ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,205: Line 1,205:


S <small>આ અને આવાં ગાંધીવિષયક, ગાંધીમૃત્યુ-વિષયક ઉમાશંકરાદિનાં કાવ્યો વિશે શ્રી વ્રજલાલ દવેએ ‘ગુજરાતી કાવ્યસાહિત્યમાં ગાંધીજીવન અને ગાંધીમૃત્યુ’એ વ્યાખ્યાનમાં ઉત્સાહપૂર્વક ખ્યાલ આપ્યો છે. (સાહિત્યવિષયક વ્યાખ્યાનો, ૧૯૭૩, પૃ. ૧૪૧–૧૭૭)</small>
S <small>આ અને આવાં ગાંધીવિષયક, ગાંધીમૃત્યુ-વિષયક ઉમાશંકરાદિનાં કાવ્યો વિશે શ્રી વ્રજલાલ દવેએ ‘ગુજરાતી કાવ્યસાહિત્યમાં ગાંધીજીવન અને ગાંધીમૃત્યુ’એ વ્યાખ્યાનમાં ઉત્સાહપૂર્વક ખ્યાલ આપ્યો છે. (સાહિત્યવિષયક વ્યાખ્યાનો, ૧૯૭૩, પૃ. ૧૪૧–૧૭૭)</small>
{{Poem2Open}}
‘પ્રેમ’નું ત્રણ વારનું પુનરાવર્તન (–અને છંદની એ રીતે થતી છલામણ) કલાસૌન્દર્યસાધક ને તેથી જ સાર્થક છે એ સ્પષ્ટ છે. ‘અઘરા શબ્દો’માં શબ્દ અને કવિ વચ્ચે જે લીલાપૂર્વક સંવાદ ચાલે છે તે લિજ્જતદાર છે. આ શબ્દોને ‘બુકાની બાંધેલા પથ-અધવચ્ચે તૂટી પડતા !’ વર્ણવવામાં કવિની ચતુરાઈ રહી છે. ‘ગયાં વર્ષો –’ અને ‘રહ્યાં વર્ષો તેમાં –’ કવિના ગત અને ભાવિ જીવનની સુસંક્ષિપ્ત આત્મકથા જાણે છે. સમય પ્રત્યેની કવિની સભાનતા સાથે, જીવન પ્રત્યેનો જ્ઞાન-પૂર્વકનો – સૌન્દર્યનિષ્ઠાપૂર્વકનો કવિનો સંવાદપૂર્ણ અભિગમ અહીં જોવા મળે છે. શિવનાં શૃંગની ઝંખનાથી જીવનયાત્રા કરતા કવિની કવનયાત્રા રસિક છે તેનું કારણ એમની સત્ત્વાભિમુખી – સત્યાભિમુખી કલાનિષ્ઠા – શબ્દનિષ્ઠા છે. અહંગર્તામાં પગ લપટી જવાની ઘટના બને, પણ છેવટે અભિરામ ઋતલીલાનો આનંદ જ કવિએ ગાવાનો રહે છે. કવિના જીવનનું સરવૈયું જાણે આમાં મળે છે.
‘અભિજ્ઞા’માં કલાકારની સંવેદનશીલતા ને જાગરૂકતા એક બાજુથી ‘શું શું સાથે લઈ જઈશ હું ?’ના પ્રશ્નને કૃતાર્થતાથી ભરેલો ઉત્તર આપવા ઉમાશંકરને પ્રેરે છે તો બીજી બાજુથી પોતાના જ વ્યક્તિત્વની બુનિયાદી મુશ્કેલીઓનો પ્રતિકાર કરવા એમને તાકીદ કરે છે. એક બાજુથી ‘ઘેર ઘેર પડેલ હજી નવ હાથ લાગ્યા ભિક્ષુકના ટુક જેમ વિચ્છિન્ન’ હોવાનો ભાવ તો બીજી બાજુથી ‘અહો આયુર્યાત્રા !’નો ભાવ અનુભવી અવનિનું અમૃત મળ્યાનો સંતોષ પણ વ્યક્ત કરે છે. તેઓ લગભગ અર્ધશતાબ્દીને આરે આવીને ઊભેલ છે ત્યારે ‘ક્યાં છે કવિતા ?’નો પ્રશ્ન કરે છે. જાણે એમનો એ અર્ધશતાબ્દીનો અનુભવબોલ ! પોતાના અસ્તિત્વમાં કાવ્ય ચમકતું જોવા મળ્યું છે યા નહિ તેનો સવાલ જાતને ન કરતાં સામા જનને કરે છે !{{Poem2Close}}
<Poem>
‘શબ્દ છે ! છે છંદ પણ ! ક્યાં છે તો કવિતા ?’</Poem>
{{Right|(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૭)}}
{{Poem2Open}}
આ પ્રશ્ન ઉઠાવતી મનોદશામાંથી કાવ્ય ઊભરાઈને ‘શોધ’ રૂપે આપણને મળ્યું. કાવ્ય તો આ પ્રકારે પ્રશ્ન જેને થાય એની પાસેથી મળવાનું જ ! આ કવિતા – આત્માની માતૃભાષા – તેને સિદ્ધ કરવાની કવિની સતત મથામણ આટલાં વરસો પછી ‘અભિજ્ઞા’માં અભિનવ અને રસપ્રદ રૂપે પ્રગટ થાય છે. કવિની આ કાવ્યશોધ પોતાનામાંના કવિની શોધ પણ છે – એ એક આધ્યાત્મિક શોધ પણ છે. આ શોધનું આકર્ષણ કવિની સચ્ચાઈમાં રહેલું છે. ‘મેં દૂર રાખ્યો બહુ માંહ્યલાને’ – આ રંગરોગાન વિનાના શબ્દોમાં કવિની સચ્ચાઈનું તેજ ઊતર્યું છે. કવિ જીવનભર પોતાને ખરેખરા અર્થમાં મળવાનું – પામવાનું લક્ષ્ય ચૂક્યા નથી. પોતાની એક આંખ આસપાસના સંસારને જોવા-સમજવામાં લાગેલી હતી ત્યારેય તેમની બીજી આંખ સતત પોતાની અંદરની દુનિયા પર ચાંપતી નજર રાખતી જ હતી. ઉમાશંકર એ રીતે કાવ્ય-કળાના ક્ષેત્રે પાકા ‘ખબરદાર’ હતા !
‘છિન્નભિન્ન છું’માં કવિ એ મનોદશામાં છે; જેમાં વસંતપંચમી કેમ આવી ને કેમ ગઈ તેની ખબર સરખી તેમને રહેતી નથી ! આ પેલો ‘વસંતવર્ષા’નો કવિ છે, જેણે એક વાર એમ કહેલું કે ‘કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની.૭૩ આજે એ કવિ વ્યક્તિત્વની માની લીધેલી એકતાને શતખંડ ત્રુટિત જુએ છે. આ કવિ જીવનને ઘાટ દેવા મથતાં રાગ, દ્વેષ ને ભયનાં બળોને ‘મૂર્તિ’ રૂપે કલ્પી તેમની અભિવાદના કરે છે. આ આખા વ્યાપારમાં સાહજિકતા નથી ને તેથી જ કદાચ પ્રેમધર્મની એમની જ દ્વારા દીક્ષા પામવા છતાં કખગઘનેયે પામવાનું કેમે કરી કવિને ફાવ્યું નથી. માનવીએ માનવીએ સંબંધનું જે અલગ ગણિત છે તેની સાથે મેળ પાડવાનું કામ અઘરું છે. ચાહવું કે ધિક્કારવું – એય કેટલે અંશે સ્વાધીન પ્રક્રિયા ? – એ પ્રશ્ન છે. સૂરજનેય ઠારી દેનારી ઉષ્માવિહીન સ્થિતિમાં કંઈક આશા – કંઈક અપેક્ષા હૃદય પાસે રહે છે. ‘ગૉગલ્સ-આંખો’(આ સમાસ પણ અર્થપૂર્ણ છે.)વાળા, ચિંતનપ્રેમી મનુષ્યનું લઘુહૃદય સાબરના ક્ષીણ પ્રવાહ જેટલું હૈયું ઠારનાર બને તેય ક્યાંથી ? કવિ ‘દિનરાત’ ‘રાતદિન’ ખિન્ન છે – આ હૃદયના બળ દ્વારા છિન્નભિન્નતા વિદારીને સ્નેહનો દિગ્વિજય હાંસલ થતો નથી માટે.
‘શોધ’ કદાચ ઉમાશંકરની અનેકવિધ શક્તિઓના એક સામટા આવિષ્કારરૂપ ઉત્તમ કાવ્ય છે. દૂધમાં પોરા કાઢવાની મનોવૃત્તિવાળા વિવેચકને આમાંય ખણખોદ કરવાનું સૂઝે, પણ આપણો રસ તો એમાંની ભરપૂર કવિતામાં છે. જે અરૂઢ રીતિએ ભાષાના જ ઉન્મેષ-બળે કવિતાનું રૂપ – એનો આકાર સધાતો જાય છે તે પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા જેવું છે. કવિતાના આરંભે જ એક ઊંડો વિષાદ આપણને સ્પર્શી જાય છે. એ વિષાદ છે, પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં તેનો ! આ પુષ્પોને કવિએ આ રીતે જોયાં છે – {{Poem2Close}}
<Poem>
“પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા,
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;
પુષ્પો, મારી કવિતાના તાજˆ-બ-તાજˆ શબ્દો.”</Poem>
26,604

edits