18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
* | * | ||
પણ પછી તો યુવાન નર્યાં શબ્દવાચનથી ન અટકી શક્યો. એણે તો તાલસૂર ઉપાડીને ગાવા માંડ્યું. એના ધીરા ગળામાંથી ખરજનાં હલકદાર મોજાં ઊઠયાં:— | પણ પછી તો યુવાન નર્યાં શબ્દવાચનથી ન અટકી શક્યો. એણે તો તાલસૂર ઉપાડીને ગાવા માંડ્યું. એના ધીરા ગળામાંથી ખરજનાં હલકદાર મોજાં ઊઠયાં:— | ||
{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પેલી ચાંલ્લાવાળી કોણ? | પેલી ચાંલ્લાવાળી કોણ? | ||
Line 41: | Line 41: | ||
ચાં, ચૂં, ને ચપ! | ચાં, ચૂં, ને ચપ! | ||
</poem> | </poem> | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘આ ગીત લગ્નપ્રસંગે ભરવાડ લોકો નૃત્ય કરતાં કરતાં ગાય છે. આ પરવલ્લી એટલે ગરોળી, ગીતમાં ‘ડાલમ ડોલમતી જાય’ એમ કહ્યું, બરાબર એવી જ ગતિએ ગરોળી ચાલતી હોય છે, જાણો છે ને?’ | ‘આ ગીત લગ્નપ્રસંગે ભરવાડ લોકો નૃત્ય કરતાં કરતાં ગાય છે. આ પરવલ્લી એટલે ગરોળી, ગીતમાં ‘ડાલમ ડોલમતી જાય’ એમ કહ્યું, બરાબર એવી જ ગતિએ ગરોળી ચાલતી હોય છે, જાણો છે ને?’ | ||
મારું વિસ્મય શમે તે પહેલાં તો એ જુવાને કૈંક પંક્તિઓ ને જૂજવા ઢાળ એ ફરસબંધીના પથ્થર પર પીરસી દીધા. પછી ઘડી વાર દમ ઘૂંટવાની રાહ પણ જોયા વગર એણે આત્મનિવેદન માંડ્યું : | મારું વિસ્મય શમે તે પહેલાં તો એ જુવાને કૈંક પંક્તિઓ ને જૂજવા ઢાળ એ ફરસબંધીના પથ્થર પર પીરસી દીધા. પછી ઘડી વાર દમ ઘૂંટવાની રાહ પણ જોયા વગર એણે આત્મનિવેદન માંડ્યું : | ||
Line 171: | Line 171: | ||
સ્વામીની સાથે જવાને હરખપદૂડી બનતી બાપડી કોઈ નાની બાળાનો વિનોદ ઉડાવતું એ ગીત કરૂણ અને નર્મ એ બેઉ રસોના સીમાડા પર લહેરાય છે, અને ઉંબર પર મૂકેલા દીવાની જેમ બેઉ બાજુએ અજવાળાં પાડે છે. | સ્વામીની સાથે જવાને હરખપદૂડી બનતી બાપડી કોઈ નાની બાળાનો વિનોદ ઉડાવતું એ ગીત કરૂણ અને નર્મ એ બેઉ રસોના સીમાડા પર લહેરાય છે, અને ઉંબર પર મૂકેલા દીવાની જેમ બેઉ બાજુએ અજવાળાં પાડે છે. | ||
‘ફૂલ ફૂઈટું ને ચાલ્યા ચાકરી હો રાજ!’ ચિત્રનું પ્રતીકપણું મને સોરઠી દુહા પર લઈ જાય છે. આ લોકસાહિત્યે ‘સિમ્બોલિઝમ્’ —પ્રતીક–ની જુક્તિ વડે કેટલું મોટું મેદાન સર કરી કાઢયું છે! ‘સ્નેહ’ શબ્દનો અર્થ પ્રેમ પણ થાય અને તેલ પણ થાય એ તો સંસ્કૃતભાષીઓ સમજે, ને અનેક ઠેકાણે શ્લેષ દ્વારા વાપરે. પણ લોકગીતોમાં એ કોણ જાણે કયી કરામતથી આવી બેઠું : | ‘ફૂલ ફૂઈટું ને ચાલ્યા ચાકરી હો રાજ!’ ચિત્રનું પ્રતીકપણું મને સોરઠી દુહા પર લઈ જાય છે. આ લોકસાહિત્યે ‘સિમ્બોલિઝમ્’ —પ્રતીક–ની જુક્તિ વડે કેટલું મોટું મેદાન સર કરી કાઢયું છે! ‘સ્નેહ’ શબ્દનો અર્થ પ્રેમ પણ થાય અને તેલ પણ થાય એ તો સંસ્કૃતભાષીઓ સમજે, ને અનેક ઠેકાણે શ્લેષ દ્વારા વાપરે. પણ લોકગીતોમાં એ કોણ જાણે કયી કરામતથી આવી બેઠું : | ||
{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
તમે માગેલ તેલ, | તમે માગેલ તેલ, | ||
Line 274: | Line 274: | ||
*સોરઠી લગ્નગીતમાં આ ઉપમાઓ છે, પણ ‘ઠીંગણી’ શબ્દને સ્થાને કાવ્યમય ‘વાંકડી’ શબ્દ છે, અહી તો આ ‘ઠીંગણી’ જેવો અન્યથા રુચિઘાતક શબ્દ જ કેવો સુસ્થાને દીસે છે! | *સોરઠી લગ્નગીતમાં આ ઉપમાઓ છે, પણ ‘ઠીંગણી’ શબ્દને સ્થાને કાવ્યમય ‘વાંકડી’ શબ્દ છે, અહી તો આ ‘ઠીંગણી’ જેવો અન્યથા રુચિઘાતક શબ્દ જ કેવો સુસ્થાને દીસે છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = લોકકવિતાનો પારસમણિ | |||
}} |
edits