18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. છાપાવાળાની સત્તા|}}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫. છાપાવાળાની સત્તા|}} | {{Heading|૫. છાપાવાળાની સત્તા|}} | ||
{{Poem2Open}} | |||
“આપને આનંદ થાય એવી એક માગણી લઈને આવ્યો છું.” દેવકૃષ્ણ મહારાજે સુજાનગઢ આવીને દેવનારાયણસિંહ સામે મોં મલકાવ્યું. | |||
“કહોને – શી માગણી છે?” | |||
“આ વર્ષની મારી સંસ્થાની વરસગાંઠ આપના પ્રમુખપદે ઊજવવી છે.” | |||
“કઈ સંસ્થા?” | |||
“પીડિતોનું પૈસાફંડ.” | |||
“ક્યાંની?” | |||
“આખા કાઠિયાવાડની. એનું હેડક્વાર્ટર કેમ્પમાં છે.” | |||
“કેમ્પમાં? મને તો ખબર જ નથી! કયે ઠેકાણે?” | |||
“રેલગાડીના વાંકે. ત્યાં, આપનું ધ્યાન હોય તો, ચાર પાટિયાં ચોડેલાં છે. એ ચારેય સંસ્થાઓ મારા હસ્તક ચાલે છે.” | |||
દેવનારાયણસિંહને ચારેય ‘સાઇનબોર્ડ’ યાદ આવ્યાં ખરાં. પાંચમું નાનું બોર્ડ હતું – સનંદી વકીલ દેવકૃષ્ણ ‘મહારાજ’નું. એ જગ્યાએ નીકળતી વેળા હર વખત એમને રમૂજ પડેલી. અક્કેક ‘સાઇનબોર્ડ’ પર અક્કેક આખી સંસ્થાનું સર્જન કરનારા લોકો એને શક્તિમાન લાગેલા. | |||
“આ જુઓને, સાહેબ!” એમ કહી દેવકૃષ્ણ મહારાજે ચાર જુદાં જુદાં પેડ પોતાની થેલીમાંથી કાઢીને દેવનારાયણસિંહ પાસે સાદર કર્યાં: ચારેયના હાંસિયા ઉપર પ્રત્યેક જુદી જુદી સંસ્થાનાં નામ, ઠામ ને નિયમો હતાં; ચારેયની અંદર મંત્રી તરીકે એક જ પુરુષનું નામ બેઠું હતું. | |||
“બધું ખૂબ સુવ્યવસ્થિત રાખવામાં આવે છે, સાહેબ!” મહારાજ મૂંગા રહેલા અધિકારીના મન પર છાપ પાડવા મથ્યા. “ચારેય સંસ્થાઓની ચાર-ચાર વર્ષગાંઠો ઊજવાઈ ગઈ. તેમાં આટલા આટલા પ્રમુખો આવી ગયા—” એમ કહી મહારાજે કાઠિયાવાડ-ગુજરાતની કેટલીક જાણીતી વ્યક્તિઓનાં નામો ગણાવ્યાં. એ નામો પૈકી એક નામ પત્રકારનું, એક નામ કવિનું, એક કોઈ દરબારશ્રીનું – એવી નવરંગી ભાત પડેલી હતી. | |||
“ગયા વર્ષે તો પ્રાંત-સાહેબ પોતે આવવાના હતા, પણ એમનાં મડમસાહેબના કૂતરાને માંદગી આવી પડવાથી મુંબઈ જવું પડ્યું એટલે એમણે દિલગીરીનો કાગળ લખેલો; આ રહ્યો કાગળ–” | |||
એમ કહીને મહારાજે એક ટાઇપ કરેલ કાગળ કાઢ્યો. | |||
“પણ હું તો નહીં આવી શકું, ભાઈ! – માફ કરજો.” દેવનારાયણસિંહે કશો ઉપચાર કર્યા વિના ના પાડી. | |||
“પણ મેં આ ચંદ્રક ઘડાવી રાખ્યો છે, સાહેબ!” | |||
“શાનો?” | |||
“પ્રમુખને પહેરાવવાનો.” | |||
પાશેર રૂપાનો એ ચંદ્રક – જેની વચ્ચે એક સાંતીડું કોતરેલું હતું, ને બીજી બાજુ એક પરબનું માટલું-ડોલચું કંડારેલાં હતાં, તે જોઈને દેવનારાયણસિંહ સ્તબ્ધ બન્યા. | |||
“આ ચંદ્રક પ્રમુખસાહેબોને અર્પણ થાય છે, સાહેબ!” મહારાજે પ્રલોભનને જોરદાર બનાવ્યું. | |||
“આના પૈસા શામાંથી ખર્ચો છો?” | |||
“ફંડમાંથી જ તો, સાહેબ!” | |||
દેવનારાયણસિંહે પોતાનો કચવાટ સંઘરી રાખવા પ્રયત્ન કર્યો. | |||
“વળી હું પણ આર્યસમાજી છું – એટલે આપનો ધર્મબંધુ છું!” | |||
“હું તો નહીં આવી શકું.” | |||
“કેમ?” | |||
“મને તમારી આ પ્રવૃત્તિ વિશે કશી જાણ નથી.” | |||
“આપ કહો તે જાણ કરાવી આપું.” | |||
“કાગળ પરની જાણને હું જાણ નથી કહેતો.” | |||
“આગલા તમામ પ્રમુખ એ જ રીતે આવ્યા છે.” | |||
“હું તેમના જેટલો લાયક ન કહેવાઉં – એટલે લાચાર.” | |||
“એનો અર્થ તો, સાહેબ, એમ થયો કે આપને મારા વિશે કશો વહેમ છે.” મહારાજ કડક બન્યા. | |||
“હું એવું ક્યાં કહું છું? મારે શી નિસ્બત છે?” | |||
“ના, પણ મને ખબર મળેલ છે કે આપની મારા પર મેલી નજર છે જ–” | |||
“હું તમને એટલું બધું મહત્ત્વ આપતો નથી; સમજ્યા, વકીલ?” દેવનારાયણસિંહનો અવાજ ઊંચો થયો. | |||
“નથી આપતા – પણ આપવા જેવું છે.” | |||
દેવકૃષ્ણ મહારાજના એ શબ્દોમાં ડારો હતો કે આગ્રહ હતો તે કળવું કઠિન પડે. પણ એની આંખો ઝીણી બની હતી. એની દેવનારાયણસિંહની સામે તાકી રહેવાની અદા વગડાઉ બિલાડા જેવી હતી. | |||
“આપવા જેવું એટલે? એટલે શું કહેવા માગો છો?” દેવનારાયણનું આવું સ્વરૂપ કોઈક જ વાર પ્રકટ થતું હતું. | |||
“એટલે કે મેં પણ આપને સાચવી લીધા છે.” | |||
“શામાંથી?” | |||
“સુજાનગઢના કારોબારની પ્રસિદ્ધિ કરવામાંથી.” | |||
“તમે છાપાવાળા છો – એમ ને?” | |||
“છાપાવાળાની સત્તાને આપ સમજો છો ને?” | |||
“એની કુસત્તાને પણ સમજું છું. તમે મારા પર એ કુસત્તાનો પ્રયોગ કરવા આવ્યા છો એ વાત પહેલેથી જ કહી નાખી હોત, તો તમારા જેવા જાહેર સેવકનો હું આટલો બધો સમય ન બગાડત.” | |||
“ઠીક, સાહેબ, બગડ્યું છે તે તો હું જ સુધારી લઈશ. બાકી, આપને પ્રમુખસ્થાન સ્વીકારવું હશે તો હજુ મને ખબર મોકલવાનો વખત આપના હાથમાં રહે છે.” | |||
પરોણાની આ છેલ્લી ધૃષ્ટતા અસહ્ય બનતાં દેવનારાયણ ઊઠીને અંદર ચાલ્યા ગયા. | |||
{{Poem2Close}} |
edits