ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''રસ'''</span> : ભારતીય કાવ્યસિદ્ધાન્તક્ષેત્રે આવેલો રસનો સાર્વભૌમ સિદ્ધાન્ત મૂળે ‘નાટ્યશાસ્ત્ર’નો સિદ્ધાન્ત છે. નાટ્યાનુભૂતિ વેળાએ સામાજિકને જે અવર્ણનીય આંતરિક અનુભવ થાય છે તેને રસથી ઓળખાવ્યો છે. નાટ્યશાસ્ત્ર કહે છે રસ વગર નાટકનો કોઈ અર્થ નથી. આ સિદ્ધાન્ત નાટક અને કવિતાક્ષેત્રે માનવભાવો પર કઈ રીતે કામ કરવામાં આવે છે અને કઈ રીતે એને ઉદ્દીપ્ત કરવામાં આવે છે એને સમજાવે છે.

આમ તો ‘રસ’ જુદા જુદા અર્થમાં વપરાયો છે; એમાં વનસ્પતિઓના દ્રવનો પછી લાક્ષણિક અર્થવિકાસ છે. रसो वै सः કહીને તૈતરીય ઉપનિષદમાં બ્રહ્મને રસરૂપ, આનન્દરૂપ દર્શાવ્યો છે. સંસ્કૃતમાં ‘રસ્’ ધાતુનો અર્થ સ્વાદ લેવો એવો થાય છે. આથી જેને આસ્વાદ લઈ શકાય તે રસ. બાહ્ય ઇન્દ્રિયથી જેમ મધુર, અમ્લ, કટુ, તિક્ત, કષાય, લવણનો સ્વાદ લઈએ છીએ, બરાબર એમ જ આન્તર ઇન્દ્રિયથી શૃંગાર, કરુણ, હાસ્ય વગેરે રસ આસ્વાદ્ય બને છે. સાહિત્યમાં પણ એ જ રીતે એની વ્યુત્પત્તિ છે. પરન્તુ બાહ્ય ઇન્દ્રિયથી મળનારો લૌકિક રસ અને આંતરઇન્દ્રિયથી મળનારા સાહિત્યના અલૌકિક રસ વચ્ચે વારંવાર ભેદ કરવામાં આવ્યો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર રસ દેશકાલની સીમાથી અનિબદ્ધ છે, વ્યક્તિગત રાગવિરાગથી પર છે, સ્વ-પર ભાવનાથી વિમુક્ત છે, ઐહિક ભોગવાદથી ભિન્ન છે, વેદાન્તરઅર્થશૂન્ય અને લોકોત્તર ચમત્કારપ્રવણ છે અને તેથી એને બ્રહ્માનંદની નજીક કલ્પ્યો છે.

26,604

edits