તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 65: Line 65:
'''તરંગિણી''' : {{Space}}હા, તેમ. (ચુમ્બન કરે છે) આ મારા વ્રતનું ત્રીજુ અંગ. તપોધન, મારા ધર્મપ્રમાણે જે અર્ઘ્ય લાવવામાં આવ્યો છે, તે હવે તમને અર્પણ કરીશ, આ ફળ તમારી સેવા માટે છે. આ વ્યંજન તમારી સેવા માટે છે, સ્વીકારો, ખાઓ, પીઓ.
'''તરંગિણી''' : {{Space}}હા, તેમ. (ચુમ્બન કરે છે) આ મારા વ્રતનું ત્રીજુ અંગ. તપોધન, મારા ધર્મપ્રમાણે જે અર્ઘ્ય લાવવામાં આવ્યો છે, તે હવે તમને અર્પણ કરીશ, આ ફળ તમારી સેવા માટે છે. આ વ્યંજન તમારી સેવા માટે છે, સ્વીકારો, ખાઓ, પીઓ.
{{Space}}'''(તરંગિણીના હાથમાંથી ઋષ્યશૃંગ ફળ, વ્યંજન અને પેય ગ્રહણ કરે છે.)'''
{{Space}}'''(તરંગિણીના હાથમાંથી ઋષ્યશૃંગ ફળ, વ્યંજન અને પેય ગ્રહણ કરે છે.)'''
'''ઋષ્યશૃંગ''' :           મિષ્ટ ફલ, મિષ્ટ વ્યંજન, મિષ્ટ જળ.
'''તરંગિણી''' : હવે તમે મને તમારો પ્રસાદ આપો. હું જેમની સેવા કરું છું, તેમનું  ઉચ્છિષ્ટ એ જ મારો આહાર હોય છે. આ ફળ તમારો પ્રસાદ હો.
(ઋષ્યશૃંગને હોઠે અડકાડીને એક ફળ ખાય છે.)
આ વ્યંજન તમારો પ્રસાદ હો.
(ઋષ્યશૃંગને હોઠે અડકાડીને પોતે ખાય છે.)
આ જળ તમારો પ્રસાદ હો.
(ઋષ્યશૃંગને હોઠે અડકાડી પોતે પીવે છે.)
પ્રભુ, તમે તૃપ્ત તો થયાને ?
'''ઋષ્યશૃંગ''' : મધુ જલ, મધુ અન્ન, મધુ વાક્, મધુ કાન્તિ.
'''તરંગિણી''' : મધુ દૃષ્ટિ, મધુ ગન્ધ, મધુ સ્પર્શ, મધુ સ્મૃતિ.
(નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત, હવે પછીનો અંશ બોલતાં બોલતાં    તરંગિણી લલિત ભંગિમામાં ફરશે, તેના એક એક વાક્યની સાથે તાલ  રાખીને ધ્વનિત થશે મૃદંગ. તે પછી, ધીરે ધીરે દૂર સરતાં જતાં, જમીન પર ફૂલ વેરી, વારંવાર પાછળ જોતી જોતી પ્રસ્થાન કરેશે.)
તરંગિણી : (શરૂઆતમાં મૃદુસ્વરે ધીમે ધીમે, ક્રમશઃ ઉચ્ચસ્વરે, દ્રતલયે) જાગ્યું પ્રાણી, ભાંગી નિદ્રા, સુપ્ત થયા જે જાગ્રત હતા, ચંચલ થયો મનોરથ, ઉચ્છલ  થયું નિર્ઝર, ઘેરાયો મેઘ આકાશમાં, ચમકી ઊઠી વિદ્યુત, ચંચળ થયુ ં  વજ્ર, વરસ્યો વરસાદ, જાગ્યો ધ્વનિ–પ્રતિધ્વનિ. પ્રાણથી પ્રાણમાં, અંગથી અંગમાંં, તૃષ્ણાથી તૃષ્ણામાં–પ્રતિધ્વનિ. મૃત્તિકામાં તૃષ્ણા છે, આકાશ આપે છે તૃપ્તિ, અંતરીક્ષમાં તૃષ્ણા છે, ધરણી આપે છે તૃપ્તિ. સાગરમાંથી બાષ્પ, બાષ્પમાંથી મેઘ, મેઘમાંથી વરસાદ. વિદ્યુત જ્વલે છે અંગથી અંગમાં શોણિતમાં જાગે છે જ્વાલા, વજ્રપાતથી ચૂર્ણ થઈ જાય છે ચેતના. આવો તિમિર, આવો તંદ્રા, આવો દાવાનલ, આવો ધારાજળ. તમે મારી તૃષ્ણા છો, તમે મારી તૃપ્તિ છો. હું તમારી તૃષ્ણા છું, હું  તમારી તૃપ્તિ છું. સર્પ ફણા ડોલાવે છે ફેનિલ બને છે સાગર. ચાલે છે મંથન–મંથન–મંથન, દીર્ણ મેઘ, તીવ્ર વેગ, રંધ્રેરંધ્રે પરિપૂર્ણ ધરણી. વર્ષણ–વર્ષણ–વર્ષણ.
(તરંગિણીનું પ્રસ્થાન. રંગમંચ પર ધીરે ધીરે અંધકાર. તે પછી પ્રકાશ, વધારે તીવ્ર. લગભગ બપોરની વેળ. ઋષ્યશૃંગ કુટિરને દ્વારે ધ્યાનમગ્ન બેઠેલા છે. કર્કશદર્શન વિભાણ્ડકનો પ્રવેશ)
વિભાણ્ડક : (પ્રવેશ કરતાં જ અટકીને ઊભા રહી) શાની ગંધ આવે છે? આ કટુ તિક્ત અશુચિ ગંધ? આશ્રમ જાણે અસ્તવ્યસ્ત છે, પ્રાંગણમાં ગંદવાડ છે, અહીં પડ્યાં છે એઠા ફળ, કરમાયેલાં કુસુમો ઘડામાંથી છલકાયેલું પાણી. કોણે જીતી લીધી આ ભૂમિ? કોઈ કલુષિતતાનાં ચિહ્નો લાગે છે, કોઈ અનાચારનાં આ દુષ્ટ લક્ષણો છે. વત્સ! ઋષ્યશૃંગ! 
(અત્યાર સુધી પિતાના આગમન તરફ ઋષ્યશૃંગનું ધ્યાન નહોતું, હવે તેમને જોઈને ઊઠીને ઊભો થયો.)
'''વિભાણ્ડક''' : વત્સ, આજ શું કોઈ જંગલી સુવ્વરે તને હેરાન કર્યો હતો? કે પછી કોઈ ઈર્ષ્યાળુ પિશાચને પછાડી શક્યો નહીં? પૂર્વાહ્ન કેવી રીતે પસાર કર્યો? જોઉં છું કે તારાં બધાં કાર્યો બાકી જ છે. સમિધ કેમ લઈ આવ્યો નથી? અગ્નિહોત્રમાં આહૂતિ કેમ આપી નથી? યજ્ઞનું કોઈ આયોજન કેમ નથી? હોમધેનુને તો દોહી છે ને?
'''ઋષ્યશૃંગ''' :  પિતાજી, આજે મેં એક બીજા વ્રતનું પાલન કર્યું છે.
'''વિભાણ્ડક''' : તારું તો બીજું કોઈ વ્રત નથી. તું મારો પુત્ર છે–મારો શિષ્ય છે. આપણે બ્રહ્મચારી છીએ. કઠણ છે આપણી નિષ્ઠા, દુર્જેય છે આપણા નિયમ. આપણા ક્રિયાકાંડમાં કોઈ જાતનો વ્યત્યય આપણે સાંખી લેતા નથી. પુત્ર, જ્યારે તું એકદમ નાનો શિશુ હતો, ત્યારથી મેં જ તને તપશ્ચર્યાની દીક્ષા આપી હતી. તે પછી અનુશાસનનું તે ઉલ્લંઘન કર્યું હોય એવું કદીય બન્યું નથી. પણ આજે તારું બીજું રૂપ કેમ જોઉં છું? કેમ તું ઉદાસ છે, ચિંતાગ્રસ્ત છે, દીન છે? તારી નજર કેમ દૂર મંડાયેલી છે? મુખકાન્તિ કેમ મલિન છે? તારા હોઠ કેમ લાંબા નિસાસાથી કંપે છે? અને કેવી રીતે તારા ગળામાં આ પુષ્પમાળા આવી? તને તો ખબર છે કે બ્રહ્મચારીઓને માળા પહેરાવાનો નિષેધ છે.
'''ઋષ્પશૃંગ''' :  આજ આ આશ્રમમાં એક અતિથિ આવ્યા હતા; આ માળા તેમની કૃપાની નિશાની છે.
'''વિભાણ્ડક''' : કોણ હતી તે વ્યક્તિ? મને વિસ્તારથી કહે, કોની પ્રેરણાથી તારું આ ભાવાન્તર થયું છે?
'''ઋષ્યશૃંગ''' : તેઓ એક અદ્ભુત બ્રહ્મચારી છે. ઊંચાય નથી ને નીચાય નથી. દેવતાના જેવા કાન્તિમાન છે, સુવર્ણ જેવો તેમનો રંગ છે, દેહ સુગઠિત અને સંકેતમય છે; તેમને માથે નીલ, નિર્મલ જટા બાંધેલી હતી; શંખ જેવી એમની ગ્રીવા છે; બે કાન જાણે ઉજ્જવળ કમંડળ, આંખો તેમની આયત અને સ્નિગ્ધ છે; મુખ જાણે ખીલેલી ઉષા; બાલસૂર્યના જેવું અરુણવર્ણનું તેમનું કપાળ છે. તેમના બાહુ, છાતી અને બન્ને પગ કેશરહિત છે. છાતીએ બે મનોહર માંસપિંડ છે, નૈવૈદ્યની જેમ ગોળ. તેમણે જે વલ્કલ પહેર્યા હતાં તે સ્વચ્છ અને રંગરંગીન હતાં; તેમની  અક્ષમાળામાં સૂર્યકિરણ જેવું તેજ હતું; તેમની યજ્ઞોપવિત આપણા જેવી નહોતી, પિતાજી. તેમનાં દેહલગ્ન વ્રતલક્ષણો અદ્ભુત અને દેદીપ્યમાન હતાં; કોઈ ગોળાકાર તો કોઈ બંકિમ, તો કોઈ વળી જલબિન્દુની જેમ ચંચલ. તેઓ જ્યારે બાહુ કે ચરણ હલાવતા ત્યારે તે વસ્તુઓમાંથી ધ્વનિ બજી ઊઠતો – જાણે મંત્રોચ્ચારણનો છંદ, જાણે સરોવરમાં હંસોની કલગીતિ. પિતાજી, તે દેવતુલ્ય બ્રહ્મચારીને જોઈને આજે હું અભિભૂત છું.
વિભાણ્ડક : તેં શું એ વ્યક્તિનું સ્વાગત કર્યું હતું?
'''ઋષ્યશૃંગ''' : મેં તેમની નિયમ પ્રમાણે સંવર્ધના કરવાનો પ્રયત્ન કર્યો  હતો. પણ તેમણે વિનયવશ થઈ મારો અર્ઘ્ય ગ્રહણ કર્યો નહોતો. કહ્યું, ‘મારું વ્રત પરિચર્યા–સેવા છે, મેં તમારે માટે સામગ્રી આણી છે.’ તેમના દ્વૈતવ્રત માટે મારો સહયોગ માગ્યો હતો–પિતાજી, આપની આંખો રોષથી લાલ કેમ જોઉં છું?
'''વિભાણ્ડક''' : તેં એ અમંગલમૂર્તિને જલદીથી વિદાય કેમ ના કરી?
'''ઋષ્યશૃંગ''' : અમંગલ? (ઉજ્જ્વળ મુખે) પિતાજી, તેઓ તો અભયદાતા બ્રહ્મચારી છે.
'''વિભાણ્ડક''' : મૂર્ખ છે તું ! નાદાન છે!
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits