અભિમન્યુ આખ્યાન/ઓખાહરણ : આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:

મહાભારતની કથા માનવજીવનનાં અનેકવિધ આલેખનોથી ભરપૂર જાણે કે કોશ છે. ભગવાન શ્રીકૃષ્ણ આ કથામાં સર્વવ્યાપી હોવા છતાં સ્વઓળખ અને સ્વતેજે સ્વતંત્ર તરી આવતા કર્ણ-અર્જુન સમા મહારથીઓ સાથે શોભતો નાનો પણ તેજસ્વી તારા જેવો અભિમન્યુ આ વિરાટ કથાની પાત્રસૃષ્ટિમાં એના વિશિષ્ટ વ્યક્તિત્વથી  આગળ તરી આવે છે. મહાભારતની કથામાં, માત્ર અર્જુનપુત્ર તરીકે જ નહિ પણ મહાપરાક્રમી યોદ્ધા તરીકે તેનું સ્થાન છે એટલું જ નહિ પણ અર્જુનની ગેરહાજરીમાં સમસ્ત પાંડવસેનાને, ચક્રવ્યૂહ-યુદ્ધમાં દોરનાર માર્ગદર્શક તરીકે તેનું મહત્ત્વ વધી ગયું છે. વળી આ પરાક્રમશીલતા અને વ્યૂહનૈપુણ્ય તેની મુગ્ધાવસ્થાના સંદર્ભમાં તેના વ્યક્તિત્વને, કથામાંના તેના મહત્ત્વને તેમ જ તેની લોકપ્રિયતાને ઓર વધારનારાં નીવડ્યાં છે. અભિમન્યુનું એક બાજુથી તારુણ્યયુક્ત મુગ્ધ વ્યક્તિત્વ અને બીજી બાજુથી પ્રભાવી અને પ્રચંડ પરાક્રમશીલ એવું વ્યક્તિત્વ એના પર ઢોળાયલી, ઉત્તરાના અલ્પસહવાસથી ઘેરી બનેલી, અંતિમ કરુણતાથી છાયાથી સવિશેષ હૃદયસ્પર્શી નીવડે છે.

{{Poem2Open}}
{{Poem2Open}}
અર્જુનના પુત્ર અને કૃષ્ણના ભાણેજ તરીકે માતૃપિતૃકુલની અસાધારણતા, ઉત્તરા સાથેનો લગ્નસંબંધ અને અલ્પ સમાગમ, ચક્રવ્યુહની  ‘કોઠાસૂઝ’ અને તેની અપૂર્ણતા, અને આ બધાંને પરિણામે અંતે જતાં પરાક્રમી છતાં કરુણાન્ત એવી અભિમન્યુની કથા મુગ્ધતા, વીરતા, શૃંગાર અને કરુણના અદ્ભુત રસ સંમિશ્રણનો આસ્વાદ કરાવવાની ક્ષમતા ધરાવે છે. આથી અભિમન્યુની મુગ્ધતાથી વહાલપ અનુભવતું, એના અપૂર્વ શૌેેર્ય પ્રદર્શનથી ઉત્સાહિત થતું અને એના કરુણાન્તથી અત્યંત દુઃખી બનતું લોકહૃદય આ કથાનાં અનેક પુનરાવર્તનોની પરંપરા પ્રેરે એ સ્વભાવિક છે અભિમન્યુની કથા આપણા સાહિત્યમાં કાવ્ય, વાર્તા, નાટક અને લોકસાહિત્યનાં અનેક સ્વરૂપોમાં એક યા બીજી રીતે, અનેક રૂપે પ્રાચીન કાળથી તે આજ સુધી વારંવાર પુનરાવર્તિત થયા જ કરી છે.

અભિમન્યુનો માતૃપક્ષીય સંબંધ શ્રીકૃષ્ણ સાથેનો રહ્યો હોવાથી કૃષ્ણચરિત્રના સંદર્ભમાં પણ અભિમન્યુના ઉલ્લેખ મળે તે સ્વાભાવિક છે. આથી વિષ્ણુ, ગરુડ, બ્રહ્માંડ, વાયુ, મત્સ્ય, ભાગવત વગેરે પુરાણોમાં અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહાભારતના કથાપ્રસંગો પર આધારિત કૃતિઓ જેવી કે ક્ષેમેન્દ્રની ‘ભારતમંજરી’, કાંચનકવિનું ‘ધનંજયવિજય’ વગેરેમાં, તેમજ ભાસનાં ‘પંચરાત્ર’ અને ‘દૂત-ઘટોત્કચ’ વગેરે જેવાં નાટકોમાં પણ અભિમન્યુની કથા/વાર્તાના મહાભારતકથિત/કલ્પિત કથાપ્રસંગો નિરૂપાયા છે. જૈન કવિઓ  દેવભદ્રસૂરિ, શુભવર્ધન ગણિ અને દેવવિજયનાં ‘પાંડવચરિત્ર’માં પણ અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ બધી કૃતિઓમાં, નાની વિગતોના ફેરફાર/પાઠ ફેરફારને બાદ કરતાં, મોટેભાગે મહાભારતની કથામાંની વાર્તાનું જ માળખું જળવાયું હોય તેવું જણાય છે. આ ઉપરાંત સ્વતંત્ર રીતે પણ લોકસાહિત્યમાં અભિમન્યુના કથાનક વિષયક વાર્તા, કથા, રાસડા, ગરબીઓ અને રાજિયા-પરજિયા વગેરે સ્વરૂપે/રૂપે પ્રાપ્ત થાય છે.
અભિમન્યુનો માતૃપક્ષીય સંબંધ શ્રીકૃષ્ણ સાથેનો રહ્યો હોવાથી કૃષ્ણચરિત્રના સંદર્ભમાં પણ અભિમન્યુના ઉલ્લેખ મળે તે સ્વાભાવિક છે. આથી વિષ્ણુ, ગરુડ, બ્રહ્માંડ, વાયુ, મત્સ્ય, ભાગવત વગેરે પુરાણોમાં અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહાભારતના કથાપ્રસંગો પર આધારિત કૃતિઓ જેવી કે ક્ષેમેન્દ્રની ‘ભારતમંજરી’, કાંચનકવિનું ‘ધનંજયવિજય’ વગેરેમાં, તેમજ ભાસનાં ‘પંચરાત્ર’ અને ‘દૂત-ઘટોત્કચ’ વગેરે જેવાં નાટકોમાં પણ અભિમન્યુની કથા/વાર્તાના મહાભારતકથિત/કલ્પિત કથાપ્રસંગો નિરૂપાયા છે. જૈન કવિઓ  દેવભદ્રસૂરિ, શુભવર્ધન ગણિ અને દેવવિજયનાં ‘પાંડવચરિત્ર’માં પણ અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ બધી કૃતિઓમાં, નાની વિગતોના ફેરફાર/પાઠ ફેરફારને બાદ કરતાં, મોટેભાગે મહાભારતની કથામાંની વાર્તાનું જ માળખું જળવાયું હોય તેવું જણાય છે. આ ઉપરાંત સ્વતંત્ર રીતે પણ લોકસાહિત્યમાં અભિમન્યુના કથાનક વિષયક વાર્તા, કથા, રાસડા, ગરબીઓ અને રાજિયા-પરજિયા વગેરે સ્વરૂપે/રૂપે પ્રાપ્ત થાય છે.{{Poem2Close}}
<Center>'''(૧)'''</Center>
<Center>'''(૧)'''</Center>
26,604

edits