આત્માની માતૃભાષા/50: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ|રમણીક સોમેશ્વર}} <poem> માર...")
 
No edit summary
Line 16: Line 16:
{{Right|અમદાવાદ, ૯-૬-૧૯૭૧}}
{{Right|અમદાવાદ, ૯-૬-૧૯૭૧}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
બારીમાંથી ઓરડામાં ઝરમરી જતા સવારના કૂણા તડકાને ઝીલતો બેઠો છું. બેઠો છું આંખો મીંચીને ચૂપચાપ. એક ઝાડ — એક સુકાઈ રહેલું ઝાડ તળે-ઉપર કરી રહ્યું છે મારી ચેતનાને આ ક્ષણે. શાખાબાહુઓ લંબાવી મને પાસે બોલાવતું, રેખાઓનું જાળું રચી મને એમાં ખેંચતું, પોતે ફંગોળાઈ મને ફંગોળતું આ અધ:મૂલ વૃક્ષ ઊર્ધ્વમૂલ બની નાટારંગ કરી રહ્યું છે મારી સામે.

Line 40: Line 40:
આમ કવિતા સાથે ગોઠડી કરતાં મારા ભાવલોકમાં ઝિલાયું જે થોડું કંઈ તે મૂક્યું મેં અહીં મારા શબ્દોમાં. સંભવ છે તમે આંખ મીંચો અને કાનથી ઝીલવા લાગો આ કાવ્ય તો એમાંથી ફરી કોઈ જુદાં દૃશ્યો પણ ઊઘડે…

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 49
|next = 51
}}
18,450

edits