26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈનું ભાષણ | ત્રીજી ગુજરાતી સાહિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 90: | Line 90: | ||

જોડણી | '''જોડણી''' | ||
ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી એકસરખી કરવી ઇષ્ટ છે, એ વિષે બે મત નથી. પણ તે એકતા શી રીતે સાધવી, એ હજી આપણને બરોબર સૂઝતું નથી. એ પ્રશ્ન ઉપર આપણા શિષ્ટ મંડળમાંના અનેક વિખ્યાત પુરુષોએ લક્ષ આપ્યું છે ને પોતપોતાના અભિપ્રાય દર્શાવ્યા છે. શ્રી. નવલરામ, મણિલાલ, માધવલાલ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કમળાશંકર વગેરે આ વિષય ઉપર ઘણી ઝીણી નજરે વિચાર કરી, પોતપોતાના મત બાંધ્યા છે; પણ હજુ નિર્ણયનું સ્થળ પાસે આવ્યું હોય એવાં ચિહ્ન દીસતાં નથી. વસ્તુસ્થિતિ એવી છે કે, દરેકનું ધોરણ કંઈ કંઈ અંશે જુદું છે ને એક ધોરણ વગર એકતા થાય નહિ. હવે એકતા સાધવાના માર્ગ માત્ર બે દીસે છે. (૧) કાં તો વાદવિવાદ કર્યા પછી એક ધોરણ નક્કી થાય તો તે માર્ગ, અથવા તો (૨) એક જ ધોરણ રાખવાનો પ્રયાસ મૂકી દઈ બાંધછોડ કરી, કંઈ વ્યવહારુ માર્ગ કાઢવો. | ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી એકસરખી કરવી ઇષ્ટ છે, એ વિષે બે મત નથી. પણ તે એકતા શી રીતે સાધવી, એ હજી આપણને બરોબર સૂઝતું નથી. એ પ્રશ્ન ઉપર આપણા શિષ્ટ મંડળમાંના અનેક વિખ્યાત પુરુષોએ લક્ષ આપ્યું છે ને પોતપોતાના અભિપ્રાય દર્શાવ્યા છે. શ્રી. નવલરામ, મણિલાલ, માધવલાલ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કમળાશંકર વગેરે આ વિષય ઉપર ઘણી ઝીણી નજરે વિચાર કરી, પોતપોતાના મત બાંધ્યા છે; પણ હજુ નિર્ણયનું સ્થળ પાસે આવ્યું હોય એવાં ચિહ્ન દીસતાં નથી. વસ્તુસ્થિતિ એવી છે કે, દરેકનું ધોરણ કંઈ કંઈ અંશે જુદું છે ને એક ધોરણ વગર એકતા થાય નહિ. હવે એકતા સાધવાના માર્ગ માત્ર બે દીસે છે. (૧) કાં તો વાદવિવાદ કર્યા પછી એક ધોરણ નક્કી થાય તો તે માર્ગ, અથવા તો (૨) એક જ ધોરણ રાખવાનો પ્રયાસ મૂકી દઈ બાંધછોડ કરી, કંઈ વ્યવહારુ માર્ગ કાઢવો. | ||
શબ્દોના ઉચ્ચાર પ્રમાણે લેખન થાય એ વિષે મતફેર જણાતો નથી, પણ ભાગ ભાગના ઉચ્ચાર સરખા નથી તેથી શુદ્ધ ઉચ્ચાર કયો લઈને ચાલવું, એ પ્રશ્ન પાછળ બધી કટોકટી મચી રહી છે. તેથી મુશ્કેલી ને ગૂંચવણ પણ વધ્યાં છે. કેટલાક વિદ્વજ્જનો શબ્દની વ્યુત્પત્તિની સહાય લઈ ઉકેલ કાઢવા માગે છે ને કેટલાક વ્યત્પત્તિની દરકાર રાખતા નથી. આ રીતની સ્થિતિ છે. બીજી પરિષદમાં આ પ્રશ્નનો નિર્ણય કરવા એક કમિટી નીમી હતી. તે બેશક બધી બાજુનો વિચાર કરી નિકાલ કાઢશે. હાલ સૂચના કરવી ઘટિત હોય તો તે એટલી જ છે કે, સામાન્ય રીતે જોતાં ભાષાના શબ્દની ઘટના એક જ ધોરણ ઉપર ગતકાળમાં થઈ નથી ને હાલ પણ થતી નથી. ને શબ્દ ઘણાં ભિન્ન ભિન્ન બળોને વશ રહીને થાય છે ને ફરે છે. માટે એક ધોરણ ઉપર જ બધું જોડણીનું તંત્ર રચવાના પ્રયત્ન કરવા કરતાં બાંધછોડ કરી ઉચ્ચાર, રૂઢિ, સરલતા, વ્યુત્પત્તિ વગેરે સર્વ જુદાં જુદાં બળોને યોગ્ય વજન આપવાથી આ જૂના પ્રશ્નનો નિકાલ થવો જોઈએ. પરંતુ હાલ તુરતમાં આપણે એવા નિકાલ ઉપર આવી શકીએ એવો થોડો જ જોગ દીસે છે. | શબ્દોના ઉચ્ચાર પ્રમાણે લેખન થાય એ વિષે મતફેર જણાતો નથી, પણ ભાગ ભાગના ઉચ્ચાર સરખા નથી તેથી શુદ્ધ ઉચ્ચાર કયો લઈને ચાલવું, એ પ્રશ્ન પાછળ બધી કટોકટી મચી રહી છે. તેથી મુશ્કેલી ને ગૂંચવણ પણ વધ્યાં છે. કેટલાક વિદ્વજ્જનો શબ્દની વ્યુત્પત્તિની સહાય લઈ ઉકેલ કાઢવા માગે છે ને કેટલાક વ્યત્પત્તિની દરકાર રાખતા નથી. આ રીતની સ્થિતિ છે. બીજી પરિષદમાં આ પ્રશ્નનો નિર્ણય કરવા એક કમિટી નીમી હતી. તે બેશક બધી બાજુનો વિચાર કરી નિકાલ કાઢશે. હાલ સૂચના કરવી ઘટિત હોય તો તે એટલી જ છે કે, સામાન્ય રીતે જોતાં ભાષાના શબ્દની ઘટના એક જ ધોરણ ઉપર ગતકાળમાં થઈ નથી ને હાલ પણ થતી નથી. ને શબ્દ ઘણાં ભિન્ન ભિન્ન બળોને વશ રહીને થાય છે ને ફરે છે. માટે એક ધોરણ ઉપર જ બધું જોડણીનું તંત્ર રચવાના પ્રયત્ન કરવા કરતાં બાંધછોડ કરી ઉચ્ચાર, રૂઢિ, સરલતા, વ્યુત્પત્તિ વગેરે સર્વ જુદાં જુદાં બળોને યોગ્ય વજન આપવાથી આ જૂના પ્રશ્નનો નિકાલ થવો જોઈએ. પરંતુ હાલ તુરતમાં આપણે એવા નિકાલ ઉપર આવી શકીએ એવો થોડો જ જોગ દીસે છે. | ||
Line 98: | Line 98: | ||
'''પદાર્થવિજ્ઞાનની પરિભાષા''' | '''પદાર્થવિજ્ઞાનની પરિભાષા''' | ||
પદાર્થવિજ્ઞાનનો પ્રસાર કરવામાં પ્રથમ પ્રશ્ન તેની પરિભાષાનો આવે છે. એવા શબ્દ હાલ કે આપણા જૂના શાસ્ત્રમાં અસ્તિત્વમાં નથી. તેની ખોટ શી રીતે પૂરવી? કેટલાકનો મત એવો છે કે, સંસ્કૃત કે ફારસીની મદદથી નવા શબ્દ રચવા અને કેટલાકનું કહેવું એવું છે કે, અસલ અંગ્રેજીમાં છે તે જ ગ્રહણ કરવા. પ્રથમનો મત ભાષાશુદ્ધિના અભિમાનને પુષ્ટિકારક છે, એ વાત ખરી. પણ તે સર્વત્ર ગ્રાહ્ય થઈ શકે એવો નથી. મહાપ્રયત્ન કરતાં પણ નવીન પદાર્થોની સંજ્ઞા આપણી પ્રાચીન ભાષા વડે ઘડવી સહેલ નથી. શ્રીકાશીક્ષેત્રની ‘નાગરીપ્રચારિણી સભા’એ આ કામ ઉપાડી લઈ વૈજ્ઞાનિક કોશ તૈયાર કરાવ્યા છે, તેમાં પણ પદાર્થનાં નામ તો અંગ્રેજીમાં જ જેવાં ને તેવાં કેટલેક ભાગે રાખ્યાં છે અને ક્રિયા તથા વિધિદર્શક શબ્દો કેટલાક સંસ્કૃત ઉપરથી તો કેટલાક ફારસી ઉપરથી નવીન રચ્યા છે. આપણે પણ એવો જ રસ્તો પકડવો પડશે, એમ મને લાગે છે. | પદાર્થવિજ્ઞાનનો પ્રસાર કરવામાં પ્રથમ પ્રશ્ન તેની પરિભાષાનો આવે છે. એવા શબ્દ હાલ કે આપણા જૂના શાસ્ત્રમાં અસ્તિત્વમાં નથી. તેની ખોટ શી રીતે પૂરવી? કેટલાકનો મત એવો છે કે, સંસ્કૃત કે ફારસીની મદદથી નવા શબ્દ રચવા અને કેટલાકનું કહેવું એવું છે કે, અસલ અંગ્રેજીમાં છે તે જ ગ્રહણ કરવા. પ્રથમનો મત ભાષાશુદ્ધિના અભિમાનને પુષ્ટિકારક છે, એ વાત ખરી. પણ તે સર્વત્ર ગ્રાહ્ય થઈ શકે એવો નથી. મહાપ્રયત્ન કરતાં પણ નવીન પદાર્થોની સંજ્ઞા આપણી પ્રાચીન ભાષા વડે ઘડવી સહેલ નથી. શ્રીકાશીક્ષેત્રની ‘નાગરીપ્રચારિણી સભા’એ આ કામ ઉપાડી લઈ વૈજ્ઞાનિક કોશ તૈયાર કરાવ્યા છે, તેમાં પણ પદાર્થનાં નામ તો અંગ્રેજીમાં જ જેવાં ને તેવાં કેટલેક ભાગે રાખ્યાં છે અને ક્રિયા તથા વિધિદર્શક શબ્દો કેટલાક સંસ્કૃત ઉપરથી તો કેટલાક ફારસી ઉપરથી નવીન રચ્યા છે. આપણે પણ એવો જ રસ્તો પકડવો પડશે, એમ મને લાગે છે. | ||

'''કોશ અને વ્યાકરણ'''  | |||
આપણાં મહત્ત્વનાં કાર્યો મધ્યે ગુજરાતી ભાષાનો કોશ રચાવવાનું કામ છે. તે પરિષદ કે એવી કોઈ સંસ્થાએ ઉપાડી લેવા લાયક છે. તેવો કોશ શુદ્ધ ને પૂર્ણ હોવો જ જોઈએ. તેમાં પ્રત્યેક શબ્દના બધા અર્થ કાળ પ્રમાણે ગોઠવવા, તેના અર્થનાં દૃષ્ટાંતો અને આધારરૂપ ગ્રન્થકારોના ઉતારા આપવા, વગેરે આપણા વિદ્વાન મંત્રીએ જે જે સૂચનાઓ કરી છે, તે લક્ષમાં લેવા લાયક છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ વૈભાગિક યોજનાથી કોશ કરાવવાનો આરંભ કર્યો છે. કાયમની સંસ્થા તથા પૂરતાં નાણાં અને અનુભવી સાક્ષરોની સહાયતા વગર એ કાર્ય પાર જાય નહિ; માટે એ ત્રણ ઉત્પન્ન કરવા ઉપર પ્રથમ પ્રયત્ન થવો ઇષ્ટ દીસે છે. | |||
ગુજરાતી ભાષાનું એક સમર્પક વ્યાકરણ ઘડવાનું કામ તેટલું વિકટ નથી; પણ તેમાં ગુજરાતી સાહિત્ય તથા ર્ગુજરી ભાષાના સંપૂર્ણ રીતે વાકેફગાર અને તેની જોડે સંસ્કૃત–ફારસીમાં પ્રવીણ ને સામાન્ય ભાષાશાસ્ત્રમાં કુશળ એવા પુરુષ વગર આપણી કામના સિદ્ધ થવી કઠણ છે. એવી યોગ્યતાવાળા પુરુષ ઘણા નથી ને જે થોડા છે તે બીજા વ્યવહારમાં રોકાયેલા છે. એટલે હાલ સુગમ રસ્તો નજરે પડતો નથી. પરંતુ આને અર્થે પણ કાયમનું ફંડ ને કાયમની સંસ્થાની આવશ્યકતા છે. | |||

'''ગુજરાતી સાહિત્યનો ઉત્કર્ષ''' | |||
ગુજરાતી સાહિત્યનો ઉત્કર્ષ કઈ કઈ રીતે સાધી શકાય તેનો ઇશારો ઉપર હું કરી ગયો છું, તેનો ઉપસંહાર કરી આપનો વખત લેવો દુરસ્ત નથી. પણ એ સર્વેનો સામાન્ય આધાર ને માર્ગ એ છે કે, તે અર્થને ઉદ્દેશીને આપણે એક સમર્પક ને કાયમ સંસ્થા બનાવવી. એવી વ્યાપક સંસ્થાને સારુ દ્રવ્ય જોઈશે. તે વિષે મને કંઈ ચિંતા નથી; કેમ કે હું એમ માનું છું કે, દ્રવ્ય તો કર્તવ્યપરાયણ ને હોંસીલા કાર્ય કરનારને મોડુંવહેલું મળ્યા વગર રહેતું નથી. જે જે સારાં કામ અટકી રહે છે, તે દ્રવ્ય વગર નહિ, પણ તે ઉપાડવાને સમર્થ નરો નથી હોતા તેથી અટકે છે. વળી સર્વ એકઠા થઈને કામ કરવાની શક્તિ આપણામાં ઘણી અલ્પ છે અને મારા મનથી સર્વ શુભ કાર્યમાં મોટી અડચણ તે એ જ છે. જન જનની સુજનતા તથા શુદ્ધ મનન ને શુદ્ધ જીવન સિવાય એ નિર્બળતા દૂર થવાની નથી. માટે તેવી સુજનતા, શુદ્ધ મનન ને શુદ્ધ વર્તન પ્રસારવા તરફ વર્તમાન સાહિત્યનું વલણ થાય, તો આપણને અમૂલ્ય લાભ થાય; કારણ કે શુદ્ધ જીવન ને સુજનતા એ જ વ્યક્ત પુરુષ તથા જનસમાજની સમૃદ્ધિનું મૂળ છે. એ વગર કોઈ પણ પ્રકારના સામાજિક ઉદયની આશા રાખવી વ્યર્થ છે. | |||

{{Poem2Close}} |
edits