ઉમાશંકરનો વાગ્વૈભવ-૨/૨.શહીદ/હવેલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 128: Line 128:
</poem>
</poem>
<br>
<br>
<poem>
{{Poem2Open}}
માણેકનાથની આ મનીષાનું સમર્થન કરવા માટે થઈને આવ્યો હોય તેમ ભાષણકર્તા હવે ઉપસ્થિત થાય છે. લોહીના વેપાર સાથે સંકળાયેલ અસિત, નિશાકર (નામો પણ સૂચક છે !) અને એક યુવતી સાથે ભાષણકર્તા સંઘર્ષ આદરી બેસે છે. આ સંઘર્ષમાં ચોર કોટવાલને દંડે એ ન્યાયે ભાષણકર્તાને જ નિશાકરની કપટયુક્તિને કારણે પકડાવાનું થાય છે. વળી જે પોલીસતંત્રરક્ષકો, તેય લાંચના બળે ભક્ષક થઈને રહે છે. ભાષણકર્તાને હવાલદાર પકડી લઈ જાય છે ને ત્યારે શાખ ડૂસકાં સાથે માણેકનાથને “હવે ? ક્યાં જઈશ હું ?” એમ પૂછે છે. તેના ઉત્તરમાં માણેકનાથ કહે છે :
માણેકનાથની આ મનીષાનું સમર્થન કરવા માટે થઈને આવ્યો હોય તેમ ભાષણકર્તા હવે ઉપસ્થિત થાય છે. લોહીના વેપાર સાથે સંકળાયેલ અસિત, નિશાકર (નામો પણ સૂચક છે !) અને એક યુવતી સાથે ભાષણકર્તા સંઘર્ષ આદરી બેસે છે. આ સંઘર્ષમાં ચોર કોટવાલને દંડે એ ન્યાયે ભાષણકર્તાને જ નિશાકરની કપટયુક્તિને કારણે પકડાવાનું થાય છે. વળી જે પોલીસતંત્રરક્ષકો, તેય લાંચના બળે ભક્ષક થઈને રહે છે. ભાષણકર્તાને હવાલદાર પકડી લઈ જાય છે ને ત્યારે શાખ ડૂસકાં સાથે માણેકનાથને “હવે ? ક્યાં જઈશ હું ?” એમ પૂછે છે. તેના ઉત્તરમાં માણેકનાથ કહે છે :
</poem>
{{Poem2Close}}
<poem>
<poem>
“જેલમાં જા એની સાથે. આ ભર્યાભર્યા નગરમાં આ ઘરખોયો જ તને આશરો આપે એવો નીકળ્યો. ને એનો મુકામ તો જેલમાં છે. પણ નવો જન્મ કાંઈ સહેલો નથી. એમ હિંમત હારીશ એ કેમ ચાલશે ?”
“જેલમાં જા એની સાથે. આ ભર્યાભર્યા નગરમાં આ ઘરખોયો જ તને આશરો આપે એવો નીકળ્યો. ને એનો મુકામ તો જેલમાં છે. પણ નવો જન્મ કાંઈ સહેલો નથી. એમ હિંમત હારીશ એ કેમ ચાલશે ?”
Line 142: Line 142:
લેખકને માણેકચોકના સંદર્ભમાં માણેકનાથ જેવા પાત્રનો ઉપયોગ કરવાનું સૂઝ્યું તે પણ અભિનંદનીય છે, આમ છતાં એમ લાગે છે કે લેખકે માણેકનાથનો કર્યો છે તેથીયે વધુ નાટ્યોપકારક રીતે ઉપયોગ હજુ કરી શક્યા હોત. આ નાટકથી ઉમાશંકર પહેલી વાર રેડિયોરૂપકક્ષેત્રે પણ પદાર્પણ કરે છે. ને તેથી એમની નાટ્યસર્જનની યાત્રામાં એ સીમાસૂચકસ્તંભરૂપ કૃતિ પણ છે. જોકે નાટ્યનિર્દેશો જોતાં ‘માણેકચોક’ લખાયું તો છે દૃશ્ય-રંગભૂમિ માટે જ. છતાં તે હાડે – મિજાજે રેડિયો-રૂપક જેવું વધુ જણાય છે ને તેથી જ એને રેડિયોરૂપકના વર્ગમાં મૂકવામાં આવેલ છે. આ નાટકને ‘શહીદ’માંનાં “ઘણાં સફળ” <ref>દિલીપ કોઠારી; ‘એકાંકી’, વર્ષ–૧, અંક–૩, પૃ. ૫૭.</ref> એકાંકીઓમાં ગણાવવામાં આવ્યું છે. આપણે મતે એ આસ્વાદ્ય રચના તો છે જ.
લેખકને માણેકચોકના સંદર્ભમાં માણેકનાથ જેવા પાત્રનો ઉપયોગ કરવાનું સૂઝ્યું તે પણ અભિનંદનીય છે, આમ છતાં એમ લાગે છે કે લેખકે માણેકનાથનો કર્યો છે તેથીયે વધુ નાટ્યોપકારક રીતે ઉપયોગ હજુ કરી શક્યા હોત. આ નાટકથી ઉમાશંકર પહેલી વાર રેડિયોરૂપકક્ષેત્રે પણ પદાર્પણ કરે છે. ને તેથી એમની નાટ્યસર્જનની યાત્રામાં એ સીમાસૂચકસ્તંભરૂપ કૃતિ પણ છે. જોકે નાટ્યનિર્દેશો જોતાં ‘માણેકચોક’ લખાયું તો છે દૃશ્ય-રંગભૂમિ માટે જ. છતાં તે હાડે – મિજાજે રેડિયો-રૂપક જેવું વધુ જણાય છે ને તેથી જ એને રેડિયોરૂપકના વર્ગમાં મૂકવામાં આવેલ છે. આ નાટકને ‘શહીદ’માંનાં “ઘણાં સફળ” <ref>દિલીપ કોઠારી; ‘એકાંકી’, વર્ષ–૧, અંક–૩, પૃ. ૫૭.</ref> એકાંકીઓમાં ગણાવવામાં આવ્યું છે. આપણે મતે એ આસ્વાદ્ય રચના તો છે જ.
‘મુક્તિમંગલ’<sup>{{color|blue|S}}</sup> આ ગાંધીયુગીન સર્જક ન લખે તો જ નવાઈ લેખાત. આ કૃતિને તેઓ ‘ધ્વનિરૂપક’ સંજ્ઞા આપે છે. ધીરુભાઈ પણ તેને ‘રેડિયોરૂપક’ પ્રકારમાં મૂકે છે. <ref>અભિનેય નાટકો, પૃ. ૨૪૮.</ref> આ રચનામાં ૧૫મી ઑગસ્ટના દિવસે એક વૃદ્ધ ૧૮૫૭થી ૧૯૪૭ સુધીમાં ભારતે આઝાદી માટે જે પુરુષાર્થ કર્યો એની તવારીખ ધ્વનિરૂપકના માધ્યમથી રજૂ કરે છે.
‘મુક્તિમંગલ’<sup>{{color|blue|S}}</sup> આ ગાંધીયુગીન સર્જક ન લખે તો જ નવાઈ લેખાત. આ કૃતિને તેઓ ‘ધ્વનિરૂપક’ સંજ્ઞા આપે છે. ધીરુભાઈ પણ તેને ‘રેડિયોરૂપક’ પ્રકારમાં મૂકે છે. <ref>અભિનેય નાટકો, પૃ. ૨૪૮.</ref> આ રચનામાં ૧૫મી ઑગસ્ટના દિવસે એક વૃદ્ધ ૧૮૫૭થી ૧૯૪૭ સુધીમાં ભારતે આઝાદી માટે જે પુરુષાર્થ કર્યો એની તવારીખ ધ્વનિરૂપકના માધ્યમથી રજૂ કરે છે.
{{Poem2Close}}
______________________
<small>S ઉમાશંકરે આ ‘શહીદ’નું નામ હવે (‘હવેલી’ નાટ્યસંગ્રહમાં) ‘જીવનદાતા’ રાખ્યું છે તે પણ આ સંદર્ભમાં સૂચક છે.</small>
<small>+ ગુલાબદાસ બ્રોકર યોગ્ય રીતે જણાવે છે કે “જિવાતા જીવનનો સંપર્ક ઝીલતાં એ નાટકો પણ ગુજરાતી એકાંકીના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે – તેમના ગુણો સાથે દોષો સંકળાયેલા હોવા છતાંયે, અને ‘સાપના ભારા’નાં નાટકો જેટલી એકસરખી ઊંચી કલાસપાટીએ એ ન વિહરતાં હોવા છતાંયે.” (રૂપસૃષ્ટિમાં, પૃ. 94)</small>
{{Poem2Open}}
રૂપકનો આરંભ થાય છે રાષ્ટ્રના યશોગાનથી. આરંભમાં વૃંદગાન છે. તે પછી એક વૃદ્ધ દાદાભાઈ નવરોજીને આ સ્વાતંત્ર્યયાત્રાના બયાનની જવાબદારી લેખક સોંપે છે. પહેલવહેલો ‘સ્વરાજ’ શબ્દ આપનાર હતા શ્રી દાદાભાઈ. આ સ્વરાજ આવ્યાના આનંદમાં બટુકો પણ રત છે. આ આનંદપર્વ માટે કેટકેટલાં ત્યાગ-બલિદાન અપાયાં છે તેની માહિતી દાદાભાઈ જેવા સૌમ્ય-સ્વસ્થ બુઝુર્ગ (‘સ્વરાજ’ના એક રીતે આદ્યદ્રષ્ટા) આપે એમાં એક પ્રકારનું ઔચિત્ય પણ છે, પરંતુ આ દાદાભાઈ પોતાના અવસાન પછીનીયે ઘટનાઓનું નિરૂપણ કરે છે ત્યારે ઔચિત્યનો પ્રશ્ન ઊભો થાય છે. જયંતિ દલાલ તો આ બાબતમાં સ્પષ્ટ રીતે ઔચિત્યભંગ જુએ છે; એમાં ફરમાશની મર્યાદા નડી હોવાનીયે સંભાવના કરે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૬૧.</ref>
આ નાટકમાં ૧૮૫૭ના બળવાનું દૃશ્ય આરંભે રજૂ થાય છે. તેમાંય લક્ષ્મીબાઈની ફનાગીરીનો પ્રસંગ પસંદ કરવામાં લેખકની નાટ્યસૂઝ જોઈ શકાય એમ છે. એ પછી સુરેન્દ્રનાથના મુકદ્દમાના પ્રસંગનું વૃદ્ધ બયાન કરે છે ને તે પછી એ વૃદ્ધ રજૂ કરે છે બંગબંગ સામેના વિરોધનો પ્રસંગ. એમાં ઉચિત રીતે “વન્દે માતરમ્”ના સ્તોત્રને કવિ રજૂ કરવાની તક લે છે. તે પછી ચંપારણના સત્યાગ્રહ નિમિત્તે ગાંધીજીને જેલ મળી તેનો પ્રસંગ વૃદ્ધ રજૂ કરે છે. એ પછી જલિયાનવાળા બાગમાં આવેલી તાંડવલીલાની વાત કર્યા વિના તો કેમ ચાલે ? લેખકે એ બનાવ અસરકારક રીતે ધ્વનિ-પ્રત્યક્ષ કરાવવા જહેમત લીધી છે. તે પછી બારડોલી સત્યાગ્રહની વાત આવે છે. દાંડીયાત્રાનું ગંભીર દૃશ્ય સુંદર રીતે રજૂ થાય છે. નરસિંહ મહેતાએ રચેલું કહેવાતું ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન – તેની છેલ્લી પંક્તિ ગવાય છે. “રઘુપતિ રાઘવ રાજારામ”ની ધૂન ચાલે છે ને તે પછી ગાંધીજીના અવિસ્મરણીય શબ્દો વૃદ્ધમુખે ઉચ્ચારાય છે. આ દાંડીયાત્રાએ જે જાગૃતિ આણી તેની ઝલક પણ લેખક બતાવે છે. પરદેશી કપડા સામેનું પિકેટિંગ, દારૂબંધી માટેનો સત્યાગ્રહ – એમાં બહેનો જે રીતે પોતાનો ફાળો આપે છે તેનું પણ લેખક નિરૂપણ કરે છે. પછી પેલા વૃદ્ધમુખે નિરૂપાય છે ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ની ચળવળ, નેતાજી સુભાષચંદ્રની સાહસપૂર્ણ કામગીરીનો ઉલ્લેખ થાય છે. તે પછી હિન્દને ભાગલા સાથે જે આઝાદી મળી તેની વાત રજૂ થાય છે. વૃંદ દ્વારા કોરસની રીતે મુક્તિના ભાણના ઉદયનું ગાન કરવામાં આવે છે. સ્વરાજ અમર રહેવાની ઉદ્ઘોષણાઓ પણ થાય છે, અને આઝાદી માટે જેમણે સહ્યું, જેઓએ બલિદાન આપ્યાં, તે સર્વનું સ્મરણવંદન એક અગ્રણી દ્વારા થતું સાંભળવા મળે છે. અંતે ગાંધીજીની ૭૯મા વરસે ચાલતી નોઆખલી યાત્રાનું બયાન પણ આવે છે. ગાંધીજીએ આપણી આગળ આ આદર્શ મૂક્યો કે “જ્યાં સુધી એકેએક માણસનાં આંસુ લુછાય નહિ ત્યાં સુધી સ્વરાજના પ્રયત્નમાં અટકવાનું હોય નહીં.” છેલ્લે આરંભે ઉપાડેલા વૃંદગાનના અનુસંધાનમાં ભારતની યશગાથા નિર્દેશતી પંક્તિઓ સંભળાય છે; શંખનાદ પણ થાય છે અને હિન્દની બંધારણસભાના સભ્યે લેવાની પવિત્ર પ્રતિજ્ઞાના ઉચ્ચારણ પછી શંખનાદ અને રાષ્ટ્રગીતના સૂરો સાથે આ નાટક વિરામ પામે છે.
આ નાટક, શ્રી દલાલ કહે છે તેમ, નાટક અને કથન બંને રીતે શિથિલ છે. લેખકની નજર વસ્તુ પર સતત ખોડાયેલી છે. આ વસ્તુ બને તેટલી અસરકારક રીતે રેડિયો દ્વારા રજૂ કરવા તે ‘પ્રયત્ન’ કરે છે પણ એ ‘પ્રયત્ન’ માત્ર છે. એમાં કલાના ગાંભીર્ય કરતાં બોધપ્રચાર માટેની સભાનતા વધી ગયેલી છે. આવા પ્રયત્નોની ઉપયોગિતા હોય છે પણ તે મર્યાદિત પ્રમાણમાં જ. “ ‘મુક્તિમંગલ’ ભારતીય સ્વાતંત્ર્યલડતની ઇતિહાસ-વિગતને વૃત્તાંતાત્મક ઢબે રજૂ કરતું દસ્તાવેજી રૂપક” હોવાનો અભિપ્રાય સાચો છે. આ પ્રયોગમાં કવિ રેડિયો-માધ્યમનો યથાશક્ય લાભ લેવા પ્રેરાયા એટલા પૂરતું કદાચ આપણને રસ પડે; અન્યથા આ કલાકૃતિ તરીકે નબળી છતાં સહ્ય તો છે જ – એટલું જ.
‘ગૃહશાંતિ’S <sup>{{color|blue|S}}</sup> ઉમાશંકરનું મૌલિક નાટક નથી. (૧૬૦)ેન્ચ નાટ્યકાર જ્યોર્જિસ કોર્તિલિનના ‘પીસ ઍટ હોમ’નો તે અનુવાદ છે. એમાં મુખ્ય પાત્ર એક લેખકનું છે. બીજું પાત્ર છે તેની પત્નીનું. નાટકનો પડદો ઊપડે છે ત્યારે લેખક વાર્તા લખવામાં મશગૂલ છે. વાર્તા લખતાં લખતાં એ જે કંઈ ચેષ્ટાઓ કરે છે તેનું નિરૂપણ રસપ્રદ છે. લેખકે કોઈ સામયિકને અમુક પાનાં ભરાય એટલું લખાણ આપવાનું છે અને તેનો ઠીક ઠીક ભાર તેમના ચિત્ત પર છે. દરમ્યાન લેખક મનમોહનના ખંડમાં એમની પત્ની સુકેશી પ્રવેશે છે. બંને વચ્ચેનો સંવાદ બુદ્ધિચાતુર્યયુક્ત અને હળવાશ-કટાક્ષ-વ્યંગવક્રતાને કારણે ઠીક ઠીક આસ્વાદ્ય છે. દાંપત્યસંબંધનું સ્વરૂપ પણ વેધક રીતે અશ્રુ-હાસ્યમાં પ્રગટ થતું જાય છે. સુકેશી મનમોહન પાસે આવીને થોડી વાર ટોળટીખળ કરે છે દરમ્યાન ‘મનોવાચન-નિષ્ણાત’ મનમોહન સુકેશીનું આગમન કોક કાવ્યેતર પ્રયોજનથી જ હશે તે પામી જાય છે ને તેથી “તારે શું જોઈએ છે ?” એમ પૂછે છે. સુકેશી પૈસાની માગણી મૂકે છે. મનમોહન માર્મિક રીતે “ઘડી આવી લાગી છે... ! હું ધારતો’તો તે કરતાં પણ ઘણી નજીક” એમ કહેતો જાય છે અને નક્કી કર્યા મુજબ સુકેશીનો માસિક હાથખર્ચીના આપવાના થતા પોણોસો રૂપિયામાંથી વીસ રૂપિયા કાપીને પંચાવન રૂપિયા તે આપે છે. આ વીસ રૂપિયા મનહમોહને સુકેશીના ગેરવર્તાવના દંડ પેટે કાપેલા છે. એ કહે છે : “મેં નિશ્ચય કર્યો છે કે તારે પોતાને પૈસે શાન્તિની ખરીદી થાય. વગર પૈસે તેં જો શાન્તિ આપી હોત તો આ વખત ન આવત !” (પૃ. ૧૪૧) મનમોહને સુકેશી દ્વારા શાંતિ મળે એ માટે તાડનાદિથી માંડી ઘરવખરીની ભાંગફોડ સુધીના બધા જલદ ઉપાયો અજમાવી જોયેલા, પરંતુ તે કારગત ન થતાં ગૃહશાંતિ માટે આ દંડનું હથિયાર હાથમાં લીધું હતું. મનમોહનની આ દંડવાળી વાતથી સુકેશી ઉશ્કેરાય છે. તે પોતાના પતિને ગાલિપ્રદાન કરે છે, આપઘાતની ધમકી પણ આપે છે. મનમોહન ભારે ટાઢાશથી – શાંતિથી તેની આ બધી ચેષ્ટા માટે દંડ ચડાવતો રહે છે. છેવટે સુકેશી પિયર જવાની ધમકી આપે છે. દરમ્યાન મનમોહન મોજથી પોતાનું કામ કર્યે જાય છે. સુકેશી પિયર જવા માટે તૈયાર થઈ સરસામાન સાથે રામરામ કહેવા આવે છે. મનમોહન “ઓહ્હો ! આપશ્રી છો ! ચાલ્યાં ? રામરામ !” એમ શાંતચિત્તે કહે છે. સુકેશી માટે મનમોહનનો આવો ઠંડો પ્રતિભાવ ધારણાબહારનો જણાય છે. તેણે મનમોહન તરફથી પોતાને પિયર જતાં રોકવાના જાતજાતના પ્રયત્નોની અપેક્ષા કદાચ રાખી હશે; પણ મનમોહન તરફથી એમાંનું કશું થતું નથી. સુકેશી હતાશ થાય છે. તે બારણા બહાર નીકળી પાછી આવી ફરીથી પેલા બાકી વીસ રૂપિયાની વાત ઉકેલે છે. સુકેશીની વીસ રૂપિયા માટેની તીવ્ર માગણી જોઈ મનમોહનને નવાઈ લાગે છે. તે સુકેશીની વધુ પૃચ્છા કરે છે. સુકેશીએ ચેક પર મનમોહનને બદલે પોતે સહી કરીને બનાવટ કરી હોવાની વાત કબૂલે છે. પતિને બદલે સહી કરવાની આ વાતમાં દાંપત્યસ્નેહના અનુલક્ષમાં એક ઊંડી વ્યંજનાયે રહેલી છે. કાનૂની દૃષ્ટિએ જે બનાવટ છે તે બીજા અર્થમાં તો સ્નેહમાન્ય અધિકાર તરીકે આપણી સમક્ષ રજૂ થઈ છે. સુકેશીએ રંગીન કાચનું ફાનસ ખરીદવા માટે આ વીસ રૂપિયાનો ચેક પતિની સહીથી લખી આપેલો. આ ફાનસ તો લાવતાં જ તૂટી ગયેલું અને તેની વાત કરતાં સુકેશીથી રડી પણ દેવાય છે. મનમોહન સહાનુભૂતિપૂર્વક તેને વીસ રૂપિયાની ચિંતામાંથી છોડાવે છે. સુકેશી જ્યારે લાગણીવશ થઈ મનમોહનને કહે છે કે “ત્યારે સાચ્ચું ને ? તમે માયાળુ પતિ છો ?” ત્યારે મનમોહન માર્મિક રીતે તેને ઉત્તરમાં કહે છે : “અને એ તને જે દિવસે હું ખરેખર રંજાડું ત્યારે જ સમજાય છે !”
પાંચ વરસથી દાંપત્યજીવનનાં સહયાત્રી આ બંનેયનો સંબંધ છેવટે તો સ્નેહની બુનિયાદ ઉપર જ – સંવાદતત્ત્વની ભૂમિકા પર જ નિર્ભર છે તે અહીં જોઈ શકાય છે. બંનેનાં વ્યક્તિત્વ આસ્વાદ્ય છે ને તેમાંય લેખક-મુખે સુકેશીના સંદર્ભે આલેખાતાં દાંપત્યવ્યવહારનાં ચિત્રો તો ખૂબ રસિક બની શક્યાં છે. આ નાટક ભજવવાના ખ્યાલથી ગુજરાતીમાં ઉતારવામાં આવેલું. આ નાટકને આમ તો રૂપાંતર કહેવું જોઈએ. સુકેશી ને મનમોહન ગુજરાતી દંપતી બન્યાં છે. આ પરિસ્થિતિમાં સુકેશી જે ઉગ્રતા ને કટુતાથી ભપકી ઊઠી મનમોહનને ગાળો દે છે તે અસંભવિત તો નહિ છતાં જરાક અકોણું તો જણાય જ છે. અનુવાદ-રૂપાંતર સાથે સંલગ્ન વિભિન્ન સાંસ્કૃતિક સંદર્ભોનો પ્રશ્ન જ આ બાબતમાં કારણભૂત લાગે છે. જોકે લેખકની અનુવાદ-રૂપાંતર માટેની સજાગતા ધ્યાનપાત્ર તો છે જ.
‘ગૃહશાંતિ’ને જયંતિ દલાલ ‘નરી ચાતુરીનાં નાટકો’માં મૂકે છે, પણ અહીં નિરૂપિત ચાતુરીના ઊંડાણમાં દાંપત્યસ્નેહની સંગીન ભૂમિકા છે તે ધ્યાનમાં રાખવા જેવું છે. વળી આ નાટકની હળવી માવજત – રિસામણાં-મનામણાંની સંકુલ મૂંઝવણ ને મજા સહેજેય ધ્યાનાકર્ષક બની રહે છે.
‘શા માટે ? શા માટે ?’ એ નાટક પિન્સ્કીના ‘પોલૅન્ડ–૧૯૧૯’ નાટકનો અનુવાદ છે. આ નાટક યુદ્ધની ભયાનકતાને રંગભૂમિ પર પ્રત્યક્ષ કરવા મથે છે. એક વિશાળ ભોંયરાનું દૃશ્ય છે. એમાં ક્યાંકથી સરી આવતા સૂર્યકિરણને બતાવવામાં આવ્યું છે. નાટ્યારંભે અત્યંત ગાઢ તંગ દશાથી યુક્ત વાતાવરણ છે. આ નાટક યુદ્ધખોરીનો ભોગ બનેલી જનતાનું ઘેરું વેદનાચિત્ર છે. બાળકોની યાતના મર્મદારક છે. ઉનાળાનો સૂર્ય બહારનાને તો હૂંફ આપનાર હશે, પરંતુ આ યાતનાગૃહમાં હડસાયેલા કમભાગીઓની તો વેદના જ વધારે છે. એ સૂર્ય ક્યાં ગોળીબાર કરવો તે બતાવી રહે છે ! આ ભોંયરામાં ગોંધાયેલા લોકો પાસે નથી મુક્ત પ્રકાશ કે હવાપાણી, નથી ખોરાક કે કપડાં. તાવથી ધધખતા માણસને માટે દવાદારૂની વ્યવસ્થા નથી. મોત તો પડખામાં જ હાલેચાલે છે. પ્રત્યેક પલ વધુ ને વધુ ગંભીર ને ખતરનાક થતી આવે છે. માણસને આમ ક્રૂર રીતે કચડી નાખતી યુદ્ધખોરી શા માટે ? – એ પ્રશ્ન છે. આ નાટકમાં વળી વળીને અદૃશ્ય પૃચ્છક દ્વારા “શા માટે” પ્રશ્ન પુછાય છે. સામાન્ય માણસોની યાતના – એમનું આમ રિબાવું શા માટે ? – એનો ઉત્તર મળતો નથી, અને આ નિરુત્તરતા જ વધુ તો અકળાવનારી છે. એક કવિ મોતની પળોમાંય અપરાજિત શો દેખાય છે. બૉમ્બમારાથી મૃત્યુને વરતાં એ ‘વિશાળ સુંદર, દીપ્તિમંત સૂર્ય’નો અનુભવ કરે છે. આ અનુભવમાં એનો અંત-ઘડીયે પણ જે ઉલ્લાસ છે તે પ્રગટ થયેલો જણાય છે. એ ઉલ્લાસ પણ ‘શા માટે ?’ એ પ્રશ્ન પૃચ્છકને થાય છે ને ત્યાં નાટક વિરમે છે.
આ નાટક વધુ તો “સ્થિતસ્ય દર્શનમ્” જેવું જણાય છે. એમાં માનવયાતનાનાં મર્મભેદક ચિત્રો છે, પણ તીવ્ર સંઘર્ષ રંગભૂમિ પર પ્રત્યક્ષ થઈ શકતો નથી અને તેથી નાટકમાં કાર્યગતિનો અનુભવ ખાસ થતો નથી.
“વિશ્વશાંતિ”ના ચાહક–આરાધક કવિને યુદ્ધખોરીની ભયાનકતા દર્શાવતું આ ‘યુદ્ધવિરોધી’ નાટક કલાતત્ત્વે નહીં તેટલું વસ્તુતત્ત્વે આકર્ષક લાગ્યું હશે એમ અનુમાન કરવું રહ્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits