18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘જઠરાગ્નિ’: એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી|}} <poem> રચો, રચો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
ખંડેરની ભસ્મકણી ન લાધશે! | ખંડેરની ભસ્મકણી ન લાધશે! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
‘જઠરાગ્નિ’ કવિતાનો જિકર થાય ત્યારે એક આખો કાળખંડ અને એક યુગપુરુષની પ્રેરણાથી દીન-દલિત પ્રત્યે પ્રતિબદ્ધ થયેલા ગુજરાતી લેખકો-કવિઓ જે ઉમાશંકરના સમકાલીન હતા તે સૌ સાંભરે. પણ મને સવિશેષ તો મેઘાણીની ‘અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે’ અને પછી આવતી ટેકપંક્તિઓ — ‘ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે! તને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે! તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!’ તથા આ અદ્ભુત કવિતાના ટોનથી જુદેરા ટોનમાં પણ એ જ નિસબત પ્રગટ કરતી કરસનદાસ માણેકની કવિતા ખાસ સાંભરે: | |||
‘દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા, | |||
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા, | |||
તે દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં!’ | |||
આ ત્રણે કવિતાઓ ગાંધીયુગની ચેતનાની નિપજ છે એ નિ:શંકપણે કહી શકાય. ગુજરાતી સાહિત્યના એ સુવર્ણયુગનો સર્જકધર્મ શો હતો? મેઘાણી લખે છે: ’…પ્રત્યેક લેખક નવયુગની રચનામાં રોકાયેલો મજૂર છે. એ ખરા દિલની મજૂરી કરે: પછી ભલે એને કોતરકામ આવડતું હોય તો નકશી કરે, ને નહિ તો સાદા પથ્થરો ફોડે. ચાહે એ મહાકાવ્ય રચે, કે દૈનિક છાપાની અંદર રિપોર્ટ લખે; પણ એનું નિર્મિત કાર્ય તો એ કરે જ કરે. ન કરનારને નવરચનામાં સ્થાન નહિ.’ | |||
અને જાણે ઉમાશંકર ‘નકશીકામ’ આવડતું હોવા છતાં એને બાજુએ મૂકી ‘જઠરાગ્નિ’ કાવ્યની રચના થકી પથ્થરો ફોડવાનું કવિકર્મ પસંદ કરે છે. અને એટલે જ વિચાર, સંવેદન અને નિસબતના સંમિશ્રણ સમી આ કવિતા સીધી (direct), સાદી (simple) અને સચોટ (true) અભિવ્યક્તિ લઈને આવી છે. એ એટલી સુબોધ છે કે એને ભાગ્યે જ સમજાવવી પડે! | |||
આજના અર્વાચીન કે અનુઆધુનિક યુગના ગુજરાતી કવિની નિસબત હજી ભક્તિગાન, પ્રકૃતિગાન કે હાઇકુ-તાન્કાની પ્રયોગખોરીથી આગળ વિસ્તરી નથી. અને એ જોઈને દલિતકવિ પ્રવીણ ગઢવી એના ‘રોટી’ કાવ્યમાં કહે છે: રોજ-બ-રોજની જરૂરિયાત જેવી રોટીની કવિતા કરતાં આધુનિક કવિઓ શરમાય છે! પણ ઉમાશંકરના આ કાવ્યમાં જે અંતિમ અલ્ટિમેટમ, જે ચરમ ચેતવણી ઉચ્ચારાઈ છે એ કદાચ ગાંધીયુગી ચેતનાથી પણ એક ડગલું આગળ છે. (સ્વામી સચ્ચિદાનંદની આવી જ એક ચેતવણી સાંભરે છે — ‘આ છેલ્લી ટ્રેઇન છે'?) | |||
A History of Indian Literatureમાં શિશિરકુમાર દાસ એનું પગેરું માર્ક્સવાદી અસરમાં ઇંગિત કરે છે. એ લખે છે કે ગાંધીએ છેડેલા સ્વાધીનતા આંદોલનમાં કેટલાક ગુજરાતી કવિઓ જોતરાયા હતા અને તેઓ ઘણા માર્કસવાદીઓના પરિચયમાં આવ્યા હતા. અને એની અસર તેમનાં કાવ્યોમાં આટલી મુખરતાથી વર્તાય છે. | |||
ખરે જ, ઉમાશંકરે આ કાવ્ય મહારાષ્ટ્રના વીસાપુરની જેલમાં ૧૯૩૨માં લખેલું. અને આપણે ઇતિહાસને યાદ કરીએ તો આ એ ગાળો છે જેમાં ગોળમેજી પરિષદમાં દલિતોના પ્રશ્ને ગાંધી-આંબેડકરનો ઐતિહાસિક વૈચારિક ટકરાવ થાય છે. અને આપણને આશ્ચર્ય થાય તેવો એક કવિ અને એક લોકનાયકનો દીન-દલિતોના પ્રશ્ને વૈચારિક સામ્ય અને દૂરદર્શિતાનો યોગાનુયોગ: જેની ફલશ્રુતિ ઉમાશંકરની ‘જઠરાગ્નિ’ કવિતા અને ડૉ. આંબેડકરે ૧૯૪૯ની બંધારણસભામાં કરેલું સંભાષણ: | |||
‘૨૬ જાન્યુ. ૧૯૫૦ના રોજ આપણે વિરોધાભાસોથી ભરેલા જીવનમાં દાખલ થઈ રહ્યા છીએ: રાજકારણમાં સમાનતા અને સામાજિક તથા આર્થિક જીવનમાં અસમાનતા! આપણે ક્યાં લગી આ અસમાનતાઓ ચાલુ રાખીશું? આપણે આપણા ભોગે જ તેમ કરીશું. કારણ કે સમાનતાથી વંચિત લોકો એક દિવસ મહામહેનતે મળેલી આ રાજકીય આઝાદીને ફૂંકી મારશે. ઉમાશંકર પણ બરાબર આ જ મતલબની વાત કરે છે ‘જઠરાગ્નિ'માં. અલબત્ત કવિએ તો આ વાત ઘણી વહેલી, છેક ૧૯૩૨માં કરી દીધી છે: દરિદ્રની ઉપહાસલીલા જેવી અંબરચૂંબી ઇમારતો એમનાં અંતર-રૂંધતી શિલાઓ જેવી મુઠ્ઠીભર ધનિકોના ભોગવિલાસ માટે ભલે રચો. પણ ‘એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?’ અને આજે જાણે કવિની આ ભવિષ્યવાણી સાચી પડતી હોય તેમ નક્સલવાદી દાવાનળ રૂપે એ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગ્યો છે ને દેશ સળગી રહ્યો છે! કવિની ચરમ ચેતવણી ન ગણકારવાનાં કેવાં માઠાં પરિણામ દેશે ભોગવવાનાં આવ્યાં છે! | |||
ગાંધીવાદ, માર્ક્સવાદ કે આંબેડકરવાદ જેવા કોઈ વાદમાં કવિ માને કે ન માને; એ સૌંદર્યવાદમાં તો જરૂર માને. હા, દલિત કવિ પણ એમાં અપવાદ ન હોઈ શકે. પૃથ્વી સમેતના પર્યાવરણમાં એ જન્મે છે, જીવે છે ને ન કેવળ એના સૌંદર્યને માણવા ને જાળવવા માટે, બલ્કે એમાં વધારો કરવાના પ્રયાસમાં પોતાને અને હરકોઈને જોતરાયેલાં જોવાં એને ગમે. પર્લ બર્ક જેવાં લેખિકા તો આ પૃથ્વી પરના અપ્રતિમ સૌંદર્યને માણવા માટે સ્વર્ગની કલ્પનાને પણ ઠુકરાવે છે. કદાચ એટલે જ ઉમાશંકર જોશી નામનો યુવાન કવિ મેઘધનુષના સૌંદર્યથી વંચિત રહી જતા ધોબી અને નરી વૈજ્ઞાનિક ઘટના રૂપે જોતા અને એ રીતે સૌંદર્યબોધ ચૂકી જતા વૈજ્ઞાનિકને પોતાની એક કવિતામાં પાત્રો બનાવે છે! | |||
સૌંદર્યવાદની હિમાયત કરતા આ કવિને, બલ્કે હર કોઈ એવા કવિને સૌંદર્યનું સર્જન કરતા, સૌંદર્યનું સંવર્ધન કરતા, સૌંદર્યનું સંરક્ષણ કરતા હર પરિબળ — હર વ્યવસ્થા પ્રત્યે પ્રેમ હોય છે. અને એથી ઊલટું, પૃથ્વીના સૌંદર્યને કલુષિત કરતા, એનો નાશ કરતા હર કોઈ પરિબળ-વ્યવસ્થાને એ ધિક્કારે છે. | |||
પણ શાને કારણે આ પૃથ્વી સુંદર છે? જેમાં રહેવા અપ્સરાઓ પણ સ્વર્ગનાં સુખો છોડી દેવા લલચાય છે! માનવીને વારસામાં મળેલું પ્રાકૃતિક જગત અને એણે પોતે પેદા કરેલું સામાજિક પર્યાવરણ આ પૃથ્વીને સુંદર બનાવે છે. ભૂખ, ગરીબી, શોષણ, દમન, ભેદભાવ આ પૃથ્વીને અસુંદર બનાવે છે અને ન્યાય, પ્રેમ, ભ્રાતૃભાવ, કરુણા આ પૃથ્વીને સુંદર બનાવે છે. વિશ્વશાંતિ અને વિશ્વબંધુત્વમાં માનતા આ સૌંદર્યપ્રેમી કવિએ એટલે જ તો આ ચરમ ચેતવણી ઉચ્ચારી છે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે તો સંસ્કૃતિ માત્રનો નાશ થઈ જશે. | |||
કવિએ લખ્યું છે: ‘તત્ત્વજ્ઞાન કરતાં વધુ સર્વસુગમ અને હૃદયંગમ રીતે મનુષ્યજીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે. એટલે તો કવિના અર્પણ અંગે દુનિયા ઓશિંગણભાન દાખવે છે.’ ‘જઠરાગ્નિ'ના કવિ, અમે ખરે જ તારા ઓશિંગણ છીએ. | |||
{{Poem2Close}} |
edits