મેઘાણીની સમગ્ર નવલિકા/દીક્ષા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દીક્ષા|}} {{Poem2Open}} [૧] “ધન્ય છે, ભાઈ! ધન્ય છે એના ભાવને! આટલી બાળ અ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]
<center>[૧]</center>
“ધન્ય છે, ભાઈ! ધન્ય છે એના ભાવને! આટલી બાળ અવસ્થામાં દીક્ષા ધારણ કરે છે!”

“કેટલીક અવસ્થા ધારો છો એની?”
“કેટલીક અવસ્થા ધારો છો એની?”
Line 47: Line 47:
આખરે જ્યારે આ જગતની ‘ચેરાઈ ગયેલી’ ઉપર મઠના આંતરભાગના ડેલાએ પોતાનાં જડબાં જેવાં બે મોટાં કમાડ બીડ્યાં, ત્યારે બાપ બાઘા જેવો ઊભો થઈ રહ્યો, બે મોટાં ભાઈબહેન શાંત રુદન કરતાં ઊભાં, પણ નાનો કીકો તો દોટ કાઢીને ડેલા પાસે આવી પહોંચ્યો. એણે ચીસો નાખી: “ઓ મા! ઓ મા! ઓ મા!”

નાના કીકાની ચીસોના જવાબમાં ડેલાનાં જંગી કમાડોએ ‘ક ર ડ ડ ડ!’ એવો ઘુરકાટ કર્યો.

[૨]
<center>[૨]</center>
ધર્માલયની દીવાલો કારાગૃહની કે કિલ્લાની દીવાલો કરતાં વધારે કાળી અને વધારે કરપીણ હોય છે. કેદખાનું ફક્ત શરીરને પૂરી રાખે છે, ધર્માલય શરીરને અને આત્માને બન્નેને.

મઠના પુરાતન દરવાજા ઉપર આઠેય પ્રહર તાળું રહેતું. અરધો ગજ લંબાઈની એની ચાવીઓનો મોટો ઝૂડો સાચવતી એક સિત્તેર વર્ષની બુઢ્ઢી સાધ્વી ત્યાં સૂનમૂન બેસી રહેતી. બહારથી કોઈ દરવાજો ઠોકતું ત્યારે પ્રથમ પહેલાં એ બુઢ્ઢી સાધ્વી બીતી બીતી કમાડ સોંસરવાં ચાર ઝીણાં બાંકોરાનું ચગદું ઉપાડીને નજર કરતી. સાઠ વર્ષના એક દાક્તર સિવાય ત્યાં કોઈથી દાખલ થવાતું નહોતું. દાક્તર સિવાય કોઈ પુરુષનું મોં જોવું એ ત્યાં મહાપાપ લેખાતું.

Line 74: Line 74:
એમ કહીને એ ચાલી ગઈ. જગતમાં ‘ચેરાયેલી’ ફરતી તે વેળાની રૂપરૂપની પૂતળીને આજે દાક્તરે એ કમ્મર ઢળકતા કાળા ચોટલા વિનાની દેખી. ખાંપણમાં લપેટાયેલું મુડદું સ્મશાનમાંથી ખડું થઈને ચાલ્યું જતું હોય એવો એનો દેખાવ હતો.

— ને બહાર દુકાનો માંડીને બેઠેલું જગત બોલતું હતું કે ‘ચેતી ગયો જીવડો. પરલોકનું સાધન હાથ કરી લીધું. ધન્ય છે, ભાઈ, એવા ત્યાગને!’

[૩]
<center>[૩]</center>
“આજનો દા’ડો! મોટાં મૈયા! કૃપા કરીને આજનો દા’ડો!”

“હા હા, મૈયા! ભલાં થઈને આજનો દા’ડો પાઠ બંધ રાખો.”

Line 95: Line 95:
ભદ્રભાવે શોભતાં નાનાં ગોરાણી પણ સહુની વહારે ચડ્યાં: “મૈયા! એ બાપડીને ક્ષમા કરો.”

માફી અપાઈ અને એક દિવસને માટે શાસ્ત્રપાઠમાંથી સહુને મુક્તિ મળી.

[૪]
<center>[૪]</center>
ચારેય બાળબ્રહ્મચારિણી યુવાન સાધ્વીઓ, બીજાં સહુથી છૂટી પડી જઈ, દરવાજા પાસેના ખંડમાં કૂદાકૂદ કરતી આવી. એકાંતની અંદર એ ચારેય જણીઓ સાધ્વી મટી જઈને ફરી એક વાર જાણે જોબનને હીંડોળે ઝૂલવા લાગી. તેઓની કામણભરી મોટી આંખો ઊંચે-નીચે અને આજુબાજુ ચકળવકળ થઈ રહી. ચારેયના દેહમાં થનગનાટ ચાલ્યો. પરસ્પર પ્યાર કરતી ચાર કિન્નરીઓ જેવી એ એકબીજાના હાથમાં હાથ પરોવીને ટેબલની આસપાસ બેઠી. વાર્તાલાપ ચાલ્યો:

“...મૈયા! પ્રથમ તમારી વાતો કરો.”
“...મૈયા! પ્રથમ તમારી વાતો કરો.”
Line 143: Line 143:
દાક્તરે સૂચક ઇશારત કરી. બાલિકા નવાં મૈયાને જ ભળી ચૂકી. સહુ ત્યાંથી ધીરે પગલે સરકી ગયાં. સંધ્યા-સ્તવનનો સમય થયો હતો.

પાઠશાળામાં દિનભરનાં પાપોની ક્ષમાપનાનાં સ્તોત્રો ગુંજી ઊઠ્યાં. ત્યારે એ ગુંજારવની વચ્ચે સ્વરોની નકશી ભરતો નવાં મૈયાનો અવાજ બાળકની ટોપલી પર ‘હાલાં વાલાં’ રેલવતો હતો. એણે એકલીએ જ એ સંધ્યાની ક્ષમાપનામાં કે પ્રાર્થનામાં સાથ દીધો નહિ.

[૫]
<center>[૫]</center>
વાતાવરણ વીફરી ગયું. દરવાજાની બાજુના નાના ચક્કર વાટે સૂવાનું પાણી. એરંડિયાની શીશીઓ, નાનાં ગરમ મોજાં, ઘૂઘરો અને ધાવણી આવતાં થયાં. સાધ્વીઓનાં સીવણમાં બાબીને સારુ જાતજાતનાં ફરાક, ચડ્ડીઓ, લાળિયાં ને ત્રાંસિયાં સિવાતાં થયાં. કોનું સીવેલું ફરાક વધુ શોભે છે તેની સરસાઈ ચાલી. ધર્માલયની ફરસબંધી વારંવાર બાબીનાં મળમૂત્રો વડે ગંદી થવા લાગી. બાબીને અક્કેક દાંત ઊગતો દેખાયો, તેનું કુતૂહલ અને વિસ્મય સહુ સાધ્વીઓને ઘેલી ઘેલી કરી નાખવા લાગ્યું. બાબી ભાંગ્યાતૂટ્યા બોલ બબડતી થઈ, એટલે તો આશ્ચર્ય અને હસાહસની અવધિ જ આવી રહી.

બાબીને સહેજ શરદી લાગી જતાં તો ગરમ પાણીની કોથળી, અળશીની પોલ્ટીસ, લેપના ડબા વગેરે વસ્તુઓની ધમાલ ચાલી રહેતી.

Line 151: Line 151:
બાબી મોટી થઈ, નવાં મૈયાને ‘મા’ તરીકે ઓળખવા માંડી.

બાબી આઠ વરસની.... દસ વરસની થઈ. ધર્માલયના ઊંચા લતામંડપો પર ચડી ચડીને ફૂલો ચૂંટતી થઈ. ચૂંટતાં ચૂંટતાં ગાવા લાગી. શું શું ગાતી હતી? ગાતી હતી કંઈક આવું આવું:

મારા ઘર પછવાડે રે વાડિયું;
{{Poem2Close}}
<poem>
::મારા ઘર પછવાડે રે વાડિયું;
એનાં ફૂલડાં લેર્યે જાય રે,
એનાં ફૂલડાં લેર્યે જાય રે,
વાગે છે વેરણ રે વાંસળી.
::વાગે છે વેરણ રે વાંસળી.
એનાં ફૂલડાં ફોર્યે જાય રે,
એનાં ફૂલડાં ફોર્યે જાય રે,
વાગે છે વેરણ રે વાંસળી.
::વાગે છે વેરણ રે વાંસળી.
એનાં ફૂલડિયાં કરમાય રે.
એનાં ફૂલડિયાં કરમાય રે.
વાગે છે વેરણ રે વાંસળી.
::વાગે છે વેરણ રે વાંસળી.
</poem>
{{Poem2Open}}
પાઠશાળામાં વૃદ્ધ સાધ્વીઓ સીવણ કરતી કરતી ધ્યાનચૂક થતી. હાથમાં સોય થંભાવીને બાબીના સૂરોમાં તાલ દેવા લાગતી. એક યુવાન સાધ્વીને નવો પાઠ આપવામાં આવ્યો હતો. તે ગોખતી ગોખતી બાબીના ગીતથી ધ્યાનભંગ થતી હતી. વારંવાર વડાં સાધ્વીજી કરડો અવાજ કરીને એને ટપારતાં હતાં કે “અટકો છો શા માટે, મૈયા! ગોખો. ગોખો. ગોખો ભલાં થઈને!”

ધર્માલયની ભીંતો વચ્ચે ‘વાંસળી’નું સંસારી ગાન પેસી ગયું હતું. બાબીના કંઠે સાધ્વીઓના સૂતેલા પ્રાણને જાગ્રત કર્યા હતાં. ખાડી જેવું બંધિયાર ધર્માલય સંસારી વહાલપના મહાસાગરની ભરતીએ ભરાઈ ગયું.

[૬]
<center>[૬]</center>
દસ વર્ષો બીજાં પણ આવી આવીને ગયાં. કે દિવસની સંધ્યા નમતી નમતી સૂરજની બાથમાં જાણે સમાતી હતી. ‘કાલે આવીશ’ એવો કોલ દેતા સૂર્યનું છેલ્લું ચુંબન સંધ્યાના ગાલો ઉપર સુરખી છલકાવતું હતું. એ લાલી ફક્ત આ ધર્માલયની ઊંચી દીવાલોની અંદર જ નહોતી દેખી શકાતી.

દરવાજાનાં કમાડ પાસે એંશી વર્ષની બુઢ્ઢી સાધ્વી નીચું ઘાલી બેઠી હતી. બાળ બ્રહ્મચારિણી હતી. પોતે અહીં ક્યારે દાખલ થઈ તે પણ વીસરી ગઈ હતી. જુવાની આવીને ક્યારે ચાલી ગઈ તેનું પણ એને ભાન નહોતું રહ્યું.

Line 183: Line 187:
રાત આ રીતે વીતી. પ્રભાતે એણે ગાલ અને આંખો લૂછી નાખ્યાં; રજા આપી: “બાબીને પરણાવો સુખેથી.”

એ વાક્યની પછવાડે બોલનારીના હૃદયનું લોહી ટપકતું હતું: ટીપે, ટીપે, ટીપે...

[૭]
<center>[૭]</center>
“લાવો લાવો કાંસકી મારા હાથમાં, મૈયા! તમને ક્યાં બાબીનું માથું ઓળતાં આવડે છે?”

“અરે, પણ આ સેંથો જુનવાણી રીતનો સીધો શું લ્યો છો તમે, મૈયા? રૂપા...ળો જમણી આંખની ભમ્મર ઉપરથી બરાબર ખેંચો ને!”

Line 207: Line 211:
બે સાધ્વીઓ બાબીના પગ પાસે ઘૂંટણભર ઝૂકીને શણગાર સજાવતી હતી. બેઉનાં માથાં ઉપર બાબીની ચૂંદડીના પાલવ ઢળી પડ્યા હતા. બન્ને જણીઓ ચૂંદડીના એ નીતરતા રંગ નીચે ભીંજાતી, ચૂંદડીના સોહાગમાં ઝબોળાતી શું કરી રહી હતી? જીવનના અધૂરા લગ્ન-કોડને થોડી ઘડી માણી લેતી હતી. એ મુખડાં, એ આંખો, એ મુંડિત છતાંયે મોહકારી માથાં વૈરાગ્ય માટે નહોતાં નિર્માયાં: લગ્નજીવનની ફોરમો મહેકતી હતી એમાંથી.

આશ્રમજીવન ઊથલી ગયું તે દિવસે. વૈરાગ્યનાં વ્રત-નિયમોનો વરખ કુદરતી ઊર્મિઓના પવનઝપાટામાં ઊખડી ગયો. નીચે જે સાચું હતું તે નજરે પડ્યું: પછી એને વિકાર કહેવો હોય તો વિકાર કહો, માનવ-પ્રાણના થનગનાટ કહો — ઠીક લાગે તે કહો.

[૮]
<center>[૮]</center>
“બધી મૈયાઓ! મોઢાં ઢાંકીને એક પછી એક અંદર ચાલ્યાં જાઓ, એટલે બાબીનો વર તમારાં દર્શન કરી લેશે.”

બાબીનો પતિ પોતાની સ્ત્રીના સાચા મહિયરને પહેલી-છેલ્લી વાર નિહાળી લેવા આવ્યો હતો. આશ્રમ પછવાડેની એક ઝીણી જાળીવાળી બારી પર એ ઊભો હતો.

Line 221: Line 225:
તારાઓ હોઠ પટપટાવી કહેતા હતા: “મા! મા! મા! મા!”
તારાઓ હોઠ પટપટાવી કહેતા હતા: “મા! મા! મા! મા!”
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = માસ્તર સાહેબ
|next = હિમસાગરનાં બાળ
}}
18,450

edits