૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:


<small>T ઉમાશંકરે ટૂંકી વાર્તાનો પરિચય આપતાં જે લખ્યું છે તે આ સંદર્ભમાં સ્મરણીય છે. તેઓ જણાવે છે : ‘ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્ય વૃત્તાન્તની મદદથી લીધેલો કલાઘાટ !’ ઉમાશંકર આજની ટૂંકી વાર્તાનું સંપૂર્ણ રહસ્ય એના કલાઘાટના આકલન વિના તો પામી જ ન શકાય એમ માનતા જણાય છે.</small>
<small>T ઉમાશંકરે ટૂંકી વાર્તાનો પરિચય આપતાં જે લખ્યું છે તે આ સંદર્ભમાં સ્મરણીય છે. તેઓ જણાવે છે : ‘ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્ય વૃત્તાન્તની મદદથી લીધેલો કલાઘાટ !’ ઉમાશંકર આજની ટૂંકી વાર્તાનું સંપૂર્ણ રહસ્ય એના કલાઘાટના આકલન વિના તો પામી જ ન શકાય એમ માનતા જણાય છે.</small>
{{Poem2Open}}
ઉમાશંકરે ઊર્મિકાવ્ય અને એકાંકી બંનેયમાં કલમ ચલાવવા માંડેલી. અંગત નોટબુકમાં વાર્તાના પ્રયોગ, તે અગાઉ સૂચવ્યા મુજબ, ૧૯૩૦થી કરવા માંડેલા, અને એમની સૌથી પહેલી વાર્તા ‘ગુજરીની ગોદડી’ પ્રગટ થઈ તે પૂર્વે ઉમાશંકર દ્વારા અનેક કાવ્યો (‘ગંગોત્રી’નાં એંશી કાવ્યોમાંથી લગભગ સિત્તેર) તેમ જ ‘સાપના ભારા’નાં સંભવત: અગિયાર (દસ તો ખરાં જ.) તેમ જ અન્ય બે એકાંકીઓ લખાઈ ગયાં હતાં અને એ રીતે ઊર્મિકવિતા તેમ જ એકાંકીમાં પોતાની કલાગત હથોટી પ્રગટ કરી દીધી હતી. એક સક્રિય સર્જકને પોતાના માધ્યમમાં નવા નવા અવકાશો શોધી, ઊભા કરી, એમાં કામ કરવાનું હંમેશાં ગમતું હોય છે. એ રીતે ઉમાશંકરે પણ ઊર્મિકવિતા તેમ જ એકાંકીની સરહદોને અવારનવાર સ્પર્શતું ટૂંકી વાર્તાનું ક્ષેત્ર પોતાની સર્ગશક્તિના પ્રયોગો માટે શોધ્યું – પસંદ કર્યું. જેમ એકાંકીમાં પ્રથમ ગ્રંથપ્રકાશને જ તેઓ સુપ્રતિષ્ઠિત થયા તેમ વાર્તામાં પણ બન્યું. પ્રથમ વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’ના પ્રકાશને જ તેઓ પ્રથિતયશા વાર્તાકાર બની રહ્યા. ઉમાશંકરની ઊર્મિકવિતા ને એકાંકીસર્જનનો અનુભવ યત્કિંચિત્ વાર્તાકળામાં ઉપયોગી થયો જ. શબ્દનો કલાત્મક રીતે પ્રયોગ કરવાનો ઉત્સાહ અને પરિશ્રમ વાર્તાકળામાં પણ કેટલાક અવનવા કલાપ્રયોગો કરાવીને રહે છે.
ઉમાશંકરે ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ – આ બે સંગ્રહોમાં અનુક્રમે ૧૫ અને ૨૨ વાર્તાઓ આપી છે. આમ ૩૭ વાર્તાઓને T (<small>{{Color|Blue|T  રમેશ જાની ‘જિજ્ઞાસા’(1968)માં ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ મળીને કુલ 39 વાર્તાઓ હોવાનું કહે છે તે ભૂલ જણાય છે.}}</small>)આધારે તેમની વાર્તાકારની છબી દર્શાવાનો આપણો ઉપક્રમ રહેશે. એમણે ‘ત્રણ અર્ધું બે’માંથી ‘સરયૂસ્વાતિ’, ‘એક સુખી કરુણાન્ત’, ‘એક સુધારકનું વસિયતનામું’, ‘રમેશ’, ‘ધૂળધોયાની વહુનાં ઘરેણાં’ — એ પાંચ તથા ‘અંતરાય’માંથી ‘મહેરામણ બંધાણી’ – એ એક — એમ કુલ છ વાર્તાઓ રદ કરી છે. આ કુલ ૪૩ વાર્તાઓમાંથી ઈ. સ. ૧૯૩૮ની સાલ સુધીમાં તો તેમણે ૩૪ વાર્તાઓ આપી દીધી હતી ! ૧૯૩૮ પછીથી ૧૯૫૧ સુધીમાં (એટલે કે ૧૩ વર્ષના ગાળામાં) ગ્રંથસ્થ માત્ર ૯ વાર્તાઓ મળે છે. ‘એકાંકી’માં પણ એમણે એમનાં ગ્રંથસ્થ ૨૨ અને અગ્રંથસ્થ ૨ એમ કુલ ૨૪ એકાંકીઓમાંથી ૧૬ તો ૧૯૩૯ની સાલ સુધીમાં આપી દીધાં હતાં; બાકીનાં ૮ ૧૯૪૪થી ૧૯૫૪ સુધીમાં (એટલે કે દસ વર્ષના ગાળામાં) મળે છે. આમ એકાંકીઓ અને વાર્તાઓ જે રીતે આપણને ઉપલબ્ધ થાય છે તે ઉમાશંકરની સર્જનપ્રક્રિયા પર પણ પ્રકાશ પાડે છે. ઉમાશંકરે જૂન ૧૯૩૨માં ૩, ઑગસ્ટ ૧૯૩૨માં પણ ૩, ફેબ્રુઆરી ૧૯૩૩માં ૪, આ ઝડપે એકાંકીઓ લખ્યાં છે. વાર્તાઓમાં પણ એક જ દિવસે ૧૧–૧૨–૧૯૩૮ના રોજ તેઓ ‘કલંકિની’, ‘લીલી વાડી’, ‘રાહી’ અને ‘સ્મિતનું રહસ્ય’ — એમ સાથેલાગી ચાર વાર્તાઓ લખી દે છે ને ‘રત્ના કેમ પરણી’ એ પાંચમી વાત પણ માંડી દે છે ! જે દિવસે ‘મારી ચંપાનો વર’ પૂરી કરી તે જ દિવસે એમણે ‘છેલ્લું છાણું’ વાર્તા લખી. આમ તેઓ ઝડપથી લખનારા છે. તેમણે જ આ વાત કહી છે : “હું ઓછું લખનાર છું, પણ હું લખું છું ઝડપથી.” ઉમાશંકરે પોતાના સર્જનકાળના ૧૯૩૦થી ૧૯૪૦ના દસકા દરમ્યાન કવિતા ઉપરાંત એકાંકી, વાર્તા, નવલકથા ને નિબંધિકા વગેરેમાં કલમ ચલાવી જોઈ છે અને કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. પદ્યનાટ્યની દિશામાં કામ કરવાનો આરંભ પણ આ જ દસકામાં કરી લીધો હતો. આ રીતે એક સ્ફૂર્તિલા સર્જક તરીકે ઉમાશંકર ૧૯૩૦થી ૧૯૪૦–૪૪ દરમ્યાન પ્રગટ થાય છે. તેમની સર્જકપ્રતિભાએ આ ગાળા દરમ્યાન જે ક્ષેત્રો પસંદ કર્યાં તેમાં એકાંકી-વાર્તા આદિમાં કેટલુંક ઉત્કૃષ્ટ પણ થયું અને કેટલુંક ઉત્કૃષ્ટ કામ કવિતાક્ષેત્રે જેમ આ ગાળામાં થયું તેમ તેથીયે વધુ વિકસિત રૂપમાં આ પછીના ગાળામાં પણ થતું જોવા મળે છે.
ઉમાશંકરે એમના સર્જનકાળના આરંભમાં પદ્યને અને પછી અત્યંત ટૂંકા સમયમાં ગદ્યને પણ પોતાનું કલામાધ્યમ બનાવ્યું; એ ગદ્ય કલાનુક્રમે તેમની શાસ્ત્રલક્ષી, વિચારલક્ષી લેખનપ્રવૃત્તિનું પણ સબળ માધ્યમ બની રહે છે. એકાંકી, વાર્તા જેવાં સર્જનાત્મક – લલિત સાહિત્યરૂપોમાં વિહરતું ગદ્ય ૧૯૫૪ પછી નિબંધ-વિવેચનની દિશામાં વધુ કાર્યાન્વિત જણાય છે. ‘ગોષ્ઠી’ નામના એમના પ્રથમ નિબંધસંગ્રહના ૨૭ નિબંધોમાંથી બે જ નિબંધો ૧૯૪૦ પહેલાંની સાલ બતાવે છે, જે સૂચક છે. વળી જેમ એકાંકીક્ષેત્રે ૧૯૫૪ બાદ તેમ ટૂંકી વાર્તાના ક્ષેત્રે ૧૯૫૧ બાદ વિસામો છે. આ વિસામો શાથી છે તેનું રહસ્ય ઉકેલવું મુશ્કેલ છે. ઉમાશંકરની સર્જકતાએ પોતાનું જે કંઈ ઉત્તમોત્તમ હતું તે એકાંકી ને વાર્તામાં પ્રગટ કરી દીધું ને હવે પછી એમનાથી એમાં કશું થઈ શકે એમ નથી એમ માનવું ? એમ માનીએ તો તો સર્જનની નિગૂઢ ગતિ વિશેની આપણી સમજ જ બરોબર નથી એમ ઠરે. એમ જરૂર લેખી શકાય કે સમજદાર સર્જક સમયે સમયે શબ્દ દ્વારા પોતાનું જે કંઈ ઉત્તમ હોય છે તે પ્રગટ કરવા મથતો હોય છે, અને પછી સાધ્યું હોય તેથી વધુ ઉત્તમ સાધવા, જે પગથિયાં ચઢ્યો હોય ત્યાંથી આગળ વધુ પગથિયાં ચઢવા એને માટે પ્રતીક્ષા કે વિરામ અનિવાર્ય બની રહેતો હોય. એ પ્રતીક્ષા કે વિરામ પછી નવું આવે જ એમ તો કેમ કહેવાય ? જૂનાનું પુનરાવર્તન સર્જક ન કરે — સર્જક પોતાની જ સફળ કૃતિનું અનુકરણ ન કરે તો એ લાભ પણ કંઈ નાનો હોતો નથી. જે દોરડાંથી પોતાને ગઢમાં પ્રવેશવા મળ્યું હોય એ દોરડાં જ કાપી નાખવાની તાનાજીની કહેવાતી રીત સમજદાર સર્જક અપનાવે તો એમાં નવાઈ નથી. ઉમાશંકરે ‘શ્રાવણી મેળા’ની કેટલીક સુંદર સફળ વાર્તાઓ પછી વાર્તામાં નવી નવી રીતે પ્રયોગો કરવાનું બીજા બે સંગ્રહો સુધી ચાલુ રાખ્યું; એટલું જ નહિ, ઑક્ટોબર, ૧૯૪૭માં લખાયેલી ‘તરંગ’ વાર્તાથી લેખકે ભાવિ વાર્તાનું દિશાસૂચન પણ કર્યું. આમ છતાં વાર્તાકાર તરીકેની જે જમાવટ ‘શ્રાવણી મેળા’માં થઈ તે ફરી પાછી ન થઈ તે ન જ થઈ, ને જેમ કુશળ ઉસ્તાદ સમજીને આત્મહિતાય પણ પોતાનો ખેલ સંકેલી લે તેમ ઉમાશંકરે પણ કર્યું હોય એમ કોઈને લાગે તો એમાં નવાઈ નથી ! ‘તરંગ’ની દિશામાં – આંતરચેતનાપ્રવાહના નિરૂપણની દિશામાં પોતાની વાર્તાકલાને વિકસાવવાની તેમની નેમ હતી પણ એ દિશામાં પછી ખાસ આગળ વધાયું જણાતું નથી. એમની ‘અદાलત કે અદાवત ?’ વાર્તા વાંચતાં તો સંભવ છે કે કોઈને ઉમાશંકર `¨स्थितस्य समर्थनम्' કરતા જણાય; આમ છતાં એક વાત તો કહેવી જ જોઈએ કે ભાવિ વાર્તા મનોવૈજ્ઞાનિક તથ્યો — સત્યોના પ્રદેશમાં વિકસવાનો વ્યાપકપણે પ્રયત્ન કરવાની હતી તેની સબળ શરૂઆત થઈ રા. વિ. પાઠકથીT. એમાં બળ ને વેગ પૂર્યાં ઉમાશંકર–સુન્દરમ્ની વાર્તાઓએ. એ વાર્તાઓ પછીના વાર્તાલેખનમાં કેટલીક રીતે માર્ગસૂચક પણ બનેલી જણાય છે. તેમાંય માનવમનની સૂક્ષ્મ ગતિ-વિધિ, એનાં નિગૂઢ સંચલનોને પકડવા – પ્રકટ કરવામાં ઉમાશંકરની વાર્તાકાર તરીકેની એકાગ્રતા ને ઉત્કટતા સહેજેય વિશેષ ધ્યાન ખેંચે છે. ઉમાશંકરની ‘શ્રાવણી મેળા’ની વાર્તાઓનું અવલોકન કરતાં શ્રી ઝવેરચંદ મેઘાણીએ એમની આ વિલક્ષણતાનું પોતાની શૈલીએ વિવરણ કરતાં કહેલું :
{{Poem2Close}}
26,604

edits