26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 120: | Line 120: | ||
‘સાપના ભારા’, ઉમાશંકરે એકાંકી વિશેની પોતાની જે વિભાવના દર્શાવી છે એ ધોરણે જોતાં એક સફળ એકાંકી ઠરે છે. વિષયવસ્તુની પસંદગી, ઘટનાગુંફન, સંવાદભાષાનું સામર્થ્ય, લાઘવ, એકતા, રસ-રહસ્યનું સચોટ નિરૂપણ – આ બધાંની દૃષ્ટિએ તે સિદ્ધ નાટક છે. “... આ અમારો તો વેલો દશપંદર પેઢીથી પેલા લંબરનો છે, તે તમારી દીકરીને લીધે હવે મૂળમાંથી જવા બેઠો” એમ કહેનારી ધની વેવણને નાટકના અંતમાં જ ખબર પડે છે કે એ વેલો મૂળમાંથી જવા બેઠો હોય તો એમાં કમમાં કમ મેના જેટલી તો પોતાના પતિ નંદરામનીયે જવાબદારી છે. ‘સરયૂ’ યોગ્ય રીતે ‘નાટકના અંતે અણધારી રીતે પ્રકટ થતા રહસ્ય-સંદર્ભે’ ‘હૉટ સુપર્બ આય્રની’ એવા શબ્દો વાપરે છે.<ref>માનસી, વર્ષ-૨, ગ્રંથાંક ૪, ડિસેમ્બર, ૧૯૩૭, પૃ. ૭૪૯.</ref> | ‘સાપના ભારા’, ઉમાશંકરે એકાંકી વિશેની પોતાની જે વિભાવના દર્શાવી છે એ ધોરણે જોતાં એક સફળ એકાંકી ઠરે છે. વિષયવસ્તુની પસંદગી, ઘટનાગુંફન, સંવાદભાષાનું સામર્થ્ય, લાઘવ, એકતા, રસ-રહસ્યનું સચોટ નિરૂપણ – આ બધાંની દૃષ્ટિએ તે સિદ્ધ નાટક છે. “... આ અમારો તો વેલો દશપંદર પેઢીથી પેલા લંબરનો છે, તે તમારી દીકરીને લીધે હવે મૂળમાંથી જવા બેઠો” એમ કહેનારી ધની વેવણને નાટકના અંતમાં જ ખબર પડે છે કે એ વેલો મૂળમાંથી જવા બેઠો હોય તો એમાં કમમાં કમ મેના જેટલી તો પોતાના પતિ નંદરામનીયે જવાબદારી છે. ‘સરયૂ’ યોગ્ય રીતે ‘નાટકના અંતે અણધારી રીતે પ્રકટ થતા રહસ્ય-સંદર્ભે’ ‘હૉટ સુપર્બ આય્રની’ એવા શબ્દો વાપરે છે.<ref>માનસી, વર્ષ-૨, ગ્રંથાંક ૪, ડિસેમ્બર, ૧૯૩૭, પૃ. ૭૪૯.</ref> | ||
આ નાટક સંદર્ભે વાત કરતાં જયંતિ દલાલ પાત્રોની કરકસરનો પ્રશ્ન ઉઠાવે છે. (પાત્રોની કરકસરનો પ્રશ્ન આ સંગ્રહમાં આ એક જ એકાંકીની બાબતમાં એમને થયો છે !) લીલી, ખેડુ અને પડોશણ; અને કદાચ દોલોમામો – આ ચારેય પાત્રોને બચાવી – એમનાં કામ કોઈક રીતે બે વેવણો દ્વારા કરાવી શકાત ને એ રીતે નાટકનો સ્ફોટ છે તેથીયે વધારે તીવ્ર કરી શકાયો હોત એમ તેઓ માને છે. એટલું તો સ્પષ્ટ છે કે લેખકે લીલી, ખેડુ, પડોશણ અને દોલામામાની સહાયથી નાટકના વસ્તુને વધુ વેગ ને બળ પૂરાં પાડ્યાં છે. મેના પાસે એક લીલી જ જઈને આવી હોય છે. આ લીલીના પાત્રના આધારે જ નાટકની કેન્દ્રીય ઘટના ઉકેલાતી – મંડાતી જાય છે, ને અનેક લીલીઓ – મેનાઓના પ્રશ્ન તરફ પણ પ્રેક્ષકોનું ધ્યાન મંડાતું જાય છે ને એ સાથે નાટકની કરુણતાને સમજવા–પામવા માટેનો યોગ્ય પરિપ્રેક્ષ્ય પણ એ પાત્ર આપી રહે છે. ધનબાઈના દાંપત્યજીવનના વિસંવાદના સૂચનમાં પડોશણનો તો અંબાબાઈ દ્વારા નાટકને એક નિશ્ચિત બિન્દુએ પહોંચાડવામાં દોલામામાનો પ્રવેશ ઉપકારક થઈ પડે છે. ખેડુની વાત નાટકના અંતને નાટ્યાત્મક વક્રતા સમર્પવામાં ઉપકારક થાય છે. આ પાત્રો બચાવીને લેખકે પોતાનું ધાર્યું લક્ષ્ય હાંસલ કર્યું હોત તો વધારે રૂડું થાત. આમ છતાં જેવું છે તેવું આ નાટક, દલાલ કહે છે તેમ, “જરાકે ઓછું પ્રભાવશાળી નથી. આપણાં, આંગળીના વેઢા વધારે પડે એવાં ઉત્તમ એકાંકીમાં ‘સાપના ભારા’ અનાયાસે અને ઉમાશંકરને વરેલી કીર્તિના આધાર વિના આપબળે સ્થાન પામે એમ છે.”<ref>કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૫૪.</ref>‘સાપના ભારા’ સંદર્ભમાં શ્રી દલાલનાં બીજાં પણ કેટલાંક રસપ્રદ નિરીક્ષણો છે. ‘સાપના ભારા’ સંગ્રહના તેઓ ‘બહુ જ વિચિત્ર રીતે’ બે ભાગ પડતા જુએ છે, જેમાંનો એક ભાગ ‘સાપના ભારા’ સહિતનાં, લગભગ બે માસના ગાળામાં વીસાપુર જેલમાં લખાયેલાં નાટકોનો છે. બીજો છ નાટકોનો ભાગ વીસાપુર જેલમાંથી છૂટ્યા પછીનાં અને થોડા શહેરી વસવાટના પાસનાં નાટકોનો છે. આગળનાં પાંચ નાટકોમાં ‘રૉ’ (raw) સાથે ‘લિરિકલ ઍન્ડ સૉફેસ્ટિકેટેડ’ હોવાનું તેઓ જણાવે છે.<ref>એજન, પૃ. ૧૫૨.</ref> ‘સાપના ભારા’માં સ્પષ્ટ રીતે ‘રૉ’ <sup>{{Color|Blue|S}}</sup> અને ‘લિરિકલ’ તત્ત્વો જોઈ શકાય છે. | આ નાટક સંદર્ભે વાત કરતાં જયંતિ દલાલ પાત્રોની કરકસરનો પ્રશ્ન ઉઠાવે છે. (પાત્રોની કરકસરનો પ્રશ્ન આ સંગ્રહમાં આ એક જ એકાંકીની બાબતમાં એમને થયો છે !) લીલી, ખેડુ અને પડોશણ; અને કદાચ દોલોમામો – આ ચારેય પાત્રોને બચાવી – એમનાં કામ કોઈક રીતે બે વેવણો દ્વારા કરાવી શકાત ને એ રીતે નાટકનો સ્ફોટ છે તેથીયે વધારે તીવ્ર કરી શકાયો હોત એમ તેઓ માને છે. એટલું તો સ્પષ્ટ છે કે લેખકે લીલી, ખેડુ, પડોશણ અને દોલામામાની સહાયથી નાટકના વસ્તુને વધુ વેગ ને બળ પૂરાં પાડ્યાં છે. મેના પાસે એક લીલી જ જઈને આવી હોય છે. આ લીલીના પાત્રના આધારે જ નાટકની કેન્દ્રીય ઘટના ઉકેલાતી – મંડાતી જાય છે, ને અનેક લીલીઓ – મેનાઓના પ્રશ્ન તરફ પણ પ્રેક્ષકોનું ધ્યાન મંડાતું જાય છે ને એ સાથે નાટકની કરુણતાને સમજવા–પામવા માટેનો યોગ્ય પરિપ્રેક્ષ્ય પણ એ પાત્ર આપી રહે છે. ધનબાઈના દાંપત્યજીવનના વિસંવાદના સૂચનમાં પડોશણનો તો અંબાબાઈ દ્વારા નાટકને એક નિશ્ચિત બિન્દુએ પહોંચાડવામાં દોલામામાનો પ્રવેશ ઉપકારક થઈ પડે છે. ખેડુની વાત નાટકના અંતને નાટ્યાત્મક વક્રતા સમર્પવામાં ઉપકારક થાય છે. આ પાત્રો બચાવીને લેખકે પોતાનું ધાર્યું લક્ષ્ય હાંસલ કર્યું હોત તો વધારે રૂડું થાત. આમ છતાં જેવું છે તેવું આ નાટક, દલાલ કહે છે તેમ, “જરાકે ઓછું પ્રભાવશાળી નથી. આપણાં, આંગળીના વેઢા વધારે પડે એવાં ઉત્તમ એકાંકીમાં ‘સાપના ભારા’ અનાયાસે અને ઉમાશંકરને વરેલી કીર્તિના આધાર વિના આપબળે સ્થાન પામે એમ છે.”<ref>કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૫૪.</ref>‘સાપના ભારા’ સંદર્ભમાં શ્રી દલાલનાં બીજાં પણ કેટલાંક રસપ્રદ નિરીક્ષણો છે. ‘સાપના ભારા’ સંગ્રહના તેઓ ‘બહુ જ વિચિત્ર રીતે’ બે ભાગ પડતા જુએ છે, જેમાંનો એક ભાગ ‘સાપના ભારા’ સહિતનાં, લગભગ બે માસના ગાળામાં વીસાપુર જેલમાં લખાયેલાં નાટકોનો છે. બીજો છ નાટકોનો ભાગ વીસાપુર જેલમાંથી છૂટ્યા પછીનાં અને થોડા શહેરી વસવાટના પાસનાં નાટકોનો છે. આગળનાં પાંચ નાટકોમાં ‘રૉ’ (raw) સાથે ‘લિરિકલ ઍન્ડ સૉફેસ્ટિકેટેડ’ હોવાનું તેઓ જણાવે છે.<ref>એજન, પૃ. ૧૫૨.</ref> ‘સાપના ભારા’માં સ્પષ્ટ રીતે ‘રૉ’ <sup>{{Color|Blue|S}}</sup> અને ‘લિરિકલ’ તત્ત્વો જોઈ શકાય છે. | ||
{{Poem2Close}} | |||
____________ | |||
<small>S ‘આ ‘રૉ’નો અર્થ સમજાવતાં દલાલ લખે છે : “ ‘રૉ’ એટલે કશાય શોભન વિનાનો જેવો છે તેવો જ જીવનનો અંશ, કદાચ નિંદ્ય હોય, અસભ્ય હોય, ખદબદતો હોય પણ એ નિર્દંભ છે. ઢોંગસોંગને એમાં તલપૂર પણ સ્થાન નથી અને સર્વાંશે સાચો છે. સાચો –સાચુકલો નહીં.’ (કવિનો શબ્દ, 1968, પૃ.153)</small> | |||
{{Poem2Open}} | |||
વળી દલાલ નોંધે છે કે “સાપના ભારા’માં ઉમાશંકરે જે રીત અપનાવી છે તે એમને પોતાને જે જોવા મળ્યું છે તેના પ્રત્યેના એક રીતના રોષ-મૌગધ્યના મિશ્રણની રીત છે.”<ref>એજન, પૃ. ૧૫૪.</ref> આ રીતિમાં ઉમાશંકરની વાસ્તવનિષ્ઠા તેમ જ બુદ્ધિનિષ્ઠા પણ અનુસ્યૂત છે જ. | |||
‘સાપના ભારા’નો વિષય વિધવાની સ્થિતિ છે એટલું કહી દેવું ભાગ્યે જ પર્યાપ્ત ગણાય. એમાં, ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ પાછળથી બતાવ્યું છે તેમ, “ગામડાંના જીવનના સ્ત્રીજીવનના ફૂટ પ્રશ્નો”<ref>અનુરણન, ૧૯૭૩, પૃ. ૧૪૬.</ref> પણ સજીવ પાત્રો દ્વારા નિરૂપાયેલા છે. ‘સાપના ભારા’ને બધા વિવેચકો એકીઅવાજે ગુજરાતી સાહિત્યનું એક ઉત્કૃષ્ટ એકાંકી માને છે. ગુજરાતી એકાંકીમાં લોકબોલીનું તત્ત્વ ઉમેરાય છે ‘સાપના ભારા’ના સંગ્રહથી એવું નંદકુમાર પાઠકનું મંતવ્ય છે.<ref>એકાંકી – સ્વરૂપ અને સાહિત્ય, ૧૯૫૬, પૃ. ૮૩.</ref> ડોલરરાયે ગુજરાત સાહિત્ય-સભા, અમદાવાદની સને ૧૯૩૬-૩૭ની કાર્યવહીમાં ‘સાપના ભારા’ સંગ્રહમાં પ્રયોજાયેલ લોકબોલી માટે લેખકને અત્યંત અભિનંદનપાત્ર લેખ્યા છે. (પૃ.૧૯) | |||
ડોલરરાય ‘સાપના ભારા’નાં એકાંકીઓને સંસ્કૃત નાટ્યશાસ્ત્રની પરિભાષામાં ‘અંક’ કે ‘ઉત્સૃષ્ટિકાંક’ તરીકે ઓળખાવે છે. આ અંક અથવા ઉત્સૃષ્ટિકાંકનાં ‘ભરત-નાટ્યશાસ્ત્ર’, ‘દશરૂપક’, ‘નાટ્યદર્પણ’, ‘ભાવપ્રકાશન’ આદિને આધારે જે લક્ષણો જણાવે છે તે બહુધા ‘સાપના ભારા’ને લાગુ પાડી શકાય તેમ છે. અંક અથવા ઉત્સૃષ્ટિકાંકમાં એક અંક હોય છે.S એમાં સામાન્ય કક્ષાનાં પાત્રો–નાયકો હોય છે. એમાં સ્થાયી રસ કરુણ હોય છે. એમાં અનેક સ્ત્રીઓનાં વેદના-વિલાપ હોય છે. એમાં વસ્તુ જેમ પ્રખ્યાત તેમ કવિ-બુદ્ધિએ કલ્પેલું પણ હોઈ શકે છે. વળી નાટ્યઘટના એક દિવસમાં પતી શકે એવી હોય છે. એમાં યુદ્ધ હોઈ શકે છે પણ તે કેવળ વાણીનું હોવું જોઈએ. એમાં ભારતી વૃત્તિ હોય છે. કેટલાકને મતે પ્રસંગોપાત્ત, સાત્વતી ને આરભટી પણ હોય. એમાં કોહલ અનુસાર મુખ અને નિર્વહણ સંધિ હોય છે. વળી એમાં મૃત્યુ હોય તો રંગભૂમિ પર નહીં બતાવવાનો નિર્દેશ પણ મળે છે.<ref>આ સંદર્ભમાં જુઓ ડી. આર. માંકડ કૃત ‘ધ ટાઇમ્સ ઑફ સંસ્કૃત ડ્રામા’, ૧૯૩૬, પૃ. ૬૧–૬૨.</ref> આ અંક અથવા ઉત્સૃષ્ટિકાંકનાં લક્ષણો જોતાં ડોલરરાયને ‘સાપના ભારા’નાં એકાંકીઓ ઉત્સૃષ્ટિકાંક પ્રકારનાં કેમ લાગ્યાં તે સમજી શકાય એમ છે. ખુદ લેખકને પોતાને પણ ડોલરરાયનો આ અભિપ્રાય એકંદરે અનુકૂલ જણાયો છે.૧૬ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits