પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 140: Line 140:

{{Poem2Open}}
{{Poem2Open}}
એ પદમાં નિદર્શના અલંકાર છે. અલંકારો ને ગુણો વિનાપ્રયત્ને, સ્વાભાવિક રીતે જ સારા કવિઓનાં કાવ્યોમાં સ્ફુરી આવે છે.{{Poem2Close}}
એ પદમાં નિદર્શના અલંકાર છે. અલંકારો ને ગુણો વિનાપ્રયત્ને, સ્વાભાવિક રીતે જ સારા કવિઓનાં કાવ્યોમાં સ્ફુરી આવે છે.

'''લઘુતાવાચક પ્રત્યયો'''</poem>
નરસિંહ મહેતાનાં કાવ્યમાં અનેક સ્થળે લઘુતાવાચક પ્રત્યયો અને ઘણે સ્થળે એવા બેવડા પ્રત્યયો નજરે પડે છે. એ પ્રત્યયો બહુધા વાત્સલ્યવાચક, લઘુતાવાચક, કે તિરસ્કારવાચક હોય છે; ને કેટલે સ્થળે નિરર્થક – માત્ર સ્વાર્થવાચક હોય છે. અન્ય કવિનાં કાવ્યોમાં જોવામાં આવે છે તેના કરતાં મહેતાનાં કાવ્યમાં એનો પ્રયોગ વાચકનું લક્ષ આકર્ષે એવો છે; જેમ કે ‘ઘણેરૂં’, ‘સેજલડી’, ‘વિનતડી’, ‘દેહડી’, ‘સરીખડાં’, ‘આંગલડી’, ‘મરકલડો’, ‘કાંઠડલે’, ‘મારગડો’, ‘એકલડો’, ‘વહાલડો’, ‘વાછલડું’, ‘નાહનડલાં’, ‘ભોજનીયાં’, ‘ઉંઘરેટો’, ‘ગોપિકાકેરડાં’ (એમાં પ્રત્યય પર પણ).

'''મીરાંબાઈ'''</poem>
એ જ સમયમાં પાટણમાં કવિ ભાલણ, સિદ્ધપુરમાં ભીમ, અને સ્ત્રીને છાજે એવાં, લજ્જાયુક્ત, મર્યાદિત શૃંગારનાં કૃષ્ણભજન ગાઈ વાચકને કૃષ્ણભક્તિના રસમાં તરબોળ કરનાર મેડતાનાં મીરાંબાઈ ગુજરાતી સાહિત્યના આદિકાળના ક્ષિતિજમાં તેજસ્વી તારાના જેવાં પ્રકાશમાન થાય છે.
ભાલણે ‘કૃષ્ણલીલા’, ‘રામબાળલીલા’, ‘નળાખ્યાન’, ‘ઉદ્ધવઆવાગમન’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ આદિ ગ્રન્થો રચ્યા છે. એનાં નીચેનાં પદો સ્ત્રીઓ ગાય છેઃ{{Poem2Close}}
<poem>
'''‘ઊભી રહે રે આહીરડી, તું બોલતી વાંકા બોલ,'''
'''તારી આંખડીને મેં ઓળખી રે, અવર નહીં કોની તોલ . ઊભી’'''

'''‘ભીખુભાનકેરી બેટી રાધા છે મારૂં નામ.'''
'''દધિતણો જો ખપ કરો આવજો ગોકુળગામ. ભીખું.’'''

'''‘છબીલા નંદના રે તારી ચાલનો ચટકો જો,'''
'''છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’'''
</poem>
{{Poem2Open}}
મીરાંબાઈના ચરિત્રનું વાતાવરણ અનેક અસત્ય વૃત્તાન્તોથી દૂષિત થયું છે. એ વિષયમાં સદ્ગત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ ઊંડું સંશોધન કરી ઘણો સત્ય પ્રકાશ પાડ્યો છે. એનું કવિત્વ ઉચ્ચ પ્રકારનું છે ને વાચકને ભક્તિરસમાં કલ્લોલ કરાવે છે. મહાત્મા ગાંધીજી કહે છે તેમ હૃદયમાંથી પ્રસરેલાં મનોભાવનાં એ ઝરણાં છે. એ લોકવૃત્તિને તૃપ્ત કરવા પ્રસરેલાં નથી. એની ભાષા હિંદીમિશ્રિત મધુર ગુજરાતી છે. એનાં ઘણાં કાવ્યો ભક્તજનોને ને સ્ત્રીઓને મુખસ્થ છે. થોડાંક ઉત્તમ કાવ્યો નીચે દર્શાવ્યાં છેઃ{{Poem2Close}}
<poem>
'''‘રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું.’'''

'''‘મેરો મન હરિ લિયો રાજા રણછોડ,'''
'''કેશવ, માધવ, શ્રીપુરુષોત્તમ, કુબેર કલ્યાણકી જોડ, મેરો મન,’'''

'''‘બંસીવાલા આજો મોરા દેશ'''
'''આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’'''

'''‘આવત મોરી ગલિયનમેં ગિરિધારી મૈં તો છુપી હું,'''
'''લાજકી મારી, આવત.’'''

'''‘પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની.’'''

'''‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા'''
'''સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધા.’'''

'''‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે'''

'''મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.’'''

'''‘હાં રે ચાલો ડાકોરમાં જઇ વસિયે, મને લેહે લગાડી એ રસિએ રે; ચાલો.’'''

'''‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે.’'''

'''‘વિપત પડે ત્યારે હરિને સંભારો મારી વહારે ચડો વનમાળી રે.’'''

'''‘મંદિર દેખીને ડરે રે સુદામા મંદિર દેખી ડરે રે.’'''
</poem>
{{Poem2Open}}

'''મધ્યકાળ: પ્રેમાનન્દ'''
મધ્યકાળમાં અનેક કવિઓ થયા, તેમાં જો કે પ્રેમાનંદે, પોતાના પૂર્વગામી કવિઓ – નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, વજીઓ – એ કવિઓનો કંઈક આધાર આખ્યાનની પસંદગી અને શૈલી, વગેરેમાં લીધો હતો, તોપણ એ કાળમાં એ કવિચન્દ્ર સાહિત્યક્ષિતિજમાં પોતાની પૂર્ણ જ્યોત્સ્ના સર્વત્ર પ્રસરાવી, અન્ય કવિતારકોને ક્ષીણ, નિસ્તેજ જેવા કરે છે; અને રસની ઝમાવટ, ભાષાનો કાબૂ, વર્ણનની શૈલી, મનુષ્યહૃદયનું અને કુદરતનું જ્ઞાન, આદિ અનેક ગુણોથી વાચકના હૃદયમાં અમીરસ રેડી તેને રસભીનું કરી આનંદની લહરીમાં આંદોલન કરાવે છે. ગુજરાતી ભાષા તે સમયે ‘શું શાં પૈસા ચાર’ તરીકે નિંદાતી હતી અને જે ને તે હિંદીમાં કવિતા રચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. એવી અધમ સ્થિતિમાંથી ગુજરાતી ભાષાને ઉદ્ધારી સંસ્કૃતના જેવી પ્રતિષ્ઠાએ પહોંચાડવા આ કવિરત્ને પ્રયત્ન આદર્યો અને ‘શક્તિ ઉપરાંત કામ સ્વીકારવું નહિ એ જેમ બુદ્ધિલક્ષણ છે તેમ આરંભેલાં કાર્યનો નિર્વાહ કરવો એ પણ બુદ્ધિલક્ષણ છે.’ એ નીતિવચનને અનુરોધે જ્યાં સુધી ગુર્જર ભાષા પ્રતિષ્ઠિત પદ પામે નહિ અને પોતે અંગીકાર કરેલા કાર્યનો એ રીતે નિર્વાહ થાય નહિ ત્યાં સુધી પોતે જંપ્યા નહિ. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં અનુપમ ગીર્વાણકાવ્યો જ્ઞાનના ને નીતિના આકરગ્રન્થો છે, તેમાંથી આખ્યાનો પસંદ કરી તેમાં જનસમાજને અનુકૂળ ને હૃદયંગમ થાય એવા યોગ્ય ફેરફાર કરી ઉત્તમ કાવ્યો રચી ગુર્જર ભાષાને ઉચ્ચ કોટિમાં આણી, જનસમાજની ધાર્મિક ને રસિક વૃત્તિ પોષી અને એ જ પ્રમાણે ભાષાનો ઉત્કર્ષ કરે એવું રત્નેશ્વર, વલ્લભ, સુંદર, વીરજી, હરિદાસ, વગેરે ૧૦૦ સ્ત્રીપુરુષનું કવિમંડળ પોતાની આસપાસ એકઠું કરી તેને જેમ ઘટે તેમ કામ સોંપ્યું, જેમ રોમમાં ઑગસ્ટસ રાજાના સમયમાં સાહિત્ય પુષ્કળ કેળવાયું ને ખીલ્યું હતું, અને જેમ ઇંગ્લંડમાં ઍન રાણીના રાજ્યમાં અંગ્રેજ સાહિત્યનો અનેક દિશામાં વિકાસ થવાથી ઇતિહાસકારો ઍનના રાજ્યને અંગ્રેજી સાહિત્યનો ‘ઑગસ્ટન’ યુગ કહે છે તેમ આ મધ્યકાલને ગુર્જર સાહિત્યનો પ્રેમાનન્દયુગ – પ્રેમયુગ કહી શકાય. કવિ પ્રેમાનંદે ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે ને

26,604

edits