બે દેશ દીપક/ધંધાની શોધમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ધંધાની શોધમાં|}}")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ધંધાની શોધમાં|}}
{{Heading|ધંધાની શોધમાં|}}
{{Poem2Open}}
અભ્યાસ તો મારા કિસ્મતમાં નહોતો. કેમકે વારંવાર હું નાપાસ પડ્યો, દુર્ગુણોમાં ડુબ્યો અને ગૃહસંસારી બન્યો હતો. મારા પિતાની વગથી મને કમીશ્નરે તહસીલદારીમાં મૂક્યો. પણ ત્યાં તો મારા મગજની સ્વતંત્રતાને આઘાત દેનારો એક બનાવ બન્યો. અમારી હદમાં ગોરાઓની ફોજનો મુકામ થવાનો હતો ને મારે તેનો બંદોબસ્ત કરવા જવું પડ્યું. વેપારીઓ મારી પાસે રોતા રોતા આવ્યા કે લશ્કરવાળાઓ પૈસા ચૂકવ્યા વગર ઈંડાં લૂંટી ગયા! મેં જઈને કર્નલને કહી દીધું કે જો આ ગરીબોના પૈસા નહિ ચુકાવો તો હું હમણાં ને હમણાં દુકાનો ઉઠાવી લેવરાવીશ.'
ત્યાં તો કર્નલ ભભૂક્યો “you will do it at your peril; what do you mean by being impertinent?” [એમ કરીશ તો તું જોખમમાં આવી પડીશ. આટલી બધી ઉદ્ધતાઈને શો સબબ છે?]
હું પણ ન રહી શક્યો. મે રોકડું સંભળાવ્યું કે ‘I am taking away my men, I cannot bear this insult. you may do your worst.' [મારાં માણસોને લઈને હું તો આ ચાલ્યો, તારાં અપમાન મારાથી નહિ સહેવાય, તારાથી થાય તે કરી લેજે!]
આટલું સાંભળતા જ કર્નલ આગળ ધસ્યો. એટલે મેં મારા હાથનો ચાબુક ઉગામ્યો. એ પાછો હટી ગયો. હું ઘોડે ચડી ચાલ્યો આવ્યો. આવીને તહસીલદારને વાત કહી. એના ટાંટીઆ તો ધ્રુજવા લાગ્યા. પણ હું તો અંગ્રેજી રીપોર્ટ લખીને પહેાંચ્યો કલેક્ટર પાસે. જાઉં ત્યાં તો કર્નલ પણ બેઠેલો હતો. કલેક્ટરે મને ધમકી દેવા માંડી. મને ખુરશી પણ ન આપી. મારો રીપોર્ટ વાંચીને મને હુકમ કર્યો કે ‘કર્નલની માફી માગ, નહિ તો તારી સામે પગલાં લેવાશે.'
જવાબમાં હું સાહેબને સલામ કરીને ચુપચાપ ચાલી નીકળ્યો. તુરત કમીશ્નર સાહેબનો સ્વાર મને બોલાવવા આવ્યો, મેં જઈને એમને બધી કથની સંભળાવી અને વિનવ્યું કે ‘આવી નોકરીથી હું ધરાઈ ગયો. હવે મને રજા આપો.'
કમીશ્નરે કલેક્ટરનો હુકમ રદ કર્યો, મને નિર્દોષ ઠરાવ્યો અને નાખુશી સાથે મારું રાજીનામું સ્વીકાર્યું.
બસો રૂપિયા મેં મારા પગારમાંથી બચાવ્યા હતા તે મારી દેવીનાં કડાંના વેચાણની જે રકમની બચત પડી હતી તેમાં ભેળવીને મેં પિતાજીની પાસે ધરી દીધાં, અને કડાં વેચ્યાની તમામ કથની એમને સંભળાવી દીધી. પિતાજી મારા સત્ય પર પ્રસન્ન થઈને બેાલ્યા ‘તું તો નાસ્તિક છે ને! નાસ્તિક તે કદી આવો સાચો હેાય?'
દેવીનાં કડાં ફરીવાર હતાં તેવાં ને તેવાં કરાવી દઈ હું પત્નીના ઋણથી મુક્ત થયો. અને હવે તો મારા બેાજાની ચિંતાથી પિતાજીને મુકત કરવા માટે હું વ્યવસાય શોધવા લાગ્યો. એક મિત્રની સલાહથી, ઘેરથી રૂ. ૬૦૦ લઈને લાહોર ગયો. ત્યાં દુકાન ખોલી. મિત્ર મેનેજર બન્યા. ખર્ચ પર ખર્ચ તો ચડવા લાગ્યું, પણ વેચાણ ન મળે. મિત્રની શીખવણી હતી કે વિલાયતી દારૂનું લાઈસન્સ લઈએ એટલે દારૂમાંથી સારી પેઠે નફો રહેશે! દારૂના પરવાના માટે હું ડે. કમીશ્નરને વિનતિપત્ર લખવા બેઠો. પણ લખતાં લખતાં લજજા છુટી. અરજી અડધી લખીને જ ફાડી નાખી દુકાન સંકેલી લીધી. રૂ. ૨૫૦ વધ્યા, મનમાં થયું કે “સસ્તામાં જ છુટ્યો!” ફરીવાર નોકરીના સંકલ્પો જાગ્યા. બબ્બે ત્રણ ત્રણ દિવસે નોકરી માટે અરજી લખીને ફાડી નાખતો, અંગ્રેજ સરકારની નોકરી પરથી ઊઠેલું દિલ કોઈ દેશી રજવાડા તરફ દોડ્યું, પણ ત્યાં તો અંદરથી અવાજ સાંભળ્યો કે ‘ત્યાં તો બ્રિટિશ રાજ્યથી યે અધિક ગુલામી છે.'
એ સંકલ્પ છોડી દીધો. મુખતીઆર (વકીલ)ની પરીક્ષા દેવા નિશ્ચય કર્યો, ને પરીક્ષામાં સફળ થયો. ફિ઼લ્લોરમાં વકીલાત આદરી. જેવી રીતે પ્રમાદી બ્રાહ્મણ કોઈ અનિશ્ચિત યજમાનના દાન પર આધાર રાખીને પગ પર પગ ચડાવી બેસે, અને કોઈ દિવસ ભૂખ્યો રહીને તો કદી માલપુવા ખાઈને દિવસ વીતાવે, તેવી જ ગતિ નવા વકીલની પણ થાય છે, તે મેં અનુભવ્યું. કદી બન્ને ખિસ્સાં ભરાય તો વળી ચાર દિવસ હવા ખાવી પડે, પણ મારો સિતારો બુલંદ હતો. પહેલે મહિને ૭૫ ને બીજે ૨૦૦ સુધી રળ્યો. જઈને પિતાજીની પાસે હિસાબ ધરી દીધો. એમણે આશીર્વાદ સાથે કહ્યું કે ‘તારી પરીક્ષા થઈ ચુકી. હવે સુખેથી કમા અને સંસાર ચલાવ. મને સંતોષ છે.'
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અજવાળાંનો ઉદય
|next = દીક્ષા
}}
18,450

edits