ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,159: Line 1,159:
'''એકાબીજા તણી નિકટમાંયે રહે જીવી જીવો ?’'''</Poem>
'''એકાબીજા તણી નિકટમાંયે રહે જીવી જીવો ?’'''</Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૨૬)}}
{{Right|(વસંતવર્ષા, પૃ. ૨૬)}}
{{Poem2Open}}
‘દર્શન’ કવિ રવીન્દ્રનાથને થયેલા વિશ્વની એકાત્મકતાના દર્શન-ચમત્કારને કેન્દ્રમાં રાખીને લખાયું છે. હિમાદ્રિ કવિને જગત તરફ પાછા મોકલે છે – એ પ્રકારે કાવ્યમાં ઘટનાગુંફન થયેલું છે. હિમાદ્રિ કવિને કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘ઘટે મનુજવૃંદમાં જ, અહીંયાં ન રે, શોધવું,'''
'''ઘટે ભીતરમાં, બહાર નહિ એ, ભલા, ખોજવું,'''
'''લહી, પ્રિય, થજે તુંયે પ્રથિત ક્રાન્તદર્શી કવિ.’'''</Poem>
{{Right|(‘દર્શન’, વસંતવર્ષા, પૃ. ૬૨)}}
{{Poem2Open}}
આ પછી કવિના નેત્ર આગળથી જવનિકા ખસી જતાં વરેણ્ય ભર્ગનું દર્શન થાય છે. કવિ ‘અલૌકિક અભિજ્ઞતા’ પામે છે. ‘સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું | સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌન્દર્યની | સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.’ (‘વસંતવર્ષા’, પૃ. ૬૩) – આ શબ્દાર્થના સહિતત્વને પ્રેરતું કવિનું ઉદાત્ત દર્શન છે. ‘ભટ્ટ બાણ’ કવિની ભાવયિત્રી અને કારયિત્રી પ્રતિભાના પરિણત ફળ સમું કાવ્ય છે. `ज्ञास्यसि मरणेन प्रीतिमित्यसंभाव्यम् एव इति ।' — એ કાદંબરીના શબ્દો આગળ ‘કાદંબરી’ની કથા અધૂરી અટકી છે. ‘જાણશો મૃત્યુથી પ્રીતિ’ એ શબ્દો એક મંત્રવાક્ય જેવા ગૂઢ અને બળવાન છે. એ શબ્દો રસજ્ઞ-મર્મજ્ઞ કવિને એવા તો ‘કાવ્યવશ’ કરે છે કે આ કાવ્ય છેવટે રચાઈને જ રહે છે. આ કાવ્યના પ્રથમ ખંડમાં કવિએ બાણવિરચિત ‘કાદંબરી’ કથાના અંતનો તો બીજા ખંડમાં તેના ‘હર્ષચરિત’ના આરંભમાંના આત્મકથાત્મક અંશનો વિનિયોગ કર્યો છે. કવિ મૂળની વિગતોની પાસે રહીને પણ જે મૌલિક ધ્વનિ સમગ્ર કાવ્યમાંથી નિષ્પાદિત કરે છે તે ધ્યાનપાત્ર છે. {{Poem2Close}}
<Poem>
'''‘સામનિર્દોષ વેળાએ આશુરોષ ઋષિવરે'''
'''દુર્વાસાએ રુષાવેશે ઋચા આલાપી વિસ્વરે.’'''</Poem>
{{Right|(‘ભટ્ટ બાણ’, વસંતવર્ષા, પૃ. ૬૬)}}
{{Poem2Open}}
– આ સંસ્કારરુચિર ભાવોજ્જ્વલ બાની પ્રાચીન વૈદિક આશ્રમી જીવનનું હવામાન રચવામાં કેટલી ઉપયોગી થાય છે તે જોવા જેવું છે. ‘ભટ્ટ બાણ’ની આ કાવ્યરચના કવિની સંવેદનશીલતા – કાવ્યશિલ્પ-વિધાનની કુશળતા ને ભાષાપ્રવીણતાનું સુંદર ઉદાહરણ બને છે. કવિનો અનુષ્ટુપ કોઈ નવું રમણીય રૂપ લેતો અહીં પ્રગટ થાય છે : {{Poem2Close}}
<Poem>
'''‘શુક્લસ્મિત, શુક્લતેજ, શુક્લસ્રગ્, શુક્લઅંબર;'''
'''અંત:શીતલતા યોગે ગણ્યો ના ગ્રીષ્મડંબર.’'''</Poem>
{{Right|(‘ભટ્ટ બાણ’, વસંતવર્ષા, પૃ. ૭૦)}}
{{Poem2Open}}
‘રડો ન મુજ મૃત્યુને !’ ગાંધીજીના મૃત્યુના આઘાતે જન્મેલ આમ તો પ્રાસંગિક છતાં ચિર મૂલ્યવત્તા ધરાવતું કાવ્ય બન્યું છે તેનું કારણ ગાંધીજી પ્રત્યેની તેમની લાગણી સત્ય-પ્રેમ માટેના પક્ષપાતના પર્યાયરૂપ છે તે છે.S ગાંધીજીનું મૃત્યુ સત્યકળાના આ ઉપાસકને ખોટરૂપ લાગે છે. કલાકાર તરીકે જે સત્ય-સૌન્દર્ય સાથે – માનવીય જીવન સાથે તેમનો નાતો છે તેને ગાંધીજીના અવસાનને કારણે આઘાત પહોંચ્યો છે. તેઓ તેથી જ ઊંડા આઘાતની અભિવ્યક્તિને કલાસૌન્દર્યની મર્યાદામાં રહ્યાં રહ્યાં વધુ તીવ્ર કક્ષાએ સ્વાભાવિક રીતે પહોંચાડી શક્યા છે :{{Poem2Close}}
<Poem>
'''‘સુણો પ્રગટ સત્ય : વેર પ્રતિ પ્રેમ પ્રેમ ને પ્રેમ જ !’'''</Poem>
{{Right|(વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૧૩૩)}}
____________________________________________
S <small>આ અને આવાં ગાંધીવિષયક, ગાંધીમૃત્યુ-વિષયક ઉમાશંકરાદિનાં કાવ્યો વિશે શ્રી વ્રજલાલ દવેએ ‘ગુજરાતી કાવ્યસાહિત્યમાં ગાંધીજીવન અને ગાંધીમૃત્યુ’એ વ્યાખ્યાનમાં ઉત્સાહપૂર્વક ખ્યાલ આપ્યો છે. (સાહિત્યવિષયક વ્યાખ્યાનો, ૧૯૭૩, પૃ. ૧૪૧–૧૭૭)</small>
26,604

edits