18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. ફૂલસોદાગર ને ફૂલવંતી|}} {{Poem2Open}} દરિયાને કાંઠે મહા ગેંદલ શહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
એટલું કહી, શંખલાની માળા લઈ ફૂલસોદાગર ચાલી નીકળ્યો, વહાણમાં ચડી બેઠો, 'શી...યો...રા...મ...! હે... લીયા મા...લેક!' એવા અવાજ દઈ દઈને ખલાસીઓએ લંગર ઉપાડ્યાં. માથે વાવટા ફફડાવતાં ફફડાવતાં બારેય દેવતાઈ વહાણ મોજાંને ચીરતાં ચીરતાં ઊગમણી દિશાએ વહેતાં થયાં. | એટલું કહી, શંખલાની માળા લઈ ફૂલસોદાગર ચાલી નીકળ્યો, વહાણમાં ચડી બેઠો, 'શી...યો...રા...મ...! હે... લીયા મા...લેક!' એવા અવાજ દઈ દઈને ખલાસીઓએ લંગર ઉપાડ્યાં. માથે વાવટા ફફડાવતાં ફફડાવતાં બારેય દેવતાઈ વહાણ મોજાંને ચીરતાં ચીરતાં ઊગમણી દિશાએ વહેતાં થયાં. | ||
મીટ માંડીને ફૂલવંતી જોઈ રહી. આઘે આઘે બારેય વહાણના ધજાગરા પણ જ્યારે પાણી આડા ઢંકાઈ ગયા, ત્યારે ફૂલવંતી ઊંડો એક નિસાસો નાખીને પાછી વળી. કાંઠો ખાવા ધાતો હતો. | મીટ માંડીને ફૂલવંતી જોઈ રહી. આઘે આઘે બારેય વહાણના ધજાગરા પણ જ્યારે પાણી આડા ઢંકાઈ ગયા, ત્યારે ફૂલવંતી ઊંડો એક નિસાસો નાખીને પાછી વળી. કાંઠો ખાવા ધાતો હતો. | ||
[૨] | <center>[૨]</center> | ||
બારેય વહાણ દરિયાની છાતીને માથે બતકો જેવાં રમતાં જાય છે. પવનના પુત્ર હનુમાનજતિની મેહર થઈ છે. એટલે ઊગમણી દિશાના વાયરા શઢમાં સમાતા નથી. એમ આજકાલ કરતાં તો છ મહિના વીતી ગયા. છઠ્ઠા મહિનાની છેલ્લી સાંજ પડી ત્યાં એક ટાપુ પાસે પહોંચ્યા. ઝ ળ ળ ળ ળ ળ! પૂનમનો ચંદ્રમા ઊગી રહ્યો છે. ટાપુમાંથી સુગંધી પવનની લહેરો વાય છે. પંખીના કિળેળટ થાય છે. "વહાણ નાંગરો!" ફૂલસોદાગરે હાકલ કરી. | બારેય વહાણ દરિયાની છાતીને માથે બતકો જેવાં રમતાં જાય છે. પવનના પુત્ર હનુમાનજતિની મેહર થઈ છે. એટલે ઊગમણી દિશાના વાયરા શઢમાં સમાતા નથી. એમ આજકાલ કરતાં તો છ મહિના વીતી ગયા. છઠ્ઠા મહિનાની છેલ્લી સાંજ પડી ત્યાં એક ટાપુ પાસે પહોંચ્યા. ઝ ળ ળ ળ ળ ળ! પૂનમનો ચંદ્રમા ઊગી રહ્યો છે. ટાપુમાંથી સુગંધી પવનની લહેરો વાય છે. પંખીના કિળેળટ થાય છે. "વહાણ નાંગરો!" ફૂલસોદાગરે હાકલ કરી. | ||
ધબોધબ મીંદડીઓ નખાણી. શઢ સંકેલાણા, અને બારેય વહાણ બેટને કાંઠે ઝાડવાં સાથે ભીડી દીધાં. | ધબોધબ મીંદડીઓ નખાણી. શઢ સંકેલાણા, અને બારેય વહાણ બેટને કાંઠે ઝાડવાં સાથે ભીડી દીધાં. | ||
Line 49: | Line 49: | ||
હંસલો કાંઈ બોલ્યો નહિ. તરવાર જેવી એની પાંખોએ સામી દિશાના સૂસવાટાને વાઢતાં વાઢતાં મહેમાનને બેટના વડલા નીચે પહોંચાડી દીધો. | હંસલો કાંઈ બોલ્યો નહિ. તરવાર જેવી એની પાંખોએ સામી દિશાના સૂસવાટાને વાઢતાં વાઢતાં મહેમાનને બેટના વડલા નીચે પહોંચાડી દીધો. | ||
લંગર ઉપાડી, શઢ ચડાવી, 'શી...યો...રા...મ...'ના નાદ ગજાવી, ખલાસીઓએ વહાણ હંકારી મૂક્યાં. | લંગર ઉપાડી, શઢ ચડાવી, 'શી...યો...રા...મ...'ના નાદ ગજાવી, ખલાસીઓએ વહાણ હંકારી મૂક્યાં. | ||
[૩] | <center>[૩]</center> | ||
પ્રભાતનાં પંખી બોલ્યાં ને ફૂલસોદાગરને ઘેરે ફૂલસોદાગરની ખૂંધાળી બહેન જાગી. જુએ તો વાસીદું વાળેલું નહિ, વાસણ માંજેલા નહિ, અને પાણીના ગોળા ઠાલા ઠણકે છે. | પ્રભાતનાં પંખી બોલ્યાં ને ફૂલસોદાગરને ઘેરે ફૂલસોદાગરની ખૂંધાળી બહેન જાગી. જુએ તો વાસીદું વાળેલું નહિ, વાસણ માંજેલા નહિ, અને પાણીના ગોળા ઠાલા ઠણકે છે. | ||
“વા...હ! મોટી બાદશાજાદી હજુયે જાગી નથી કે!" એમ કહીને ખૂંધાળી નણંદ ભોજાઈના ઓરડાની તરડમાંથી જુએ છે. ઓરડામાં એણે શું જોયું? | “વા...હ! મોટી બાદશાજાદી હજુયે જાગી નથી કે!" એમ કહીને ખૂંધાળી નણંદ ભોજાઈના ઓરડાની તરડમાંથી જુએ છે. ઓરડામાં એણે શું જોયું? | ||
Line 60: | Line 60: | ||
સ્વામીનાથનાં સોણાંમાંથી સતી જાગી. જુએ ત્યાં સાવરણીની તડાપીટ : સાત સાત ખાસડાંના માર : પાડોશણના ઘેરેઘેરા : કાળો કળેળાટ બોલે છે. કાગડીઓ જાણે મેનાને પીંખે છે. | સ્વામીનાથનાં સોણાંમાંથી સતી જાગી. જુએ ત્યાં સાવરણીની તડાપીટ : સાત સાત ખાસડાંના માર : પાડોશણના ઘેરેઘેરા : કાળો કળેળાટ બોલે છે. કાગડીઓ જાણે મેનાને પીંખે છે. | ||
“નણદીબા! નણદીબા! મારો કાંઈ વાંક? કાંઈ ગુનો?” | “નણદીબા! નણદીબા! મારો કાંઈ વાંક? કાંઈ ગુનો?” | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મેલ્યા દાદા ને મેલી માવડી | મેલ્યા દાદા ને મેલી માવડી | ||
મેલ્યા સૈરું કેરા સાથ જો. | મેલ્યા સૈરું કેરા સાથ જો. | ||
Line 73: | Line 75: | ||
મેં શું કરડ્યાં એનાં થાન જો! | મેં શું કરડ્યાં એનાં થાન જો! | ||
પણ એના વિલાપ કોણ સાંભળે? | પણ એના વિલાપ કોણ સાંભળે? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
નણંદે ભોકાઈના ચીર ચીરી નાખ્યાં, ગુણપાટનું ઓઢણું ઓઢાડ્યું, ચોટલો ઝાલીને બારણે કાઢી, કહ્યું: "જા રાંડ કુલટા! જંગલમાં જઈને ઝુમ્મર બાળજે, વેણી ઓળજે ને કાજળ આંજજે!” | નણંદે ભોકાઈના ચીર ચીરી નાખ્યાં, ગુણપાટનું ઓઢણું ઓઢાડ્યું, ચોટલો ઝાલીને બારણે કાઢી, કહ્યું: "જા રાંડ કુલટા! જંગલમાં જઈને ઝુમ્મર બાળજે, વેણી ઓળજે ને કાજળ આંજજે!” | ||
ફૂલવંતી સમજી ગઈ. હાય! સ્વામીનાથ માને અને બેનને મળવું ભૂલ્યા. કોની સાક્ષી આપું? શી રીતે પારખું કરાવું? | ફૂલવંતી સમજી ગઈ. હાય! સ્વામીનાથ માને અને બેનને મળવું ભૂલ્યા. કોની સાક્ષી આપું? શી રીતે પારખું કરાવું? | ||
બોલી નહિ. ચાલી નહિ. નણંદના ધક્કા ખાતી ખાતી, ધૂળમાં રોળાતી રોળાતી, રોતી રોતી, રણવગડાને રસ્તે ચાલી. | બોલી નહિ. ચાલી નહિ. નણંદના ધક્કા ખાતી ખાતી, ધૂળમાં રોળાતી રોળાતી, રોતી રોતી, રણવગડાને રસ્તે ચાલી. | ||
[૪] | <center>[૪]</center> | ||
પદમના ફૂલ જેવી પાનીઓ રસ્તે ચિરાય છે. ચંપાની કળી જેવી આંગળીઓમાં કાંટા પરોવાય છે. વાસુકિ નાગ જેવો ચોટલો ઝાળાં-ઝાંખરામાં અટવાય છે. રેશમ શી સુંવાળી કાયા ઝરડ! ઝરડ! ઉઝરડાય છે. આંસુડે ડૂબેલી આંખોને રસ્તો સૂઝતો નથી. તોયે ફૂલવંતી ચાલી જાય છે. ચાલી જ જાય છે. | પદમના ફૂલ જેવી પાનીઓ રસ્તે ચિરાય છે. ચંપાની કળી જેવી આંગળીઓમાં કાંટા પરોવાય છે. વાસુકિ નાગ જેવો ચોટલો ઝાળાં-ઝાંખરામાં અટવાય છે. રેશમ શી સુંવાળી કાયા ઝરડ! ઝરડ! ઉઝરડાય છે. આંસુડે ડૂબેલી આંખોને રસ્તો સૂઝતો નથી. તોયે ફૂલવંતી ચાલી જાય છે. ચાલી જ જાય છે. | ||
આંસુડે માટી ભિંજાઈને ગારો થઈ ગઈ. માથાં પછાડી પછાડીને શિલાઓ તોડી નાખી. સાત સાત મહિના એમ વીત્યા ત્યારે ઝાડવાંમાંથી પંખીડાં બોલ્યાં કે 'સોદાગરની અસ્ત્રી! આ શું કરી રહી છો! વિચાર વિચાર, તારા ઉદરમાં તો રાજતેજના ઓધાન રહ્યાં છે.' | આંસુડે માટી ભિંજાઈને ગારો થઈ ગઈ. માથાં પછાડી પછાડીને શિલાઓ તોડી નાખી. સાત સાત મહિના એમ વીત્યા ત્યારે ઝાડવાંમાંથી પંખીડાં બોલ્યાં કે 'સોદાગરની અસ્ત્રી! આ શું કરી રહી છો! વિચાર વિચાર, તારા ઉદરમાં તો રાજતેજના ઓધાન રહ્યાં છે.' | ||
Line 94: | Line 98: | ||
એક ડાળી ભાંગીને જોગણે કહ્યું: "લે ભાઈ, આ ચંદણ કોઈ સાચા સોદાગરને જઈને વેચજે. લેનારની સાથે ભાવ- તાલ ઠેરવીશ મા. જે આપે તે લઈને મારી પાસે આવજે.” | એક ડાળી ભાંગીને જોગણે કહ્યું: "લે ભાઈ, આ ચંદણ કોઈ સાચા સોદાગરને જઈને વેચજે. લેનારની સાથે ભાવ- તાલ ઠેરવીશ મા. જે આપે તે લઈને મારી પાસે આવજે.” | ||
હાથમાં કુહાડો અને માથે ચંદનનું કાષ્ઠ. કઠિયારો છૂટ્યો. સોદાગરને ગોતતો ચાલ્યો. ગામેગામ પાટકે, પણ ચંદનનો મૂલવનારો સોદાગર ક્યાંથી ભેટે? | હાથમાં કુહાડો અને માથે ચંદનનું કાષ્ઠ. કઠિયારો છૂટ્યો. સોદાગરને ગોતતો ચાલ્યો. ગામેગામ પાટકે, પણ ચંદનનો મૂલવનારો સોદાગર ક્યાંથી ભેટે? | ||
[૫] | <center>[૫]</center> | ||
સવાર થયું. બપોર ચડ્યા. આજ કઠિયારો ઘરે કાં ન આવે? રોટલા ઠરી ગયા. ખરા બપોરનાં ગધેડાં ભૂંકવા માંડ્યાં. કઠિયારણે ભાત શીંકે ચડાવ્યું. નીકળી ગોતવા. 'પીટ્યા કઠિયારા! એ રોયા કઠિયારા!' એવા સાદ પાડે, પણ હોંકારો કોણ આપે? | સવાર થયું. બપોર ચડ્યા. આજ કઠિયારો ઘરે કાં ન આવે? રોટલા ઠરી ગયા. ખરા બપોરનાં ગધેડાં ભૂંકવા માંડ્યાં. કઠિયારણે ભાત શીંકે ચડાવ્યું. નીકળી ગોતવા. 'પીટ્યા કઠિયારા! એ રોયા કઠિયારા!' એવા સાદ પાડે, પણ હોંકારો કોણ આપે? | ||
એકાએક ઝાડને છાંયડે ઝૂંપડી અને ઝૂંપડીને બારણે કોઈ જોગણ જોઈ. છાલના લૂગડાં : આંખો આંજે એવાં રૂપ : પૂરા મહિના જાતા હોય એવું ઓદર : જાણે ઈંડા મેલવાની તૈયારી કરતી ઢેલડી : વગડામાં જ્યોત છવાઈ ગઈ છે. | એકાએક ઝાડને છાંયડે ઝૂંપડી અને ઝૂંપડીને બારણે કોઈ જોગણ જોઈ. છાલના લૂગડાં : આંખો આંજે એવાં રૂપ : પૂરા મહિના જાતા હોય એવું ઓદર : જાણે ઈંડા મેલવાની તૈયારી કરતી ઢેલડી : વગડામાં જ્યોત છવાઈ ગઈ છે. | ||
Line 124: | Line 128: | ||
ચોર બિચારા શું કરે? ગાંગલી માશી ડાકણ હતી, આંખે પાટા બાંધીને ચોરોએ માની ગોદમાં ઊંઘતા છોકરાને ઉપાડ્યો. ચૌદ ચોર, ગાંગલી માશી અને કઠિયારણ ભાગ્યાં. | ચોર બિચારા શું કરે? ગાંગલી માશી ડાકણ હતી, આંખે પાટા બાંધીને ચોરોએ માની ગોદમાં ઊંઘતા છોકરાને ઉપાડ્યો. ચૌદ ચોર, ગાંગલી માશી અને કઠિયારણ ભાગ્યાં. | ||
વગડામાં પ્રગટેલો દીવો ઓલવાઈ ગયો. પશુ-પંખી પોકાર પાડવા માંડ્યા. ઝાડ માથેથી પાંદડા ઝરી પડ્યાં. | વગડામાં પ્રગટેલો દીવો ઓલવાઈ ગયો. પશુ-પંખી પોકાર પાડવા માંડ્યા. ઝાડ માથેથી પાંદડા ઝરી પડ્યાં. | ||
[૬] | <center>[૬]</center> | ||
સુવાવડી ફૂલવંતીને શુદ્ધબુદ્ધ આવી. પેટમાં આગના ભડકા બળે છે. ઊઠીને મા પોતાના પડખામાં જુએ તો, હાય હાય, દીકરો ક્યાં? | સુવાવડી ફૂલવંતીને શુદ્ધબુદ્ધ આવી. પેટમાં આગના ભડકા બળે છે. ઊઠીને મા પોતાના પડખામાં જુએ તો, હાય હાય, દીકરો ક્યાં? | ||
દીકરા વિના માતા આંધળી બની, સાન ભૂલી, બહાવરી થઈને ભાગી. ઝાડવે ઝાડવે ગોતતી ભાગી. વગડો ગજાવી મેલ્યો. પશુ-પંખી સમજ્યાં કે અગ્નિની જીવતી ઝાળ દોડી જાય છે. વિલાપ કરતી જાય છે કે — | દીકરા વિના માતા આંધળી બની, સાન ભૂલી, બહાવરી થઈને ભાગી. ઝાડવે ઝાડવે ગોતતી ભાગી. વગડો ગજાવી મેલ્યો. પશુ-પંખી સમજ્યાં કે અગ્નિની જીવતી ઝાળ દોડી જાય છે. વિલાપ કરતી જાય છે કે — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કિયે જનમારે મોરી માવડી | કિયે જનમારે મોરી માવડી | ||
મેં તો કિધાં આવડાં પાપ જો, | મેં તો કિધાં આવડાં પાપ જો, | ||
Line 139: | Line 145: | ||
આજે એ પાતક મુજને લાગિયાં | આજે એ પાતક મુજને લાગિયાં | ||
મારું ચોરાણું રતન જો! | મારું ચોરાણું રતન જો! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ચોધાર રોતી ફૂલવંતી છૂટી. દોડી, દોડી, દોડી; પહાડ, ખીણ, કોતર, જોતી ગઈ, દરિયાને કાંઠે જાતી થંભી. ઊંચે આભ, નીચે પાણી, ચોગમ પવન! બીજું કોઈ ન મળે. દોડીને પાણીમાં ધૂબકો માર્યો. ઘડીવારમાં તો એને માથે મોજાં ફરી વળ્યાં. | ચોધાર રોતી ફૂલવંતી છૂટી. દોડી, દોડી, દોડી; પહાડ, ખીણ, કોતર, જોતી ગઈ, દરિયાને કાંઠે જાતી થંભી. ઊંચે આભ, નીચે પાણી, ચોગમ પવન! બીજું કોઈ ન મળે. દોડીને પાણીમાં ધૂબકો માર્યો. ઘડીવારમાં તો એને માથે મોજાં ફરી વળ્યાં. | ||
બરાબર એ જ ટાણે આઘે આઘે દરિયાની અંદર, ફૂલસોદાગરના વહાણ હાલ્યાં જાતાં હતાં, તેમાં ફૂલસોદાગરને ગળે પહેરેલી માળા સરકી ગઈ. એકસો ને આઠ શંખલા દરિયાનાં નીરમાં ડૂબી ગયા! | બરાબર એ જ ટાણે આઘે આઘે દરિયાની અંદર, ફૂલસોદાગરના વહાણ હાલ્યાં જાતાં હતાં, તેમાં ફૂલસોદાગરને ગળે પહેરેલી માળા સરકી ગઈ. એકસો ને આઠ શંખલા દરિયાનાં નીરમાં ડૂબી ગયા! | ||
[૭] | <center>[૭]</center> | ||
રાતનો છેલ્લો પહોર છે. ચોકીદાર ઊંઘે છે. ચૌદ ચોરને રવાના કરીને ગાંગલી અને કઠિયારણ રાજમહેલમાં પેઠાં. રાણી-વાસમાં રાણીને મુવેલો દીકરો અવતર્યો છે. રાણી યે મરી ગયેલી છે. કોઈને ખબર નથી. | રાતનો છેલ્લો પહોર છે. ચોકીદાર ઊંઘે છે. ચૌદ ચોરને રવાના કરીને ગાંગલી અને કઠિયારણ રાજમહેલમાં પેઠાં. રાણી-વાસમાં રાણીને મુવેલો દીકરો અવતર્યો છે. રાણી યે મરી ગયેલી છે. કોઈને ખબર નથી. | ||
કાખલી કૂટતી કૂટતી ગાંગલી બોલી: "કઠિયારણ, એલી કઠિયારણ, ઝટ કર! તું રાણી, ને આ છોકરો રાજકુંવર! ભારી લાગ આવ્યો.” | કાખલી કૂટતી કૂટતી ગાંગલી બોલી: "કઠિયારણ, એલી કઠિયારણ, ઝટ કર! તું રાણી, ને આ છોકરો રાજકુંવર! ભારી લાગ આવ્યો.” | ||
Line 152: | Line 160: | ||
“સાચી વાત! સાચી વાત!” | “સાચી વાત! સાચી વાત!” | ||
માણસોએ તો માની લીધું. કઠિયારણ રાણી થઈ બેઠી. કુંવરનું નામ પડ્યું રાજતેજ. રાજતેજ મોટો થાય છે. છીંક ખાય ત્યાં તો મોતી ખરે છે. ભણી ગણી બાજંદો થાય છે. રાજકચેરીમાં આવે-જાય છે. | માણસોએ તો માની લીધું. કઠિયારણ રાણી થઈ બેઠી. કુંવરનું નામ પડ્યું રાજતેજ. રાજતેજ મોટો થાય છે. છીંક ખાય ત્યાં તો મોતી ખરે છે. ભણી ગણી બાજંદો થાય છે. રાજકચેરીમાં આવે-જાય છે. | ||
[૮] | <center>[૮]</center> | ||
દરિયામાં જે દી ફૂલસોદાગરના ગળામાંથી શંખલાંની માળા પડી ગઈ, તે દીથી સોદાગર એની ફૂલવંતીને વીસર્યો છે. પગ ઉપર પગ ચડાવી વહાણની અગાસીએ બેઠો બેઠો દેશદેશાવર રોજગાર કરે છે. એને ઘરબાર સાંભરતાં નથી. | દરિયામાં જે દી ફૂલસોદાગરના ગળામાંથી શંખલાંની માળા પડી ગઈ, તે દીથી સોદાગર એની ફૂલવંતીને વીસર્યો છે. પગ ઉપર પગ ચડાવી વહાણની અગાસીએ બેઠો બેઠો દેશદેશાવર રોજગાર કરે છે. એને ઘરબાર સાંભરતાં નથી. | ||
શંખલાની માળા ડૂબવા મંડી. એકસો આઠ શંખલાંને ફૂલવંતીના આંસુડાંમાં ભિંજાયે ઘણાં વરસ વીતેલાં. આજ વળી ખારાં નીર ખાધાં. એટલે માળાનો ભાર વધ્યો. ડૂબતી ડૂબતી માળા તો તળિયે પહોંચી. | શંખલાની માળા ડૂબવા મંડી. એકસો આઠ શંખલાંને ફૂલવંતીના આંસુડાંમાં ભિંજાયે ઘણાં વરસ વીતેલાં. આજ વળી ખારાં નીર ખાધાં. એટલે માળાનો ભાર વધ્યો. ડૂબતી ડૂબતી માળા તો તળિયે પહોંચી. | ||
Line 161: | Line 169: | ||
એક દિવસ હંસ સમુદ્રમાં ગયો છે. હંસી ચારો લેવા ગઈ છે. એવે વાંસેથી બચ્ચાં વઢ્યાં. માળાનાં તરણાં વીંખાણાં અને શંખલાની માળા નીચે સરી પડી. | એક દિવસ હંસ સમુદ્રમાં ગયો છે. હંસી ચારો લેવા ગઈ છે. એવે વાંસેથી બચ્ચાં વઢ્યાં. માળાનાં તરણાં વીંખાણાં અને શંખલાની માળા નીચે સરી પડી. | ||
ધનુષધારી રાજા રાજતેજ ઘોડે ચડીને શિકારે નીકળ્યો છે. ત્યાં વડલાની નીચે એણે માળા દેખી. આહાહાહા! આ તો શંખની માળા! કોટે પહેરીને કુંવર પાછો ગયો. માળા પહેરતાં જ કુંવરની છાતી ઠરીને હિમ કાં થઈ ગઈ? | ધનુષધારી રાજા રાજતેજ ઘોડે ચડીને શિકારે નીકળ્યો છે. ત્યાં વડલાની નીચે એણે માળા દેખી. આહાહાહા! આ તો શંખની માળા! કોટે પહેરીને કુંવર પાછો ગયો. માળા પહેરતાં જ કુંવરની છાતી ઠરીને હિમ કાં થઈ ગઈ? | ||
[૯] | <center>[૯]</center> | ||
માથે ચંદણની ડાળ મેલીને કઠિયારો આથડે છે. પણ એવો કોઈ સોદાગર ન મળે કે જે ચંદણના મૂલ મૂલવે. ભમતાં, ભમતાં, બાર વરસે એક બંદર ઉપર બાર વહાણ ઠલવાતાં ભાળ્યાં, સોનેરી લૂગડે સોદાગર ભાળ્યો. સોદાગર પૂછે છે કે "શું છે ભાઈ?” | માથે ચંદણની ડાળ મેલીને કઠિયારો આથડે છે. પણ એવો કોઈ સોદાગર ન મળે કે જે ચંદણના મૂલ મૂલવે. ભમતાં, ભમતાં, બાર વરસે એક બંદર ઉપર બાર વહાણ ઠલવાતાં ભાળ્યાં, સોનેરી લૂગડે સોદાગર ભાળ્યો. સોદાગર પૂછે છે કે "શું છે ભાઈ?” | ||
“જોગમાયાએ વાઢી દીધેલી ચંદણની ડાળ છે. શેઠિયા, મત્યા હોય તો મૂલવજો.” | “જોગમાયાએ વાઢી દીધેલી ચંદણની ડાળ છે. શેઠિયા, મત્યા હોય તો મૂલવજો.” | ||
Line 175: | Line 183: | ||
રાજનગરીની નદીના આરા માથે ટણણં! ટણણં! ડંકા વાગ્યા, બારેય વહાણનાં લંગર પડ્યાં. મોખરે સોનેરી લૂગડે સોદાગર બેઠો છે. | રાજનગરીની નદીના આરા માથે ટણણં! ટણણં! ડંકા વાગ્યા, બારેય વહાણનાં લંગર પડ્યાં. મોખરે સોનેરી લૂગડે સોદાગર બેઠો છે. | ||
"હાં, કોઈ છે કે?” | |||
“એક કહેતાં એકવીસ, મહારાજ!” | “એક કહેતાં એકવીસ, મહારાજ!” | ||
“આપણે પાદર આ ડંકા કોના? એવો બે માથાળો છે કોણ? બાંધીને હાજર કરો!” | “આપણે પાદર આ ડંકા કોના? એવો બે માથાળો છે કોણ? બાંધીને હાજર કરો!” | ||
Line 187: | Line 195: | ||
પણ રાજકુંવરની આંખમાં આજે આંસુડાં કેમ આવ્યાં? આજ કચારીમાંથી એનું અંતર કેમ ઊઠી ગયું? | પણ રાજકુંવરની આંખમાં આજે આંસુડાં કેમ આવ્યાં? આજ કચારીમાંથી એનું અંતર કેમ ઊઠી ગયું? | ||
“કોટવાળ! આજ કચેરી બરખાસ્ત કરો!” | “કોટવાળ! આજ કચેરી બરખાસ્ત કરો!” | ||
[૧૦] | <center>[૧૦]</center> | ||
પણે દરિયામાં પડેલી ફૂલવંતીનું શું થયું? | પણે દરિયામાં પડેલી ફૂલવંતીનું શું થયું? | ||
બાર બાર વરસ સુધી બિચારીને પાતાળમાં નીંદર આવી ગઈ. નાગપદમણીની દીકરીઓ એને વિંટળાઈને વીંજણા ઢોળતી, અગર-ચંદનના લેપ કરતી, અને અમીની અંજળી છાંટતી બેસી રહી. એકેક વરસ વીતે અને ઊંઘમાંથી ઝબકીને 'સોદાગાર! સોદાગર!' ' રાજતેજ! રાજતેજ!' એવા સાદપાડે, વળી પાછી પોઢી જાય. | બાર બાર વરસ સુધી બિચારીને પાતાળમાં નીંદર આવી ગઈ. નાગપદમણીની દીકરીઓ એને વિંટળાઈને વીંજણા ઢોળતી, અગર-ચંદનના લેપ કરતી, અને અમીની અંજળી છાંટતી બેસી રહી. એકેક વરસ વીતે અને ઊંઘમાંથી ઝબકીને 'સોદાગાર! સોદાગર!' ' રાજતેજ! રાજતેજ!' એવા સાદપાડે, વળી પાછી પોઢી જાય. | ||
Line 212: | Line 220: | ||
પણ આ શિલા નીચે કોણ રુવે છે? | પણ આ શિલા નીચે કોણ રુવે છે? | ||
બાર વર્ષે મારો બેટડો મળિયો, | બાર વર્ષે મારો બેટડો મળિયો, | ||
હૈયાનાં ધાવણ હાલ્યાં જાય જો; | |||
પોઢો પોઢો રે પુતર છેલ્લી આ વારના, | |||
માતાનો જીવડો નો રોકાય જો. | |||
પ્રધાનનો પુતર, વજીરનો પુતર, કોટવાળનો પુતર ચકિત થઈને સાંભળે છે. "આ તો બહરી કૌતક, ભાઈ! કાલ્ય સોદાગર આવ્યો, કહે છે કે 'હું કુંવરનો બાપ!" આજ વળી શિલા રુવે છે કે 'હું કુંવરની મા!' ચાલો રાજકુંવરને જગાડો. ” | પ્રધાનનો પુતર, વજીરનો પુતર, કોટવાળનો પુતર ચકિત થઈને સાંભળે છે. "આ તો બહરી કૌતક, ભાઈ! કાલ્ય સોદાગર આવ્યો, કહે છે કે 'હું કુંવરનો બાપ!" આજ વળી શિલા રુવે છે કે 'હું કુંવરની મા!' ચાલો રાજકુંવરને જગાડો. ” | ||
રાજકુંવર જાગ્યો: "મા! મા! માડી!” | રાજકુંવર જાગ્યો: "મા! મા! માડી!” | ||
Line 221: | Line 229: | ||
પચાસ મણની શિલા! કોનાથી ઊપડે? | પચાસ મણની શિલા! કોનાથી ઊપડે? | ||
રાજતેજની ટચલી આંગલી જ અડી, ત્યાં શિલા ફૂલની માફક ઊઘડી : હેઠળ જુએ ત્યાં જનેતા સૂતેલી. માના થાનેલામાંથી ધાર છૂટી. | |||
'મા! મા! મા!' કહેતો કુંવર માતાને બાઝી પડ્યો. પોતાને ખભે બેસાડીને દરબારમાં તેડી ગયો. દોડ્યો પોતાની કઠિયારણ માની પાસે. | 'મા! મા! મા!' કહેતો કુંવર માતાને બાઝી પડ્યો. પોતાને ખભે બેસાડીને દરબારમાં તેડી ગયો. દોડ્યો પોતાની કઠિયારણ માની પાસે. | ||
“માડી બોલો! મારી સાચી મા કોણ?” | “માડી બોલો! મારી સાચી મા કોણ?” | ||
Line 237: | Line 245: | ||
કઠિયારણ તો ધણી વાર સુધી ઊભી થઈ રહી. પણ ધાવણ શેનાં ફૂટે! | કઠિયારણ તો ધણી વાર સુધી ઊભી થઈ રહી. પણ ધાવણ શેનાં ફૂટે! | ||
"રાણીમાતા, બસ કરો!" વજીરના પુતરે હાકલ મારી. | |||
કઠિયારણ તો કા...ળી...મશ! | કઠિયારણ તો કા...ળી...મશ! | ||
પછી આવી ફૂલવંતી. કાયામાં ટીપું લોહી નથી. હૈયામાં છાંટો હરખ નથી. પણ સિંહાસને બેઠેલા બેટડાની સામે છાતી ખોલીને જ્યાં ઊભી રહી ત્યા તો? — | પછી આવી ફૂલવંતી. કાયામાં ટીપું લોહી નથી. હૈયામાં છાંટો હરખ નથી. પણ સિંહાસને બેઠેલા બેટડાની સામે છાતી ખોલીને જ્યાં ઊભી રહી ત્યા તો? — | ||
Line 244: | Line 252: | ||
સાંભળીને સભા સૂનમૂન! સૌનાં માથાં ધરતી સામાં ઢળ્યાં. સહુને મોઢે મશ વળી. ફૂલવંતી માથે જાણે શિલા પડી. પાષાણની જાણે પૂતલી! પણ એ શું બોલે? શી રીતે સમજાવે? રાજતેજના ઓધાનની વાત બહાર પાડવાની સ્વામીનાથ ના પાડી ગયા છે! ફૂલવંતી બેશુદ્ધ બનીને ઢળી પડી. | સાંભળીને સભા સૂનમૂન! સૌનાં માથાં ધરતી સામાં ઢળ્યાં. સહુને મોઢે મશ વળી. ફૂલવંતી માથે જાણે શિલા પડી. પાષાણની જાણે પૂતલી! પણ એ શું બોલે? શી રીતે સમજાવે? રાજતેજના ઓધાનની વાત બહાર પાડવાની સ્વામીનાથ ના પાડી ગયા છે! ફૂલવંતી બેશુદ્ધ બનીને ઢળી પડી. | ||
બરોબર એ જ ટાણે, સાત સાત સમુદ્ર વીંધીને ફૂલસોદાગરના ઉપકારી હંસરાજાએ પાંખો ફફડાવી. પલકવારમાં એના કિલકિલાટ નગરીના આભમાં ગાજ્યા. ફૂલવંતીના શિયળની સાખ દેનારો પંખીડો આવી પહોંચ્યો. કચેરીનાં નેવાંને માથે બેસીને હંસલે માનવીની ભાષામાં ગીત ઉપાડ્યું — | બરોબર એ જ ટાણે, સાત સાત સમુદ્ર વીંધીને ફૂલસોદાગરના ઉપકારી હંસરાજાએ પાંખો ફફડાવી. પલકવારમાં એના કિલકિલાટ નગરીના આભમાં ગાજ્યા. ફૂલવંતીના શિયળની સાખ દેનારો પંખીડો આવી પહોંચ્યો. કચેરીનાં નેવાંને માથે બેસીને હંસલે માનવીની ભાષામાં ગીત ઉપાડ્યું — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ફૂલસોદાગરની અસતરી ને[૧] | ફૂલસોદાગરની અસતરી ને[૧] | ||
એના ફૂલવંતી નામ જો, | એના ફૂલવંતી નામ જો, | ||
Line 291: | Line 301: | ||
એની પંખી પૂરે શાખ જો." | એની પંખી પૂરે શાખ જો." | ||
એટલું ગાઈને હંસલો ઊડી ગયો. | એટલું ગાઈને હંસલો ઊડી ગયો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
દેવવાણી! દેવવાણી! દેવવાણી! એમ નગર ગાજી ઊઠ્યું. કારાગૃહમાં જઈને રાજતેજ બાપને પગે પડ્યો. દેવડીએ નોબતો ગગડી. | દેવવાણી! દેવવાણી! દેવવાણી! એમ નગર ગાજી ઊઠ્યું. કારાગૃહમાં જઈને રાજતેજ બાપને પગે પડ્યો. દેવડીએ નોબતો ગગડી. | ||
[૧૧] | <center>[૧૧]</center> | ||
દીકરો સાંપડ્યો તો યે સોદાગરને જંપ નથી. અરેરે, મારી દુખિયારી ફૂલવંતી ક્યાં હશે? એના વગર જનમારો કેમ જાશે? | દીકરો સાંપડ્યો તો યે સોદાગરને જંપ નથી. અરેરે, મારી દુખિયારી ફૂલવંતી ક્યાં હશે? એના વગર જનમારો કેમ જાશે? | ||
Line 315: | Line 327: | ||
૧. આ ગીત નવું રચીને મૂકેલ છે. — લેખક | ૧. આ ગીત નવું રચીને મૂકેલ છે. — લેખક | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪. વીરોજી | |||
}} |
edits