ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વક્રોક્તિસંપ્રદાય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વક્રોક્તિસંપ્રદાય'''</span> : વક્રોક્તિસિદ્ધાન...")
 
No edit summary
Line 19: Line 19:
માર્ગભેદને કુન્તક કવિના સ્વભાવભેદમાં આરોપે છે. કાવ્યરચનાના હેતુ છે પ્રતિભા અને વ્યુત્પત્તિ. જેવો કવિનો સ્વભાવ તેવી તેની સુકુમાર કે વિચિત્ર કે ઉભયલક્ષણા પ્રતિભા, તેવી જ તે વ્યુત્પત્તિ કેળવશે. તેથી કવિનો સ્વભાવ, પ્રતિભા વ્યુત્પત્તિ બધું જ પરસ્પર અનુરૂપ રીતે વિકસીને તેવા જ માર્ગે કવિને કાવ્ય રચવા પ્રેરશે.  

ત્રણ માર્ગોની સાથે કુન્તક તેમના ગુણો પણ વર્ણવે છે. વામનાદિ દસ અને ધ્વનિકારાદિ ત્રણ ગુણો આપે છે, જ્યારે કુન્તકે આપેલા ગુણો છ છે : માધુર્ય, પ્રસાદ, લાવણ્ય, આભિજાત્ય, ઔચિત્ય અને સૌભાગ્ય. આગલા ચારનાં લક્ષણ માર્ગ અનુસાર બદલાય છે. (તેમાંય સ્પષ્ટ ભેદ તો સુકુમાર વિચિત્રના જ, મધ્યમ તો સમન્વિત સ્વરૂપનો છે.) જ્યારે પાછલા બેનાં લક્ષણ કાવ્યમાત્રમાં સમાન છે. માધુર્ય પદયોજનાનો ગુણ છે. થોડાક સમાસોવાળી મનોહર પદયોજના સકુમારનો અને અશિથિલ બંધવાળી કવિકૌશલથી ઓપતી પદયોજના વિચિત્ર માર્ગનો ગુણ છે. અર્થવ્યક્તિનો ગુણ છે પ્રસાદ : રસવક્રકોક્તિ આદિ રહસ્યો વિના ક્લેશે વ્યક્ત થાય તે સુકુમારનો અને ઓજસ્ના સ્પર્શવાળો, અર્થસમર્પક અવાન્તર વાક્યો ગૂંથાતાં જાય તે વિચિત્રનો પ્રસાદગુણ. લાવણ્ય પદબન્ધનો ગુણ છે. સુકુમારમાં વર્ણસૌન્દર્યવાળાં થોડાંક પદોની યોજનાથી કે વિચિત્રમાં પદોની ગાઢ ગૂંથણીથી બંધનું સૌન્દર્ય રચાય તે લાવણ્ય. આભિજાત્ય કાવ્યમાં નિરૂપાયેલા વસ્તુસ્વભાવનો ગુણ છે : સુકુમારમાં સ્વભાવની સ્નિગ્ધ છાયા ચિત્તસ્પર્શી લાગે તો વિચિત્રમાં સ્વભાવ કવિપ્રૌઢિથી બહુ કોમળ નહીં, બહુ કઠોર નહીં એવો જણાય.  

ઔચિત્ય કાવ્યાંગોના પરસ્પર સંબંધનો ગુણ છે : કાવ્યમાત્રમાં વસ્તુનો સ્વભાવ જેનાથી પોષાય તે ઔચિત્ય. અથવા વક્તા પોતાના અનુભવને અનુરૂપ રીતે વસ્તુને રજૂ કરે તે, કાવ્યવસ્તુના અભિપ્રેત સ્વભાવના આલેખનને અનુરૂપ થાય, તેને પોષે તેવા બધાજ – શબ્દચયનથી કાવ્યબંધ સુધીના – ઉપાયોનો ગુણ તે ઔચિત્ય.

સૌભાગ્ય સહૃદયાહ્લાદક્ષમતાનો ગુણ છે : જેને માટે કવિપ્રતિભા શબ્દાદિ ઉપાદેયસમૂહમાં પ્રવૃત્ત થાય તે ગુણ, કાવ્યનો કાવ્યત્વ સિદ્ધ થવાનો, સહૃદયોને ચમત્કાર કરાવવાની ક્ષમતા હોવાનો ગુણ છે સૌભાગ્ય. એ માત્ર પ્રતિભાપ્રવૃત્ત થવાથી નહિ, પણ સમગ્ર કાવ્યાંગોની દોષરહિત સંવાદિતામાંથી નિષ્પન્ન થાય છે.  

વક્રોક્તિસિદ્ધાન્ત એક દૃષ્ટિએ અલંકારસિદ્ધાન્તનો જ તાર્કિક વિસ્તાર છે. વક્રતા તે જ કાવ્યનો અલંકાર. ઉપરાંત અલંકારમાત્રના મૂળમાં ઉક્તિની કોઈક અતિશયતા-વક્રતા રહેલી છે, એ ખ્યાલ તેમજ મૂલત : કાવ્યની વ્યાખ્યા પણ ભામહ-કુન્તકમાં સરખી છે.  

26,604

edits