26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
<br> | <br> | ||
“માનવી જીવિતના નિ}}કટ તથા નિત્ય સંબંધમાં આવેલી બાબતો વિષે માણસોએ જે કંઈ અનુભવ્યું છે, જે કઈ વિચાર્યું છે, અને તેમને જે કંઈ લાગ્યું છે તે સર્વની માર્મિક નોંધ તે સાહિત્ય.” | “માનવી જીવિતના નિ}}કટ તથા નિત્ય સંબંધમાં આવેલી બાબતો વિષે માણસોએ જે કંઈ અનુભવ્યું છે, જે કઈ વિચાર્યું છે, અને તેમને જે કંઈ લાગ્યું છે તે સર્વની માર્મિક નોંધ તે સાહિત્ય.” | ||
{{Right|– હડ્સન. | {{Right|– હડ્સન.}} | ||
<br> | |||
‘એન્સાઇક્લોપીડિયા બિટાનિકા’ (૧૧મી આવૃત્તિમાં પ્રો. જેમ્સ કેલી સાહિત્યની આ પ્રમાણે વ્યાખ્યા કરે છેઃ | ‘એન્સાઇક્લોપીડિયા બિટાનિકા’ (૧૧મી આવૃત્તિમાં પ્રો. જેમ્સ કેલી સાહિત્યની આ પ્રમાણે વ્યાખ્યા કરે છેઃ | ||
“Literature may stand for the best expression of the best thought reduced to writing.” | “Literature may stand for the best expression of the best thought reduced to writing.” | ||
Line 65: | Line 66: | ||
અલબત્ત, માત્રામેળ કે અક્ષરમેળ બન્ને પ્રકારના બંધારણ વિના પદ્યરચના થાય એ ઇષ્ટ નથી. કવિતામાં રહેલા અંતઃક્ષોભ સાથે જે આંદોલન જોડાયેલું છે તે રદ થઈ શકે તેમ નથી, અને તે રદ કરવું ઇષ્ટ નથી. તે માટે તેમજ સુંદરતા માટે આંદોલનવાળી વાણી આવશ્યક છે; અને આંદોલન પિંગળમાં દર્શાવેલા છંદો તથા વૃત્તોમાં અથવા નવા યોજેલા છંદોમાં કે વૃત્તોમાં શક્ય છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. એ આંદોલનો માટે રચનાપ્રકારના નિયમો સ્પષ્ટ હોવા જોઈએ. નિયમોનો અભાવ હોય ત્યાં સુવ્યવસ્થાનો અનાદર કરવાની વૃત્તિ થાય છે, અને પરિણામે અંતઃક્ષોભના આંદોલન વગરની વાણી કવિતામાં નભશે એમ માન્યતા થાય છે, અને એ રીતે વિરસ વાક્યો, ટુચકા, પ્રાસ્તાવિક વચનો, શિખામણની વાતો, વગેરે કવિત્વહીન ઉક્તિઓ કાવ્યપ્રદેશમાં દાખલ થવાનો દાવો કરે છે. | અલબત્ત, માત્રામેળ કે અક્ષરમેળ બન્ને પ્રકારના બંધારણ વિના પદ્યરચના થાય એ ઇષ્ટ નથી. કવિતામાં રહેલા અંતઃક્ષોભ સાથે જે આંદોલન જોડાયેલું છે તે રદ થઈ શકે તેમ નથી, અને તે રદ કરવું ઇષ્ટ નથી. તે માટે તેમજ સુંદરતા માટે આંદોલનવાળી વાણી આવશ્યક છે; અને આંદોલન પિંગળમાં દર્શાવેલા છંદો તથા વૃત્તોમાં અથવા નવા યોજેલા છંદોમાં કે વૃત્તોમાં શક્ય છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. એ આંદોલનો માટે રચનાપ્રકારના નિયમો સ્પષ્ટ હોવા જોઈએ. નિયમોનો અભાવ હોય ત્યાં સુવ્યવસ્થાનો અનાદર કરવાની વૃત્તિ થાય છે, અને પરિણામે અંતઃક્ષોભના આંદોલન વગરની વાણી કવિતામાં નભશે એમ માન્યતા થાય છે, અને એ રીતે વિરસ વાક્યો, ટુચકા, પ્રાસ્તાવિક વચનો, શિખામણની વાતો, વગેરે કવિત્વહીન ઉક્તિઓ કાવ્યપ્રદેશમાં દાખલ થવાનો દાવો કરે છે. | ||
આજથી ત્રીસ ચાળીસ વર્ષ ઉપર ગુજરાતી કવિતા રચનાર ઘણાખરા શિક્ષકવર્ગના હતા, અને તે વેળાએ સર્વમાન્ય ગણાતું કેઃ | આજથી ત્રીસ ચાળીસ વર્ષ ઉપર ગુજરાતી કવિતા રચનાર ઘણાખરા શિક્ષકવર્ગના હતા, અને તે વેળાએ સર્વમાન્ય ગણાતું કેઃ | ||
‘પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કોય; | {{Poem2Close}} | ||
વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય.’ | |||
<Poem> | |||
'''‘પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કોય;''' | |||
'''વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય.’''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
આ કારણથી સર્વ લેખકો પિંગળનો અભ્યાસ કરતા અને પિંગળનું અનુસરણ કરતા. હવે પિંગળનું અજ્ઞાન પ્રસર્યું છે, અને તેની મર્યાદાના નિયમનો ભંગ કરવામાં વિશેષતા છે એમ મનાવા લાગ્યું છે. માટે નિયમસર રચના વડે કવિતાના આંદોલન તથા સુંદરતા સચવાય છે એ ધ્યાનમાં રાખી નિયમનો આગ્રહ કરવો આવશ્યક છે. તેનો અપકર્ષ થયો છે; અને વિરસતા હોય ત્યાં તે છતાં પિંગળનો અનાદર કર્યાથી ખૂબી આવી છે એમ મનાય છે. આને પરિણામે કાવ્યસાહિત્યમાં શિથિલતા વ્યાપી છે. મથાળે જે છંદનું નામ લખ્યું હોય તે છંદનું માપ રચનાનાં ચરણોમાં મળે નહિ; અને અનેક છંદોના કકડા ઢંગધડા વિના એકઠા કરેલા જોવામાં આવે, માપમાં લઘુ અક્ષર જોઈએ ત્યાં ગુરુ જોવામાં આવે, ગુરુ અક્ષરને ઉતાવળે વાંચી લઘુ માનવાનો હોય અને ઉદ્દિષ્ટ કરેલા છંદને બદલે તે છંદની ચાલ ગણવાની હોય, એ વગેરે અનિયમિતતા અનેક પ્રકારે જોવામાં આવે છે. | આ કારણથી સર્વ લેખકો પિંગળનો અભ્યાસ કરતા અને પિંગળનું અનુસરણ કરતા. હવે પિંગળનું અજ્ઞાન પ્રસર્યું છે, અને તેની મર્યાદાના નિયમનો ભંગ કરવામાં વિશેષતા છે એમ મનાવા લાગ્યું છે. માટે નિયમસર રચના વડે કવિતાના આંદોલન તથા સુંદરતા સચવાય છે એ ધ્યાનમાં રાખી નિયમનો આગ્રહ કરવો આવશ્યક છે. તેનો અપકર્ષ થયો છે; અને વિરસતા હોય ત્યાં તે છતાં પિંગળનો અનાદર કર્યાથી ખૂબી આવી છે એમ મનાય છે. આને પરિણામે કાવ્યસાહિત્યમાં શિથિલતા વ્યાપી છે. મથાળે જે છંદનું નામ લખ્યું હોય તે છંદનું માપ રચનાનાં ચરણોમાં મળે નહિ; અને અનેક છંદોના કકડા ઢંગધડા વિના એકઠા કરેલા જોવામાં આવે, માપમાં લઘુ અક્ષર જોઈએ ત્યાં ગુરુ જોવામાં આવે, ગુરુ અક્ષરને ઉતાવળે વાંચી લઘુ માનવાનો હોય અને ઉદ્દિષ્ટ કરેલા છંદને બદલે તે છંદની ચાલ ગણવાની હોય, એ વગેરે અનિયમિતતા અનેક પ્રકારે જોવામાં આવે છે. | ||
પિંગળના અનાદર સાથે વ્યાકરણનો અનાદર પણ પ્રવર્તમાન થવા લાગ્યો છે તથા અલંકાર ઔચિત્યવાળા તથા રુચિકર હોવા જોઈએ એ વાત ઉપર પણ દુર્લક્ષ થવા લાગ્યું છે. એક પ્રકારની શિથિલતા જોડે અનેક પ્રકારની શિથિલતા નિભાવી લેવાની વૃત્તિ થાય છે. | પિંગળના અનાદર સાથે વ્યાકરણનો અનાદર પણ પ્રવર્તમાન થવા લાગ્યો છે તથા અલંકાર ઔચિત્યવાળા તથા રુચિકર હોવા જોઈએ એ વાત ઉપર પણ દુર્લક્ષ થવા લાગ્યું છે. એક પ્રકારની શિથિલતા જોડે અનેક પ્રકારની શિથિલતા નિભાવી લેવાની વૃત્તિ થાય છે. | ||
Line 72: | Line 79: | ||
હાલ પિંગળમાં જે અક્ષરમેળ અને માત્રામેળ છંદો તથા વૃત્તો કહ્યાં છે તેટલાં જ શક્ય છે અને ઉચિત છે એમ કોઈ કહેતું નથી. કવિઓ વખતોવખત વિષય અને વૃત્તિના પ્રવાહની અનુકૂળતા માટે નવા છંદો અને વૃત્તો યોજે છે એ સુવિદિત છે. હરિગીતમાંથી વિષમ હરિગીત અને ખંડ હરિગીત થયાં છે. મેઘદૂતના ભાષાંતર માટે મેઘ છંદ યોજાયો છે. ગુજરાતીમાં વીરરસ માટે યોગ્ય છંદ કે વૃત્ત નથી, એમ ઘણાને લાગ્યું છે. તે રસના કાવ્ય માટે રોળાવૃત્ત અથવા લાવણીનો ઉપયોગ ફતેહમંદ થતો નથી એમ માલૂમ પડ્યું છે. કવિ નર્મદાશંકરે આ માટે વીરવૃત્ત યોજેલું પણ તે પ્રચલિત થયું નથી. હાલના છંદ અને વૃત્તનો ઇતિહાસ જડે તો તે પણ કવિઓની રચનાની અનુકૂળતા માટે, અથવા કવિઓની કલ્પનાનું પૂર ઝીલી લેવા માટે યોજાએલા અને બીજા છંદોમાંથી નીકળેલા માલૂમ પડશે. પણ એ સર્વમાં અમુક રીતે નિયમ છે. આંદોલનનાં મોજાંને તે અમુક રીતે અનુસરે છે, અને તાલની ગતિને અમુક રીતે સાચવે છે. અર્થાત્ આંદોલનની સુવ્યવસ્થા વિનાનાં છંદ કે વૃત્ત હોઈ શકતાં નથી. આ સર્વમાં વક્તવ્ય એ છે કે આંદોલનની સુવ્યવસ્થાને સાચવવાનું પ્રાપ્ત થયું છે. બીજું કોઈ સાધન એ સુવ્યવસ્થા માટે જડતું હોય તો તેનો સ્વીકાર કરવાનો વાંધો નથી. પરંતુ મનોભાવના જે આંદોલનને લીધે તેની લલિત ગતિના ઊંડા મૂળમાં છંદ તથા વૃત્ત અંતર્ભૂત રહ્યાં છે તે આંદોલન છંદ અથવા વૃત્ત વિનાના ગદ્યમાં મૂર્તિમંત કરી શકાય તેમ નથી, સામાન્ય અનુભવ લક્ષમાંથી કાઢી નાખવો ન જોઈએ. છંદ તથા વૃત્તના અભાવથી જે ન્યૂનતા રહે છે તે છંદના તથા વૃત્તના નિયમના ભૃંગમાં પણ રહેલી છે. આંદોલનની ગતિને તાલ જાણે કે બાંધી રાખી ઉચ્ચારણની અમુક કાલમર્યાદામાં સાચવે છે, અને કાવ્ય મોટેથી બોલવાનું ન હોય ત્યારે પણ તાલની કાલમર્યાદા એની એ હોય છે. એ મર્યાદા આપોઆપ જળવાય તે માટે ઉપર વ્યવસ્થા સૂચવી છે. તેનો હેતુ એ નથી કે કાલનો અનાદર થાય, પણ તાલ વિષેની કર્ણપરીક્ષા જ્યાં મંદ હોય ત્યાં પણ તાલને નિયમ સચવાય એ હેતુ છે. | હાલ પિંગળમાં જે અક્ષરમેળ અને માત્રામેળ છંદો તથા વૃત્તો કહ્યાં છે તેટલાં જ શક્ય છે અને ઉચિત છે એમ કોઈ કહેતું નથી. કવિઓ વખતોવખત વિષય અને વૃત્તિના પ્રવાહની અનુકૂળતા માટે નવા છંદો અને વૃત્તો યોજે છે એ સુવિદિત છે. હરિગીતમાંથી વિષમ હરિગીત અને ખંડ હરિગીત થયાં છે. મેઘદૂતના ભાષાંતર માટે મેઘ છંદ યોજાયો છે. ગુજરાતીમાં વીરરસ માટે યોગ્ય છંદ કે વૃત્ત નથી, એમ ઘણાને લાગ્યું છે. તે રસના કાવ્ય માટે રોળાવૃત્ત અથવા લાવણીનો ઉપયોગ ફતેહમંદ થતો નથી એમ માલૂમ પડ્યું છે. કવિ નર્મદાશંકરે આ માટે વીરવૃત્ત યોજેલું પણ તે પ્રચલિત થયું નથી. હાલના છંદ અને વૃત્તનો ઇતિહાસ જડે તો તે પણ કવિઓની રચનાની અનુકૂળતા માટે, અથવા કવિઓની કલ્પનાનું પૂર ઝીલી લેવા માટે યોજાએલા અને બીજા છંદોમાંથી નીકળેલા માલૂમ પડશે. પણ એ સર્વમાં અમુક રીતે નિયમ છે. આંદોલનનાં મોજાંને તે અમુક રીતે અનુસરે છે, અને તાલની ગતિને અમુક રીતે સાચવે છે. અર્થાત્ આંદોલનની સુવ્યવસ્થા વિનાનાં છંદ કે વૃત્ત હોઈ શકતાં નથી. આ સર્વમાં વક્તવ્ય એ છે કે આંદોલનની સુવ્યવસ્થાને સાચવવાનું પ્રાપ્ત થયું છે. બીજું કોઈ સાધન એ સુવ્યવસ્થા માટે જડતું હોય તો તેનો સ્વીકાર કરવાનો વાંધો નથી. પરંતુ મનોભાવના જે આંદોલનને લીધે તેની લલિત ગતિના ઊંડા મૂળમાં છંદ તથા વૃત્ત અંતર્ભૂત રહ્યાં છે તે આંદોલન છંદ અથવા વૃત્ત વિનાના ગદ્યમાં મૂર્તિમંત કરી શકાય તેમ નથી, સામાન્ય અનુભવ લક્ષમાંથી કાઢી નાખવો ન જોઈએ. છંદ તથા વૃત્તના અભાવથી જે ન્યૂનતા રહે છે તે છંદના તથા વૃત્તના નિયમના ભૃંગમાં પણ રહેલી છે. આંદોલનની ગતિને તાલ જાણે કે બાંધી રાખી ઉચ્ચારણની અમુક કાલમર્યાદામાં સાચવે છે, અને કાવ્ય મોટેથી બોલવાનું ન હોય ત્યારે પણ તાલની કાલમર્યાદા એની એ હોય છે. એ મર્યાદા આપોઆપ જળવાય તે માટે ઉપર વ્યવસ્થા સૂચવી છે. તેનો હેતુ એ નથી કે કાલનો અનાદર થાય, પણ તાલ વિષેની કર્ણપરીક્ષા જ્યાં મંદ હોય ત્યાં પણ તાલને નિયમ સચવાય એ હેતુ છે. | ||
નિયમો પાળ્યાથી કવિત્વ આવે છે એમ કહેવાનો હેતુ નથી. કવિત્વ તો સ્વાભાવિક શક્તિથી આવે છે. પરંતુ તેનો મૂર્તિમંત આવિર્ભાવ દૂષિત ન થાય તે માટે નિયમો પાળવાની જરૂર છે. અનુભવીઓના લાંબા અનુભવને પરિણામે નિયમો ઘડાય છે; તે માટે અલંકારશાસ્ત્રમાં નિયમોને મહત્ત્વ આપ્યું છે. અલંકારશાસ્ત્રીઓ કહે છે તેમ રસવિષયમાં બારીક બાબતોમાં सचेतस एव प्रमाणम् ‘સહૃદય જનોની પરીક્ષા એ જ પ્રમાણ છે.’ | નિયમો પાળ્યાથી કવિત્વ આવે છે એમ કહેવાનો હેતુ નથી. કવિત્વ તો સ્વાભાવિક શક્તિથી આવે છે. પરંતુ તેનો મૂર્તિમંત આવિર્ભાવ દૂષિત ન થાય તે માટે નિયમો પાળવાની જરૂર છે. અનુભવીઓના લાંબા અનુભવને પરિણામે નિયમો ઘડાય છે; તે માટે અલંકારશાસ્ત્રમાં નિયમોને મહત્ત્વ આપ્યું છે. અલંકારશાસ્ત્રીઓ કહે છે તેમ રસવિષયમાં બારીક બાબતોમાં सचेतस एव प्रमाणम् ‘સહૃદય જનોની પરીક્ષા એ જ પ્રમાણ છે.’ | ||
કાવ્યના બાહ્ય સ્વરૂપમાં દોષ ન આવે એ માટે સહૃદય જનોએ સૂચવેલા ઉપાય આ રીતે લક્ષમાં રાખવા આવશ્યક છે. ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટ કાવ્યના ઉદ્ભવ માટે આવશ્યક વસ્તુઓ ગણાવે છે કેઃ | કાવ્યના બાહ્ય સ્વરૂપમાં દોષ ન આવે એ માટે સહૃદય જનોએ સૂચવેલા ઉપાય આ રીતે લક્ષમાં રાખવા આવશ્યક છે. ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટ કાવ્યના ઉદ્ભવ માટે આવશ્યક વસ્તુઓ ગણાવે છે કેઃ | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
शक्तिर्निपुणता लोकशास्त्रकाव्याद्यवेक्षणात् । | शक्तिर्निपुणता लोकशास्त्रकाव्याद्यवेक्षणात् । | ||
काव्यज्ञशिक्षयाभ्यास इति हेतुस्तदुद्भवे ।। | काव्यज्ञशिक्षयाभ्यास इति हेतुस्तदुद्भवे ।। | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
“કવિત્વબીજરૂપ શક્તિ, સ્થાવરજંગમ લોક, શાસ્ત્ર, કાવ્ય વગેરેના વિમર્શનથી આવતી નિપુણતા, કાવ્ય કરવાની અને સમજવાની શક્તિવાળાના ઉપદેશથી થયેલો અભ્યાસઃ એ સર્વ કાવ્યના ઉદ્ભવમાં કારણરૂપ છે.” (‘શાસ્ત્ર’માં નીચેનાં વિષયોનાં લક્ષણ દર્શાવનાર ગ્રંથોનો સમાવેશ થાય એમ મમ્મટ કહે છેઃ છંદ, વ્યાકરણ, નામકોષ, કલા, ધર્માર્થ – કામમોક્ષ, હાથી, ઘોડા, ખડગ, ઇત્યાદિ.) એ અંશો કાવ્યના કારણરૂપ એટલા માટે છે કે કવિત્વશક્તિ હોય ત્યાં પણ એ શક્તિના સ્ફુલિંગને પ્રદીપ્ત કરનાર તથા તેના તિરોધાનને અટકાવનાર અભ્યાસ અને નિપુણતા આવશ્યક છે, અને જ્ઞાનના ભંડાર વિના તથા નિયમો વડે સિદ્ધ થતી સુવ્યવસ્થાની દરકાર વિના કુશળ કૃતિ થતી નથી. આ ધોરણો એકલા કાવ્યને જ નહિ, પણ સકળ સાહિત્યને લાગુ પડે છે. માત્ર “કાવ્ય” પદનો વિસ્તાર કરી તેને ઠેકાણે “ઉત્તમ લેખ” એ સમજવાનું છે, અને ‘કવિત્વબીજરૂપ શક્તિ’ એ ઠેકાણે ‘લેખનશક્તિ’એ પદ સમજવાનું છે. | “કવિત્વબીજરૂપ શક્તિ, સ્થાવરજંગમ લોક, શાસ્ત્ર, કાવ્ય વગેરેના વિમર્શનથી આવતી નિપુણતા, કાવ્ય કરવાની અને સમજવાની શક્તિવાળાના ઉપદેશથી થયેલો અભ્યાસઃ એ સર્વ કાવ્યના ઉદ્ભવમાં કારણરૂપ છે.” (‘શાસ્ત્ર’માં નીચેનાં વિષયોનાં લક્ષણ દર્શાવનાર ગ્રંથોનો સમાવેશ થાય એમ મમ્મટ કહે છેઃ છંદ, વ્યાકરણ, નામકોષ, કલા, ધર્માર્થ – કામમોક્ષ, હાથી, ઘોડા, ખડગ, ઇત્યાદિ.) એ અંશો કાવ્યના કારણરૂપ એટલા માટે છે કે કવિત્વશક્તિ હોય ત્યાં પણ એ શક્તિના સ્ફુલિંગને પ્રદીપ્ત કરનાર તથા તેના તિરોધાનને અટકાવનાર અભ્યાસ અને નિપુણતા આવશ્યક છે, અને જ્ઞાનના ભંડાર વિના તથા નિયમો વડે સિદ્ધ થતી સુવ્યવસ્થાની દરકાર વિના કુશળ કૃતિ થતી નથી. આ ધોરણો એકલા કાવ્યને જ નહિ, પણ સકળ સાહિત્યને લાગુ પડે છે. માત્ર “કાવ્ય” પદનો વિસ્તાર કરી તેને ઠેકાણે “ઉત્તમ લેખ” એ સમજવાનું છે, અને ‘કવિત્વબીજરૂપ શક્તિ’ એ ઠેકાણે ‘લેખનશક્તિ’એ પદ સમજવાનું છે. | ||
કાવ્યસાહિત્યની શુદ્ધતા તથા તેના સામર્થ્ય માટે જે ચર્ચા કરવામાં આવી તે સામાન્ય સાહિત્યને પણ લાગુ પડશે. અભ્યાસ અગર બહુશ્રુતપણું સર્વ લેખ માટે પ્રથમ આવશ્યક છે તેમ બીજા પ્રકારના સાહિત્યમાં વિચારશક્તિ, વિચાર પ્રદર્શિત કરવાની શક્તિ, અને વિચારપ્રદર્શનમાં કલ્પનાની શક્તિ પ્રથમ આવશ્યક છે. | કાવ્યસાહિત્યની શુદ્ધતા તથા તેના સામર્થ્ય માટે જે ચર્ચા કરવામાં આવી તે સામાન્ય સાહિત્યને પણ લાગુ પડશે. અભ્યાસ અગર બહુશ્રુતપણું સર્વ લેખ માટે પ્રથમ આવશ્યક છે તેમ બીજા પ્રકારના સાહિત્યમાં વિચારશક્તિ, વિચાર પ્રદર્શિત કરવાની શક્તિ, અને વિચારપ્રદર્શનમાં કલ્પનાની શક્તિ પ્રથમ આવશ્યક છે. | ||
Line 88: | Line 101: | ||
હિંદુસ્તાનના બીજા પ્રાંતોની ભાષા તથા તેના સાહિત્ય વિષેનો પરિચય મેળવ્યા વિના વ્યક્તિની કેળવણી અધૂરી રહે છે. એ ભાવ ઉત્પન્ન થશે ત્યારે બીજા પ્રાંતોની ભાષાની તથા તેના સાહિત્યની ગુજરાતી ભાષા ઉપર કેવી અસર થઈ શકે તેમ છે એ સાક્ષાત્કાર થશે. ગુજરાતી ભાષામાં પુસ્તકો લખાવા માંડ્યાં તે પહેલાં હિંદુસ્તાનના બીજા પ્રાંતોની પેઠે ગુજરાતમાં પણ વિદ્વાનો વ્રજ ભાષામાં પુસ્તકો લખતા એ પ્રથા હવે જતી રહી છે. પણ વ્રજભાષાથી ગુજરાતી ભાષા ઉપર તથા ગુજરાતી સાહિત્ય ઉપર પડેલા સંસ્કાર હજી કાયમ છે. એ લક્ષમાં લેતાં વ્રજભાષાનો અને તે પછી થયેલી હિંદી ભાષાનો પરિચય ગુજરાતી ભાષાનું બંધારણ સમજવા માટે તથા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સમજવા માટે કેવો આવશ્યક છે તેનો સાક્ષાત્કાર ત્યારે થશે. આથી કાંઈક ઓછે દરજ્જે મરાઠી ભાષા ગુજરાતી ભાષા સાથે સંપર્કમાં આવી છે. ગુજરાતમાં પેશ્વાનું રાજ્ય રહ્યું તે દરમ્યાન ઘણા મરાઠી શબ્દો સાધારણ વ્યવહારમાં અને ખાસ કરી રાજ્યતંત્રના વ્યવહારમાં પ્રચલિત થયા, અને વડોદરામાં ગાયકવાડનું રાજ્ય સ્થપાયા પછી મરાઠી ભાષાનો ને મરાઠી સાહિત્યનો સંસર્ગ ગુજરાતના લોકોને વિશેષ થયો. હિંદી અને મરાઠીનો પરિચય હાલના જમાનામાં ગુજરાતમાં પ્રવર્તમાન નથી. હવે બંગાળી સાહિત્યનો પરિચય ગુજરાતના વાચકોને વિશેષ થવા લાગ્યો છે. એ ભાષાઓનો પરિચય આ સ્થિતિને લીધે ઉપયોગી છે. તેમ જ સમસ્ત ભારતવર્ષમાં વસતા લોકોની ભાષા તથા તેમનું સાહિત્ય દરેક પ્રાંતનાં સુજ્ઞ જનોએ સારી રીતે જાણવું જોઈએ. તે વિના ભારતવર્ષના જીવનથી તેઓ ઘણા વાકેફગાર રહે, અને સમસ્ત દેશનું જીવન જીવી શકે નહિ. એ કારણથી પણ એ જરૂરનું છે કે હિંદુસ્તાનમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં તથા તેમાંના સાહિત્યમાં ગુજરાતના વિદ્વાનો નિપુણ હોવા જોઈએ. | હિંદુસ્તાનના બીજા પ્રાંતોની ભાષા તથા તેના સાહિત્ય વિષેનો પરિચય મેળવ્યા વિના વ્યક્તિની કેળવણી અધૂરી રહે છે. એ ભાવ ઉત્પન્ન થશે ત્યારે બીજા પ્રાંતોની ભાષાની તથા તેના સાહિત્યની ગુજરાતી ભાષા ઉપર કેવી અસર થઈ શકે તેમ છે એ સાક્ષાત્કાર થશે. ગુજરાતી ભાષામાં પુસ્તકો લખાવા માંડ્યાં તે પહેલાં હિંદુસ્તાનના બીજા પ્રાંતોની પેઠે ગુજરાતમાં પણ વિદ્વાનો વ્રજ ભાષામાં પુસ્તકો લખતા એ પ્રથા હવે જતી રહી છે. પણ વ્રજભાષાથી ગુજરાતી ભાષા ઉપર તથા ગુજરાતી સાહિત્ય ઉપર પડેલા સંસ્કાર હજી કાયમ છે. એ લક્ષમાં લેતાં વ્રજભાષાનો અને તે પછી થયેલી હિંદી ભાષાનો પરિચય ગુજરાતી ભાષાનું બંધારણ સમજવા માટે તથા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સમજવા માટે કેવો આવશ્યક છે તેનો સાક્ષાત્કાર ત્યારે થશે. આથી કાંઈક ઓછે દરજ્જે મરાઠી ભાષા ગુજરાતી ભાષા સાથે સંપર્કમાં આવી છે. ગુજરાતમાં પેશ્વાનું રાજ્ય રહ્યું તે દરમ્યાન ઘણા મરાઠી શબ્દો સાધારણ વ્યવહારમાં અને ખાસ કરી રાજ્યતંત્રના વ્યવહારમાં પ્રચલિત થયા, અને વડોદરામાં ગાયકવાડનું રાજ્ય સ્થપાયા પછી મરાઠી ભાષાનો ને મરાઠી સાહિત્યનો સંસર્ગ ગુજરાતના લોકોને વિશેષ થયો. હિંદી અને મરાઠીનો પરિચય હાલના જમાનામાં ગુજરાતમાં પ્રવર્તમાન નથી. હવે બંગાળી સાહિત્યનો પરિચય ગુજરાતના વાચકોને વિશેષ થવા લાગ્યો છે. એ ભાષાઓનો પરિચય આ સ્થિતિને લીધે ઉપયોગી છે. તેમ જ સમસ્ત ભારતવર્ષમાં વસતા લોકોની ભાષા તથા તેમનું સાહિત્ય દરેક પ્રાંતનાં સુજ્ઞ જનોએ સારી રીતે જાણવું જોઈએ. તે વિના ભારતવર્ષના જીવનથી તેઓ ઘણા વાકેફગાર રહે, અને સમસ્ત દેશનું જીવન જીવી શકે નહિ. એ કારણથી પણ એ જરૂરનું છે કે હિંદુસ્તાનમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં તથા તેમાંના સાહિત્યમાં ગુજરાતના વિદ્વાનો નિપુણ હોવા જોઈએ. | ||
ગદ્યસાહિત્યમાં કયા કયા વિવિધ વિષયો ગુજરાતી ભાષામાં ખીલવવા જોઈએ તે વિષે ઉપર કેટલીક સૂચનાઓ કરી છે. પરંતુ, પદ્યસાહિત્ય માટે એવી સૂચના કરી નથી; આનું કારણ સુગમ છે. પદ્યસાહિત્યમાં મુખ્ય ભાગ તે કવિતા છે, અને કવિતામાં લાગણી અને ભાવના આવિર્ભાવના લેખ લખાય છે. એક વેળા પદ્યમાં ઇતિહાસ, ભૂગોળ, વગેરે રચવામાં આવતાં, પણ તે સમય હવે ગયો છે. સ્મૃતિને મદદ કરવા માટે પણ એવા વિષયો હવે પદ્યમાં રચાતા નથી. | ગદ્યસાહિત્યમાં કયા કયા વિવિધ વિષયો ગુજરાતી ભાષામાં ખીલવવા જોઈએ તે વિષે ઉપર કેટલીક સૂચનાઓ કરી છે. પરંતુ, પદ્યસાહિત્ય માટે એવી સૂચના કરી નથી; આનું કારણ સુગમ છે. પદ્યસાહિત્યમાં મુખ્ય ભાગ તે કવિતા છે, અને કવિતામાં લાગણી અને ભાવના આવિર્ભાવના લેખ લખાય છે. એક વેળા પદ્યમાં ઇતિહાસ, ભૂગોળ, વગેરે રચવામાં આવતાં, પણ તે સમય હવે ગયો છે. સ્મૃતિને મદદ કરવા માટે પણ એવા વિષયો હવે પદ્યમાં રચાતા નથી. | ||
“ઈરાન, હિંદુસ્તાન ને, સિયામ, અર્બસ્તાનઃ | {{Poem2Close}} | ||
બ્રહ્મ, ચીન, જાપાન ને રુશિયા, તુર્કસ્તાન.” | |||
“કહું મરાઠારાય, શિવાજી ને સંભાજી; | <Poem> | ||
વળતા રાજારામ, પછીથી થયો શિવાજી.” | '''“ઈરાન, હિંદુસ્તાન ને, સિયામ, અર્બસ્તાનઃ''' | ||
“એ. બી. સી. ડી. ઈ. એફ. જી. એચ. આઇ. જે. જાણ; | '''બ્રહ્મ, ચીન, જાપાન ને રુશિયા, તુર્કસ્તાન.”''' | ||
કે. એલ. ને એમ. પછી એન. ઓ. પી. ક્યુ. આણ. | |||
આર. એસ. ટી. યુ. વી. ને, ડબલ્યુ. વળતી એક્ષ; | '''“કહું મરાઠારાય, શિવાજી ને સંભાજી;''' | ||
વાઇ. ઝેડ. મૂળાક્ષરો અંગ્રેજી આ પેખ.” | '''વળતા રાજારામ, પછીથી થયો શિવાજી.”''' | ||
'''“એ. બી. સી. ડી. ઈ. એફ. જી. એચ. આઇ. જે. જાણ;''' | |||
'''કે. એલ. ને એમ. પછી એન. ઓ. પી. ક્યુ. આણ.''' | |||
'''આર. એસ. ટી. યુ. વી. ને, ડબલ્યુ. વળતી એક્ષ;''' | |||
'''વાઇ. ઝેડ. મૂળાક્ષરો અંગ્રેજી આ પેખ.”''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
એવી રચના હવે પદ્યમાં થતી નથી. તેમ જ જ્ઞાન, ઉપદેશ અને તત્ત્વચિંતનનાં પદ્ય બહુધા રચાતાં નથી. કવિતાનો પ્રધાન હેતુ તે આનંદ છે, અને પ્રત્યક્ષ રીતે શિક્ષક પેઠે કે ભાષણકર્તા પેઠે બોધ આપવો તે કવિતાનું કામ નથી એ બહુધા સર્વત્ર સ્વીકાર થયો છે. | એવી રચના હવે પદ્યમાં થતી નથી. તેમ જ જ્ઞાન, ઉપદેશ અને તત્ત્વચિંતનનાં પદ્ય બહુધા રચાતાં નથી. કવિતાનો પ્રધાન હેતુ તે આનંદ છે, અને પ્રત્યક્ષ રીતે શિક્ષક પેઠે કે ભાષણકર્તા પેઠે બોધ આપવો તે કવિતાનું કામ નથી એ બહુધા સર્વત્ર સ્વીકાર થયો છે. | ||
બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઊભા નવ રહીએ; | {{Poem2Close}} | ||
હૂંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવ જમીએ જીરે. | |||
<Poem> | |||
'''બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઊભા નવ રહીએ;''' | |||
'''હૂંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવ જમીએ જીરે.''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
એવાં ઉપદેશનાં પદો હવે બહુધા રચાતાં નથી. તત્ત્વચિંતન અમૂર્તરૂપે હજી પદ્યમાં લખાય છે, પરંતુ કવિતામાં લાગણી અને ભાવનું પ્રાધાન્ય હોવું જોઈએ એ ભાવના સર્વમાન્ય થાય છે એમ જણાય છે. લાગણી અને ભાવ એ કવિની સ્વયંભૂ ઊર્મિનો વિષય છે. તેથી કવિતામાં શું લખાવું જોઈએ તેનું વિવેચન થઈ શકે તેમ નથી. કયા વિષયો કવિત્વને યોગ્ય નથી એટલો જ નિર્દેશ થઈ શકે એમ છે. આ સંબંધમાં અહીં એટલું જ કહીશું કે વીરરસ કવિતામાં દાખલ કરવા જે પ્રયાસ નર્મદાશંકરે કરેલા તે તેમના પછી ભીમરાવ ભોળાનાથ તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવ સિવાય બીજા કોઈએ કર્યા નથી. તેથી ગુજરાતી કાવ્યસાહિત્યમાં વીરરસની અપેક્ષા છે, અને તે રસ પણ ખીલવવો જોઈએ, એટલું કહેવું અપ્રાસંગિક નથી. | એવાં ઉપદેશનાં પદો હવે બહુધા રચાતાં નથી. તત્ત્વચિંતન અમૂર્તરૂપે હજી પદ્યમાં લખાય છે, પરંતુ કવિતામાં લાગણી અને ભાવનું પ્રાધાન્ય હોવું જોઈએ એ ભાવના સર્વમાન્ય થાય છે એમ જણાય છે. લાગણી અને ભાવ એ કવિની સ્વયંભૂ ઊર્મિનો વિષય છે. તેથી કવિતામાં શું લખાવું જોઈએ તેનું વિવેચન થઈ શકે તેમ નથી. કયા વિષયો કવિત્વને યોગ્ય નથી એટલો જ નિર્દેશ થઈ શકે એમ છે. આ સંબંધમાં અહીં એટલું જ કહીશું કે વીરરસ કવિતામાં દાખલ કરવા જે પ્રયાસ નર્મદાશંકરે કરેલા તે તેમના પછી ભીમરાવ ભોળાનાથ તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવ સિવાય બીજા કોઈએ કર્યા નથી. તેથી ગુજરાતી કાવ્યસાહિત્યમાં વીરરસની અપેક્ષા છે, અને તે રસ પણ ખીલવવો જોઈએ, એટલું કહેવું અપ્રાસંગિક નથી. | ||
વીરરસ સાથે દેશ ભક્તિનાં કાવ્યો પણ નર્મદાશંકરે અને ભીમરાવ ભોળાનાથે તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવે લખેલાં તે પણ કવિવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરીશું કે એ વિષેની વિસ્મૃતિ ન થાય. | વીરરસ સાથે દેશ ભક્તિનાં કાવ્યો પણ નર્મદાશંકરે અને ભીમરાવ ભોળાનાથે તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવે લખેલાં તે પણ કવિવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરીશું કે એ વિષેની વિસ્મૃતિ ન થાય. | ||
Line 105: | Line 132: | ||
સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે. | સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે. | ||
દોષૈકદર્શન એ વિવેચનનું કાર્ય નથી; પરંતુ કૃતિમાંના ગુણ અને દોષ જુદા પાડવા કૃતિમં કયા ગુણ છે અને કયા દોષ છે તેને ખોળી કાઢી રજૂ કરવા, કૃતિની ખૂબીઓ તેમજ ખામીઓ દર્શાવવી, અને કૃતિનું સમસ્ત સ્વરૂપ લક્ષમાં લઈ તેની તુલના કરવી, એ વિવેચનનું કાર્ય છે. આવા વિવેચનસાહિત્યની ગુજરાતી ભાષામાં ખોટ છે. તેનું કારણ કે વાચકોના તેમજ લેખકોના લક્ષમાં વિવેચનનું મહત્ત્વ ઊતર્યું નથી. ગ્રંથોની યથાયોગ્ય તુલના થાય તે લેખકોને લાભપ્રદ છે. તેમ જ વાચકોને લાભપ્રદ છે. એવી તુલના વિના સાહિત્યમાં સુસ્થતા આવતી નથી, પોતાની કૃતિની કિંમત લેખકોને સમજાતી નથી, તેમ જ લેખકોની કૃતિઓની કિંમત શી રીતે આંકવી તેનું માર્ગદર્શન વાચકોને મળતું નથી. આ કાર્ય કરવાનું માથે લેનાર વિવેચકની જવાબદારી ભારે છે. બે પ્રશંસાનાં વચન અને બે દોષદર્શનનાં વચન કહ્યાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. વિવેચક પોતે બહુશ્રુત હોવા જોઈએ. અને પોતાના અભ્યાસનો લાભ વાચકોને મળે એવી રીતે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિવેચનસાહિત્યના સુપ્રખ્યાત વર્તમાન ઇતિહાસલેખક તથા સાહિત્યપરીક્ષાના ધોરણે પ્રવીણ લેખક મિ. જ્યોર્જ સેઇન્ટ્સ્બરી વિવેચકની યોગ્યતા માટે આ પ્રમાણે માર્ગ દર્શાવે છે. | દોષૈકદર્શન એ વિવેચનનું કાર્ય નથી; પરંતુ કૃતિમાંના ગુણ અને દોષ જુદા પાડવા કૃતિમં કયા ગુણ છે અને કયા દોષ છે તેને ખોળી કાઢી રજૂ કરવા, કૃતિની ખૂબીઓ તેમજ ખામીઓ દર્શાવવી, અને કૃતિનું સમસ્ત સ્વરૂપ લક્ષમાં લઈ તેની તુલના કરવી, એ વિવેચનનું કાર્ય છે. આવા વિવેચનસાહિત્યની ગુજરાતી ભાષામાં ખોટ છે. તેનું કારણ કે વાચકોના તેમજ લેખકોના લક્ષમાં વિવેચનનું મહત્ત્વ ઊતર્યું નથી. ગ્રંથોની યથાયોગ્ય તુલના થાય તે લેખકોને લાભપ્રદ છે. તેમ જ વાચકોને લાભપ્રદ છે. એવી તુલના વિના સાહિત્યમાં સુસ્થતા આવતી નથી, પોતાની કૃતિની કિંમત લેખકોને સમજાતી નથી, તેમ જ લેખકોની કૃતિઓની કિંમત શી રીતે આંકવી તેનું માર્ગદર્શન વાચકોને મળતું નથી. આ કાર્ય કરવાનું માથે લેનાર વિવેચકની જવાબદારી ભારે છે. બે પ્રશંસાનાં વચન અને બે દોષદર્શનનાં વચન કહ્યાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. વિવેચક પોતે બહુશ્રુત હોવા જોઈએ. અને પોતાના અભ્યાસનો લાભ વાચકોને મળે એવી રીતે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિવેચનસાહિત્યના સુપ્રખ્યાત વર્તમાન ઇતિહાસલેખક તથા સાહિત્યપરીક્ષાના ધોરણે પ્રવીણ લેખક મિ. જ્યોર્જ સેઇન્ટ્સ્બરી વિવેચકની યોગ્યતા માટે આ પ્રમાણે માર્ગ દર્શાવે છે. | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
“સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચક વાંચવું જોઈએ, અને બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. વિવેચક જો કોઈ સમયનું સાહિત્ય વાંચવાનું મૂકી દે, ગમે એટલા નાના પણ વાસ્તવિક મહત્ત્વના કોઈ લેખકની કૃતિઓ વાંચવાનું મૂકી દે તો તે વિવેચક પોતાનું દૃષ્ટિબિંદુ સુસ્થતામાંથી ખસેડી દે એ જોખમ રહે છે. બીજા સાહિત્યની ગણના કરવાનું વિવેચક ધ્યાનમાં ન રાખે તો તો તેની સ્થિતિ એવા જ જોખમમાં આવેલી થાય. વળી વિવેચકે નિરંતર પુસ્તકો, લેખકો અને સાહિત્યની સરખામણી કરવી જોઈએ કે એ સર્વમાં શો તફાવત છે તે તે જોઈ શકે. પણ કોઈમાં બીજાના અંશ નથી માટે તેની તરફ અરુચિ થાય એ હેતુથી એ કાર્ય તેણે કરવું ન જોઈએ, અને વળી કોઈ પુસ્તક જોયા સિવાય તેમાં શું આપવું જોઈએ એનો ખ્યાલ તેણે બનતાં સુધી મનમાં બાંધવો ન જોઈએ. અર્થાત્ જે પટ ઉપર તે છબી પાડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવો જોઈએ, અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ, પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ પણ રેખા, છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.” | “સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચક વાંચવું જોઈએ, અને બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. વિવેચક જો કોઈ સમયનું સાહિત્ય વાંચવાનું મૂકી દે, ગમે એટલા નાના પણ વાસ્તવિક મહત્ત્વના કોઈ લેખકની કૃતિઓ વાંચવાનું મૂકી દે તો તે વિવેચક પોતાનું દૃષ્ટિબિંદુ સુસ્થતામાંથી ખસેડી દે એ જોખમ રહે છે. બીજા સાહિત્યની ગણના કરવાનું વિવેચક ધ્યાનમાં ન રાખે તો તો તેની સ્થિતિ એવા જ જોખમમાં આવેલી થાય. વળી વિવેચકે નિરંતર પુસ્તકો, લેખકો અને સાહિત્યની સરખામણી કરવી જોઈએ કે એ સર્વમાં શો તફાવત છે તે તે જોઈ શકે. પણ કોઈમાં બીજાના અંશ નથી માટે તેની તરફ અરુચિ થાય એ હેતુથી એ કાર્ય તેણે કરવું ન જોઈએ, અને વળી કોઈ પુસ્તક જોયા સિવાય તેમાં શું આપવું જોઈએ એનો ખ્યાલ તેણે બનતાં સુધી મનમાં બાંધવો ન જોઈએ. અર્થાત્ જે પટ ઉપર તે છબી પાડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવો જોઈએ, અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ, પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ પણ રેખા, છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.” | ||
{{Right|(‘હિસ્ટરી ઑફ ક્રીટીસીઝમ’)}} | |||
</Poem> | |||
<Br> | |||
{{Poem2Open}} | |||
ગ્રંથની પરીક્ષા સંબંધમાં “નિયમો” અને “સિદ્ધાંતો” એવો ભેદ કરવામાં આવે છે. “નિયમો” વસ્તુ, છંદ, ભાષા અને શૈલી જેવી ઓછા મહત્ત્વની બાબતો વિષે હોય છે અને “સિદ્ધાંતો” મુદ્દાની બાબતો વિષે હોય છે. એટલે સમસ્ત કૃતિથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે, તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા સિદ્ધાંતો વિષેની છે. વિવેચનમાં “નિયમ” ગૌણ છે અને “સિદ્ધાંતો” મુખ્ય છે તથા વિચારમાં લેવા યોગ્ય છે, એમ કેટલાકનું કહેવું છે. નિયમોથી ગુણદોષનું દર્શન થાય છે, પણ જમાના બદલાતાં તેનું મહત્ત્વ બદલાય છે. પરંતુ સિદ્ધાંતો મનુષ્યના મનને લગતા હોવાથી સર્વકાળમાં એના એ રહે છે, એમ કેટલાકનું માનવું છે. નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે. પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે, અને જમાને જમાને રુચિઓ બદલાય, પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ, એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદાહરણાર્થે, કોઈ શબ્દ કે વિચારની પુનરુક્તિ ન થવી જોઈએ એવો નિયમ છે. પરંતુ કેટલેક પ્રસંગે શબ્દ તથા વિચારની પુનરુક્તિનો સંભવ રહે છે, અને તે પુનરુક્તિ વિના ન્યૂનતા જણાય છે. આવા પ્રસંગમાં નિર્ણાયક વાત એ છે કે બીજા શબ્દ કે વિચારની ખામીને લીધે અથવા વિનાપ્રયોજન પુનરુક્તિ થવી ન જોઈએ એટલે અંશે એ નિયમ માન્ય રાખવા જોગ છે. રસિકતાનાં ધોરણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણા કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ; અને અનુસરણથી કૃતિમાં સત્ત્વ આવતું નથી એ મોટી વાત ભૂલી ન જવી જોઈએ, સત્ત્વ તો લેખકના મનમાં રહેલી ભાવના વડે સિદ્ધ થાય છે. પણ ભાવનાનો પ્રકાર ઉત્તમ હોય ત્યાં નિયમોમાં કહેલી રીતિથી વિરોધી માર્ગ ગ્રહણ થતો નથી તથા નિયમોમાં પરિહાર્ય કહેલા દોષ દૂર રહે છે એ મનોવ્યાપાર ભૂલી જવો ન જોઈએ. | |||
વળી ગ્રંથમાં જોવાની મુખ્ય વસ્તુ તે તેનું વક્તવ્ય છે. એ વક્તવ્ય પ્રદર્શિત કરવાની રીત તે એટલી બધી પ્રધાન નથી. પરંતુ વક્તવ્ય પ્રદર્શિત કરવાની રીતે એ લેખકની કળાનું પરિણામ છે; અને લેખકની કળા અરુચિકર હોય તો વાંચનાર ઉપર અસર થઈ શકતી નથી. આ રીતનો બહોળો અર્થ લેતાં પ્લેટોએ એ ધોરણ ગ્રહણ કરેલું કે વસ્તુનું પ્રતિપાદન નીતિમય હોય તે સિવાય તેમાં ઉત્તમતા હોઈ શકે નહિ, તથા જ્યાં રીતિમાં ન્યૂનતા હોય ત્યાં વિચારમાં અને સલ્લક્ષણમાં ન્યૂનતા હોવી જોઈએ. | |||
વિવેચનના સ્વરૂપ અને હેતુ વિષે એમ કાંઈક દિગ્દર્શન કર્યા પછી ગુજરાતી સાહિત્યમાં વિવેચનસંપત્તિ કેટલી છે તે વિચારમાં લઈશું. નવલરામે વિવેચનસાહિત્ય ઉત્પન્ન કરવા માંડ્યું ત્યાર પછી તે બંધાયું. પરંતુ હાલ વિવેચનસાહિત્ય બહુધા દેખા દેતું નથી. એક વેળા એવો સમય હતો કે માસિક અને ત્રૈમાસિક પત્રો વિવેચનકાર્ય એ પોતાની ફરજ ગણતાં; અને એ રીતે કેટલુંક વિવેચનકાર્ય થયું છે. પરંતુ એ માર્ગનું પણ ઝાઝું અનુસરણ હવે થતું નથી. આનું કારણ ખોળતાં કદાચ એ કલ્પના થશે કે ગુજરાતના લેખકોને વિવેચનની બહુ કદર નથી. પરંતુ આ વિચાર એક પક્ષે જ ખરો છે. પ્રશંસામય વિવેચનની ઘણી કદર થાય છે તે પુસ્તકો માટે અભિપ્રાય (અર્થાત્ પ્રશંસામય અભિપ્રાય) માટે ઘણી માગણીઓ થાય છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્રશંસામય વિવેચન માટે સાધારણ રીતે ઉત્સુકતા પ્રવર્તમાન છે. પણ અપ્રશંસામય વિવેચન તરફ અણગમો સાધારણ છે; અને માત્ર લેખકો આ નિર્બળતાને વશ છે એમ નથી, પણ વાચકવર્ગમાં જે લેખક તરફ રુચિ ઉત્પન્ન થઈ હોય તેનાં હદપાર વખાણ વાચકોને પસંદ પડે છે, અને તેના દોષ અથવા ન્યૂનતા દર્શાવનાર ટીકા તરફ વાચકવર્ગને બેદરકારી હોય છે. વાચકવર્ગની નિર્મર્યાદ પ્રશંસાની અસર લેખકો ઉપર પણ થાય છે અને માત્ર પોતાની પ્રશંસા હોય એવાં વિવેચનની તેઓ આશા રાખે છે, અને લેખકની કૃતિમાં રહેલ દોષ દર્શાવ્યા હોય એવું વિવેચન લેખકનું અપમાન કરે છે એમ વાચકવર્ગ માને છે, અને તેને લીધે લેખકવર્ગ પણ એવી માન્યતાની ભૂલમાં પડે છે. આનું એક પરિણામ એ થયું છે કે અમુક વર્ગ, કોમ, કે જાતિ લેખનકળામાં પછાત હોય તો વિવેચકોએ તેમના લેખમાંના દોષ દર્શાવવા નહિ પણ ગુણ જ દર્શાવવા એ એવા લેખકોને ઉત્તેજન આપવાનો માર્ગ છે એમ કહેવામાં આવે છે. એવા લેખકોને સુસ્થ માર્ગે મૂકવા સારુ તેમની કૃતિની યથાર્થ પરીક્ષા કરવી જોઈએ; અને એ જ તેમને ઉત્તેજન આપવાનો ખરો માર્ગ છે એ મોટી વાત ઘણી વેળા ધ્યાનમાં આવતી નથી. લેખકની કૃતિમાંના દોષ દર્શાવવા તેનો અર્થ એ નથી કે લેખક દુષ્ટ છે અથવા મૂર્ખ છે એમ કહેવું, પણ જ્યાં ગુણ હોય ત્યાં તે પ્રકટ કરવા નહિ એ જેમ વિવેચનના કાર્યમાં અયોગ્ય છે, તેમ દોષને રૂપે પ્રકટ કરવા નહિ, દોષ ઉપર ધ્યાન ખેંચવું નહિ એ પણ અયોગ્ય છે; અને લેખકોના દોષનું દર્શન સહન કરવાની વાચકવર્ગમાં તેમ જ લેખકવર્ગમાં શક્તિ આવશે નહિ ત્યાં સુધી વિવેચનસાહિત્ય સુદૃઢતાથી બંધાશે નહિ. જેમ દોષદર્શન હદપાર જવું જોઈએ નહિ તેમ ગુણદર્શન પણ હદપાર જવું જોઈએ નહિ. ગુણ હોય ત્યાં તેના કથન ઉપરાંત વિવેચક પોતાનું સમતોલપણું ખોઈ બેસે અને લેખકની અત્યુક્તિભરેલી પ્રશંસા કરે તેથી પણ મર્યાદાના અવધિનો ભંગ થાય છે અને વિવેચકની કિંમત નષ્ટ થાય છે. હાલ આપણા સાહિત્યમાં લેખકોમાં ગુણદોષની પરીક્ષા આ રીતે સમતોલપણા વગરની થાય છે. એથી યથાર્થ વિવેચનસાહિત્યની પ્રજામાં કિંમત નથી. યથાર્થ વિવેચન વિના કૃતિ કસોટીમાં ઊતરી શકતી નથી. અને સુવર્ણને અગ્નિમાં નાખી કરવાની ગ્રંથકારની પરીક્ષા, જે કાળિદાસે આવશ્યક કહી છે, તેનો અમલ થતો નથી. ત્રૈમાસિક અને માસિક પત્રોની વિવેચન સંબંધે જે ખાસ ફરજો છે તે અદા કરવાને તેઓ ચૂકશે નહિ, અને ગુણદોષનું કથન નિષ્પક્ષપાત રીતે તથા કુશળતાથી તેઓ કરશે, અને અતિપ્રશંસાના અથવા દોષૈકદૃષ્ટિના ભ્રમમાં ન પડતાં તેઓ વિવેકથી તથા ડહાપણથી ગ્રંથપરીક્ષા કરશે અને એ રીતે વિવેચનસાહિત્ય બાંધવામાં સહાયભૂત થશે એવી આશા રાખીશું. | |||
માસિક પત્રો અને ત્રિમાસિક પત્રો વિષે કરેલા ઉલ્લેખથી પત્રોના વિકાસ વિષે સૂચન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સદ્ગત હાજી મહમદ અલ્લારખિયાએ ઉચ્ચ પ્રકારનું સચિત્ર માસિક કાઢી જે માર્ગ ખુલ્લો કર્યો તે માર્ગનું અનુસરણ હજી સુધી ચાલુ છે એ આનંદજનક છે. માસિકોમાં અને ત્રૈમાસિકોમાં વાર્તા તથા વિવેચન ઉપરાંત સામાન્ય જ્ઞાનના લેખનો સમાવેશ થવો જોઈએ અને એ રીતે તેમની ઉપયોગિતા અનેક પ્રકારની થવી જોઈએ એટલું કહીશું તો બસ છે. | |||
ગુજરાતી ભાષા બોલનાર વિવિધ કોમો ગુજરાતી સાહિત્યની ઉન્નતિના કાર્યમાં સામેલ થવા ઇંતેજાર છે એ સંતોષજનક છે. જૈન, પારસી, મુસલમાન, સર્વ કોમો સાહિત્યસેવામાં પોતાનું સાહિત્ય રજૂ કરે છે, અને એ સર્વના સંમિલનથી ગુજરાતના વિસ્તાર તથા મહત્ત્વનું દર્શન થાય છે. આ બાબતમાં એક સાવચેતી ધ્યાનમાં લેવાની જરૂર છે; અને તે એ છે કે જુદી જુદી કોમો વચ્ચેનો ભેદ આગળ કરવો ન જોઈએ, પણ સર્વ એક ભાષા બોલનાર છે એ કારણથી ઊપજતું ઐક્ય આગળ કરવું જોઈએ. આ માટે જ્યાં ધર્મનો ભેદ છે ત્યાં જુદી જુદી કોમના ધર્મનું સાહિત્ય બાજુ ઉપર રાખી જે સાહિત્યમાં બધી કોમોનો રસ પડે તેમ હોય તેને પ્રધાનપણું આપવું જોઈએ. દરેક કોમોના લેખકોએ પોતાની કોમના સાહિત્યમાં ગુજરાતી વાચકને રુચિ ઉત્પન્ન કરનારા અંશો કયા કયા છે તે ઉપર ખાસ ધ્યાન ખેંચવું જોઈએ. જે કોમના લેખકોની સાહિત્યસેવા સામાન્ય ગુજરાતી વાચકવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરવા જેવી હોય તે લેખકોની કૃતિઓ પર ધ્યાન ખેંચવું અને તેના ગુણદોષ આગળ પાડવા એ તે કોમના લેખકોની ફરજ છે. એ કાર્યમાં ધર્મની વિશેષતા ઉપર ભાર મૂકવો ન જોઈએ, પણ કૃતિની વિશેષતા આગળ કરવી જોઈએ. જૈન તથા મુસલમાન ગુજરાતી લેખકોએ પ્રવર્તમાન ગુજરાતી ભાષા કાયમ રાખી લેખનપ્રવૃત્તિ કરી છે. હાલની ગુજરાતી ભાષાના આરંભકાળથી જૈન લેખકો ગુજરાતી સાહિત્યની સેવામાં હાજર થયા છે, અને ગુજરાતી ભાષા તે પોતાની ભાષા છે એમ માની લઈ પ્રવૃત્ત થયા છે. તેમની એ સેવા માટે ગુજરાત ઋણી છે. એ સેવા તેઓ ચાલુ રાખશે એમ ગુજરાતી પ્રજા આશા રાખે છે. | |||
મુસલમાન લેખકોએ પણ ગુજરાતી ભાષાનું મૂળ સ્વરૂપ સ્વીકારેલું છે, અને ગુજરાતી ભાષા છે તેવી જ ઉપયોગમાં લેવા પ્રવૃત્તિ કરી છે. મિ. કરીમઅલી રહીમઅલી નાનજિયાણીનાં પુસ્તકો તથા “હઝરતઅલી (અ. સ.)નાં બોધવચનો” એ નામનું પુસ્તક નવસારીનિવાસી પીરજાદા સૈયદ સદરૂદ્દીન હાલમશા દરગાવાળા તરફથી થોડા વખત ઉપર પ્રકટ થયું છે તે મુસલમાન લેખકોની શુદ્ધ ગુજરાતી ભાષાના નમૂના રૂપ છે. | |||
પારસી કોમે ગુજરાતના ઉદ્યોગની તથા સમૃદ્ધિની ભારે સેવા કરી છે અને તેમની તરફથી સાહિત્યની ભારે સેવા થઈ શકે તેમ છે, તો તેમને વીનતી કરવી ઉચિત છે કે પ્રવર્તમાન ગુજરાતી ભાષાનો લેખનપ્રવૃત્તિમાં સ્વીકાર કરી તેમનું સાહિત્ય સમસ્ત ગુજરાતી પ્રજાને ઉપયોગી થાય એવો ઉદ્યોગ તેમણે આદરવો જોઈએ. એ કાર્ય તેમનાથી થઈ શકે તેમ છે, અને મિ. મલબારી, મિ. તાલેયારખા, મિ. ખબરદાર, વગેરે વિશિષ્ટ પારસી લેખકોએ ઉત્તમ ગુજરાતી શૈલીમાં લેખ લખ્યા છે. પારસી લેખકો ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ લખાણ કરવા સમર્થ છે. ગુજરાતી ભાષાનું સામર્થ્ય તેઓ વધારી શકે તેમ છે, તો આ વીનતી અસ્થાને નથી. | |||
આ સંબંધે કવિ નર્મદાશંકરનાં વચન લક્ષમાં લેવા યોગ્ય છેઃ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''તેની તેની છે ગુજરાત,''' | |||
'''પછી હોય ગમે તે જાત.''' | |||
'''પૂર્વજ જેના જે વળી આજે જન્મથકી ગુજરાતી વદ્યા''' | |||
'''કોઈ રીતથી તો પણ ને વળી આર્યધર્મને રાખી રહ્યા''' | |||
'''તેની તેની છે ગુજરાત,''' | |||
'''પછી હોય ગમે તે જાત,''' | |||
'''તેની તેની છે ગુજરાત.''' | |||
'''વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા,''' | |||
'''પરધર્મી પણ હિત ઇચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા.''' | |||
'''“કોની કોની છે ગુજરાત?''' | |||
'''પછી હોય ગમે તે જાત''' | |||
'''તેની તેની છે ગુજરાત.”''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
અંતમાં આપણા સર્વની ભાષા તથા સાહિત્યના ઉત્કર્ષ માટેની અભિલાષા ઈશ્વરકૃપાથી પરિપૂર્ણ થાય એમ આશા દર્શાવી યાચના કરીશું કે विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।। | |||
{{Poem2Close}} | |||
<Center>'''* * *'''</Center> |
edits