26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પારસી સાહિત્ય'''</span> : પારસીઓ પોતાના પ્રાણ અને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
નાટ્યક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કરનારા લેખકોમાં કેખુશરૂ નવરોજી કાબરાજી (૧૮૪૨, ૧૯૦૪)નો ફાળો સ્મરણીય છે. તેમણે વિક્ટોરિયા નાટક મંડળી સ્થાપી હતી અને ફારસી તેમજ અંગ્રેજીમાંથી તો ખરાં જ પણ હિંદુ પુરાણોમાંથી, તેમજ લોકવાર્તામાંથી વસ્તુ લઈને તેમણે ‘નળ-દમયંતી,’ ‘હરિશ્ચંદ્ર’, ‘સીતાહરણ’, ‘નંદબત્રીસી’ વગેરે નાટકો રચ્યાં હતાં. ગુજરાતી નાટકના જનકનું નામ પામેલા રણછોડભાઈ ઉદયરામ નાટ્યક્ષેત્રે તેમના સહભાગી હતા. નાટ્યક્ષેત્રે કેખુશરુ કાબરાજી ઉપરાન્ત ખુરશેદજી મેહરબાનજી બાલીવાલા(૧૮૫૨, ૧૯૧૩), જહાંગીર પેસ્તનજી દોરાબજી ખંભાતા(૧૮૫૬, ૧૯૫૬), એદલજી જમશેદજી ખોરી(૧૮૪૭, ૧૯૧૭), બમનજી કાબરાજી(૧૮૬૦, ૧૯૨૫)નો ફાળો પણ ઉલ્લેખનીય છે. | નાટ્યક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કરનારા લેખકોમાં કેખુશરૂ નવરોજી કાબરાજી (૧૮૪૨, ૧૯૦૪)નો ફાળો સ્મરણીય છે. તેમણે વિક્ટોરિયા નાટક મંડળી સ્થાપી હતી અને ફારસી તેમજ અંગ્રેજીમાંથી તો ખરાં જ પણ હિંદુ પુરાણોમાંથી, તેમજ લોકવાર્તામાંથી વસ્તુ લઈને તેમણે ‘નળ-દમયંતી,’ ‘હરિશ્ચંદ્ર’, ‘સીતાહરણ’, ‘નંદબત્રીસી’ વગેરે નાટકો રચ્યાં હતાં. ગુજરાતી નાટકના જનકનું નામ પામેલા રણછોડભાઈ ઉદયરામ નાટ્યક્ષેત્રે તેમના સહભાગી હતા. નાટ્યક્ષેત્રે કેખુશરુ કાબરાજી ઉપરાન્ત ખુરશેદજી મેહરબાનજી બાલીવાલા(૧૮૫૨, ૧૯૧૩), જહાંગીર પેસ્તનજી દોરાબજી ખંભાતા(૧૮૫૬, ૧૯૫૬), એદલજી જમશેદજી ખોરી(૧૮૪૭, ૧૯૧૭), બમનજી કાબરાજી(૧૮૬૦, ૧૯૨૫)નો ફાળો પણ ઉલ્લેખનીય છે. | ||
પારસી નાટકો સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ સાવ નિર્માલ્ય લાગે. એક કારણ તેમને ભાષાની મર્યાદા નડી હોય, તેમ છતાં અંગ્રેજી સાહિત્યના સંપર્ક પછી ગુજરાતી સમાજની જેમ તેમણે પણ નવાં સ્પંદનો ઝીલ્યાં અને અંગ્રેજી સાહિત્યના સંસ્કાર ઝીલીને યથાશક્તિ નાટક, નવલકથા જેવાં સ્વરૂપો વિકસાવ્યાં. એમનાં નાટકોમાં પારસી સમાજનાં અનિષ્ટોની ટીકા છે, તો સાથે સાથે સામાજિક સુધારા માટેની પ્રેરણા પણ છે. એવાં સામાજિક નાટકો બહુધા પ્રહસનો રૂપે રજૂ થયાં છે. ગુજરાતીમાં નાટ્યક્ષેત્રે પારસી નાટકકારો લગભગ સવાસો વર્ષથી કાર્યરત રહ્યા છે. | પારસી નાટકો સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ સાવ નિર્માલ્ય લાગે. એક કારણ તેમને ભાષાની મર્યાદા નડી હોય, તેમ છતાં અંગ્રેજી સાહિત્યના સંપર્ક પછી ગુજરાતી સમાજની જેમ તેમણે પણ નવાં સ્પંદનો ઝીલ્યાં અને અંગ્રેજી સાહિત્યના સંસ્કાર ઝીલીને યથાશક્તિ નાટક, નવલકથા જેવાં સ્વરૂપો વિકસાવ્યાં. એમનાં નાટકોમાં પારસી સમાજનાં અનિષ્ટોની ટીકા છે, તો સાથે સાથે સામાજિક સુધારા માટેની પ્રેરણા પણ છે. એવાં સામાજિક નાટકો બહુધા પ્રહસનો રૂપે રજૂ થયાં છે. ગુજરાતીમાં નાટ્યક્ષેત્રે પારસી નાટકકારો લગભગ સવાસો વર્ષથી કાર્યરત રહ્યા છે. | ||
પારસી નાટકકારો એમની વિલક્ષણ પારસી ગુજરાતી બોલીમાં નાટકો લખતા હતા. એ બોલી ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, અરબી વગેરે ભાષાઓના મિશ્રણથી તેમણે ઉપજાવેલી હતી. આવી ભાષાના કારણે જેમ પારસી નવલકથાકારોનો તેમ નાટ્યકારોનો પણ મોટોભાગ વ્યાપક ગુજરાતી સમાજના નાટ્યરસિકો સુધી પહોંચી શક્યો નહિ. પારસી લેખકો કોમેડીના હિમાયતી છે. એમની ઘણીબધી નવલકથાઓમાં ‘સુખી સર્વેંટ’નું પ્રકરણ આવવાનું જ. વિનોદ-રમૂજ એમને સહજ છે. કરુણાન્ત કે ગંભીર વિષયનાં નાટકોમાં પણ તેઓ ‘કોમિક રીલિફ’ માટે કે ગમે તે કારણે પણ હાસ્ય લાવ્યા વિના રહેતા નથી. અલબત્ત, એમના હાસ્યની કક્ષા ઊંચી નથી. સૂક્ષ્મ વિનોદની તેમની પાસે ભાગ્યે જ અપેક્ષા રાખી શકાય. કેખુશરુ કાબરાજીએ ગુજરાતી ભાષામાં ‘હરિશ્ચંદ્ર’ નાટક લખ્યું છે. તેમાં વિદૂષકને હાસ્ય નિષ્પન્ન કરવા માટે તેમણે ગોઠવ્યો છે અને સંસ્કૃત નાટકની પ્રણાલી જાળવી છે. | |||
ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધના પારસી સાહિત્યકારો વિશે એક નોંધપાત્ર વાત એ છે કે મોટાભાગના પારસી નવલકથાકારો તે નાટ્યલેખકો પણ હતા. કેખુશરુ કાબરાજી, બમનજી કાબરાજી, ‘પિજામ’, ‘ગુલફામ’ આ સર્વ લેખકોએ સારી એવી સંખ્યામાં નવલકથાઓ રચી હતી અને નાટકો રચવામાં પણ તેમણે પોતાની શક્તિ કામે લગાડી છે. કેટલાકે તો (જેમકે બમનજી કાબરાજી) પોતાની નવલકથાઓનું જ નાટકમાં રૂપાન્તર કર્યું હોય તેવું બન્યું છે. | ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધના પારસી સાહિત્યકારો વિશે એક નોંધપાત્ર વાત એ છે કે મોટાભાગના પારસી નવલકથાકારો તે નાટ્યલેખકો પણ હતા. કેખુશરુ કાબરાજી, બમનજી કાબરાજી, ‘પિજામ’, ‘ગુલફામ’ આ સર્વ લેખકોએ સારી એવી સંખ્યામાં નવલકથાઓ રચી હતી અને નાટકો રચવામાં પણ તેમણે પોતાની શક્તિ કામે લગાડી છે. કેટલાકે તો (જેમકે બમનજી કાબરાજી) પોતાની નવલકથાઓનું જ નાટકમાં રૂપાન્તર કર્યું હોય તેવું બન્યું છે. | ||
પારસી નાટકોને ગુણવત્તાની દૃષ્ટિએ મૂલવતાં તેમાં ઝાઝા રામ દેખાશે નહિ. નાટકોનો સાહિત્યિક સ્તર મોટે ભાગે સામાન્ય કક્ષાનો જ ગણાય. વસ્તુની ગૂંથણી કે પાત્રચિત્રણમાં પણ તેમની ખાસ કુશળતા દેખાય નહિ. તેમ છતાં પોતે અપનાવેલી પારસી ગુજરાતી ભાષામાં તેમણે વિવિધ વિષયો પર નાટકો રચ્યાં. અંગ્રેજી રંગભૂમિનો પ્રભાવ ઝીલી પોતે પારસી રંગભૂમિ વિકસાવવાનો પુરુષાર્થ કર્યો. નાટકોમાં અનેક પ્રયોગો કર્યા. નટ તરીકે, પોતાની શક્તિઓ ખીલવી ઢગલાબંધ નાટ્ય શાળાઓ સ્થાપી અને દેશપરદેશના પ્રવાસો ખેડ્યા. પારસી નાટકકારોનો આ પુરુષાર્થ અવિસ્મરણીય છે. | પારસી નાટકોને ગુણવત્તાની દૃષ્ટિએ મૂલવતાં તેમાં ઝાઝા રામ દેખાશે નહિ. નાટકોનો સાહિત્યિક સ્તર મોટે ભાગે સામાન્ય કક્ષાનો જ ગણાય. વસ્તુની ગૂંથણી કે પાત્રચિત્રણમાં પણ તેમની ખાસ કુશળતા દેખાય નહિ. તેમ છતાં પોતે અપનાવેલી પારસી ગુજરાતી ભાષામાં તેમણે વિવિધ વિષયો પર નાટકો રચ્યાં. અંગ્રેજી રંગભૂમિનો પ્રભાવ ઝીલી પોતે પારસી રંગભૂમિ વિકસાવવાનો પુરુષાર્થ કર્યો. નાટકોમાં અનેક પ્રયોગો કર્યા. નટ તરીકે, પોતાની શક્તિઓ ખીલવી ઢગલાબંધ નાટ્ય શાળાઓ સ્થાપી અને દેશપરદેશના પ્રવાસો ખેડ્યા. પારસી નાટકકારોનો આ પુરુષાર્થ અવિસ્મરણીય છે. |
edits