26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી; | કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી; | ||
{{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{Space}} ૨</Poem> | {{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{Space}} ૨ | ||
::::'''ઢાળ''' | |||
જડે વિદ્યા નિર્મળી, જો સરસ્વતી હોયે તુષ્ટમાન; | |||
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.{{Space}} ૩ | |||
વૈશંપાયન વાણી વદે : તું સુણ જનમેજય રાય! | |||
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુઃખ જાય.{{Space}} ૪ | |||
કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા, | |||
દસમે દિવસે ભીષ્મપિતામહ બાણશય્યાએ પડિયા.{{Space}}૫ | |||
પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા; | |||
શકુનિશું દુર્યોધન સર્વ મળીને દ્રોણ સેનાપતિ કીધા.{{Space}} ૬ | |||
મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન, | |||
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણચાર્યા મુનિજંન.{{Space}} ૭ | |||
સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે; | |||
કોને બોલવાની શક્તિ નહીં જે સૌભદ્રેને મારે.{{Space}} ૮ | |||
કૌરવપતિએ બેહુ જોડી વીનવિયા ગુરુ દ્રોણ : | |||
‘સ્વામી! સૌભદ્રેરૂપી સાગર તમ વિના તારે કોણ?{{Space}} ૯ | |||
અર્જુને હસ્તી સંઘાતે હેલાં હણ્યો ભગદત્ત; | |||
મુનિ! તમને મૂર્છા પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત.’{{Space}} ૧૦ | |||
એવું કહીને મુગટ ઉતારી ગુરુને પાગે ધરિયો; | |||
‘ગુરુ! બંધાવો તો હું બાંધું,’ એમ અહંકારી ઓચરિયો.{{Space}} ૧૧ | |||
રીસ કરીને ઋષિજી બોલ્યા, કર ઉદક-અંજલિ લીધી; | |||
અભિમન્યુને મારવાની ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કીધી.{{Space}} ૧૨ | |||
‘સૌભદ્રે મેં કાલ મારવો,’ ઋષિનાં વચન શ્રવણે પડિયાં, | |||
હરખ્યો હસ્તિનાપુરનો રાજા, દુંદુભિ ત્યાં ગડગડિયાં.{{Space}} ૧૩ | |||
શ્રીકૃષ્ણ ગયા અર્જુનને તેડી સંશપ્તકને પાસ; | |||
ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ.{{Space}} ૧૪ | |||
વૈશંપાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે : | |||
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? {{Space}}૧૫ </Poem> |
edits