આત્માની માતૃભાષા/8: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પીડા વિના પ્રાપ્તિ નથી | મણિલાલ હ. પટેલ}} <poem> ભોમિયા વિના માર...")
 
No edit summary
Line 25: Line 25:
{{Right|ઑગસ્ટ ૧૯૩૨}}
{{Right|ઑગસ્ટ ૧૯૩૨}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
અરવલ્લી ગિરિમાળાની (છેલ્લી) દક્ષિણ ટૂકો વચાળેના જન-વનપ્રદેશમાં ઉમાશંકરનું શૈશવ વીત્યું; અને એ પહાડીઓ, વનરાજી, ઝરણાં-નદીઓ, ટેકરીઓ, ડુંગરોની કૂખે વસેલાં ગામડાં, એ જનપદ તથા વનપદની હેતાળ પ્રજાઓની વચ્ચે ઉમાશંકરનો કિશોરકાળ કેળવાયો હતો. એમની કવિતાનો પણ એ જ મલક. બામણા અને ઈડરમાં વિદ્યાભ્યાસ થયો ત્યાંય સંગત-સોબત તો ડુંગરો અને ઝરણાંની જ હતી ને! એ વનરાજીઓમાં આવતી ઋતુઓ તથા કૃષિકારોના પ્રદેશમાં વિહાર કરવા નીકળી હોય એમ મહાલતી મોસમોનું ઉમાશંકરને કાયમનું આકર્ષણ રહેલું.

Line 42: Line 42:
બાવીસ વર્ષના પ્રતિભાશીલ યુવા કવિહૃદયને ખ્યાલ છે — બલકે અનુભવ છે કે અહીં ‘ઉરબોલ’ — પ્રેમનો પ્રતિઉત્તર મળતો નથી… પડઘો મળે તોય રાજી! પણ એય દુર્લભ છે. હૃદયભાવો વ્યક્ત કરતી વાણી વેરાઈ જાય છે ને આભમાં ફેલાઈ જાય છે — કવિ એકલોઅટૂલો પડી જાય છે ને જીવતર ઝાંખું દીસે છે! ‘આપણા — પોતાના સિવાય આપણું કોઈ નથી — એ સત્ય જાણનારો — યુવાકવિ હવે, રોતાં ઝરણાંની આંખ લ્હોવા સાથે, પોતાના અંતરની આંખડી લ્હોવાનું — જાતે જ લ્હોવાનું — જાણી લે છે!! સૌંદર્યો તથા વેદનાઓ તો સાથે જ રહેવાનાં છે… એટલે સાબદાં થવાનું છે. પીડા વિના તો કશી પ્રાપ્તિ નથી એ આ ગીતનું સત્ય છે. કવિએ લોકલય, વર્ણસગાઈ, પ્રાસાનુપ્રાસ યોજીને ભાવાભિવ્યક્તિને વધારે રસાળ બનાવી છે. ભાવાર્દ્ર કરી દેતું આ કાવ્ય જીવનના દર્શનની મોઢામોઢ પણ કરી દે છે — આજે પણ!! એ જ તો કાવ્યસિદ્ધિ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 7
|next = 9
}}
18,450

edits