ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 16: Line 16:
ઇહામૃગમાં ચાર અંકમાં ગર્ભવિમર્શ વગરની ત્રણ સંધિમાં રજૂ થતા મિશ્ર કથાનકના કેન્દ્રમાં ધીરોદ્ધત નાયક હોય છે. એમાં પ્રતિનાયક દ્વારા થતો છળકપટનો ઉપયોગ મહત્ત્વનો છે. વિશ્વનાથે ‘કુસુમશેખર વિજય’નો ઇહામૃગ તરીકે ઉલ્લેખ કર્યો છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
{{Poem2Close}}

{{Poem2Open}}
'''રૂપક(Metaphor)''' : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આ સાદૃશ્યમૂલક અભેદપ્રધાન આરોપયુક્ત અર્થાલંકાર ગણાયો છે; જેમાં સાદૃશ્યના આધાર પર પ્રસ્તુતમાં અપ્રસ્તુતનો આરોપ કરીને અભેદની કે એકરૂપતાની સ્થાપના કરવામાં આવે છે. એટલેકે રૂપકઅલંકારમાં ઉપમેય-ઉપમાનનું રૂપ લે છે કે પછી ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવે છે. આમ રૂપનો આરોપ થતો હોવાથી આ રૂપકઅલંકાર છે. જેમકે ‘બાહુલતા’ યા ‘મુખચન્દ્ર’. ભામહે રૂપકની બે વિશેષતા નોંધી છે : ઉપમેય-ઉપમાની એકરૂપતા અને ગુણોની સમતા. દંડી ‘તાદાત્મ્ય પ્રતીતિ’ પર ભાર મૂકી ઉપમાન-ઉપમેયના પરસ્પરના તિરોધાનને પુરસ્કારે છે. વામન રૂપકને ઉપમાના પ્રપંચરૂપે જુએ છે, તો મમ્મટ ઉપમાન અને ઉપમેયના અભેદને રૂપક કહે છે. વિશ્વનાથે રૂપકમાં શાબ્દસાદૃશ્ય નહીં પણ આર્થ કે વ્યંગ્યસાદૃશ્ય ક્રિયાશીલ હોય છે એવો વિચાર આપ્યો છે. રુદ્રટે બતાવ્યું છે કે ઉપમેય અને ઉપમાનના ગુણસામ્યને કારણે અભેદની કલ્પના કરાય અને એમાં સામાન્ય ધર્મનો નિર્દેશ ન હોય તો રૂપક કહેવાય.

રૂપકના અનેક પ્રભેદો ગણાવાયા છે. દંડીએ વીસેક જેટલા ભેદ આપ્યા છે. પણ મમ્મટ અને અપ્પયદીક્ષિતનું એમાં વિશેષ પ્રદાન છે. મમ્મટે ત્રણ પ્રધાન ભેદ કર્યા છે : અંગો સહિત ઉપમેયમાં ઉપમાનનો આરોપ થાય તે સાંગ (સાવયવ) રૂપક. એક ઉપમેયમાં એક ઉપમાનનો અંગરહિત આરોપ થાય તે નિરંગ (નિરવયવ) રૂપક; એક આરોપ બીજા આરોપોનું કારણ બને તે પરંપરિતરૂપક. રૂપકના આ ત્રણ મુખ્ય ભેદોના પેટા પ્રકારો છે. સાંગરૂપકના સમસ્તવસ્તુવિષય અને એકદેશવર્તી એમ બે ભેદ છે : સાંગરૂપક જો આરોપ્યમાણ અને આરોપ્યના સમસ્તવિષયનું પ્રગટ રૂપમાં કથન કરે તો સમસ્તવસ્તુવિષય રૂપક છે અને જો સાંગરૂપકમાં કેટલોક આરોપ શબ્દત : પ્રગટ રૂપમાં હોય અને કેટલોક આરોપ અર્થબલથી જ્ઞાત થતો હોય તો તે એકદેશવર્તીરૂપક છે. નિરંગરૂપકના શુદ્ધ અને માલા એમ બે ભેદ પડે છે. એક ઉપમેયમાં એક ઉપમાનનો આરોપ હોય તો શુદ્ધ નિરંગરૂપક અને જો એક ઉપમેયમાં અંગરહિત અનેક ઉપમાનોનો આરોપ હોય તો તે માલારૂપ નિરંગરૂપક છે. એ જ રીતે પરંપરિત રૂપકના પણ બે ભેદ છે : જો એક આરોપ બીજા આરોપનું કારણ હોય તો એકરૂપ પરંપરિતરૂપક અને જો એકાધિક આરોપોની શ્રેણી બને તો માલારૂપ પરંપરિતરૂપક છે.

26,604

edits