ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 290: Line 290:


<small>+ ઉદાહરણ તરીકે જુઓ ગુલાબદાસ બ્રોકરનો ‘ગુજરાતીમાં એકાંકી’ લેખ – (‘રૂપસૃષ્ટિ’માં 1962, પૃ. 93–94); જશવંત શેખડીવાળાનો લેખ, ‘ગુજરાત દર્શન–1’ (‘સાહિત્ય–1’), 1972, પૃ. 127 વગેરે.</small>
<small>+ ઉદાહરણ તરીકે જુઓ ગુલાબદાસ બ્રોકરનો ‘ગુજરાતીમાં એકાંકી’ લેખ – (‘રૂપસૃષ્ટિ’માં 1962, પૃ. 93–94); જશવંત શેખડીવાળાનો લેખ, ‘ગુજરાત દર્શન–1’ (‘સાહિત્ય–1’), 1972, પૃ. 127 વગેરે.</small>
{{Poem2Open}}
ને એના આ શબ્દોમાં ભેંકાર ભાવિનો સંકેત તો છુપાયેલો છે. વળી એ સંકેતને પુષ્ટ કરે એવી વાતો પણ પછી ઢેડ વાલિયા ભગત દ્વારા બાલો ભંગી જાણવા પામે છે. ગામના પંચે મસાણ-સાલ્લા ને ધોતિયું કાંટ પર નહીં નાખતાં મડદા પર બાળી નાખવાનો નિર્ણય કર્યો ને એ રીતે નાગાંભૂખ્યાં રહેતાં ભંગીજનોને આડકતરી રીતે થતી થોડી-શી સહાય પણ છીનવી લીધી. વાલિયા ભગત પાસેથી આ વાત જાણતાં હીરી સ્વગત પોતાને વેદનાપૂર્વક કહે છે : “આયખા પર હવે હીરીબાઈ, રાખોડી ઢાંકજો !” ને જ્યારે ભંગિયાની ઝૂંપડીનો હોમના અગનને ભોગ આલવાની વાત હીરી જાણે છે ત્યારે તે કહે છે : “આમ તો કોઈ દેવતા આપતું નથી તો... હીંડો, દેવતા તો મળશે !” હીરી પારાવાર વેદનામાંથી પસાર થાય છે. એમની કરુણ દશાને બુલંદ કરતો ચંદ્ર પણ ગ્રહણની દશાને પામે છે. “જુઓ ! ચંદરમા પણ હોલાણા” એમ હીરી કહે છે ત્યારે બાલો દર્દભરી રીતે કહે છે :
{{Poem2Close}}
<poem>
“આપણા આયખા પર પણ હમેશનું ઘૈણ ઘેરાયેલું જ છે ને?... ઘૈણ મેલાતી વેળા, નાગાંપૂગાં છોકરાં કાજે ગાભાં ભીખી આવત, તેય ચૂક્યાં... હવે... આપણું નસીબે હોલાવા માંડ્યું !” (પૃ. ૧૬૬)
</poem>
{{Poem2Open}}
આભડછેટનો ખ્યાલ માઝા મૂકે છે ત્યારે ક્યાં પહોંચે છે, માનવતાને તે કેવો ગ્રસી જાય છે તેનું મનોવેધક ચિત્ર લેખક અહીં આપે છે. લેખકે રૂઢિગ્રસ્ત માનસનું ચિત્ર આપતાં આપતાં એ જ માનસમાં ઊંડે ઊંડે હજુયે ટકેલા માનવતાનાં ઉન્મેષોનેય બરોબર પકડ્યા છે. અન્યથા દુષ્ટ નહીં છતાં, રૂઢિજડ એવું માનસ કેવું માનવતાવિરોધી સિતમનું વાતાવરણ જ સર્જે છે તેનું અહીં સરસ આલેખન છે. લેખકે આ નાટકમાં આભડછેટનો પ્રશ્ન ચર્ચતાં, એ પ્રશ્ન સાથે સંકળાયેલ સમાજમાનસને પણ ઉપસાવવાનો સતર્ક પ્રયાસ કર્યો છે ને તેથી આ પ્રશ્નનની રજૂઆતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થવાની મજાની તક સાંપડી છે.
શ્રી ‘સરયૂ’એ આ નાટક વિષે લખતાં અસ્પૃશ્યોના મનમાં રહેલી લઘુતાગ્રંથિ (‘ઇન્ફિરિયૉરિટી કૉમ્પલેક્સ’) અને વાલિયાની ભંગીઓ તરફની ગુરુતાગ્રંથિ (‘સુપિરિયૉરિટી કૉમ્પલેક્સ’)નું ઉમાશંકરે સરસ ચિત્રણ રજૂ કર્યું હોવાની નોંધ લીધી છે. તે સાથે આ નાટકના ત્રીજા દૃશ્યને “સોનાના કળશ સમું” ઉત્તમ લેખ્યું છે. અંતના ભાષા-સંવાદ સંદર્ભે લખતાં તે કહે છે : “ઇન ધ લાસ્ટ ફ્યૂ લાઇન્સ – ધે આર ઑલમોસ્ટ અ પોઇમ ઇન પ્રોઝ – ધ ડ્રામેટિક રાઇઝિઝ ટુ વન્ડરફુલ હાઇટ્સ” આ અંતમાં ‘માસ્ટર સ્ટ્રોક’ હોવાનું તેમનું મંતવ્ય છે. કરુણરસને કવિએ – નાટ્યકારે ખૂબ તીવ્રતાથી અહીં પ્રગટ કર્યો હોવાની તેમની લાગણી છે.
લેખકે આ નાટકમાં ગ્રહણના પ્રતીકનો તેમ જ સમય-વાતાવરણનો કલાત્મક રીતે વિનિયોગ કર્યો છે. નાટકના પહેલા દૃશ્યમાં ખરતા તારાનું સૂચન ગોકળિયાના મૃત્યુનું સૂચન હશે ? – પ્રશ્ન છે. લેખકે આ નાટકમાં અંધકાર – પ્રકાશની લીલાનો કાર્યસાધક રીતે લાભ લીધાનું જણાય છે. રા. વિ. પાઠકે આ નાટકની છેક અછડતી નોંધ કેમ લીધી – એ પ્રશ્ન છે. આ નાટકનું શીર્ષક ‘ઢેડના ઢેડ’ એટલું જ હોત તો વધુ સારું ન લાગત ?
'''‘વિરાટ જનતા’''' ઉમાશંકરનો ‘નવો કૌતુકમય પ્રયોગ’<ref>રા. વિ. પાઠક; ‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૭.</ref> છે. લેખક આ નાટક અંગે આરંભમાં જણાવે છે
{{Poem2Close}}
<poem>
“આ નાટક આગળનાં નાટકોની પ્રસ્તાવનારૂપે છે. પ્રસ્તાવનાનો આ એક અખતરો છે. તે એ રીતે કે સંગ્રહનાં બીજાં નાટકોમાં જે જે સૂચિત (રંગભૂમિ પર જે દેખા દેતાં નથી, પણ જેમને વિષે અને લીધે ઘણું ઘણું બને છે એવાં) પાત્રો છે તેમને એક નવા જ પાત્રની આસપાસ ભેગાં કરી જીવન અને સાહિત્યનું સંઘર્ષણ બતાવવા પ્રયત્ન કર્યો છે.”
{{Right|(સાપના ભારા, પૃ. ૧૬૭)}}
</poem>
<br>
{{Poem2Open}}
નાટકમાં દસ પાત્રો છે; તે ઉપરાંત બાલા ભંગી આદિના શેરીઓમાંથી અવાજો આવે એવીયે યોજના છે. આ એકાંકીમાં ભણેશરી સિવાયનાં જે પાત્રો આવે છે તે અનુક્રમે ‘સાપના ભારા’, ‘ઊડણ ચરકલડી’, ‘પડઘા’, ‘ગાજરની પિપૂડી’, ‘કડલાં’, ‘બારણે ટકોરા’ અને ‘ઢેડના ઢેડ ભંગી’માંથી લીધેલાં છે. શા માટે અમુક નાટકોમાંથી અમુક સૂચિત પાત્રો લીધાં તેનો લેખક કોઈ ખુલાસો કરતા નથી. નંદરામ કે વિઠ્ઠલ ઠાકર મહત્ત્વનાં સૂચિત પાત્રો છે ને તે અહીં નાટકમાં આવ્યાં છે, પરંતુ પરભુ ગોર જેવું મહત્ત્વનું સૂચિત પાત્ર અહીં આવ્યું નથી. એ નાટકમાંનું પૂનમલાલ જેવું સામાન્ય સૂચિત પાત્ર આ ‘વિરાટ જનતા’માં રજૂ થાય છે. આમ તો ‘સાપના ભારા’ની સમગ્ર પાત્રસૃષ્ટિ વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવે છે. ‘શિવબાલ’ જેવા શહેરી પાત્રનો લેખકે યોગ્ય રીતે ભણેશરીની સામે શ્રોતા તરીકે – એની સાથે વિવાદ કરનાર તરીકે વિનિયોગ કર્યો છે. શિવલાલ સાહિત્યનિષ્ઠ છે, સાહિત્યને ખાતર જીવનમાં એને રસ ન હોય એવું એનું પાત્રવિભાવન અહીં જણાય છે, ભણેશરીને સાક્ષાત્ જીવનમાં વધુ રસ છે. લેખક પોતે જ ભણેશરી વિશે લખતાં કહે છે :
{{Poem2Close}}
<poem>
“ભણેશરી ગામની જ પેદાશ છે, મોટી મોટી ચોપડીઓ વાંચતો દેખાતો હશે કે મોટી મોટી વાતો કરતો હશે, એટલે તો એને સો ભણેશરી કહે છે. ભણેશરી સાહિત્ય કરતાં સીધી સેવાને વધારે પસંદ કરતો લાગે છે...”
{{Right|સાપના ભારા, પૃ. ૧૬૭–૮)}}
</poem>
<br>
{{Poem2Open}}
આ ભણેશરી આગળ નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર ને ભોગીલાલ, રૂપાજી વગેરે આવે છે. નંદરામ ને વિઠ્ઠલ ઠાકર બંનેય સરખા અપરાધી હોવાનો લેખકનો અભિપ્રાય જણાય છે. નંદરામે પરણેલા દીકરાના મર્યા પછી એની વહુ સાથે જાતીય સંબંધ બાંધ્યો. તો વિઠ્ઠલ ઠાકરે પોતાના દીકરા કેશુને બદલે પોતે મુરતિયા બનીને ચંદણીને વહુ બનાવી ઘરમાં આણી. ભણેશરી, નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર, ભોગીલાલ, રૂપાજી વગેરે માટે સલાહસૂચન, માર્ગદર્શન, ઉત્સાહ-આલંબનાદિનો આધાર છે. નંદરામ કહે છે : “ભણેશરીને ઘેર દનમાં દસ વાર આવીએ તોય ઓછું ! દિલને દિલાસો મળે છે. રાતવરત વાણીને વિસામો આપે છે.” (સાપના ભારા, પૃ. ૧૬૯) આ ભણેશરી ‘ટેમ પર સલાહ લેવા થાય’ એવો હોવાનું વિઠ્ઠલ ઠાકરનું મંતવ્ય છે. ‘એવા માણસથી તો ગામની શોભા’ હોવાનુંયે તેમને જણાય છે. આ ભણેશરી મથુરને ‘ભડભડિયો’ છતાં ‘આપણી પડખે ઊભો રહે’ તેવો લાગે છે. ભણેશરીને ગામડાંના લોકોની પરિસ્થિતિનો બરોબર અંદાજ છે. તેઓ પીડિત ને પતિત – બંનેય હોવાનું એનું નિદાન છે. ભણેશરી આવેશમાં ન્હાનાલાલીય છટાથી પોકારી ઊઠે છે : “સુણજો હે જગતના લોકો, જનતા દુ:ખી છે.” ભણેશરીને ગામડાના લોકજીવનનું સત્ય આ રીતે સાક્ષાત્કૃત થયું છે. ભણેશરી ગામડાંના લોકો સાથે ‘ચાલવા’માં માને છે, ભલે પછી એમની પાછળ પરોણો લઈને ચાલવાનું હોય. તે ગામડાંનાં લોકોના ખભે ચડીને સાથ આપવાના શોખને અવહેલે છે. ભણેશરીને ગ્રામજનોનો સાથસહકાર મળ્યો છે, તે એમનો પ્રશંસાપાત્ર પણ થયેલ છે; પરંતુ તે બરોબર જાણે છે કે પોતે ઠંડો છે, નિષ્ક્રિય છે ત્યાં લગી આ સાથસહકાર, આ પ્રશંસા છે. અને આ બાબતની ખાતરી બાલા ભંગીના બે દીકરા ભનિયા-ગલિયાને ભોજન માટે ઘરમાં પ્રવેશ આપે છે ત્યારે થઈને રહે છે. નંદરામ ભાગી જાય છે. નંદરામને પોતાના છિનાળવા કરતાં ભણેશરીના ભંગિયાવેડા વધુ ખતરનાક લાગે છે ! પૂનમલાલ જે ભણેશરીના રસોડામાં રાંધવાનું કામ કરતા હતા તેય એંઠે હાથે પોટલું લઈને ભાગે છે. ભણેશરી એમને લોટો લેતા જવા કહે છે ત્યારે તેય “એ મારે ન ખપે ભ્રષ્ટતાવાળો” એમ કહીને છોડી જાય છે. ભોગીલાલ ને વિઠ્ઠલ ઠાકર પણ ભણેશરીને ઉપાલંભ દેતાં તેને છોડી જાય છે. બીજા ગામલોકોય ભંગીનાં છોકરાંને ઘરમાં ઘાલવા બદલ ભણેશરીને ધાકધમકીઓ આપે છે. રૂપાજીયે હવે એ ભણેશરીની સહાય લેવા તૈયાર નથી, ને આ બધાની પરાકાષ્ઠારૂપ બીના તો છે બાલો ભંગી ભણેશરીને ‘પેલા ભવના વેરી’ ગણે છે તે. બાલો ભંગી પોતાનાં જ છોકરાં પ્રત્યે માનવતાથી પ્રેરાઈ ઉદાત વર્તન દાખવનાર ભણેશરીને “અમ લોકનું ભલું દેખતા હો તો કરી આવું કરશો માં !” – એમ જણાવે છે. ભણેશરીને આવા બધા અનુભવોનો અંદાજ ગામડામાં આવીને રહ્યો ત્યારથી જ કદાચ છે. આ નાટકમાં ભણેશરીને છેલ્લે છેલ્લે મનોમન પ્રશ્ન થાય છે : “ત્યારે અત્યાર સુધી શું હું એનું ભલું નહોતો દેખતો ? શિવબાલને કહું છું કે સાહિત્યથી સેવા થઈ શકે એ ભ્રમ છે, ને અહીં સીધી રીતે સેવા કરવા જઈએ છીએ તો એ પણ ભ્રમ જ લાગે છે.” ભણેશરીને જે જનતાની પ્રગતિની ફિકર લાગી છે તેને સાહિત્ય કે સેવા બેમાંથી એકેયની પડી છે કે નહિ એ પ્રશ્ન છે. આ નાટકનો અંત, લેખક કહે છે તેમ, એવા ગૂંગળાવનારા પ્રશ્નના સૂચનથી થયો છે. જે “વિરાટ જનતા”ની ભણેશરી સેવા કરવા માગે છે એ વિરાટ જનતા ભણેશરીની અવહેલના કરે છે. લેખકે પણ આરંભની નોંધમાં ભારપૂર્વક જણાવ્યું છે : “વિરાટ જનતા તો આ અમારો ઉદ્ધાર કરવા નીકળી પડ્યો છે એમ કહીને પોતાના હિતૈષીઓને પણ હસવાની જ. આવી પરિસ્થિતિ છતાં એ જનતાની સેવા જારી રાખવી તેમાં સાચા સેવકની કસોટી છે.” ભણેશરી સાહિત્ય કરતાંયે ‘કાર્યની કઠોર ભાષા’નો વધારે મહિમા કરે છે. એ કહે છે : ‘...પણ જે જનતાને તમે તમારા લખાણની સામગ્રી બનાવો એને માટે એને ગમતી કે અણગમતી પણ કાર્યની કઠોર ભાષા વાપરી શકો નહિ ત્યાં સુધી એની ઉપર અધ્ધર તમારા સ્વર્ગમાંથી શબ્દકોશની પુષ્પાંજલિઓ વરસાવ્યે જવી એ તમારું ને એ જનતાનું બંનેનું અપમાન નથી ?... સાહિત્ય ન સર્જવું એમ હું કહેતો નથી પણ જો આખી પ્રજા માટે તમે સર્જન કરતા હો તો એ પ્રજાને પણ સર્જવી જોઈએ ને ?”
આ આખા નાટકમાં ભણેશરીના સર્જનમાં ઉમાશંકરની જે વૈચારિક ભૂમિકા રહેલી છે તે ખૂબ મહત્ત્વની છે. શ્રી દલાલ જેવા સમાજચિંતકે આ નાટકની વૈચારિક ભૂમિકાની જરૂરી નોંધ કેમ ન લીધી એનું આશ્ચર્ય છે. ૨૨ વર્ષનો યુવાન લેખક જે વૈચારિક ભૂમિકાએથી – ભણેશરીની દૃષ્ટિથી આમજનતાનું – વિરાટ જનતાનું આંતરનિરીક્ષણ કરે છે તે સાચે જ રસપ્રદ છે. આમ છતાં નાટ્યકલાની દૃષ્ટિએ નિષ્ફળ હોવાથી આ નાટ્યપ્રયોગની, અન્યથા જે મૂલ્યવત્તા છે તેનીયે, આપણા વિવેચકોયે ઉપેક્ષા કરી !
આ નાટ્યપ્રયોગ એક રીતે વિશિષ્ટ છે. લેખકનો એને કલાત્મક બનાવવાનો પ્રયત્ન સ્પષ્ટ છે. આરંભમાં ભણેશરીને શિવબાલને તેડવા સ્ટેશને મોકલી, એની ગેરહાજરીમાં એના પર અન્ય પાત્રો દ્વારા પ્રકાશ પાડવાની પદ્ધતિ આકર્ષક છે. વળી ભણેશરીની સામે મૂકવા શિવબાલ જેવા સૂચિત પાત્રની પસંદગી કરી તે પણ યોગ્ય છે. શિવબાલની સાહિત્યિક વૃત્તિ ઉપસાવવાની એમની રીત પણ આસ્વાદ્ય છે. ભણેશરી–શિવબાલનો સંવાદ નાટકમાં એક બૌદ્ધિક ભૂમિકાનું નિર્માણ કરે છે. એ ભૂમિકાએ સંવાદ ‘સાહિત્યિક’ શિષ્ટ ભાષામાં ચાલે છે. ભણેશરીનો રૂપાજી આદિ સાથેનો સંવાદ બીજી સેવાકાર્યગત ભૂમિકાનું નિર્માણ કરે છે. એ ભૂમિકાએ થતો બોલીનો વિનિયોગ નાટકને વાગ્વ્યવ્યવહારની દૃષ્ટિએ રસપ્રદ બનાવી રહે છે. શિવબાલ દ્વારા પ્રતિનિધાન પામતા ભદ્ર નાગરસમાજ સામે રૂપાજી જેવાં પાત્રો દ્વારા પ્રતિનિધાન પામતા ગ્રામીણ સાધારણ સમાજનું હોવું અને એ બે વચ્ચે વિચાર-ક્રિયાનાં વમળો ચાલવાં – એમાંથી ઠીક ઠીક નાટ્યરસ નિષ્પન્ન થાય છે.
શ્રી ‘સરયૂ’ આ નાટ્યપ્રયોગને જેટલો કૌતુકમય ને અપૂર્વ લેખે છે તેટલો સફળ લેખતા નથી. એમને લાગે છે કે “ઇટ ઇઝ એન ઓરિજિનલ આઇડિયા માર્ડ બાય અ નોટ પરફેક્ટ એક્ઝિક્યુશન.” તેમણે ભણેશરીનાં કાર્યોમાં ‘મોટિવેશન’નો અભાવ જણાય છે, સંપૂર્ણ હેતુ એમાં જડતો નહીં હોવાની તેમની ફરિયાદ છે. <ref>માનસી, વર્ષ – ૨, ગ્રંથ – ૪, પૃ. ૭૫૫.</ref> જોકે ભણેશરીનાં કાર્યોમાં ‘મોટિવેશન’ શોધવાની નાટ્યદૃષ્ટિએ અનિવાર્યતા ખરી કે કેમ એ પ્રશ્ન છે.
‘સાપના ભારા’માં આ નાટક છેલ્લે આવ્યું તેથી ‘હાઉ ડિસઍપોઇન્ટિંગ’ એવી ન પડવી જોઈતી છાપ મન ઉપર રહી જતી હોવાની શ્રી ‘સરયૂ’ની ફરિયાદ વિશે શું કહેવું ? છેવટે તો સમગ્ર સંગ્રહનું જ મૂલ્યાંકન થવાનું. આખો સંગ્રહ ઉત્તમ-વિશિષ્ટ નાટકોના અભૂતપૂર્વ સંચયરૂપ છે. ‘વિરાટ જનતા’ને ‘મૌગ્ધ્યભરી ચાતુરી’નું જ નાટક લેખવું બરોબર છે ? આમેય ‘ચાતુરીનું નાટક’ કહેવું હોય તો ‘વૈદગ્ધ્યભરી ચાતુરી’નું નાટક કહેવું ઘટે. વિશિષ્ટ નાટ્યપ્રયોગ લેખે તો તેનું મૂલ્ય રહેશે જ.
‘સાપના ભારા’ એકાંકીસંગ્રહનો સૌ નાટ્યવિવેચકોએ ઉમળકાથી સત્કાર કર્યો જણાય છે. આ સંગ્રહે ઉમાશંકરને સમર્થ એકાંકીકાર તરીકે સુપ્રતિષ્ઠિત કર્યા. આ એકાંકીઓ, શ્રી દલાલ કહે છે તેમ, ઉમાશંકરની આર્દ્રતા અને સંવેદનનો સારો એવો કાર્ડિયોગ્રામ પૂરો પાડે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૧.</ref> ‘સાપના ભારા’ની સૃષ્ટિ ઉમાશંકરના અનુભવની સૃષ્ટિ છે.૫૫ <ref>નિરંજન ભગત; કવિનો શબ્દ, પૃ. ૯૫.</ref> એમાંનાં પાત્રોમાં સહનશીલતા, ખુમારી, જીવનનું ઝેર પચાવવાની શક્તિ વગેરે ધ્યાનપાત્ર છે. ઉમાશંકરે વ્યક્તિ–સમષ્ટિના પારસ્પરિક સંબંધોમાંથી, વ્યક્તિચેતનાના મુક્ત આવિર્ભાવ સામે સ્થગિત સામાજિક રૂઢિઓના સંઘર્ષમાંથી નાટ્યક્ષમ વસ્તુ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે. માનવમાં નિહિત સત્યની વૈવિધ્યપૂર્ણ ગતિલીલામાં એમનો રસ ઉત્કટ છે. તેથી ઉમાશંકરની નજર વાસ્તવિક ક્ષર સૃષ્ટિનું નિરૂપણ કરતાં પેલા અક્ષર તત્ત્વને પણ ધ્યાનમાં રાખે છે અને તેથી એકંદરે એમનાં એકાંકીઓમાં વ્યાપક જીવનસંદર્ભમાં સ્ફુરતા માનવસત્યનો યત્કિંચિત્ સાક્ષાત્કાર થઈને રહે છે. ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં લેખક વાસ્તવિક તેમ જ ભાવનાજગતના પ્રશ્નો લઈને ચાલે છે. જોકે આ એકાંકીઓ એકંદરે તો વાસ્તવનો ગહન-ઊંડો સ્પર્શ આપી રહે છે. એકાંકીકાર ઉમાશંકરને જરૂર પડી છે ત્યારે કવિ ઉમાશંકરે કેટલીક વાર સુંદર સાથ આપ્યાનાં ઉદાહરણો પણ ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’, ‘શલ્યા’, ‘કડલાં’ આદિ કૃતિઓમાં મળી રહે છે. વસ્તુત: એક જ ઉમાશંકર કવિયે છે તેમ નાટકકાર છે. એમનામાં કવિ ને નાટ્યકાર વચ્ચેના અવિનાભાવિસંબંધનો આ એકાંકીઓ સરસ રીતે સંકેત આપે છે.
{{Poem2Close}}
26,604

edits