સૌરાષ્ટ્રની રસધાર/કામળીનો કૉલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કામળીનો કૉલ| }} {{Poem2Open}} “આ ગામનું નામ શું, ભાઈ?” “નાગડચાળું. ક્...")
 
No edit summary
Line 38: Line 38:
</center>
</center>
</Poem>
</Poem>
{{Poem2Open}}
સાંગો ગોડ આ બધી બીના સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો, ત્યાં તો માએ વાળુ પીરસ્યું. સાંગાએ પોતાને ખંભે નાખવાની એક મેલી ઊનની કામળી પાથરીને ઈસરદાનજીને તેની ઉપર બેસાડ્યા. કવિએ એ ગરીબની આછીપાતળી રાબછાશ કોઈ રાજથાળી કરતાંયે વધુ મીઠાશથી આરોગી.
જમીને ઈસરદાનજીએ કહ્યું : “ભાઈ, મારે એક નીમ છે કે એક વરસમાં એક જ વાર દાન લેવું. આજ તારી પાસે હાથ લાંબો કરું છું.”
“માગો, દેવ! મારી પાસે હશે તે બધું આપીશ.”
“ફક્ત આ તારી ઊનની કામળી દે. એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ.”
“ભલે, બાપુ! પણ મને એક વચન આપો.”
“વચન છે.”
“હું વીનવું છું કે હિંગળાજથી પાછા વળો ત્યારે આંહીં થઈને પધારો. હું આપને માટે એક કામળી કરી રાખીશ. આ તો જૂની થઈ ગઈ છે.”
ઈસર બારોટ વચન આપીને હિંગળાજ ચાલી નીકળ્યા. આંહીં સાંગાએ કામળીની ઊન કાંતવા માંડી. વગડામાં કોઈ નદીને કાંઠે વાછડાં ચરતાં ફરે, વાછડાંને ગળે બાંધેલી ટોકરી રણક્યા કરે અને હરિનાં ભજનો ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવી ફેરવીને ઊનનો ઝીણો તાંતણો કાંત્યા કરે છે. આઠેય પહોર એના ઘટમાં એકનું એક જ રટણ છે કે ‘મારી આ કામળી ઉપર બેસીને બારોટજી પ્રભુની પૂજા કરશે, ભેળો હુંયે તરી જઈશ.’
ચાર મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો. અને વાછડાં ચોમાસાની વાટ જોવા લાગ્યાં.
વાછડાંને ચોમાસું તો આવી મળ્યું, પણ સાંગાને હજુ બારોટજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાડંબર મંડાયો. વાવાઝોડું મચ્યું. મુશળધાર મે’ વરસવા લાગ્યો અને ગામની નદી બેય કાંઠે પ્રલયકારી પાણીના કોગળા કાઢવા લાગી. સાંગો વાછડાં લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને લાગ્યું કે મારી મા ઝૂરશે. આ વાછડાં આંહીંને આંહીં થીજી જશે, ને હવે બહુ તાણ નથી રહ્યું, એમ વિચારી સાંગો વાછડાંને હાંકી પાણીમાં ઊતર્યો. બીજાં બધાં વાછડાં તો ઊતરી ગયાં, પણ સાંગાએ જેનું પૂંછડું ઝાલ્યું હતું તે વાછડો મધવહેણમાં લથડ્યો. સાંગો તણાયો. કાંઠે ઊભેલા લોક પોકાર કરી ઊઠ્યાં : ‘એ ગયો, એ તણાયો.’ પણ એને બચાવવા કોઈ ન પડ્યું. પાણીમાં ડબકાં ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે? એને બીજું કાંઈ ન સાંભર્યું :
{{Poem2Close}}
<poem>
<center>
'''જળ ડૂબંતે જાય, સાદ જ સાંગરીએ દિયા,'''
'''કહેજો મોરી માય, કવિને દીજો કામળી.'''
</center>
</poem>
{{Poem2Open}}
[પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો સાદ કરે છે કે ‘ઓ ભાઈઓ, મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભૂલે.’]
{{Poem2Close}}
<poem>
<center>
'''નદીઆં, વેળુ, નાગ : સાદ જ સાંગરીએ દિયા,'''
'''તોશો કાંઈ ત્યાગ, મન જોજો માઢવ તણું.'''
</center>
</poem>
{{Poem2Open}}
[નદીમાં કારમી વેળ આવી છે, ચારે તરફ સર્પો ફેણ માંડી રહ્યા છે, છતાં તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે ‘કવિને કામળી દેવાનું ન ભૂલજો.’ એને બીજું કાંઈ નથી સાંભરતું. હે સાંગા, કેવો તારો ત્યાગ! માઢવ રાજા રોજ ચારણોને લાખપસાવ દેતો, છતાં તારા દાનની તોલે એ ન આવે.]
{{Poem2Close}}
<poem>
<center>
'''સાંગરીએ દીધા શબદ, વહેતે નદપાણી,'''
'''દેજો ઈસરદાસને, કામળ સહેલાણી.'''
</center>
</poem>
{{Poem2Open}}
[વહેતાં પૂરમાં તણાતાં તણાતાં સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો.]
માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઈ ગયો. નદીનાં મોજાં એને દરિયામાં ઉપાડી ગયાં.
થોડે દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના ઝૂરતી ડોસીએ પોતાની પાંપણોનાં પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈસરદાને પૂછ્યું : “સાંગો ક્યાં?”
ડોસી કહે : “સાંગો તો ગામતરે ગયો છે. તમે જમી લ્યો, બારોટજી!”
ચતુર ચારણ ડોસીનાં આંસુ દેખી ગયો. એણે સાંગા વિના ખાવું-પીવું હરામ કર્યું. ડોસીએ છેવટે કહ્યું : “સાંગાને તો નદી-માતા તાણી ગઈ.”
ચારણ કહે : “એમ બને જ નહિ. રજપૂતનો દીકરો દીધે વચને જાય કે?”
“અરે દેવ! સાંગો તો ગયો. આખું ગામ સાક્ષી છે. પણ જાતાં જાતાં તમને કામળી દેવાનું સંભારતો ગયો છે, હો! પાણીમાં ગળકાં ખાતાં ખાતાં પણ એણે તો તમને કામળ્ય દેવાની જ ઝંખના કરી’તી.”
“સાંગાના હાથથી જ કામળી ન લઉં, તો હું ચારણ નહિ. ચાલો, બતાવો, ક્યાં ડૂબ્યો સાંગો?”
ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ, અને કહ્યું : “સાંગો આંહીં તણાયો.”
“સાંગા! બાપ સાંગા! કામળી દેવા હાલ્ય!” એવા સાદ કરી કરીને કવિ બોલાવવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીનાં નીરમાંથી જાણે કોઈ પડઘા દેતું હતું. કવિને ગાંડો માનીને ડોસી હસતી જાય છે, વળી પાછી રોઈ પડે છે; ત્યાં તો નદીમાં પૂર ચડ્યું, પાણીના લોઢ પછાડા ખાઈ ખાઈ કોઈ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાદ દીધો : “સાંગા! કામળી દેવા હાલજે, મારી કામળી! હરિની પૂજાને મોડું થાય છે!”
“આવું છું, દેવ, આવું છું!” આઘેથી એવો અવાજ આવ્યો. જુએ ત્યાં એ જ વાછરડાનું પૂંછડું ઝાલીને સાંગો તરતો આવે છે. બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાઝી પડ્યો. એના હાથમાં નવી કરેલી કામળી હતી. કામળી સમર્પીને સાંગો ફરી વાર મોજાંમાં સમાયો; ઈસરદાને છેલ્લો દોહો કહ્યો :
{{Poem2Close}}
<poem>
<center>
'''દીધાંરી દેવળ ચડે, મત કોઈ રીસ કરે,'''
'''નાગડચાળાં ઠાકરાં, સાંગો ગોડ સરે.'''
</center>
</Poem>
{{Poem2Open}}
[નાગડચાળાના હે ઠાકોર! તમે કોઈ રીસ કરશો મા કે હું સાંગાને એક કામળીને ખાતર એટલો બધો વખાણીને તમારો પણ શિરોમણિ શા માટે બનાવું છું; કારણ કે એ તો ખરેખરો દિલદાતાર ઠર્યો. દિલનો દાતાર હોય તેનું જ ઈંડું કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે. આમાં દાનની વસ્તુની કિંમત નથી, પણ એક વાર મુખથી કહેલું દાન મરતાં મરતાં પણ દેવા માટે તરફડવું એની બલિહારી છે.]
{{Poem2Close}}
26,604

edits