યુગવંદના/મૃત્યુ પ્રહરી બન્યું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ પ્રહરી બન્યું|}}")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મૃત્યુ પ્રહરી બન્યું|}}
{{Heading|મૃત્યુ પ્રહરી બન્યું|}}
<poem>
<center>[ઝૂલણાં]</center>
કોણ છો? – મૃત્યુ છું: કેમ ટે’લે અહીં?
છે અહીં આજ મારું રખોપું.
સાંભળી મોતના બોલ માનવ હસ્યાં:
વાહવા! ચોર પ્રહરી બન્યો શું!
મોતના હાથમાં કારમી રાતમાં
ભાઈ, દેખાય કુંપા અમીના;
એકવીસ રાત લગ એક મટકા વિના
મોત બાળી રહ્યું દીપ ઘીના.
જાગરણ ખેંચતા મોતને નેણલે
નેવલાં આંસુનાં જાય ચાલ્યાં;
બોલકાં માનવી જોઈ વિસ્મય થયાં
પૂછતાં મોતને, કેમ રો ’લ્યા!
લાખ જીભે તમે લાદિયા માનવી!
માહરે માથ બદનામી-બોજા,
વાંક મારો દઈ પારકે પાય જૈ
કરગર્યા કેમ કંગાલ સોજા!
‘મરી જશે! મરી જશે! મેલી દો, બાપજી!’
બોલતાં જીભ શાને ન કરડી!
લોહીલોહાણ હૈયે રડી હું રહ્યું!
કાળ મલકી રહ્યો મૂછ મરડી.
મારનારી તમારી હશે દીનતા
નામ મારું નકામું દુણાશે –
એ ભયે માનવી! જાગું છું, પ્રાર્થું છું,
નાથ! ક્યારે હવે પ્રાત: થાશે?
{{Right|૧૯૪૩}}
</poem>
<br>
{{HeaderNav2
|previous = ખુદા આબાદ રાખે!
|next = મૃત્યુનો મુજરો
}}
18,450

edits