18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩|}} {{Poem2Open}} સાહિત્યઃ સર્જનમીમાંસા इदं कविभ्यः पूर्वेभ्यो...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
એમાં હું કશું નવું કરતો નથી, માત્ર મારા પૂર્વાધિકારીઓને પગલે ચાલું છું; એ પુરોગામીઓનો અણઅનુભવ્યો એક નવીન ભાવ પણ અનુભવું છું – આશ્ચર્યનો. | એમાં હું કશું નવું કરતો નથી, માત્ર મારા પૂર્વાધિકારીઓને પગલે ચાલું છું; એ પુરોગામીઓનો અણઅનુભવ્યો એક નવીન ભાવ પણ અનુભવું છું – આશ્ચર્યનો. | ||
ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે હું લગભગ ચાર દાયકાથી સંકળાયેલો રહ્યો છું. જે વાદ, વિવાદ, પ્રવાદ, વિષાદ અને અંતે પ્રસાદ એ પરિષદને અને ખાસ કરીને પરિષદના બંધારણને અંગે આપણા સાહિત્યકારો, સાહિત્યરસિકો અને સાહિત્ય સાથે નહિ, પણ સાહિત્યકારો સાથે સંબંધ ધરાવનારાઓ વચ્ચે પ્રસરેલા છે, તેનો હું સાક્ષી રહ્યો છું. એમાં કેવળ સાક્ષી જ નહોતો રહ્યો, પણ મેં તેમાં યથાકાળે ને યથાયોગ્ય ભાગ પણ લીધો હતો. પરિષદના સામાન્ય સભાસદથી માંડી ઉપપ્રમુખપદ સુધી સીધી લીટીમાં ગતિ કર્યા પછી મારે હવે આથી આગળ વધવાનું નથી, એવી પ્રતીતિ થઈ ગઈ છે. પરિષદનું પ્રમુખપદ એ તો પ્રાંશુલભ્ય ફળ અને એ માટે આ વામને ઉદ્બાહુ થવાનો પ્રયત્ન તો શું, કલ્પના પણ નહોતી કરી; છતાં આજે આપણા દેશમાં એવું વાતાવરણ પ્રવર્તે છે કે પ્રાંશુલભ્ય ફળો વામનોના હાથમાં આવીને પડે. | ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે હું લગભગ ચાર દાયકાથી સંકળાયેલો રહ્યો છું. જે વાદ, વિવાદ, પ્રવાદ, વિષાદ અને અંતે પ્રસાદ એ પરિષદને અને ખાસ કરીને પરિષદના બંધારણને અંગે આપણા સાહિત્યકારો, સાહિત્યરસિકો અને સાહિત્ય સાથે નહિ, પણ સાહિત્યકારો સાથે સંબંધ ધરાવનારાઓ વચ્ચે પ્રસરેલા છે, તેનો હું સાક્ષી રહ્યો છું. એમાં કેવળ સાક્ષી જ નહોતો રહ્યો, પણ મેં તેમાં યથાકાળે ને યથાયોગ્ય ભાગ પણ લીધો હતો. પરિષદના સામાન્ય સભાસદથી માંડી ઉપપ્રમુખપદ સુધી સીધી લીટીમાં ગતિ કર્યા પછી મારે હવે આથી આગળ વધવાનું નથી, એવી પ્રતીતિ થઈ ગઈ છે. પરિષદનું પ્રમુખપદ એ તો પ્રાંશુલભ્ય ફળ અને એ માટે આ વામને ઉદ્બાહુ થવાનો પ્રયત્ન તો શું, કલ્પના પણ નહોતી કરી; છતાં આજે આપણા દેશમાં એવું વાતાવરણ પ્રવર્તે છે કે પ્રાંશુલભ્ય ફળો વામનોના હાથમાં આવીને પડે. | ||
સાહિત્ય પરિષદ અને સૂરત | '''સાહિત્ય પરિષદ અને સૂરત''' | ||
પરિષદ સાથે મારો સંબંધ લાંબા કાળનો છે. સૂરત સાથેનો સંબંધ તો એથીયે પુરાણો છે. હું ચાલતાં કે બોલતાં જ નહિ, પણ હાલતાં શીખ્યો તે પહેલાંથી સૂરત સાથે મારો સંબંધ છે. સૂરતની ધૂળ મારા માથા પર, સૂરતની વિશિષ્ટ ‘સરસ્વતી’ (અવળવાણી) મારા કાનમાં, સૂરતનું સુવિખ્યાત જમણ મારા ઉદરમાં અને ‘સૂરતીલાલા સહેલાણી’ના સંસ્કાર મારા હૃદયમાં પડેલા છે. સાહિત્યની અભિરુચિ ને સાહિત્યના સંસ્કાર પણ મને અહીંથી જ સાંપડ્યાં છે. આમ મારા અન્નમય કોશથી માંડી વિજ્ઞાનમય કોશ સુધીનું મારું ઘડતર અહીં સૂરતમાં જ થયું છે. | પરિષદ સાથે મારો સંબંધ લાંબા કાળનો છે. સૂરત સાથેનો સંબંધ તો એથીયે પુરાણો છે. હું ચાલતાં કે બોલતાં જ નહિ, પણ હાલતાં શીખ્યો તે પહેલાંથી સૂરત સાથે મારો સંબંધ છે. સૂરતની ધૂળ મારા માથા પર, સૂરતની વિશિષ્ટ ‘સરસ્વતી’ (અવળવાણી) મારા કાનમાં, સૂરતનું સુવિખ્યાત જમણ મારા ઉદરમાં અને ‘સૂરતીલાલા સહેલાણી’ના સંસ્કાર મારા હૃદયમાં પડેલા છે. સાહિત્યની અભિરુચિ ને સાહિત્યના સંસ્કાર પણ મને અહીંથી જ સાંપડ્યાં છે. આમ મારા અન્નમય કોશથી માંડી વિજ્ઞાનમય કોશ સુધીનું મારું ઘડતર અહીં સૂરતમાં જ થયું છે. | ||
પરંતુ આ તો સૂરતના ને મારા સંબંધની વાત થઈ. પ્રસ્તુત વાત તો સૂરતની સાહિત્યસેવાની છે. | પરંતુ આ તો સૂરતના ને મારા સંબંધની વાત થઈ. પ્રસ્તુત વાત તો સૂરતની સાહિત્યસેવાની છે. | ||
અર્થના ઉપાસકો જ્યારે કલમને ઓળે આવવામાં પણ જોખમ માનતા ત્યારે કલમને ખોળે માથું મૂકી, ઊંચે મસ્તકે ફરનાર ઉદ્દંડ ને સ્વતંત્ર પ્રકૃતિનો, બહુ ગવાયેલો ને બહુ વગોવાયેલો નર્મદ સૂરતના જ નહિ, પણ આખા ગુજરાતના, સમસ્ત ભારતના ગૌરવ સમો છે. એણે એકલે હાથે જેટલું કર્યું છે તેટલું આપણાથી અનેક હાથે પણ થઈ શક્યું નથી. ધીરગંભીર, ઠરેલ પ્રકૃતિના, નર્મમર્મના પારખુ, સ્વસ્થ ને સમતોલ બુદ્ધિના વિવેચક નવલરામ અને સરળ શૈલીની ઐતિહાસિક નવલકથાના આદ્ય લેખક, વિચક્ષણ ને વ્યવહારકુશળ એવા નંદશંકરઃ સૂરતના ત્રણ નન્નાઓએ ગુજરાતને પાશ્ચાત્ય સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનો પ્રથમ આસ્વાદ કરાવ્યો. અંગ્રેજી રાજ્યસત્તાનું બીજ સૂરતને આંગણે રોપાયું એ આ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત છે કે નહિ તે ચર્ચાસ્પદ છે, પરંતુ આંગ્લ સાહિત્યનાં સંસ્કારબીજ આ ભૂમિમાં રોપાયાં એ તો એને માટે અવશ્ય ગૌરવની વાત છે. | અર્થના ઉપાસકો જ્યારે કલમને ઓળે આવવામાં પણ જોખમ માનતા ત્યારે કલમને ખોળે માથું મૂકી, ઊંચે મસ્તકે ફરનાર ઉદ્દંડ ને સ્વતંત્ર પ્રકૃતિનો, બહુ ગવાયેલો ને બહુ વગોવાયેલો નર્મદ સૂરતના જ નહિ, પણ આખા ગુજરાતના, સમસ્ત ભારતના ગૌરવ સમો છે. એણે એકલે હાથે જેટલું કર્યું છે તેટલું આપણાથી અનેક હાથે પણ થઈ શક્યું નથી. ધીરગંભીર, ઠરેલ પ્રકૃતિના, નર્મમર્મના પારખુ, સ્વસ્થ ને સમતોલ બુદ્ધિના વિવેચક નવલરામ અને સરળ શૈલીની ઐતિહાસિક નવલકથાના આદ્ય લેખક, વિચક્ષણ ને વ્યવહારકુશળ એવા નંદશંકરઃ સૂરતના ત્રણ નન્નાઓએ ગુજરાતને પાશ્ચાત્ય સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનો પ્રથમ આસ્વાદ કરાવ્યો. અંગ્રેજી રાજ્યસત્તાનું બીજ સૂરતને આંગણે રોપાયું એ આ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત છે કે નહિ તે ચર્ચાસ્પદ છે, પરંતુ આંગ્લ સાહિત્યનાં સંસ્કારબીજ આ ભૂમિમાં રોપાયાં એ તો એને માટે અવશ્ય ગૌરવની વાત છે. | ||
સૂરતને આંગણે આ પરિષદ બીજી વાર ભરાય છે. વચ્ચે પચાસ વર્ષોનો ગાળો વીતી ગયો છે. પહેલી પરિષદ બોલાવ્યા પછી પચાસ વર્ષ સુધી વાટ જોઈને પરિષદને બીજી વાર પોતાને ત્યાં નિમંત્રવામાં સૂરતે એના સ્વભાવધર્મથી વિરુદ્ધ શાણપણ દર્શાવ્યું છે, કે દશ વર્ષની મુગ્ધ બાલિકાને નીરખ્યા પછી સાઠ વર્ષની વયે પહોંચેલી એ વૃદ્ધા કેવીક લાગે છે એવી કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને એમ કર્યું છે, એ કહેવું મુશ્કેલ છે. | સૂરતને આંગણે આ પરિષદ બીજી વાર ભરાય છે. વચ્ચે પચાસ વર્ષોનો ગાળો વીતી ગયો છે. પહેલી પરિષદ બોલાવ્યા પછી પચાસ વર્ષ સુધી વાટ જોઈને પરિષદને બીજી વાર પોતાને ત્યાં નિમંત્રવામાં સૂરતે એના સ્વભાવધર્મથી વિરુદ્ધ શાણપણ દર્શાવ્યું છે, કે દશ વર્ષની મુગ્ધ બાલિકાને નીરખ્યા પછી સાઠ વર્ષની વયે પહોંચેલી એ વૃદ્ધા કેવીક લાગે છે એવી કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને એમ કર્યું છે, એ કહેવું મુશ્કેલ છે. | ||
“જેને શત્રુ નહિ, તે સાક્ષર નહિ!” | '''“જેને શત્રુ નહિ, તે સાક્ષર નહિ!”''' | ||
લાઠીમાં ભરાયેલા અગિયારમા સંમેલન પ્રસંગે શ્રી મુનશીજીએ કહ્યું હતું, “સાક્ષરોને સરખા રાખવા એ ઘણું જ અઘરું કામ છે, ડોલતાં ઇંદ્રાસનો સરખાં રાખી શકાય, પરંતુ કલમના ઘોડા પર સવાર થયેલા સાક્ષરોને સરખા રાખવા એ વિશેષ વિકટ કામ છે. સાક્ષરો કલમરૂપી ઘોડી પર ચડી, ઘોડીના પગ તળે શું કચડાય છે, કચડાનારાની શી સ્થિતિ થાય છે, તેનો પણ વિચાર કરતા નથી. પરસ્પર કલમથી શાહી છાંટવામાં તેઓ બડા બહાદુર હોય છે. તેમને કોઈની પરવા હોતી નથી. સાક્ષરો વિશે એવી વ્યાખ્યા આપી શકાય કે જેને શત્રુ નહિ તે સાક્ષર નહિ!” | લાઠીમાં ભરાયેલા અગિયારમા સંમેલન પ્રસંગે શ્રી મુનશીજીએ કહ્યું હતું, “સાક્ષરોને સરખા રાખવા એ ઘણું જ અઘરું કામ છે, ડોલતાં ઇંદ્રાસનો સરખાં રાખી શકાય, પરંતુ કલમના ઘોડા પર સવાર થયેલા સાક્ષરોને સરખા રાખવા એ વિશેષ વિકટ કામ છે. સાક્ષરો કલમરૂપી ઘોડી પર ચડી, ઘોડીના પગ તળે શું કચડાય છે, કચડાનારાની શી સ્થિતિ થાય છે, તેનો પણ વિચાર કરતા નથી. પરસ્પર કલમથી શાહી છાંટવામાં તેઓ બડા બહાદુર હોય છે. તેમને કોઈની પરવા હોતી નથી. સાક્ષરો વિશે એવી વ્યાખ્યા આપી શકાય કે જેને શત્રુ નહિ તે સાક્ષર નહિ!” | ||
સાક્ષરોને સરખા રાખવા એ બહુ મુશ્કેલ છે એવો અનુભવ, હું માનું છું, કે સૂરતને હજી સુધી થયો નથી. આ સંમેલન પ્રસંગે એવો અનુભવ નહિ થાય એવી ખાતરી તો નથી આપતો, પણ આશા જરૂર રાખું છું. સાક્ષરોને નહિ, પણ રાજકારણીય પુરુષોને સરખા રાખવા એ બહુ દુષ્કર છે, એવો અનુભવ સૂરતને થયો છે ખરો. રાજકારણના દૂધથી દાઝેલા કદાચ સાહિત્યની છાશ પણ ફૂંકીને પીવા માગતા હોય તો કોણ જાણે! સૂરતમાં સાહિત્ય પરિષદનું પાંચમું સંમેલન ૧૯૧૫માં ભરાયું તે પછી બીજાં સત્તર સંમેલનો ભરાઈ ગયાં. તે દરમ્યાન સાક્ષરો વચ્ચે અક્ષરોની આપલે સારા પ્રમાણમાં થઈ, પરંતુ તેમાં કોઈ પણ સમયે ઉગ્રતા, કટુતા કે વિખવાદનાં દર્શન થયાં નહોતાં એ જોઈને સૂરતે “હવે આ સૌ સાક્ષરોને ભેગા કરવામાં જોખમ નથી.” એવો નિર્ણય કર્યો હોય તો એમાં આશ્ચર્ય નથી. | સાક્ષરોને સરખા રાખવા એ બહુ મુશ્કેલ છે એવો અનુભવ, હું માનું છું, કે સૂરતને હજી સુધી થયો નથી. આ સંમેલન પ્રસંગે એવો અનુભવ નહિ થાય એવી ખાતરી તો નથી આપતો, પણ આશા જરૂર રાખું છું. સાક્ષરોને નહિ, પણ રાજકારણીય પુરુષોને સરખા રાખવા એ બહુ દુષ્કર છે, એવો અનુભવ સૂરતને થયો છે ખરો. રાજકારણના દૂધથી દાઝેલા કદાચ સાહિત્યની છાશ પણ ફૂંકીને પીવા માગતા હોય તો કોણ જાણે! સૂરતમાં સાહિત્ય પરિષદનું પાંચમું સંમેલન ૧૯૧૫માં ભરાયું તે પછી બીજાં સત્તર સંમેલનો ભરાઈ ગયાં. તે દરમ્યાન સાક્ષરો વચ્ચે અક્ષરોની આપલે સારા પ્રમાણમાં થઈ, પરંતુ તેમાં કોઈ પણ સમયે ઉગ્રતા, કટુતા કે વિખવાદનાં દર્શન થયાં નહોતાં એ જોઈને સૂરતે “હવે આ સૌ સાક્ષરોને ભેગા કરવામાં જોખમ નથી.” એવો નિર્ણય કર્યો હોય તો એમાં આશ્ચર્ય નથી. | ||
Line 22: | Line 22: | ||
જે સમયનો ઉલ્લેખ સદ્ગત પાઠકે ઉપર કર્યો છે તે કરતાં તો અત્યારનો સમય ઘણો ઘણો વિષમ છે. ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. એ ભલે વિશ્વયુદ્ધ તરીકે ગણાયું હશે, પરંતુ યુદ્ધના વિષથી આપણો દેશ દૂર હતો. એ યુદ્ધ પૂરું થયું હતું, પરંતુ અત્યારે તો આપણે જ આંગણે પાકિસ્તાનની ‘મહેરબાની’થી ત્રીજું યુદ્ધ આવી ઊતર્યું છે. એ યુદ્ધ અટક્યું છે ખરું પણ પૂરું નથી થયું. એ યુદ્ધ અટકી જરા શ્વાસ ખાઈ, વધારે બળપૂર્વક ફરી પ્રવૃત્ત થાય એવાં ચિહ્નો ચોમેર નજરે પડે છે. સાહિત્ય પરિષદના ઇતિહાસમાં આવો કપરો કાળ આ પૂર્વે કદી આવ્યો નહોતો. | જે સમયનો ઉલ્લેખ સદ્ગત પાઠકે ઉપર કર્યો છે તે કરતાં તો અત્યારનો સમય ઘણો ઘણો વિષમ છે. ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. એ ભલે વિશ્વયુદ્ધ તરીકે ગણાયું હશે, પરંતુ યુદ્ધના વિષથી આપણો દેશ દૂર હતો. એ યુદ્ધ પૂરું થયું હતું, પરંતુ અત્યારે તો આપણે જ આંગણે પાકિસ્તાનની ‘મહેરબાની’થી ત્રીજું યુદ્ધ આવી ઊતર્યું છે. એ યુદ્ધ અટક્યું છે ખરું પણ પૂરું નથી થયું. એ યુદ્ધ અટકી જરા શ્વાસ ખાઈ, વધારે બળપૂર્વક ફરી પ્રવૃત્ત થાય એવાં ચિહ્નો ચોમેર નજરે પડે છે. સાહિત્ય પરિષદના ઇતિહાસમાં આવો કપરો કાળ આ પૂર્વે કદી આવ્યો નહોતો. | ||
અત્યારની દેશની પરિસ્થિતિ, સુદામાની પત્ની પેઠે કહેતી હોય એમ લાગે છેઃ | અત્યારની દેશની પરિસ્થિતિ, સુદામાની પત્ની પેઠે કહેતી હોય એમ લાગે છેઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
::: “એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે, | |||
::: રુએ બાળક, લાવો અન્ન, લાગું પાયજી રે.” | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ પ્રાચીન કાળના સુદામાની પેઠે અર્વાચીન કાળના સુદામા પણ અન્નની યાચના કરવા પોતાના પુરાણા મિત્ર કૃષ્ણને દ્વારે જવા ઇચ્છે છે. એ પુરાણપ્રસિદ્ધ સુદામાને અન્નના વિષયમાં જ નહિ, પરંતુ સર્વ પ્રકારના આર્થિક તેમજ પારમાર્થિક વિષયમાં પણ જે સંપન્નતા સાંપડી હતી, તે અર્વાચીન કાળના સુદામાને માટે સુલભ નથી! | એ પ્રાચીન કાળના સુદામાની પેઠે અર્વાચીન કાળના સુદામા પણ અન્નની યાચના કરવા પોતાના પુરાણા મિત્ર કૃષ્ણને દ્વારે જવા ઇચ્છે છે. એ પુરાણપ્રસિદ્ધ સુદામાને અન્નના વિષયમાં જ નહિ, પરંતુ સર્વ પ્રકારના આર્થિક તેમજ પારમાર્થિક વિષયમાં પણ જે સંપન્નતા સાંપડી હતી, તે અર્વાચીન કાળના સુદામાને માટે સુલભ નથી! | ||
પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણે આપણું પાણી ન બતાવીએ તો પછી ક્યારે બતાવીશું? અન્નની અછત ભલે પ્રવર્તતી હોય, પણ આપણે પાણીથી તો પાતળા ન જ થઈએ. | પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણે આપણું પાણી ન બતાવીએ તો પછી ક્યારે બતાવીશું? અન્નની અછત ભલે પ્રવર્તતી હોય, પણ આપણે પાણીથી તો પાતળા ન જ થઈએ. | ||
Line 43: | Line 47: | ||
આ અને આવા બીજા અનેક પ્રશ્નો પરિષત્પ્રમુખોના વિશાળ દૃષ્ટિ ફલકમાં અત્યાર અગાઉ આવી ગયા છે. એ સૌ વિશે એમના પ્રામાણિક ને પ્રમાણભૂત અભિપ્રાયોનો લાભ પણ આપણને મળી ચૂક્યો છે. એમાં કંઈ પણ સુધારોવધારો કરવાની નથી મારી વૃત્તિ, કે નથી મારી શક્તિ. | આ અને આવા બીજા અનેક પ્રશ્નો પરિષત્પ્રમુખોના વિશાળ દૃષ્ટિ ફલકમાં અત્યાર અગાઉ આવી ગયા છે. એ સૌ વિશે એમના પ્રામાણિક ને પ્રમાણભૂત અભિપ્રાયોનો લાભ પણ આપણને મળી ચૂક્યો છે. એમાં કંઈ પણ સુધારોવધારો કરવાની નથી મારી વૃત્તિ, કે નથી મારી શક્તિ. | ||
છતાં, મૌનનો મહિમા સમજનારને પણ મુખર બનાવે એવા આ સંમેલનના પ્રમુખસ્થાને આવીને હું મૂગો રહું એ કેમ ચાલે? | છતાં, મૌનનો મહિમા સમજનારને પણ મુખર બનાવે એવા આ સંમેલનના પ્રમુખસ્થાને આવીને હું મૂગો રહું એ કેમ ચાલે? | ||
(૨) | <center>(૨)</center> | ||
સાહિત્યની અભિવૃદ્ધિ કરવા માટે તેમ જ સાહિત્ય તરફની અભિરુચિથી પ્રેરાઈને આપણે અહીં આ સાહિત્ય પરિષદના મંડપમાં ભેગાં થયાં છીએ; તો, ‘જેને માંડવે જઈએ તેનાં ગીત ગાવાં’ એ ન્યાયે, સાહિત્ય વિશે અહીં કંઈક વિચારણા કરવી એ પ્રસ્તુત બને છે. | સાહિત્યની અભિવૃદ્ધિ કરવા માટે તેમ જ સાહિત્ય તરફની અભિરુચિથી પ્રેરાઈને આપણે અહીં આ સાહિત્ય પરિષદના મંડપમાં ભેગાં થયાં છીએ; તો, ‘જેને માંડવે જઈએ તેનાં ગીત ગાવાં’ એ ન્યાયે, સાહિત્ય વિશે અહીં કંઈક વિચારણા કરવી એ પ્રસ્તુત બને છે. | ||
સાહિત્ય સંબંધી અનેકાનેક અભિપ્રાયો | સાહિત્ય સંબંધી અનેકાનેક અભિપ્રાયો | ||
Line 103: | Line 107: | ||
સત્ય, સાહિત્ય અને અસત્યઃ | સત્ય, સાહિત્ય અને અસત્યઃ | ||
સત્યનું સ્વરૂપ સર્વથા અને સર્વત્ર એકસરખું નથી. | સત્યનું સ્વરૂપ સર્વથા અને સર્વત્ર એકસરખું નથી. | ||
::: “વિભાગો કર્યાથી પ્રણય કદી ના ન્યૂન બનતો.” | |||
તેમ સત્ય પણ જુદી જુદી રીતે વિભક્ત થવા છતાં, એમાં ન્યૂનતા આવતી નથી. | તેમ સત્ય પણ જુદી જુદી રીતે વિભક્ત થવા છતાં, એમાં ન્યૂનતા આવતી નથી. | ||
વ્યવહારજગતના ધોરણે જોતાં તો નાનું બાળક પણ સમજી શકે છે કે મને જે વાર્તા કહેવામાં આવે છે, તે સાચી નથી. સાહિત્યકૃતિમાં ભૌતિક સત્યની કોઈ અપેક્ષા પણ ભાગ્યે જ રાખે. એ દૃષ્ટિએ જોતાં પણ સાહિત્ય અસત્યનો આશ્રય લે છે, એમ તો ન જ કહી શકાય. બીજાથી છેતરાઈને કે બીજાને છેતરવાને માટે (મજાકઠઠ્ઠાના પ્રસંગોના અપવાદ બાદ કરતાં), વાણી ને વર્તનમાં મનુષ્ય અસત્યનો આશ્રય લે છે. પરંતુ સાહિત્યકાર કોઈને છેતરવા માગતો નથી; ભાવક છેતરાવા પણ ઇચ્છતો નથી. | વ્યવહારજગતના ધોરણે જોતાં તો નાનું બાળક પણ સમજી શકે છે કે મને જે વાર્તા કહેવામાં આવે છે, તે સાચી નથી. સાહિત્યકૃતિમાં ભૌતિક સત્યની કોઈ અપેક્ષા પણ ભાગ્યે જ રાખે. એ દૃષ્ટિએ જોતાં પણ સાહિત્ય અસત્યનો આશ્રય લે છે, એમ તો ન જ કહી શકાય. બીજાથી છેતરાઈને કે બીજાને છેતરવાને માટે (મજાકઠઠ્ઠાના પ્રસંગોના અપવાદ બાદ કરતાં), વાણી ને વર્તનમાં મનુષ્ય અસત્યનો આશ્રય લે છે. પરંતુ સાહિત્યકાર કોઈને છેતરવા માગતો નથી; ભાવક છેતરાવા પણ ઇચ્છતો નથી. | ||
નાટક ઇન્દ્રજાળ છે, માયાની રચના છે, મોહન છેતરપિંડી છે, એવું વિધાન કોઈકે ક્યાંક કરેલું વાંચ્યું છે. પરંતુ એ વિધાન ખોટું છે. લોકોનો અનુભવ જ એના પ્રમાણરૂપ છે. લોકો નાટક જોવા જાય છે તે શું પૈસા ખરચીને છેતરાવા માટે? અને ધારો કે પહેલી વાર અજ્ઞાનને કારણે એની માયાજાળમાં એ ફસાઈ ગયા! પણ તે પછી? શનિવારે રાત્રે નાટકપ્રયોગ નિહાળવામાં પોતે ફસાયા, છેતરાયા, એવો અનુભવ થયા પછી ફરી, બીજે જ દિવસે રવિવારે બપોરે ‘ચાલો હવે પાછા છેતરાવા જઈએ,’ કહીને એ નો એ નાટયપ્રયોગ ફરીથી જોવા જાય ખરા? | નાટક ઇન્દ્રજાળ છે, માયાની રચના છે, મોહન છેતરપિંડી છે, એવું વિધાન કોઈકે ક્યાંક કરેલું વાંચ્યું છે. પરંતુ એ વિધાન ખોટું છે. લોકોનો અનુભવ જ એના પ્રમાણરૂપ છે. લોકો નાટક જોવા જાય છે તે શું પૈસા ખરચીને છેતરાવા માટે? અને ધારો કે પહેલી વાર અજ્ઞાનને કારણે એની માયાજાળમાં એ ફસાઈ ગયા! પણ તે પછી? શનિવારે રાત્રે નાટકપ્રયોગ નિહાળવામાં પોતે ફસાયા, છેતરાયા, એવો અનુભવ થયા પછી ફરી, બીજે જ દિવસે રવિવારે બપોરે ‘ચાલો હવે પાછા છેતરાવા જઈએ,’ કહીને એ નો એ નાટયપ્રયોગ ફરીથી જોવા જાય ખરા? | ||
::: “ઠગણી, ફરી ઠગ એક વેળા, એક વેળ ફરી ફરી!” | |||
એમ પ્રણયી પ્રિયાને કહે તે માની શકાય એવું છે (એને માટે એને અભિનંદન આપી શકાય એવું નથી), પરંતુ પ્રેક્ષકો નાટકકારને ને નટચમૂને પોતાને ઠગવા માટે ભારે આગ્રહપૂર્વક આવી વિનંતિ કરે, એ કંઈ ગળે ઊતરે એવી વાત નથી. | એમ પ્રણયી પ્રિયાને કહે તે માની શકાય એવું છે (એને માટે એને અભિનંદન આપી શકાય એવું નથી), પરંતુ પ્રેક્ષકો નાટકકારને ને નટચમૂને પોતાને ઠગવા માટે ભારે આગ્રહપૂર્વક આવી વિનંતિ કરે, એ કંઈ ગળે ઊતરે એવી વાત નથી. | ||
દરેક કલાને અને શાસ્ત્રને પણ પોતાપોતાનાં સત્યો હોય છે; અથવા એમ કહેવું વધારે યુક્ત છે, કે સત્યની અભિવ્યક્તિ કરવાની દરેકની રીતે આગવી હોય છે. વ્યવહારની દૃષ્ટિએ સાચી ન લાગે એવી કેટલીયે વાતો સાહિત્ય ને ઇતર કલાઓના ક્ષેત્રમાં જ નહિ, પરંતુ આ સ્થૂળ વ્યવહાર જગતમાં પણ સાચી હોય એ રીતે ચલાવી લેવી પડે છે. | દરેક કલાને અને શાસ્ત્રને પણ પોતાપોતાનાં સત્યો હોય છે; અથવા એમ કહેવું વધારે યુક્ત છે, કે સત્યની અભિવ્યક્તિ કરવાની દરેકની રીતે આગવી હોય છે. વ્યવહારની દૃષ્ટિએ સાચી ન લાગે એવી કેટલીયે વાતો સાહિત્ય ને ઇતર કલાઓના ક્ષેત્રમાં જ નહિ, પરંતુ આ સ્થૂળ વ્યવહાર જગતમાં પણ સાચી હોય એ રીતે ચલાવી લેવી પડે છે. | ||
Line 147: | Line 151: | ||
કોઈ પણ સાહિત્યકૃતિનું પરિશીલન કરતાં, તેનાં પ્રસંગો, પાત્રો ઇત્યાદિ ભાવક માટે પ્રેરક બને છે. એવા પ્રસંગો કે વ્યક્તિઓના સંપર્કથી મનમાં જે સંવેદન જાગે, તે જ નહિ તો તેવાં જ સંવેદનો આ મિથ્યા જગતનાં પ્રસંગો ને પાત્રો પણ જગાડી શકે છે. એ કૃત્રિમ સંવેદનો પૂર્વે અનુભવેલા પ્રસંગોની સ્મૃતિ જગાડે છે. સાહિત્ય એને સ્થૂલ અર્થમાં કાર્યપ્રવૃત્ત નથી કરતું, પણ સાવધ કરે છે. | કોઈ પણ સાહિત્યકૃતિનું પરિશીલન કરતાં, તેનાં પ્રસંગો, પાત્રો ઇત્યાદિ ભાવક માટે પ્રેરક બને છે. એવા પ્રસંગો કે વ્યક્તિઓના સંપર્કથી મનમાં જે સંવેદન જાગે, તે જ નહિ તો તેવાં જ સંવેદનો આ મિથ્યા જગતનાં પ્રસંગો ને પાત્રો પણ જગાડી શકે છે. એ કૃત્રિમ સંવેદનો પૂર્વે અનુભવેલા પ્રસંગોની સ્મૃતિ જગાડે છે. સાહિત્ય એને સ્થૂલ અર્થમાં કાર્યપ્રવૃત્ત નથી કરતું, પણ સાવધ કરે છે. | ||
એક વાર હું એક કોઈ જાણીતા ગાયકના જલસામાં ગયો હતો. મારી સાથે સંગીતના ખાસ રસિયા નહિ, પણ ‘કંપની આપવા ખાતર’ આવેલા એક ભાઈ બેઠા હતા. ગાયકે ચીજ શરૂ કરીઃ | એક વાર હું એક કોઈ જાણીતા ગાયકના જલસામાં ગયો હતો. મારી સાથે સંગીતના ખાસ રસિયા નહિ, પણ ‘કંપની આપવા ખાતર’ આવેલા એક ભાઈ બેઠા હતા. ગાયકે ચીજ શરૂ કરીઃ | ||
::: ‘જસોદા તોરા કાનાને ગાગરિયા ફોરી’ | |||
પંદર, વીસ, પચીસ, મિનિટ સુધી કાનાએ ગાગર ફોડ્યા જ કરી! ‘ગાગરિયા ફોરી...’ ‘ગાગરિયા ફોરી...’ જુદી જુદી રીતે, તાન, આલાપ, મીંડ, ગમક આદિનું દર્શન કરાવતા જઈ, એણે એ એક જ પંક્તિ, અને તેમાં પણ મુખ્યત્વે એનો ઉત્તરાર્ધ “ગાગરિયા ફોરી” પર પોતાનું સમગ્ર ગાન કેન્દ્રિત કર્યું. મારી સાથેના પેલા ભાઈએ મને પૂછ્યુંઃ | પંદર, વીસ, પચીસ, મિનિટ સુધી કાનાએ ગાગર ફોડ્યા જ કરી! ‘ગાગરિયા ફોરી...’ ‘ગાગરિયા ફોરી...’ જુદી જુદી રીતે, તાન, આલાપ, મીંડ, ગમક આદિનું દર્શન કરાવતા જઈ, એણે એ એક જ પંક્તિ, અને તેમાં પણ મુખ્યત્વે એનો ઉત્તરાર્ધ “ગાગરિયા ફોરી” પર પોતાનું સમગ્ર ગાન કેન્દ્રિત કર્યું. મારી સાથેના પેલા ભાઈએ મને પૂછ્યુંઃ | ||
“ગાગર કેટલી હતી?” | “ગાગર કેટલી હતી?” | ||
Line 154: | Line 158: | ||
“આપણે એ જોવાનું નથી. આપણે તો ગાયકના ગળામાંથી બહાર નીકળતા સ્વર કેવા નાચે છે તે જ જોવાનું છે.” | “આપણે એ જોવાનું નથી. આપણે તો ગાયકના ગળામાંથી બહાર નીકળતા સ્વર કેવા નાચે છે તે જ જોવાનું છે.” | ||
એ ચીજ પૂરી થઈ ને ગાયકે બીજી ચીજ ઉપાડી. | એ ચીજ પૂરી થઈ ને ગાયકે બીજી ચીજ ઉપાડી. | ||
::: “ચલત રાજકુમારી...” | |||
લગભગ પા કલાક સુધી ‘રાજકુમારી’ અને રાજકુમાર જેવા પેલા ગાયક પણ આ એક લીટીથી આગળ ચાલ્યા નહિ. પેલા ભાઈ મુખ પર થાક અને કંટાળાનો ભાવ લાવી બોલ્યાઃ | લગભગ પા કલાક સુધી ‘રાજકુમારી’ અને રાજકુમાર જેવા પેલા ગાયક પણ આ એક લીટીથી આગળ ચાલ્યા નહિ. પેલા ભાઈ મુખ પર થાક અને કંટાળાનો ભાવ લાવી બોલ્યાઃ | ||
“રાજકુમારી લંગડી કે લૂલી છે?” | “રાજકુમારી લંગડી કે લૂલી છે?” | ||
Line 189: | Line 193: | ||
આ છે તો માત્ર ટુચકો, પણ એ પરથી આપણે સમજી શકીએ છીએ, કે કોઈ પણ પ્રાણી, પદાર્થ વસ્તુ કે ક્રિયાનું કોઈ પ્રાકૃતિક નામ નથી. અમુક ભાષા બોલનારાઓ અમુક વર્ણ કે વર્ણસમુદાયમાં અમુક અર્થનું આરોપણ કરે અને સૌ તેનો સ્વીકાર કરી લે એટલે બોલનારા અને સમજનારાઓમાં તે ભાષાનો વ્યવહાર શરૂ થઈ જાય. | આ છે તો માત્ર ટુચકો, પણ એ પરથી આપણે સમજી શકીએ છીએ, કે કોઈ પણ પ્રાણી, પદાર્થ વસ્તુ કે ક્રિયાનું કોઈ પ્રાકૃતિક નામ નથી. અમુક ભાષા બોલનારાઓ અમુક વર્ણ કે વર્ણસમુદાયમાં અમુક અર્થનું આરોપણ કરે અને સૌ તેનો સ્વીકાર કરી લે એટલે બોલનારા અને સમજનારાઓમાં તે ભાષાનો વ્યવહાર શરૂ થઈ જાય. | ||
“Thanks to language, Man became Man.” | “Thanks to language, Man became Man.” | ||
ભાષાના પ્રભાવે જ માણસ માણસ બન્યો છે, એવું એક વિદ્વાનનું વિધાન સર્વથા છે. | |||
ભાષા ન હોત તો આપણું શું થાત તે વિચારવા જેવું છે. | ભાષા ન હોત તો આપણું શું થાત તે વિચારવા જેવું છે. | ||
પેઢી દર પેઢી આપણે જે પ્રગતિ કરી શકયા છીએ તે ભાષાના સાધન વિના ન જ કરી શકયા હોત. | પેઢી દર પેઢી આપણે જે પ્રગતિ કરી શકયા છીએ તે ભાષાના સાધન વિના ન જ કરી શકયા હોત. |
edits