પુરાતન જ્યોત/૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|['''૫''']|}} {{Poem2Open}} ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને...")
 
No edit summary
Line 20: Line 20:
દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :  
દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :  
ગોધન હાલ્યાં જાય,  
ગોધન હાલ્યાં જાય,  
આ નવલખ તારાસૂરજ કેરાં
આ નવલખ તારાસૂરજ કેરાં
ગોધન હાલ્યાં જાય.  
ગોધન હાલ્યાં જાય.  
  એકલ ધરતી ઊભી ભાંભરે
  એકલ ધરતી ઊભી ભાંભરે
વાછરડાં ખવાય.  
વાછરડાં ખવાય.  
સુનમાં ધરતી શોધ કરે રે
સુનમાં ધરતી શોધ કરે રે
વાછરડાં ખોવાય.  
વાછરડાં ખોવાય.  
પ્રથમીનાં વાછરડાં ખવાય,
પ્રથમીનાં વાછરડાં ખવાય,
માતનાં બાળકડાં ખોવાય.  
માતનાં બાળકડાં ખોવાય.  
ઊઠે ગોવાલા! નંદદુલારા!
ઊઠે ગોવાલા! નંદદુલારા!
રજની ખાવા ધાય;  
રજની ખાવા ધાય;  
કાળી રજનીમાં તમ વિણ કાના,
કાળી રજનીમાં તમ વિણ કાના,
કોણ શોધવા જાય?  
કોણ શોધવા જાય?  
ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦  
ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦  
લીલી એક ડાંખળનું લોભી
લીલી એક ડાંખળનું લોભી
ભેખડ ચડી ઊભું બાળ :  
ભેખડ ચડી ઊભું બાળ :  
ઊતરી ન શકે, પગલું ન કરે,
ઊતરી ન શકે, પગલું ન કરે,
હેઠળ જળ ભેંકાર  
હેઠળ જળ ભેંકાર  
ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦  
ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦  
અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં —  

"આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો.  
"આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો.  
26,604

edits