલીનું કંઈક સ્મરણ-અનુસંધાન આપે છે ને છતાં દલપતશૈલીથી અલગ અને અનોખું છે. સર્જનલક્ષી ચિંતનલીલાના પ્રભાવે કરી ‘ત્રિશૂળ’ની ત્રણેય રચનાઓ આસ્વાદ્ય બની છે. એમાં કવિના બુદ્ધિચાતુર્યનો ઉન્મેષ પણ અનુભવાય છે. ઝભ્ભો કવિની ટીકાવાણી મૂંગાં મૂંગા સાંભળી ઠીક જવાબ આપે છે :{{Poem2Close}}
<Poem>
'''‘માથા વિનાના આદમી પર બતાવે છે શો રુઆબ ?’'''</Poem>
{{Right|(‘ત્રિશૂળ’, આતિથ્ય, પૃ. ૧૬૦)}}
{{Poem2Open}}
‘તું જો ધારે થવા માતા’ કાવ્યમાં પણ અંતમાં માતાનું પિતાને ખોજી લાવવાનું સૂચન માર્મિક છે. ‘ખુરશી’માં આરંભમાં જ ‘ડોળા વિનાની કો જાણે આંખ સમી રહી તાકી’, – એ પંક્તિથી આરંભાતું વર્ણન આકર્ષક છે. એમાં ખુરશીના શબ્દોમાં જે મર્મ છે તે પણ આસ્વાદ્ય છે અને વધુમાં આ ત્રણેય રચનાઓમાં મનહરના બંધનો વિનિયોગ અને કંઈક અંશે સૉનેટરચના – સૉનેટમાળાને મળતું સ્વરૂપ સિદ્ધ કરતું ત્રણેયનું રચનાશિલ્પ ધ્યાનપત્ર છે. (‘ખુરશી’માં ૧૬ પંક્તિઓ છે.) ‘નારી : કેટલાંક સ્વરૂપ’ની સાત સૉનેટની માળામાં કથનશૈલી – સંવાદશૈલીનો ઘટતો પ્રયોગ કરી નારીનાં સ્વરૂપોનું જે ચિત્રાલેખન થયું છે તે સુરેખ ને સચોટ છે. નારીની મનોદશાનાં – એની પ્રકૃતિનાં વિવિધ રૂપોની – નર અને નારીના પ્રણયસંબંધનાં વિવિધ રૂપોની મનને અનુકૂળ એવી ભાષારીતિમાં થયેલી આ ચિત્રાવલિ પણ વસ્તુનાવીન્ય અને નિરૂપણકૌશલે સદ્ય ધ્યાન ખેંચે છે. સુધા અને વારુણી ઉભયનો અનુભવ કરાવતા નારીસૌન્દર્યનું વર્ણન માર્મિક છે. ‘ઉર રસવિહોણાં જ વસમાં’ એમ માનનારાને ‘પ્રીતિસ્ફૂર્તિ’નો અનુભવ કરનાર પાત્રની દુનિયામાં ઈર્ષ્યા ન ટકે તો જ ઉત્તમ. વળી કવિએ આ ગુચ્છમાં પ્રણયના ‘અભિનય’, ‘પુરુષદ્વેષ’ આદિનું પણ સરસ ચિત્ર આપ્યું છે. ‘અહો શા વ્યક્તિત્વે’–માં નારીનું એની પીઠના વર્ણને જે વ્યક્તિત્વ આલેખ્યું છે તે આસ્વાદ્ય છે. તેઓ લખે છે : {{Poem2Close}}
<Poem>
'''“અહો શા વ્યક્તિત્વે ઠરી હતી તહીં પીઠ પણ તે !'''
'''શિરે સાળુ, સ્કંધ પ્રણત, કટિ લંકાઈ કંઈ તે !'''
'''નહીં ઘાટાં વસ્ત્રે ગરદન દીસે, – ક્યાંથી સ્રગ તો ? –'''
'''ન વેણી, કે રેણી ઉડુગણ સમાં કેશકુસુમો.'''
'''જલે રૂપજ્યોતિ સ્થિર; નહિ દઝાડે, ઝપટમાં'''
'''લઈ ઝાળે બાળે નહિ, ઉર ઉજાળે નિકટમાં'''
'''વસેલાંનાં, પ્રેરી પણ બહુ શકે દૂરજનનાં.'''
'''સભા આખીયે તે હસુંહસું થઈ ર્હે જ મનમાં.”'''</Poem>
{{Right|(‘નારી : કેટલાંક સ્વરૂપ’, આતિથ્ય, પૃ. ૧૧૬)}}
{{Poem2Open}}
કવિની ભાવરસિકતા – જીવનરસિકતા, એમની કલાદૃષ્ટિ – સૌન્દર્યદૃષ્ટિ આ પ્રકારનાં ચિત્રોમાં વિશુદ્ધ રૂપમાં પ્રતીત થાય છે.
‘વસંતવર્ષા’માં નિસર્ગનાં બે સમૃદ્ધતર રૂપો – વસંત અને વર્ષાનું માનવજીવનના સૌન્દર્યસંદર્ભે આલેખન છે. વિશ્વશાંતિનું ભાવનાદર્શન કરનાર ઉમાશંકરે વિશ્વશાંતિમાં અવરોધરૂપ બળો – ગુલામી, યુદ્ધખોરી, શોષણખોરી વગેરેનો – દ્વેષ, અસૂયા, આદિનો આંતરજીવન તથા બહિર્જીવનમાં અનુભવ કર્યો, એમનો પ્રયત્ન એ વિષમતાઓનાં મૂળભૂત કારણોને દૂર કરવાનો રહ્યો અને એ પ્રયત્ન સ્નેહ-સંવાદની કવિતાનું રૂપ લઈ ‘વસંતવર્ષા’માં માનવસંસ્કૃતિ ને પ્રકૃતિની વિસ્તૃત ભૂમિકા પર ચાલુ રહેલો જોઈ શકાય છે. પ્રકૃતિ અને માનવ, માનવપ્રકૃતિ અને માનવસંસ્કૃતિ એમની કવિતાના વિષય તરીકે અહીં તુરત ધ્યાન ખેંચે છે. સંગ્રહના આરંભના ભાગમાં વસંત ને વર્ષાની ઠીક જમાવટ છે અને આ વસંત ને વર્ષાનો માનવજીવનના સંદર્ભમાં પણ એક ખાસ અર્થ થાય છે, જે પછીનાં કાવ્યોમાં પણ જોવા મળે છે. સત્-તત્ત્વપ્રેરિત પ્રસન્નતા અને પ્રૌઢત્વ – બંનેના યોગે કરીને આયુષ્યમાં વસંતના પ્રફુલ્લત્વ તથા વર્ષાના અમૃતત્વનો ચેતનોલ્લાસમૂલક અનુભવ થાય છે તેના આધારે – તે અનુભવમાંની ઊંડી નિષ્ઠાના બળે કવિ વસંતવર્ષાનું જીવનરસથી સભર એવું વર્ણન કરે છે. વસંત અને વર્ષાની અંતરિયાળ જે ગ્રીષ્મ, તેના દારુણ અનુભવને કવિ હૃદયમાં ગોપવે છે. આ સંગ્રહનાં કાવ્યો વિશે શ્રી નિરંજન ભગત લખે છે :
“વસ્તુની દૃષ્ટિએ આ સંગ્રહમાં ગુજરાતની પ્રકૃતિ ઉપરાંત ગુજરાતની સીમા પરના ભારતવર્ષના નિસર્ગ અને ઇતિહાસનું તથા ભારતવર્ષનીય સીમા પારના પ્રદેશોની માનવતાનું દર્શન ‘ભટ્ટ બાણ’ અને ‘દર્શન’ દ્વારા – બાણ અને રવીન્દ્રનાથનાં વાક્યો દ્વારા – પ્રગટેલી ઉમાશંકરની અંગત કાવ્યદૃષ્ટિને સાર્થ કરે છે, તો અંતનાં બે સૉનેટ કવિના વયના સંધિકાલે પ્રગટ થતા આ સંગ્રહના શીર્ષકને સાર્થ કરે છે.”{{Poem2Close}}
{{Right|(‘વસંતવર્ષા આયુષ્યની’, વસંતવર્ષા, ૧૯૬૨, પૂંઠા પાન–૪)}}
{{Poem2Open}}
‘વસંતવર્ષા’માંનું ‘મેઘદર્શન’ કાવ્ય મેઘદૂતના પ્રકૃતિસૌન્દર્યના ને માનવ-હૃદયના સૌન્દર્યના અમૃતનું ફરી પાન કરાવે છે. મેઘદૂતનો કવિએ સાક્ષાત્કાર કર્યો ન હોત તો જે રીતે મેઘદર્શન અહીં છંદોલય ને ચિત્રાત્મક બાનીમાં અવતર્યું છે તે શક્ય બનત કે કેમ તે પ્રશ્ન છે. આ ચિત્રાવલી મેઘદૂતનો કાવ્યરસ કેવો ચખાડે છે તે જુઓ :{{Poem2Close}}
<Poem>
'''“આજેયે તે નભ ભરી વહે સારસોના નિનાદો,'''
'''સૂતાં ભોળાં ભવનવલભી હેઠ પારાવતોયે;'''
'''ઊડે પાંખો ધવલ પસરી વ્યોમઅંકે બલાકા,'''
'''ને ચંચૂમાં કમલ ગ્રહીને સ્હેલતા રાજહંસો.'''
'''વાડો મ્હેકી કહીંક ઊઠતી ખેતરે કેતકીની,'''
'''ગ્રામે ગ્રામે અનુભવી કથાદક્ષ છે ગ્રામવૃદ્ધો;'''
'''આજેયે તે અભિસરી રહી પ્રેમિકા અંધકારે,'''
'''જોઈ રહેતી જલદ નભમાં કૌતુકે અંગનાઓ.'''
'''આજેયે તે જળઢળકતી ધન્ય ગોદાવરી, ને'''
'''બ્હોળી રેવા વિષમગતિ વિન્ધ્યાદ્રિપાદે વીંખાતી;'''
'''સિપ્રા સોહે સ્મિતમય, ફળે ઝૂકતી જાંબુકુંજો,'''
'''માર્ગે માર્ગે મનુકુલભર્યાં છે પુરો પ્રાણપૂર્ણ.”'''</Poem>
{{Right|(‘મેઘદર્શન’, વસંતવર્ષા, પૃ. ૨૬)}}
{{Poem2Open}}
‘મેઘદર્શન’ નિમિત્તે માનવહૃદયની વિરહ-વ્યથાના રમણીય કાવ્ય મેઘદૂતના સ્મરણ સાથે માનવના હૃદય હૃદય વચ્ચેના આંતરાની – વિજોગની વાત કવિ છેડે છે ને પ્રશ્ન કરે છે :{{Poem2Close}}
<Poem>
'''‘એવું કૈં શું મનુહૃદયમાં, કે સદાના વિજોગે'''
'''એકાબીજા તણી નિકટમાંયે રહે જીવી જીવો ?’'''</Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૨૬)}}
26,604

edits