પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સ્વ. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ |સાતમી ગુજ...")
 
No edit summary
Line 67: Line 67:

<center>'''રાસાની ભાષા'''જૈનોના રાસા છેક ઈ.સ.ના ૧૮મા સૈકા સુધીના છે. એ રાસાઓમાં જે ભાષા જોવામાં આવે છે તે જ ભાષા છેક ૧૮મા સૈકા સુધી તે સમયના લોકોમાં પ્રચલિત હતી એમ તો કહી શકાશે નહિ. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે જૈન ગ્રન્થકારોને પ્રાકૃત ભાષાનો વિશેષ અભ્યાસ હોવાથી તેમજ તેમનાં સૂત્રો – શાસ્ત્રીયગ્રન્થો માગધી કે અર્દ્ધમાગધીમાં લખેલા હોવાથી એ ભાષાની અસર તેમના પર થાય એ સ્વાભાવિક છે. બ્રાહ્મણોમાં જેમ સંસ્કૃતમાં લખનાર વિશેષ કીર્તિ પામતો તેમ જૈનોમાં પ્રાકૃતમાં લખનાર અધિક સન્માન પ્રાપ્ત કરતો. આથી જૈન લેખકોએ જનમંડળમાં ચાલતી ભાષામાં લખવાને બદલે પ્રાકૃતમિશ્ર ભાષામાં લખવાનું જારી રાખ્યું. આથી જ છેક ૧૮મા સૈકામાં રચેલા જૈનગ્રન્થોની ને બ્રાહ્મણગ્રન્થોની ભાષામાં ફેરફાર છે.

<br>
<br>
<center>'''નરસિંહ મહેતા'''</center>
ગુજરાતી ભાષાના બ્રાહ્મણ કવિઓમાં આદ્ય કવિ નરસિંહ મહેતા છે. એમનાં કાવ્યો, પદો, ને પરભાતિયાં ભક્તિરસથી છલકાતાં છે. શૃંગારનાં પદો પણ ભક્તિમાં જ પરિણામ પામે છે. નરસિંહ મહેતાનાં નીચેનાં જેવાં પદો તો સામાન્ય સ્ત્રીપુરુષોને મુખે પણ સાંભળવામાં આવે છેઃ{{Poem2Close}}
<poem>
'''‘નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;'''
'''મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજિયે રે.’'''
<center>'''*'''</center>
'''ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે રે,'''
'''મૂળની વાતો તમારી કોઈ નવ જાણે રે.'''
'''જોગીન્દ્રપણું, શિવજી, તમારૂં મેં જાણ્યું રે,'''
'''જટામાં ઘાલીને, શિવજી, આ ક્યાંથી આણ્યું રે.'''
<center>'''*'''</center>
'''‘પઢો રે પોપટ સીતા રામના, સતી સીતા પઢાવે,'''
'''પાસે બાંધી પાંજરે, મુખે રામ જપાવે.’'''
<center>'''*'''</center>
'''‘મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવો રે,'''
'''હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવો રે.’'''
</poem>
<center>'''*'''</center>
{{Poem2Open}}
તેમજ નીચેનાં જેવાં પરભાતિયાં પણ ઘણા લોકો ને યાચકો ગાય છેઃ{{Poem2Close}}
<poem>
‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’
<center>'''*'''</center>
'''‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઇ ન રહેવું,'''
'''નિદ્રાને પરહરિ સમરવા શ્રીહરિ, એક તું એક તું એમ કહેવું.’
</poem>
{{Poem2Open}}
નરસિંહ મહેતાનાં પરભાતિયાંમાં ઉપદેશ, તત્ત્વજ્ઞાન, ને કૃષ્ણસ્તુતિનાં વચનો ઝળકે છે. એમને તત્ત્વજ્ઞાન કરતાં પ્રેમરસ જ ઇષ્ટ લાગે છે, તેથી કહે છે કે–{{Poem2close}}
<poem>‘પ્રેમરસ પાને તું, મોરના પીંછધર, તત્ત્વનું ટુંપણું તુચ્છ લાગે.’</poem>
{{Poem2Open}}
તોપણ મહેતા તત્ત્વજ્ઞાનની અનેક વાર સ્તુતિ કરી કહે છે કે–{{Poem2close}}
<poem>
'''‘જ્યાંલગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાંલગી સાધના સર્વ જૂઠી,'''
'''માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’'''</poem>
<center>'''*'''</center>
<poem>'''‘ભણે નરશૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણી જન્મ ખોયો.''' </poem>
{{Poem2Open}}નરસિંહ મહેતામાં શુદ્ધ ભક્તિપૂર્ણ હૃદયના સ્વાભાવિક ભાવોના તરંગો ઊછળે છે. એમાં કૃત્રિમતા નથી કે અલંકાર ઘટાવવાનો પ્રયત્ન નથી; તોપણ મીરાંબાઈના ગીતોમાં જેમ{{Poem2close}}
<poem>
'''‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા;'''
'''સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે.''' </poem>
'''રાધાકૃષ્ણ.’'''
{{Poem2Open}}
એ પદમાં નિદર્શના અલંકારની છાયા છે, તેમ{{Poem2close}}
</poem>
26,604

edits