સૌરાષ્ટ્રની રસધાર-4/આહીર યુગલના કોલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમકથાઓ| <br>આહીર યુગલના કોલ|}} {{Poem2Open}} “આટલી બધી પ્રીત કેમ સ...")
 
No edit summary
Line 53: Line 53:
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ ગાતાં ગાતાં બપોર થયા. હમણાં સજણ ભાત લઈને આવશે, હાલ્યું આવતું હશે : પોતાના સૂર સાંભળતું હશે, એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળો ગાય છે :
એમ ગાતાં ગાતાં બપોર થયા. હમણાં સજણ ભાત લઈને આવશે, હાલ્યું આવતું હશે : પોતાના સૂર સાંભળતું હશે, એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળો ગાય છે :
{{Poem2Close}}
<poem>
<Center>
'''સજણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા’ણ,'''
'''માલમી આવે મલપતા, સરમાં કરે સાન.'''
'''સરમાં કરે સાન તે ભારી,'''
'''નનકડાં સેણને નો રાખીએ મારી!'''
'''સમદર જળ સરખાં ભર્યાં, નાવે સાયરમાં તાણ,'''
'''સજણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા’ણ.'''
</Center>
</poem>
{{Poem2Open}}
મધ્યાહ્ન થયો. ગામના મારગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે? આજ કાં એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી?
ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો. નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી.
“કાં બાપુ, અટાણે કેમ?”
આંખો લૂછતો ધમળ બોલ્યો : “ભાઈ! ગજબ થયો. વહુને તો એરુ આભડ્યો. દીકરી મારી! જોતજોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને બોલાવવાનું ટાણું ન રહ્યું.”
“ક્યાં છે?”
“એને તો દેન દેવા લઈ ગયા.”
“એ – એ – એમ? એટલું છેટું પડી ગયું?” આટલું બોલતાં તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. ‘હાં! હાં! હાં!’ કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહીલુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો.
બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો, અને પેલી આયરાણીએ રોયું, કૂટ્યું, પોતાના ભરથારની ચિતાના ભડકા આઘે ઊભાં ઊભાં જોયા અને ઝૂરવા લાગી.
ચૌદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. બાઈ ચડીને ચાલી નીકળી, પાદર. પોતાના ભરથારની તાજી ચિતા જોઈને બે-ચાર આંસુ પાડ્યાં. પણ મનની વેદનાને ભૂંસાતાં શી વાર લાગે? બાર મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગનાં સંભારણાં નીકળી ગયાં. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું કે ‘હવે શી વાર છે?’
કશી વાર નહોતી. બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરિયેથી મહેમાનો આવ્યાં. ઘુઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી.
સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી. તેડવા આવનારમાંથી બે-ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી. જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો.
અંતે અકળાઈ આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું. નજર કરે ત્યાં સામે એ કોણ ઊભેલો?
એક તાજો પાળિયો : રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલો, અબોલ પથ્થરનો એક પાળિયો.
કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભર્યું — એ પહેલી વારનું પરણેતર; માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન — જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનેતરમાંથી નીરખેલી; એને સાંભરી આવી — પહેલવહેલી રાત અને બીજી એવી ઘણીય અજવાળી રાત્રિઓ; એને સાંભર્યા એ માઝમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કૉલ; અને અંતે સાંભર્યું એ કાળજામાં ખૂંતેલું દાતરડું.
આશાભેર નવે સાસરિયે જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો.
પાદરમાં એ ટાણે ગામના છોકરા ‘સાતતાળી’ રમતા હતા અને ગાડાખેડુને પૂછગાછ કરતા હતા કે ‘વેલ્યમાં કોણ છે?’ એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી, આજ નાતરે જવા નીકળી છે. છોકરે અજવાળી રાતને પહેલે પહોર આ દેખાવ જોયો; પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ. ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો; તક જોઈને છોકરાએ દુહાનાં બે ચરણો જોડી કાઢ્યાં અને સરવે સાદે લલકારી કહ્યાં :
{{Poem2Close}}
<poem>
<Center>
નાગ! નિહાળી જોય, પોળાં મન પાથરીએ નહિ,
કાઠ ચડ્યાં નહિ કોય, (આ તો) ધંધે લાગ્યાં ધમળાઉત!
</Center>
</poem>
{{Poem2Open}}
[હે નાગ! જશ ઊંડુ નિહાળીને જો! ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહિ. તેં જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી. એટલું જ નહિ, પણ હે ધમળના પુત્ર! એ તો પોતાને ધંધે વળગી ગઈ — બીજે નાતરું કરીને ચાલી.]
બાઈએ આ દુહો સાંભળ્યો — અક્ષરેઅક્ષર સાંભળ્યો. સમજી ગઈ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલ્યમાંથી નીચે ઊતરીને પાળિયા પાસે જઈ બેઠી. પોતાના નવાં સગાંને આખી કથની રડતાં રડતાં કહી સંભળાવી; ને પ્રીતમના પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits