તપસ્વી અને તરંગિણી/ત્રણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 126: Line 126:
લોલાપાંગી : નાદાન છોકરી–તો શું હું મારી ચિંતા કરું છું! કંઈ નહીં તો હું તો દેશાવરમાં જતી રહીશ. જોગણ થઈને રસ્તે રસ્તે ભીખ માગીશ– તે પછી જે દિવસે પરલોકનો સાદ પડશે, ચિન્તામણિનું સ્મરણ કરીને આંખ મીંચીશ. પણ તું-તારું શું થશે? તું જો આ રીતે વિ-મના થઈને રહીશ તો પછી તારી શી દશા થશે? તું શું કદી તારો વિચાર કરતી નથી?
લોલાપાંગી : નાદાન છોકરી–તો શું હું મારી ચિંતા કરું છું! કંઈ નહીં તો હું તો દેશાવરમાં જતી રહીશ. જોગણ થઈને રસ્તે રસ્તે ભીખ માગીશ– તે પછી જે દિવસે પરલોકનો સાદ પડશે, ચિન્તામણિનું સ્મરણ કરીને આંખ મીંચીશ. પણ તું-તારું શું થશે? તું જો આ રીતે વિ-મના થઈને રહીશ તો પછી તારી શી દશા થશે? તું શું કદી તારો વિચાર કરતી નથી?
'''તરંગિણી''' : મા આખો વખત વિચાર કરું છું.
'''તરંગિણી''' : મા આખો વખત વિચાર કરું છું.
'''લોલાપાંગી''' : શો વિચાર કરે છે, કહે જો મને. તને ધર્મની ખબર છે– બ્રાહ્મણનો ધર્મ જેમ વેદપાઠ, તેમ આપણો ધર્મ છે પરિચર્યા-સેવા. આપણે વારાંગના છીએ–જંગલી વનચર નથી–આપણે રાજાનાં આશ્રિત છીએ. દેવરાજનાં પણ પ્રિયપાત્ર. જેમ શરણાગતને પાછો વળતાં ક્ષત્રિયનો ધર્મનાશ થાય છે, તેમ પ્રાર્થીને પાછો વાળવામાં આપણો. બેટા, યાદ રાખ, ધર્મ સૌની ઉપર છે–આપણાં સુખ દુઃખ, ઇચ્છા અનિચ્છા બધાંની ઉપર ધર્મ છે. ધર્મ છે એટલે જ સૂર્ય તપે છે, અગ્નિ તાપ આપે છે, પાણી એટલે જ શીતલ છે. તરંગિણી, આ તું જે પોતાને સંતાડી રાખે છે, જાણે સંસારમાં કોઈ કર્તવ્ય નથી-તે તારો દંભ છે–સ્વાર્થ પરકતા છે–પાપ છે. કહે જો, હું મા થઈને કેવી રીતે આ અનાચાર સહન કરું? આ ઇહલોક નષ્ટ કરીશ તોય તારો પરલોક તો છે.
'''તરંગિણી''' : મા, હું પાપપુણ્ય જાણતી નથી, ઇહલોક પરલોક જાણતી નથી; હું કોણ છું તે ય જાણતી નથી અત્યારે.
'''લોલાપાંગી''' :  આ શું બોલે છે! તું અંગદેશની લાડકી તરંગિણી છે. ચંપાનગરમાં એવો કયો યુવક છે જે તારી આંગળીને ઇશારે દોેડ્યો ન આવે?
'''તરંગિણી''' : મારું મન કહે છે કે મારા જેવી દુખિયારી બીજી કોઈ નથી.
'''લોલાપાંગી''' : વિકાર, મનનો વિકાર છે તારો! તારે શું જોઈએ છે તે મને કહીશ? કોણ જોઈએ તારે? તરુણ છે તારું જીવન, દેહ તારો છે આગનું પાત્ર. તારે પોતાને પણ કોઈ વાસના નથી?
'''તરંગિણી''' : (એકાએક) મા, મારા પિતા કોણ હતા તે તું જાણે છે?
'''લોલાપાંગી''' : (કોમળ સ્વરે) જાણું છું, બેટી. પણ તેમની વાત શા માટે?
'''તરંગિણી''' : તેં તો મને ક્યારેય પિતાની વાત કરી નથી. તેઓ કેવા હતા? તું ક્યારે તેમની સહચરી હતી?
'''લોલાપાંગી''' : તે વખતે મારા યૌવનની શરૂઆત જ હતી. તેઓ ઉદાર, અપરિણીત અને ઇર્ષ્યાળુ હતા. હું બીજા પુરુષનો સંસર્ગ કરું તો તે ગુસ્સે થતા. તેમનો અન્યાય સમજવા છતાં હું તેમની આસક્તિમાંથી મુક્ત થઈ શકતી નહોતી; ઘણા સમય સુધી ફક્ત તેમની સાથે જ મારો સંબંધ હતો.
'''તરંગિણી''' : તે પછી?
'''લોલાપાંગી''' : તું જ્યારે નાની હતી, તેઓ વેપાર અર્થે વિદેશ ગયા અને પાછા ફર્યા નહીં.
'''તરંગિણી''' : તું શું તેમની અનુરાગિણી હતી? તેઓ પાછા ન આવતાં દુઃખી થઈ હતી?
'''લોલાપાંગી''' : પછી સાંભળ્યું હતું–તેઓ વેપાર માટે ગયા નહોતા; લગ્ન કરીને કોશલ દેશમાં જતા રહ્યા હતા. મેં પણ તેમને મનમાંથી કાઢી નાખ્યા.
'''તરંગિણી''' : કાઢી નાખ્યા?
'''લોલાપાંગી''' : નીકળી ગયા–જાય જ. અનુરાગ, અભિમાન, મનોવેદના–આ બધી વસ્તુઓમાં કોઈ સાર નથી. કપૂરની જેમ ઊડી જવાનો તેમનો સ્વભાવ છે.
'''તરંગિણી''' : તારી સાથે તેમનું કદી મળવાનું થયું નહીં?
'''લોલાપાંગી''' : ફરી થયું નથી. યાદ પણ નથી,
'''તરંગિણી''' : યાદ પણ નથી?
'''લોલાપાંગી''' : વારાંગનાઓ સ્મૃતિ સાથે વિલાસ કરતી નથી, તરુ. સ્વકર્મમાં જેમની નિષ્ઠા હોય છે, તેઓ બધું ભૂલી જાય છે.
'''તરંગિણી''' : પરંતુ–પહેલવહેલું જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ મુગ્ધ હતા? કેવી નજરે જોતા તારા ભણી? તને યાદ આવે છે? ક્યારેય તને કહ્યું હતું–‘તું છદ્મવેશી દેવ છે, તું મૂર્તિમંત આનંદ છે?’ તને યાદ છે?
'''લોલાપાંગી''' : વાક્ય, અસાર વાક્ય! દેહ જ્યારે કામનાથી તપ્ત હોય છે ત્યારે જીભ શું બોલતી નથી?
'''તરંગિણી''' : તેઓ બોલ્યા હતા? તેમની આંખ સાથે તારી આંખ મળી ત્યારે તું ધ્રૂજી ઊઠી હતી? ત્યારે તને શું મનમાં થયું હતું કે તું કોઈ અન્ય છે?
'''લોલાપાંગી''' : કેવી નવાઈની વાત! હું કેમ અન્ય કોઈ થઈ જાઉ? અને થાઉં તોય મને શો લાભ?
'''તરંગિણી''' : (માના મોં તરફ નિબિડ ભાવે જોઈને) મને જાણે લાગે છે કે તારા ચહેરાની નીચે બીજો ચહેરો સંતાયેલો છે. મારા પિતાએ તે જ જોયો હતો.
'''લોલાપાંગી''' : ત્યારે હું તરુણી હતી, તરુ.
'''તરંગિણી''' : ત્યારે પણ તારે એક બીજો ચહેરો હતો. તું તે જાણતી નથી.
'''લોલાપાંગી''' : વિકાર, મનનો વિકાર છે! તરુ, તું સંયત થા.સર્વનાશી મિથ્યાત્વના હાથમાં સપડાઈશ નહીં. હું સરળ માણસ છું–મારી પાસે સાચી વાત સાંભળ. આપણે સૌ પોતપોતાનાં કર્મો લઈને સંસારમાં આવીએ છીએ અને કર્મો સમાપ્ત થતાં ચાલ્યાં જઈએ છીએ. એકનું કર્મ બીજાને શોભતું નથી. આ  છે બ્રહ્માનું અનુશાસન (ક્ષણેક ચૂપ રહી–એકાએક) તરુ, તને એક પ્રશ્ન પૂછું છું. તને શું કુલવધૂ થવાની ઇચ્છા છે?
'''તરંગિણી''' : (તુચ્છતાના સ્વરે) કુલવધૂ! દરરોજ રાતે એક જ પુરુષ!
'''લોલાપાંગી''' : (મનમાં મનમાં રાજી થઈને–સાવધાનીથી) તેથી તને અધર્મ નહીં થાય, દ્રોણ હતા તો બ્રાહ્મણ, પછી ક્ષત્રિય થયા. તેવી રીતે વારાંગના પણ ઇચ્છે તો કુલસ્રી થઈ શકે, કુલસ્રી વારાંગના થઈ શકે. શાસ્રનો નિષેધ નથી. તું શું મા થવા ઇચ્છતી નથી?
'''તરંગિણી''' : જાણતી નથી, વિચાર કરી જોયો નથી,
'''લોલાપાંગી''' : તે પણ ઇચ્છતી નથી? માતા કે પ્રેયસી, સતી કે ગણિકા, ઉર્વશી કે લક્ષ્મી–કોઈ પણ તારા મનમાં બેસતું નથી?
'''તરંગિણી''' : મા, હું જાણે કે ખોવાઈ ગઈ છું, હું જાણે મને શોધી શકતી નથી.
'''લોલાપાંગી''' : સહેલો ઉપાય છે તું લગ્ન કર. શાન્તિ પામીશ–સંતાન પામીશ–પૂર્ણતા પામીશ.
'''તરંગિણી''' : મા, તું મને શું ધારે છે? સ્વામી, ગૃહસ્થી–આ બધું લઈને શું હું તૃપ્ત થઈ જઈશ–હું છું સ્રોતસ્વિની તરંગિણી. મા, ઉભરાઉં છું, મારું હૃદય છલકાય છે. મારે ક્યાંય આશ્રય નથી.
'''લોલાપાંગી''' : (રાજી થઈને) એટલે જ તરુ, એટલે–જ તને એક ગૂઢ વાત કહું છું, તે સાંભળ. બધી સ્રીઓ પત્ની થઈ શકે, સતી થઈ શક્તી નથી. બહુચારિણી થઈ શકે છે, વારાંગના થઈ શકતી નથી. એક પુરુષમાં આસક્ત રહેવાથી જ સતી થવાતું નથી, બહુચારિણી પણ સતી થઈ શકે છે, પણ બધી જ બહુચારિણીઓ સાચી વારાંગના હોતી નથી. સતી કે વારાંગના–બન્ને માટે થવું પડે ગુણવતી, પ્રાણપૂર્ણા. બન્ને માટે અસામાન્ય પ્રતિભા  જોઈએ. તારી  પાસે તે પ્રતિભા છે–તું જ્યોતિર્મયી સતી થઈ શકે અથવા વારાંગનાઓનો  મુકુટમણિ થઈ શકે. તારે માટે અન્ય કોઈ રસ્તો નથી.
'''તરંગિણી''' : અન્ય રસ્તો નથી?
'''લોલાપાંગી''' : અન્ય રસ્તો નથી. તરુ, તું જ નક્કી કર-કયે રસ્તે જવું છે તારા બધા પ્રાર્થીઓ જતા રહ્યા નથી. એક જણ બાકી છે. તે માત્ર પ્રાર્થી જ નથી, પાણિપ્રાર્થી છે. ચંદ્રકેતુ તારો અનન્ય ઉપાસક છે. તેનું ધૈર્ય અટલ છે, તેની પ્રતિજ્ઞા અટૂટ છે. દરરોજ નિષ્ફળ થઈને પાછો જાય છે, દરરોજ નવા ઉદ્યમથી પાછો આવે છે! તેને જ–માત્ર તેને જ–લોભાવી શકી નહીં રતિમંજરી કે વામાક્ષી કે અંજના. તરંગિણી, તે તારો પતિ થવાને અયોગ્ય નથી,
'''તરંગિણી''' : ચંદ્રકેતુ! (હસી પડી) હું જગતમાં સેંકડો ચંદ્રકેતુઓને જેટલી વામાક્ષીઓ છે તેમની વચ્ચે વહેચી દઈ શકું એમ છું.
'''લોલાપાંગી''' : એ અભિમાનમાં તું પોતાના જીવન વેડફી નાખીશ? તું શું એમ માને છેકે હજી તું કિશોરી છે? તારું યૌવન હવે કેટલા દિવસ–તે પછી? કોણ તારા મોં સામું જોવાનું હતું? હું તને કહું છું–ચંદ્રકેતુ તારી છેલ્લી તક છે. કાં તો તેની જોડે લગ્ન કર, નહીં તો પૂર્વજીવનમાં પાછી આવ.
'''તરંગિણી''' : મારી છેલ્લી તક ચંદ્રકેતુ! (હસી પડે છે.)
'''લોલાપાંગી''' : તરુ, સાવધાન! દર્પહારી મધુસૂદન જાગે છે.
'''તરંગિણી''' : મા મારો દર્પ ચૂર્ણ થઈ ગયો છે. હવે મને બીક નથી.
'''લોલાપાંગી''' : (ક્ષણવાર તરંગિણી તરફ જોઈ રહી) તરુ, શું બોલે છે તું? તારી વાત હું સમજી શકતી નથી, તને ક્યાં દુઃખે છે, મને કહે.
'''તરંગિણી''' : તો ચંદ્રકેતુ મારો–પાણિપ્રાર્થી છે?
'''લોલાપાંગી''' : (ઉત્સાહિત થઈ) તે દરરોજ આવે છે–આજ પણ આવ્યો છે–આ ક્ષણે બહાર રાહ જુએ છે. જ્યાં સુધી તારાં દર્શન નહીં થાય ત્યાં સુધી પાણી સુધ્ધાં નહીં પીએ.
'''તરંગિણી''' : પ્રતિજ્ઞા પાળવી મુશ્કેલ થશે.
'''લોલાપાંગી''' : તરુ, તું આટલી બધી નિષ્ઠુર છે! તારામાં દયામાયા નથી? કંઈ નહીં તો તેને એક વાર મળવા પણ નહીં દે?... ઇચ્છા ના હોય તો લગ્ન ના કરીશ, પણ એક વાર તેને મળવા તો દે. મારી આ એક વાત રાખ!... કહે– તેને લઈ આવું?
'''તરંગિણી''' : (ક્ષણવાર કશોક વિચાર કરી) લઈ આવ. જોઉં તો તે મારા પ્રશ્નનો ઉત્તર જાણે છે કે નહીં
'''લોલાપાંગી''' : હમણાં જ–હમણાં જ લઈ આવું છું. ચંદ્રકેતુ! ચંદ્રકેતુ!
'''(જલદીથી બહાર જઈને લોલાપાંગી ચંદ્રકેતુને લઈને આવે છે)'''
'''ચંદ્રકેતુ''' : દેવી! આટલે દિવસે દયા કરી!
'''તરંગિણી''' : ચંદ્રકેતુ, હું તને એકબે પ્રશ્નો પૂછવા ચાહું છું.
'''લોલાપાંગી''' : તરંગિણી તને પ્રશ્ન કરશે. યોગ્ય ઉત્તર આપજે, ચંદ્રકેતુ.
'''તરંગિણી''' : ચંદ્રકેતુ, તું મને પ્રેમ કરે છે?
'''લોલાપાંગી''' : બોલ, બોલ ચંદ્રકેતુ! સંકોચ કરીશ નહીં.
'''ચંદ્રકેતુ''' : હું તારો સેવક છું. તારો દાસ છું. મને તારે ચરણે સ્થાન આપ.
'''તરંગિણી''' : ચરણમાં સ્થાન ઇચ્છે છે? બાહુમાં નહીં? હૃદયમાં નહીં?
'''ચંદ્રકેતુ''' : તું મારી હૃદયેશ્વરી છે. તું મારી આરાધ્ય છે.
'''તરંગિણી''' : તો પછી શા માટે મળવા ઇચ્છે છે? આપણે દેવતાની આરાધના કરીએ છીએ; તેમને તો આંખે જોતા નથી.
'''લોલાપાંગી''' : ચંદ્રકેતુ, સીધી વાત કર. ચોખ્ખેચોખ્ખી વાત કર.
'''ચંદ્રકેતુ''' : તરંગિણી, હું તને ધર્મપત્ની રૂપે પસંદ કરવા ઇચ્છું છું.
'''તરંગિણી''' : ધર્મપત્ની રૂપે પસંદ કરવા ઇચ્છે છે? (હસીને) ધર્મપત્ની કોને કહેવાય?
'''ચંદ્રકેતુ''' : તું થઈશ મારી ભાર્યા–સહધર્મચારિણી–ગૃહલક્ષ્મી. મારા સંતાનની તું જનની બનીશ. તારા પુત્ર થશે મારી સંપત્તિના ઉત્તરાધિકારી,
'''તરંગિણી''' : માત્ર એટલું જ.
'''ચંદ્રકેતુ''' : મારો પ્રણય, મારી શ્રદ્ધા, મારું સ્વાસ્થ, મારું વિત્ત–બધુંય તારું થશે. હું પ્રતિજ્ઞા કરું છું કે જો તું પુત્રવતી થઈશ તો હું બીજી પત્ની નહીં કરું.
'''તરંગિણી''' : જો પુત્રવતી ના બનું તો ?
'''ચંદ્રકેતુ''' : તો પણ નહીં.
'''તરંગિણી''' : જો નિઃસંતાન રહું તો?
'''ચંદ્રકેતુ''' : તો પણ નહીં. તું જ હોઈશ એક–અને સર્વમયી.
'''તરંગિણી''' : બદલામાં મારે શું આપવું પડશે?
'''ચંદ્રકેતુ''' : પ્રેેમ–પ્રેમ–પ્રેમ. બીજું કશુંય નહીં.
'''તરંગિણી''' : અર્થાત્‌ મને બીજાઓ સાથે ભાગમાં ભોગવી તને સંતોષ નથી. તું મને એકલો જ ભોગવવા માગે છે.
'''ચંદ્રકેતુ''' : લગ્નનું ધ્યેય સંભોગ નથી–ધર્માચરણ છે.
'''તરંગિણી''' : સંભોગ નથી? (હસીને) ચંદ્રકેતુ! તે શાસ્રો વાંચ્યાં છે! તારો પ્રસ્તાવ ઉત્તમ છે. પરંતુ હું તારી પત્ની નહીં બનું. હું કોઈ પુરુષની પત્ની નહીં બનું. તને ખબર નથી કે હું સ્વભાવસ્વૈરિણી છું?
'''ચંદ્રકેતુ''' : તો તું તારા સ્વાભાવિક રૂપમાં ફરી દેખા. બહુવલ્લભા બન. પણ મને તારી કરુણાથી વંચિત ના કર. કોઈ પણ ભાવે, કોઈ પણ રૂપે હું તને જ ઇચ્છું છું. તને ન જોઉં તો મારું મૃત્યુ થાય. તારા દૃષ્ટિપાતમાં મારું જીવન છે.
'''લોલાપાંગી''' : તરંગિણી, જોયું ને – કેવી અદ્‌ભુત નિષ્ઠા છે! આવી બીજે ક્યાં મળશે?
'''તરંગિણી''' : ચંદ્રકેતુ, મારા પ્રત્યે જ તારો આટલો બધો આગ્રહ કેમ છે તે કહી શકે? દેશમાં શું  રૂપવતીઓની ખોટ છે? યુવતીઓની ખોટ છે?
'''ચંદ્રકેતુ''' : મારી નજરે તારા જેવી રૂપવતી બીજી કોઈ નથી.
'''તરંગિણી''' : ચંદ્રકેતુ, સાચું કહે–શું હું રૂપવતી છું? (ચંદ્રકેતુ પાસે આગળ આવી) જો ધારી ધારીને મારા ભણી જો. મને લાગે છે કે મારા ચહેરાની નીચે એક બીજો ચહેરો છુપાયેલો છે. તું જોઈ શકે છે? (લોલાપાંગી ચંદ્રકેતુને ઇશારો કરે છે) મને લાગે છે કે મારો એક બીજો ચહેરો હતો. હું તે ખોઈ બેઠી છું. હું શોધું છું–હું શોધું છું તે ચહેરો. તું તે પાછો આપી શકે? (લોલાપાંગી ચંદ્રેકતુને ઇશારો કરે છે) મને લાગે છે કે મારો એક બીજો ચહેરો હતો હું તે ખોઈ બેઠી છું. હું શોધું છું–હું શોધું છું તે ચહેરો. તું તે પાછો આપી શકે? (લોલાપાંગી ચંદ્રકેતુંને ફરી ઇશારો કરે છે.)
'''ચંદ્રકેતુ''' : તું સુંદરી છે. તું મનોહરિણી છે. તું નિરૂપમા છે.
'''તરંગિણી''' : ખરેખર? મારા રૂપનું વર્ણન કરી શકીશ?
ચંદ્રકેતુ : પંચશરનું ધનુ છે તારું લલાટ, પ્રત્યંચા છે તારી ભમર, પંચબાણ છે તારા કટાક્ષ, તેનાં ભાથાં તારી ગ્રીવા, તારાં સર્વ અંગો તેનાં શાસ્રો છે. તું શ્રી છે, તું દીપ્તિ છે, તું વિશ્વકર્માની આદિ સૃષ્ટિ છે.
'''તરંગિણી''' : (હસી પડીને) ચંદ્રકેતુ, તેં કવિતા વાંચી છે! તું વિદગ્ધ છે, તું સજ્જન છે, પણ હું જે ચહું છું તે તું આપી શકીશ? હું ઇચ્છું છું આનંદ–પ્રત્યેક ક્ષણે આનંદ. હું ઇચ્છું છું રોમાંચ – પ્રત્યેક ક્ષણે રોમાંચ. મારે જોઈએ તે દૃષ્ટિ જેના અજવાળામાં હું મને જોઈ શકું. જોઈ શકું મારો બીજો ચહેરો જે કોઈએ જોયો નથી, બીજા કોઈએ જોયો નથી. (જાણે તન્દ્રામાંથી જાગી ઉઠી હોય તેમ થોડી વાર પછી) મને ક્ષમા કર, મને ઠીક નથી. આવજે.
'''(તરંગિણી બીજા ઓરડામાં જતી રહે છે.)'''
'''ચંદ્રકેતુ''' : (લોલાપાંગી સાથે નજર મેળવી) જે ધાર્યું હતુ તે  જ. તરંગિણી સ્વસ્થ નથી.
'''લોલાપાંગી''' : (બીકભર્યા અવાજમાં) સ્વસ્થ નથી? તેનો અર્થ?
'''ચંદ્રકેતુ''' : મને શું લાગ્યું ખબર છે? જાણે વચ્ચે વચ્ચે એના કંઠમાંથી બીજું કોઈ બોલતું ના હોય.
'''લોલાપાંગી''' : એના કંઠમાંથી બીજું કોઈ બોલતું હોય? કોઈ વ્યાધિ તો નથી? કે પછી પેલી ડાકણ રતિમંજરીનાં કરતૂત? તાંત્રિક પાસે મારી બેટી પર જાદુ તો નથી કરાવ્યું ને?
'''ચંદ્રકેતુ''' : કેવી વિવશ લાગતી હતી. જાણે તંદ્રામગ્ન. તો પણ આંખો તો કેવી ઉજ્જવળ હતી!
'''લોલાપાંગી''' : હું વૈદ્યને બોલાવું. હું જોષીને બોલાવું. સ્નાયુરોગમાં આહ્‌લાદિનીવાટિકા રામબાણ ઈલાજ છે. ભૂતેશ્વર વ્રત કરવાથી ભૂતની નજર ઊતરી જાય છે.
'''ચંદ્રકેતુ''' : પણ મને બીજું લાગે છે. મુનિએ તેને શાપ આપ્યો છે.
'''લોલાપાંગી''' : શાપ! કેવો સત્યાનાશ!
'''ચંદ્રકેતુ''' : ઋષ્યશૃંગના તપમાં ભંગ પડાવવામાં આવે, અને એને માટે કોઈને સજા ન થાય એમ બને?
'''લોલાપાંગી''' : પણ રાજપુરોહિત જે કહ્યું હતું, તે તો અક્ષરેઅક્ષર સાચું પડ્યું છે. આજે અંગદેશ જાણે લક્ષ્મીનું પીઠસ્થાન છે.
'''ચંદ્રકેતુ''' : જોષીઓ જાણીને જાણીને કેટલું જાણવાના હતા? એક જ ઘટનાનાં જુદાં જુદાં અનેક પરિણામો હોઈ શકે. કાર્તિકેયના જન્મ માટે જ્યારે મહાદેવને ચળાવવા પડ્યા ત્યારે તો પ્રજાપતિયે સમજ્યા નહોતા કે કંદર્પ ભસ્મીભૂત થઈ જશે. જે તપ વિના દેવો પણ થઈ શકતા નથી, તેમાં વિઘ્ન નાખવું એ શું સહેલું છે?
'''લોલાપાંગી''' : શાપની કેટલી અદ્‌ભુત વાતો સાંભળી છે કોઈ જાનવર થઈ જાય છે, કોઈ પથ્થર. પણ તપસ્વિનીનું કોઈ રૂપાન્તર તો થયું નથી.
'''ચંદ્રકેતુ''' : ભાવાન્તર થયું છે. તે હવે પોતાના વશમાં નથી. તે કોઈ અલક્ષ્ય પ્રભાવ વડે અભિભૂત છે, સમ્મોહિત છે. તેને માટે જવાબદાર ઋષ્યશૃંગ છે. એમાં મને જોઈ સંદેહ નથી.
'''લોલાપાંગી''' : તો ઉપાય?
'''ચંદ્રકેતુ''' : જેમણે શાપ આપ્યો છે તે જ એ પાછો ખેંચી શકે.
'''(રાજમાર્ગ પર ડાંડી પીટનારનો પ્રવેશ.)'''
'''ડાંડી પીટનાર''' : (ઢોલ વગાડીને) આજ પાછલે પહોરે ભાવી યુવરાજ ઋષ્યશૃંગ અરજદારોને મુલાકાત આપશે. સમય ત્રીજા પહોરથી માંડી સૂર્યાસ્ત સુધી. તેઓ અર્ધ્ય અને અભિનંદન સ્વીકારશે. શક્ય ઇચ્છાઓ પૂરી કરશે. આજ પાછલે પહોરે ભાવી યુવરાજ ઋષ્યશૃંગ...
'''(રાજમાર્ગ વટાવીને તે જતો રહે છે.)'''
'''લોલાપાંગી''' : તો આજે જ, હું આજે જ જઈને તેમને પગે પડીશ.
'''ચંદ્રકેતુ''' : હું પણ જવાનું વિચારું છું.
'''લોલાપાંગી''' :  તો ચાલો આપણે બે સાથે જઈએ. હું તેમને પગે પડીને કહીશ ‘મારી કન્યાને આપ શાપમુક્ત કરો.’ તેમને દયા નહીં આવે?
'''ચંદ્રકેતુ''' : પણ કોને ખબર છે તેમનું ઋષિત્વ કેટલું બાકી રહ્યું છે? અત્યારે તો તે રાજાના જામાતા છે. શાપ વાળવાની ક્ષમતા જો તેઓ ખોઈ બેઠા હશે તો?
'''લોલાપાંગી''' : કંઈ નહીં તો યે યુવરાજ તો છે. દેવતાના મર્ત્ય પ્રતિનિધિ છે. ધર્મના રક્ષક છે. તેઓ તરંગિણીને આદેશ આપી શકશે. ફરજ પાડી શકશે. તેમના રાજ્યમાં કોઈ ધર્મત્યાગ કરવા તૈયાર થાય તો તેને રોકવાનું કર્તવ્ય તેમનું જ છે.
'''ચંદ્રકેતુ''' : એવું પણ બને કે તેમનું તપોબલ હજી એકદમ નષ્ટ ન થઈ ગયું હોય. વરદાન આપવાની શક્તિ લુપ્ત ન થઈ હોય. આપણી વિનંતી સારી રીતે રજૂ કરવી જોઈએ. આવ આપણે એકાન્તમાં જઈને વિચાર કરીએ. તરંગિણી સાંભળી ન જાય.
'''લોલાપાંગી''' : આ બાજુએ ચાલ.
(ચંદ્રકેતુ અને લોલાપાંગીનું પ્રસ્થાન. કેટલીક ક્ષણો રંગમંચ ખાલી રહે છે. તે પછી ધીમે ડગલે તરંગિણી પ્રવેશ કરે છે. આ દરમ્યાન તેણે વેશપરિવર્તન કર્યું છે. હવે તેના શણગાર અને પ્રસાધન બરાબર અંક પ્રમાણે તેના હાથમાં એક સુવર્ણજડિત દર્પણ છે.)
'''તરંગિણી''' : દર્પણ, કહે, તે શું મારા કરતાં પણ સુંદર છે? તે શું મારા કરતાં દીઘાર્ંગી છે? અને તન્વી? તેના અધર વધારે લાલ છે? છાતી વધારે સુગંધિત છે? તેના બાહુમાં વધારે વિશાળ અભ્યર્થના છે? અંગેઅંગમાં લાસ્ય ઉભરાય છે?...રાજકુમારી શાન્તા! જામાતા! યુવરાજ! તમે શું તૃપ્ત છો? મારી લાજ, મારો ગર્વ, મારી યંત્રણા! હું રિક્ત છું, મારું બધું ચાલ્યું ગયું છે... (દર્પણમાં ગંભીર ભાવે જોઈને) શું આ તે જ ચહેરો છે, જે તમે જોયો હતો? ‘તાપસ તમે કોણ છો? કોઈ સ્વર્ગના દૂત છો? કોઈ છદ્મવેશી દેવતા છો?’ આ મુખ, આ દેહ, આ વસ્રો, આ અલંકાર. તમે શું મને જ જોઈ હતી?  આ મને? ‘આનંદ વસે છે તમારાં નયનોમાં આનંદ વસે છે તમારાં ચરણોમાં.’ કાજલ, અલક્તક, લોધ્રરેણુ–હું શું તમારી ઋણી છું? વસ્રો, ભૂષણ, માલા, ચંદન–તમારી? પણ આ જ તો તમે જોયાં હતાં—આ ત્વચા, માંસ, રક્ત, મેદ–આ શરીરઃ હવે કેમ દૃષ્ટિપાત કરતા નથી? હું સ્વપ્નમાં જોઉં છું તમારી એ દૃષ્ટિ—જાગરણમાં જોઉં છું તમારી એ દૃષ્ટિ પણ તમે જે જોયું હતું તે હું કેમ જોતી નથી?... કે પછી મારી જ ભ્રમણા છે? કે પછી તમે જેને જોઈ હતી તે બીજી જ કોઈક છે? આવરણ નહીં, પ્રસાધન નહીં, ત્વચા રક્ત માંસ મેદ નહીં—તો પછી તે કોણ છે? કહે દર્પણ તે કોણ છે? એક ચહેરો એક જ ચહેરો ફૂટી આવે છે વારંવાર—બીજો ચહેરો નથી? આવ—બહાર આવ દર્પણના ઊંડાણમાંથી—બહાર આવ મારા તે ચહેરા! જુઠાબોલા! (દર્પણ ફેંકી દે છે.) તો શું મેં સ્વપ્ન જોયું હતું? બધો મારો મતિભ્રમ છે—તે જ આકાશ, તરુણ સૂર્ય, મારા હૃદયમાં તે જ સૂર્યોદય? ના, મતિભ્રમ નથી—નિષ્ઠુર વાસ્તવ છે. તેઓ આજે યુવરાજ છે—તેઓ આજે લોકપાલ છે. તમને શરમ નથી આવતી? રાજમાર્ગો ઉપર તમારું નામ ઝાંખું પડ્યું છે, રાજમહેલના પ્રકોષ્ટમાં તમે ધૂળેટાયા છો...‘હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ.’ પાપિષ્ઠા, કપટભાષિણી, તું ક્યાં રાખી શકી? બીજાના હાથમાં આપી દીધા. સોંપી દીધા શાન્તાના બાહુપાશમાં...પ્રિય, મારા પ્રિય, મારા પ્રિયતમ, કેમ હું તમને લઈને ચાલી ગઈ નહીં–દૂર બહુ દૂર—જ્યાં શાન્તા નથી, લોલાપાંગી નથી, ચંદ્રકેતુ નથી—જ્યાં તમારા નામનો કોઈ જયજયકાર કરતું નથી....પણ હું કરી શકીશ–હજી પણ તમે કરી શકીશ–હજી હું તરંગિણી છું! (દ્રુત ભંગિમાથી દર્પણ ઊંચકી લઈ) ‘સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધુમ હોમાનલ.’ કહે, દર્પણ, બધું સાચ્યું છે. જોઈ જો, મારું હાસ્ય. લઈજો મારા ગાત્રોની સગંધ. સાંભળ મારા કંકણનો રણકાર. હું તરંગિણી છું, તપસ્વીને લૂંટી લીધા હતા, અને આજ શું એક તુચ્છ જામાતાને જીતી નહીં શકું? (મોટેથી હસે છે.)
'''(પડદો ધીરે ધીરે પડે છે.)'''
</poem>
</poem>
26,604

edits